એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા પાર્ક કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે.
એ મમ્મીનું નામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ આવી લાગે છે... તું ક્યાં ગાયબ હતી આટલા દિવસથી.. તું કેમ ફોન નથી ઊંચકતી મારા..... તું કેમ આવી દેખાય છે......'
આટલા બધા સવાલોથી અંજાઈ ગયેલી રચના જવાબ આપવાનું ટાળે છે. પણ એ વાતને ઈશારાથી ત્યાં જ અટકાવી દે છે. આ દરમિયાન જ દીપુ પણ આવે છે. આ જોઈને રચના હવે સાવ નિરાશ થાય છે. એ શોપ છોડીને જવા માંગે છે ત્યાં જ દિક્ષા ફરી એને રોકે છે પણ રચના જાણે શરમાતી હોય એનો સામનો કરતા એવું લાગી રહ્યું હતું. દિક્ષા એના નવા ફોન નંબર માંગી જવા દે છે.
હવે આ ઘટના પછી ખરીદીમાં દિક્ષાનું કશે ધ્યાન નથી. ફટાફટ ખરીદી પતાવી એ ઘરે જવાની ઉતાવળ કરે છે. દીપુ પણ ન સમજી આ વાતને. ઘરે આવીને દીક્ષા જમ્યા વગર જ પોતાનું કામકાજ પતાવી મોડી રાત્રે રચનાને ફોન લગાડે છે.
રચના ફોનમાં વાત નથી કરતી અને રૂબરૂ મળી પછી જણાવશે એવું કહ્યું. દિક્ષા એની દશા જોઈ પછી વિચારમાં જ ખોવાઈ ગઈ કે કેવી સપ્રમાણ શરીર અને મનની મજબુત છોકરી સાવ આવી કેમ થઈ ગઈ હશે ? આવી હાલત માટે કોણ જવાબદાર હશે? બિમાર હતી છ મહિના પહેલા એ પણ ખબર હતી પણ આટલો બધો ફેરફાર એકાએક...એના શરીર , વર્તન અને જીવનમાં..
અઠવાડિયા પછી રચનાનો સામેથી ફોન આવ્યો કે"તું આજ ફ્રી હો તો ઘરે જ આવી જા.." દિક્ષાએ હા પાડી અને પોતે પહોંચી બપોરે એના ઘરે..આખા ઘરમાં ઘણા ફેરફારો કરી નાખ્યાં હતા. બધી જગ્યાના સ્થાન બદલાવી કાઢ્યા હતા. દિક્ષા વર્ષો પછી એની ