bhayank safar (afrikana jangaloni) - 5 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 5

મસાઈઓના જંગલો તરફ.
મેસો નદીની અધવચ્ચે આફત.
******************

વહેલી સવારે રોબર્ટની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને જ્હોન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ખાવાનો સામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત ઊંઘમાં હતા અને એક બાજુ જંગલી કુતરાઓએ એમનો થેલો ફાડીને અંદરથી ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ ગયા હતા. થોડેક દૂર રોબર્ટની રાઇફલ ધૂળમાં પડી હતી. જ્હોનની રિવોલ્વર પણ એજ હાલતમાં બાજુમાં જ પડી હતી. રાઇફલ અને રિવોલ્વરને આ હાલતમાં પડી જોઈને રોબર્ટને જ્હોન અને ગર્ગ ઉપર ગુસ્સો આવ્યો.

"કેટલા બેદરકાર છે બન્ને. કઈ વસ્તુને કેવીરીતે મુકવી એનું પણ જરાય ભાન નથી.' ચડાવેલા મોઢે રોબર્ટ સૂઈ રહેલા ગર્ગ અને જ્હોન તરફ તુચ્છકારભરી નજર નાખતા
મનોમન બબડ્યો.

ઉઠીને રોબર્ટે શરીરને આમ તેમ મરડયું. આળસ દૂર કરવા માટે ત્યાં એના મગજમાં અચાનક ઝબકારો થયો એની આજુબાજુ મેરી તો હતી જ નહી. એ તરત ઉભો થયો અને આજુબાજુ જોવા લાગ્યો પણ એને મેરી ક્યાંય દેખાઈ નહી. એ તરત ઉભો થઈને આજુબાજુની જગ્યા ફેંદી વળ્યો. પણ મેરીનો કોઈ પત્તો મળ્યો નહીં ત્યાં તો એની નજર નીચે જમીન ઉપર પડેલા મેરીના પગલાંઓની છાપ ઉપર પડી. મેરીના પગલાંની છાપ જંગલ તરફ ગયેલી દેખાઈ. રોબર્ટ મનોમન વિચારે ચડ્યો. એના મનમાં પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા. આ મેરી સવાર સવારમાં જંગલ તરફ કેમ ગઈ હશે ? અને એ પણ કોઈને કહ્યા વગર એકલી.

તે ઝડપથી ગર્ગ અને જ્હોન પાસે આવ્યો આ બન્ને ઊંઘણશી હજુ પણ ઊંઘી રહ્યા હતા. પહેલા તો રોબર્ટને આ બન્નેને લાત મરવાનું મન થયું પણ પછી ગુસ્સો કાબુ કરીને એણે ગર્ગ અને જ્હોનને જોરથી ઢંઢોળ્યા.

રોબર્ટે ગર્ગ અને જ્હોનને એટલા જોરથી ઢંઢોળ્યા કે બન્ને એક જ જાટકે બેઠા થઈ ગયા. અને ઊંઘ ભરેલી નજરે રોબર્ટ સામે જોવા લાગ્યા.

"શું થયું ? રોબર્ટનું ચડેલું મોઢું જોઈને ગર્ગે આંખો ચોળતા ચોળતા નિદોષ સવાલ કર્યો.

"અરે યાર મેરી નથી દેખાતી આજુબાજુ ક્યાંય અને આપણો સામાન પણ કોઈકે રફેદફે કરી નાખ્યો છે. તમે બન્ને તો ઉઠવાનું નામ જ નથી લેતા. બસ સૂતા સૂતા ભેંકડા તાણી રહ્યા છો.' રોબર્ટ જ્હોન અને ગર્ગ સામે જોઈને બોલ્યો એના અવાજમાં ગુસ્સો છવાયેલો હતો.

"સામાન તો ઠીક પણ મેરીની તને કેમ આટલી ચિંતા છે.' જ્હોન ઉભા થતાં બોલ્યો. એના અવાજમાં હાસ્ય સાથે રમૂજ હતી.

