bhayank safar (afrikana jangaloni) - 2 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 2

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 2

રાઇફલ અને રિવોલ્વરે બચાવ્યા.
*******************

ગર્ગ અને જ્હોન પાછળ ફરીને જોયું તો એક ભયકંર વિખેરાયેલા મોટા વાળવાળો આદિવાસી નીચે પડેલા રોબર્ટની પીઠ ઉપર એના મજબૂત હાથો વડે મુઠ્ઠીઓનો પ્રહાર કરી રહ્યો હતો. આવો ભયકંર મુઠ્ઠી પ્રહારોનો માર સહન ના થતાં રોબર્ટ વેદનાભરી ચીસો પાડ્યે જતો હતો.

"ગર્ગ હવે જલ્દી કંઈક કર નહીંતર રોબર્ટ મરી જશે.' જ્હોને ગર્ગ સામે જોઈને કહ્યું પછી એ એનો થેલો નીચે મૂકીને એમાંથી કંઈક શોધવા લાગ્યો.

એટલામાં તો સામેની ઝાડીઓમાંથી ખૂંખાર આદિવાસીઓ ઘસી આવ્યા.એ બધાની આંખો બદલાની આગમાં લાલઘૂમ થઈ ગઈ હતી. ગર્ગે એ આદિવાસીઓને જોયા એટલે એ નખથી માંડીને શીશ સુધી ધ્રુજી ઉઠ્યો.

"જ્હોન પેલા આવી ગયા તું શું શોધી રહ્યો છે હજુ ? ગર્ગ ડરેલા અવાજે બોલી ઉઠ્યો. ખૂંખાર આદિવાસીઓ એમની સામે આવી ગયા હતા છતાં જ્હોન હજુ એના થેલામાં કંઈક શોધી રહ્યો હતો.

"મળી ગયું.' જ્હોન ઝડપથી થેલામાંથી હાથ બહાર કાઢતા બોલ્યો.

જ્હોનને શું મળ્યું એ ગર્ગને કંઈ સમજાયું નહી પેલા આદિવાસીઓ હવે ઝડપથી એમની તરફ આવી રહ્યા હતા. ત્યાં ગર્ગની નજર જ્હોનની હાથમાં રહેલી રિવોલ્વર ઉપર પડી. રિવોલ્વર જોઈને ગર્ગની આંખો ચમકી ઉઠી. એનો શ્વાસ થોડોક હેઠો બેઠો એને થોડીક નિરાંત થઈ.

આ બાજુ પેલો આદિવાસી રોબર્ટના શરીર ઉપરથી ઉભો થઈને રોબર્ટના ખભે ભરાવેલી રાઇફલ ખેંચી રહ્યો હતો. પરંતુ રોબર્ટે રાઇફલને મજબૂત રીતે પકડી રાખી હતી. એટલે બન્ને એકબીજા તરફ રાઇફલ ખેંચી રહ્યા હતા. રાઇફલનો આગળનો ભાગ પેલા આદિવાસી તરફ હતો. અને આવી ખેંચ તાણમાં રોબર્ટનો હાથ અનાયાસે રાઇફલના ઘોડા ઉપર દબાઈ ગયો. અને રાઇફલમાંથી નીકળેલી ગોળી પેલા આદિવાસીના ખભાની આરપાર નીકળી ગઈ. પેલો આદિવાસી ત્યાં જ ચીસ પાડીને ઢળી પડ્યો.

રાઇફલમાંથી ગોળી છૂટી એવો જ મોટો ધડાકો થયો. જેવી ગોળી પેલા આદિવાસીના ખભામાંથી આરપાર નીકળી કે તરત એ આદિવાસી ભયંકર ચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યો. બીજા આદિવાસીઓ રોબર્ટની નજીક પહોંચવા આવ્યા હતા પણ રાઇફલનો ધડાકો અને પેલા આદિવાસીની ચીસ સાંભળીને એ બધાના પગ ત્યાં જ જમીન સાથે જડાઈ ગયા.

"રોબર્ટ ભાગ જલ્દી.' ગર્ગે રોબર્ટને જોરથી બુમ પાડી.

રોબર્ટ, ગર્ગની બુમ સાંભળીને ઝડપથી ગર્ગ અને જ્હોન જે બાજુએ હતા એ તરફ ભાગ્યો. આદિવાસીઓ ગોળીથી ઘાયલ થયેલા એમના સાથીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. પરંતુ એમણે જેવો રોબર્ટને ભાગતો જોયો એટલે અડધા રોબર્ટની પાછળ રોબર્ટને પકડવા દોડવા લાગ્યા.

"જ્હોન કંઈક કર, નહીંતર આ લોકો ફરીથી રોબર્ટને પકડી પાડશે.' ગર્ગ ચીસ જેવા અવાજે બોલી ઉઠ્યો.