"કંઈ નહીં પણ.' રોબર્ટ થોથવાતા અવાજે બોલ્યો.

"પણ શું ? તને તો બહુજ ચિંતા થાય છે મેરીની.' જ્હોન રોબર્ટ સામે જોઈને હસતા બોલ્યો. પછી જ્હોને ગર્ગ સામે જોઈને આંખ મીંચકારી. ગર્ગ જ્હોનની આ હરકત જોઈને હસી પડ્યો.

"રોબર્ટ.' બધા વાતો કરતા હતા ત્યાં તો પાછળથી અવાજ સંભળાયો. બધાએ જોયું તો પાછળ મેરી ઉભી હતી મેરીના હાથમાં કપડાના પોટલાંમાં ફળો બાંધેલા હતા.

"અરે મેરી સવાર સવારમાં ક્યાં ચાલી ગઈ હતી તું અમને બધાને તે સવારથી જ ચિંતામાં મૂકી દીધા.' રોબર્ટ મેરી સામે જોતાં ખિન્ન સ્વરે બોલ્યો.

"ઓહહ પણ હું સવારમાં જાગી ત્યારે બધું વેરવિખેર પડ્યું હતું.તમે ત્રણેય પણ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા એટલે પછી હું તમને પૂછ્યા વગર જ આ ફળો લેવા જતી રહી.' આમ કહીને મેરીએ રોબર્ટ પાસે ફળોનું ટોપલું નીચે મૂક્યું.

"પણ તારે રોબર્ટને તો પૂછીને જ જવુ જોઈએ. એ બિચારો તારી જ ચિંતામાં અડધો થઈ ગયો.' જ્હોન મેરી સામે જોઈ હસીને બોલ્યો. ગર્ગ જ્હોનના શબ્દો સાંભળીને હસી પડ્યો. રોબર્ટ અને મેરીની આંખો મળી એ પણ એકબીજાની આંખોમાં જોઈને હસી પડ્યા.

"તું કહ્યા વગર જતી રહી એટલે એણે બધો ગુસ્સો અમારા ઉપર કાઢ્યો.' ગર્ગ રોબર્ટ અને મેરી સામે જોતાં બોલ્યો.

મેરીએ રોબર્ટ સામે જોયું. રોબર્ટ નીચુ જોઈ ગયો.

"ના હું મેરીના કારણે ગુસ્સે નહોતો થયો.' રોબર્ટ ગર્ગ સામે જોતાં બોલ્યો.

"તો કયા કારણે તું અમારા ઉપર ગુસ્સે થયો હતો ? ગર્ગે વળતો પ્રશ્ન કર્યો.

"અરે મુર્ખાઓ તમે બન્ને જણ રાઇફલ અને રિવોલ્વર ક્યાં મૂકીને સૂઈ ગયા હતા એતો જુઓ. આ જ તો આપણુ હથિયાર છે એના વગર તો આપણે આ જંગલમાં એક ડગલું પણ આગળ વધી શકીએ એમ નથી. અને તમે બન્ને એને જેમ તેમ મૂકીને સૂઈ ગયા.' રોબર્ટ ફરીથી ગુસ્સે થઈ જ્યાં રાઇફલ અને રિવોલ્વર ધૂળમાં પડી હતી એ તરફ આંગળી ચીંધતા બોલ્યો.

"ઓહહ.! માફ કરી દે દોસ્ત અમે થાકેલા હતા એટલે એનું તો અમને ભાન જ ના રહ્યું.' જ્હોન પોતાની ભૂલ સ્વીકારતા બોલ્યો.

પછી જ્હોન અને ગર્ગની નજર ધૂળમાં પડેલી રાઇફલ અને રિવોલ્વર તરફ ગઈ. પોતાની આટલી બેદરકારી જોઈને એમની નજર ઝૂકી ગઈ.

"હવે એ બધી માથાકૂટ છોડો. અને ચાલો આ ફળો ખાઈ લો એટલે આપણે આગળ વધીએ.' મેરી બધા સામે જોઈ હસીને બોલી.

બધા ફાળો ખાવા બેઠા. કારણ કે ફળો ખાધા સિવાય એમની પાસે ખાવા માટે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. કારણ કે એમની ખાવાની ચીજવસ્તુઓ તો રાતે જંગલી કુતરાઓ રફેદફે કરીને ખાઈ ગયા હતા.

સૂર્યનું આકાશમાં આગમન થઈ ચૂક્યું હતું. નાના મોટા ઘાસ ઉપર છવાયેલા ઝાકળબિંદુઓ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. અહીંથી દેખાતી પહાડની ટેકરીઓ ઉપર લીલોતરી છવાયેલી હતી. મેસો જંગલ પાર કર્યા પછી આવેલી પર્વત શૃંખલા ખુબ લાંબી હતી. દૂર દૂર સુધી નજર ના પહોંચે ત્યાં સુધી નાની મોટી ટેકરીઓની હારમાળાઓ દેખાઈ રહી હતી. સૂર્યનો ઉદય થઈ ગયો હોવા છતાં હજુ દૂર સુધી ટેકરીઓ ઉપર આછું ધુમ્મ્સ છવાયેલું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

"મેરી હવે કઈ દિશામાં જઈએ.' ફળો આરોગ્યા પછી રોબર્ટ મેરી સામે જોતાં બોલ્યો.

"જો મસાઈ લોકોના જંગલમાં જવું હશે તો આપણે ડાબી તરફ આગળ વધવું પડશે. વચ્ચે એક મેસો નદી આવશે. એ પછી મસાઈ લોકોની વસાહતો શરૂ થશે. પણતરફ જવામાં જોખમ બહુ જ છે રોબર્ટ જો એકવાર એમના હાથમાં સપડાઈ ગયા તો ત્યાંથી બચીને નીકળવું બહુજ મુશ્કેલ થઈ જશે.' મેરી રોબર્ટને માહિતી આપતા બોલી.

"હા એ બાજુ જવામાં જોખમ તો ઘણું છે. પરંતુ વિલિયમ હાર્ડી અને એમના સાથીદારો લગભગ એ બાજુ જ ગયા છે એટલે કદાચતરફ જવાથી એમનો પણ ભેદ ઉકેલાઈ જાય.' રોબર્ટ બધા સામે જોઈને ગંભીરતા પૂર્વક બોલ્યો.

"સાચી વાત છે તારી રોબર્ટ આપણે મસાઈ લોકો જે તરફ રહે છે એ તરફ જ આપણે આગળ વધીશું કારણ કે આપણુ મકસદ હાર્ડી અને એમના સાથીદારોને શોધવાનું છે.' જ્હોને પોતાનો નિર્ણય સંભળાવ્યો.

"તો પછી ચાલો હવે આગળ વધીએ.' ગર્ગ જુસ્સા ભરેલા અવાજે બોલ્યો.

ગર્ગે રાઇફલ સંભાળી. જ્હોને પોતાની રિવોલ્વર ચકાશીને કમર પટ્ટામાં ભરાવી. મેરી અને રોબર્ટ આગળ ચાલવા લાગ્યા. પાછળ ગર્ગ અને જ્હોન પણ ચાલવા લાગ્યા. જ્હોન પાસે આજે એક જ થેલો હતો જેમાં ત્રણ ચાર ચાદરો અને ત્રણેય મિત્રોના કપડાં હતા. ખાવાની ચીજવસ્તુઓ જેમ થેલામાં હતી એ થેલાનો તો રાતે જંગલી કુતરાઓએ સત્યાનાશ વાળી નાખ્યો હતો એટલે એને તો ત્યાં જ મૂકીને બધા ચાલતા થયા.