"હા એમને રોકવા પડશે.નહિતર એ લોકો આપણને નહીં છોડે હવે.' જ્હોન રોબર્ટની પાછળ દોડી આવી રહેલા ખૂંખાર આદિવાસીઓ તરફ જોતાં બોલ્યો.

"તો કંઈક કર,જો પેલો હમણાં પકડી લેશે રોબર્ટને.' એક આદિવાસી રોબર્ટની લગોલગ પહોંચી ગયો હતો એ તરફ જોઈ ગર્ગ ડરેલા અવાજે ચીસ નાખી.

એક આદિવાસી રોબર્ટની સાવ નજીક પહોંચી ગયો હતો. ત્યાં તો જ્હોને એની પાસે રહેલી રિવોલ્વરની મદદથી રોબર્ટની પાસે પહોંચવા આવેલા આદિવાસીના જમણા પગનું નિશાન લીધું અને ગોળી છોડી. પેલા આદિવાસીના હાથનો પંજો જેવો રોબર્ટને પકડવા લાંબો થયો ત્યાં જ્હોને છોડેલી ગોળી એના પગમાં વાગી અને એનો પંજો હવામાં જ રહી ગયો એ મરણચીસ પાડી ઢગલો થઈ નીચે પડી ગયો. પેલા આદિવાસીઓ હેતબાઈ ગયા. એ બધા એમના ઘાયલ સાથીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં.

જ્હોન, રોબર્ટ અને ગર્ગ કંઈ પણ જોયા વગર આ ગાઢ જંગલમાં આગળની તરફ ભાગી રહ્યા હતા. એમને પેલા આદિવાસીઓનો ભય સતત સતાવી રહ્યો હતો. જ્હોનનું શરીર ભારે હોવાથી એ માંડ માંડ દોડતો હતો. એના ખભા પાછળ લટકાવેલો થેલો એની દોડવાની ગતિને અવરોધી રહ્યો હતો. લગભગ એક કલાક આ ત્રણેય દોડતા રહ્યા. ત્યારે જ્હોન થાક્યો.

"અરે યાર ઉભા રહો નહિતર હું મરી જઈશ.' જ્હોન બોલ્યો. એનું શરીર થાકથી સાવ લોથપોથ થઈ ગયું હતું.

"હમણાં નહીં થોડાક દૂર જતાં રહીએ નહિતર પેલા આદિવાસીઓ આપણને પકડી લેશે.' ગર્ગ ડરભર્યા અવાજે બોલ્યો.

"અરે એ ચિંતા છોડો. એ લોકોથી આપણે ઘણા દૂર આવી ગયા છીએ એટલે થોડોક આરામ કરો. નહિતર હું આમ દોડતો દોડતો જ મરી જઈશ.મારાથી નથી દોડાતું હવે.' જ્હોન રોબર્ટ અને ગર્ગ સામે જોઈને આજીજીભર્યા આવજે બોલ્યો.

"હા હવે એ લાકોનો ભય નથી.' રોબર્ટે પણ જ્હોનની વાતને સમર્થન આપતા કહ્યું.

"તો પણ.' ડરેલો ગર્ગ થોથવાઈને બોલ્યો.

"તો પણ શું ? ડર્યા વગર હમણાં આરામ કર પછી જ આગળ વધાશે.' ગર્ગ કંઈક બોલવા જતો હતો ત્યાં વચ્ચેથી અટકાવી જ્હોન ચિડાઈ જતાં બોલ્યો.

"ઠીક છે. પણ થોડોક આરામ કરીને આપણે નીકળી પડીશું.' ગર્ગ ત્યાં જ નીચે બેસી જતાં બોલ્યો.

"હા પણ હમણાં આરામ તો કરી લે.' રોબર્ટે પોતાના ખભાથી રાઇફલ નીચે ઉતારીને હસતા હસતા કહ્યું.

રોબર્ટની મજાક ઉપર ધ્યાન આપ્યા વગર બેસતા પહેલા ગર્ગે આજુબાજુ જોઈ લીધું કે ક્યાંય આદિવાસીઓ એમનો પીછો કરતા-કરતા આવી તો નથી ગયાને.!

"બહુ ડરપોક છે હો ગર્ગ તું.' જ્હોને ગર્ગ સામે તીરછી નજરે જોતાં કહ્યું.

જ્હોનની વાત સાંભળીને રોબર્ટ હસી પડ્યો. ગર્ગ નીચે બેસી જમીન લાકડાના સળિયા વડે જમીને ખોદવા લાગ્યો. જ્હોન અને રોબર્ટ ગર્ગની પાસે આવ્યા અને પ્રેમથી એને ઉભો કર્યો.

"ગર્ગ વ્હાલા દોસ્ત ખોટું ના લગાડતો અમે મજાક કરીએ છીએ.' જ્હોને ગર્ગની આંખોમાં જોઈને કહ્યું.