સૂર્ય ધીમે ધીમે ગગનમાં વિહરી રહ્યો હતો. સવારનો પહોર હતો એટલે બધાને ગરમી ઓછી લાગી રહી હતી. રસ્તો થોડોક ખડકાળ અને પથરાળ હતો. છતાં બધા હિમ્મત ગુમાવ્યા વગર આગળ વધી રહ્યા હતા.

"ત્યાં જુઓ પેલી મેસો નદી વહી રહી છે ત્યાંથી મસાઈ લોકોની વસાહતો શરૂ થશે.' મેરી દૂર દેખાતી નદી સામેં હાથ લાંબો કરતા બોલી.

"પણ આપણે એ નદીને પાર કેવીરીતે કરીશુ ? ગર્ગે પ્રશ્ન કર્યો.

"હા નદીને પાર કેવીરીતે કરીશું મેરી.' રોબર્ટે પણ ચાલતા ચાલતા મેરીને પૂછ્યું.

"જુઓ નદી વધારે ઊંડી નથી. એનો પ્રવાહ એકદમ ધીમો છે આપણુ અડધું શરીર ડૂબે એટલી જ ઊંડાઈ છે નદીની.' મેરીએ પોતાના પેટ સુધી ઇસારો કરી સમજાવ્યું.

"તો ઠીક એટલું જ પાણી હશે તો પાર કરી લઈશું.' ગર્ગ આત્મવિશ્વાસભર્યા અવાજે બોલ્યો.

"પણ ત્યાં એક મુશ્કેલી બીજી છે ત્યાં.' મેરી ફરીથી બોલી.

"શું મુશ્કેલી છે ત્યાં બીજી વળી ? ચુપચાપ ચાલતો જ્હોન પોતાનું મૌન તોડતા બોલ્યો.

"મુશ્કેલી એ છે કે નદીની ઊંડાઈ ભલે થોડીક જ છે પણ એની લંબાઈ બહુજ છે. લગભગ એકથી દોઢ માઈલ જેટલી આપણે નદી પાર કરતા જ બે કલાક જેટલો સમય થઈ જશે.' મેરી બધાના મોંઢા સામે જોઈને બોલી.

"પાર તો કરી લઈશું ભલે ગમે એટલી લાંબી હોય.' ગર્ગ જુસ્સા સાથે બોલ્યો.

બધા આમ વાતો કરતા કરતા નદીના કિનારા પાસે આવી પહોંચ્યા. નદી એકદમ શાંત પણે વહી રહી હતી. સામેનો કિનારો ખુબ જ દૂર દેખાઈ રહ્યો હતો. સામેના કિનારે મોટા ઘેઘુર વૃક્ષો હોવાથી ત્યાંની હરિયાળી અહીં સુધી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

"તો ચાલો હવે.' રોબર્ટે બધાને નદીના પાણીમાં આગળ વધવા કહ્યું.

રોબર્ટે મેરીનો હાથ પકડ્યો અને ગર્ગે જ્હોનનો હાથ પકડ્યો. પછી બધા નદીના પાણીમાં આગળ વધવા લાગ્યા. લગભગ એક કલાક પાણીમાં ચાલ્યા એટલે બધા લોથપોથ થઈ ગયા.

"રોબર્ટ પાછળ તો જો.' ગર્ગે ડરેલા અવાજે ચીસ પાડતા કહ્યું.

રોબર્ટ , મેરી અને જ્હોને પાછળ જોયું ત્યાં અને ત્રણેયના ચહેરા ઉપર ભય છવાઈ ગયો. પાછળ ત્રણ ચાર તગડા , શરીરે એકદમ કાળા વિચિત્ર દેખાવ ધરાવતા માણસો એમની તરફ ઝડપથી આવી રહ્યા હતા.

"જ્હોન તારી રિવોલ્વર સંભાળ.' રોબર્ટે જ્હોન તરફ ફરીને જોરથી બુમ પાડી.

જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી કાઢી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી.

પણ...

(ક્રમશ)