"અને હા તું ચિંતા ના કર.ગમે તે આફતને તારી સુધી પહોંચવા માટે પહેલા અમારી ઉપર થઈને ગુજરવું પડશે.' રોબર્ટે ગર્ગના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકતા કહ્યું.

"હાર્ડી અને એમના સાથીદારોને શોધી રહ્યા છીએ એટલે આવી અનેક આફતો તો આવતી જ રહેશે. અને આપણે સામનો તો કરવો પડશે દોસ્ત.ક્યાં સુધી આવી મુશ્કેલીઓથી ભાગતા રહીશુ.' જ્હોન બોલ્યો. એના અવાજમાં એમના વ્હાલા દોસ્ત વિલિયમ હાર્ડીને શોધી કાઢવાની મક્કમતા ઝળકતી હતી.

"તમારા જેવા દોસ્તો હોય ત્યાં મુશ્કેલી કેવી.! અને હાર્ડી જેટલાં તમારાથી મિત્ર છે એટલા મારા પણ મિત્ર તો છે. એટલે એમની શોધમાં મારું પણ યોગદાન તમારા બન્ને જેટલું હોવું જોઈએ.' આમ કહી ગર્ગ ભીની આંખે જ્હોન અને રોબર્ટને ભેંટી પડ્યો.

આ અજાણ્યા જંગલમાં આ ત્રણેય એકબીજાનો આશરો હતા. એક એક ડગલું સંભાળી મુકવાનું હતું કારણ કે ઘડીના છઠ્ઠા ભાગમાં અહીં મુશ્કેલીઓ ફૂટી નીકળતી હતી. આદિવાસીઓની ઝપાઝપી અને ભાગદોડમાં સાંજ થઈ ગઈ. એટલે જલ્દી આ જંગલ પસાર કરીને પહાડી પ્રદેશમાં પ્રવેશવું જરૂરી હતું. કારણ કે જ્યાં સુધી તેઓ આ જંગલમાં હતા ત્યાં સુધી એમને જાનનું જોખમ હતું. થોડોક આરામ કરીને ત્રણેય ઉભા થયા અને આગળ વધવા લાગ્યા. આ વખતે બધાની ચાલમાં નવો જોશ હતો.

સૂર્ય પશ્ચિમમાં ડૂબી રહ્યો હતો. એકાદ કલાકમાં સમગ્ર જંગલ ઉપર અંધારાનું આધિપત્ય છવાઈ જવાનું હતું એટલે ત્રણેય ઝડપથી આગળ વધી રહ્યા હતા.

રોબર્ટે ઇજિપ્તના કેરો શહેરથી નીકળતી વખતે જ મેસો જંગલની સંપૂર્ણ માહિતી એકઠી કરી લીધી હતી. એના અનુમાન મુજબ હવે તેઓ પહાડી પ્રદેશની નજીક જ હતા. ધીમે ધીમે મોટા વૃક્ષો ઓછા થતાં જતાં હતા. કલાક ચાલ્યા ત્યારે ગર્ગ બોલી ઉઠ્યો.

"જુઓ ત્યાં નાની ટેકરીઓ દેખાઈ રહી છે.' ગર્ગ હર્ષથી છલકાયેલા અવાજે બોલ્યો.

હવે ધરતી ઉપર અંધારું ઉતરી ચૂક્યું હતું. દૂર દેખાતી ટેકરીઓ ઝાંખા અજવાળામાં ભયકંર ભાસી રહી હતી. સામે જ નાના ઝાડી ઝાંખરા અને ઘાસનું મેદાન હતું.મેદાનની પેલે પાર પહાડી પ્રદેશ શરૂ થતો હતો.

"જ્હોન ત્યાં કોઈક રહેતું હોય એવું લાગે છે.' રોબર્ટ ઘાસના મેદાનના છેડા તરફ આંગળી ચીંધતા બોલ્યો.

જ્હોન અને ગર્ગે રોબર્ટે બતાવેલી દિશામાં જોયું. તો ઘાસના મેદાનના સામેના છેડે એક ઝૂંપડીમાં દીવડો સળગી રહ્યો હોય એવું એમને લાગ્યું.

ત્રણેયને ખુબ જ તરસ અને ભૂખ લાગી હતી. તેથી ત્રણેયના પગ એક નવી આશા અને નવા ભય સાથે એ ઝૂંપડી તરફ આગળ વધ્યા. આશા એ વાતની જાગી હતી કે એમને ત્યાંથી પાણી અને ખાવાનું મળી રહેશે જયારે ભય એ વાતનો હતો કે અજાણ્યા પ્રદેશમાં આવેલી ઝૂંપડી એમના માટે આફત ના બની જાય.

(ક્રમશ)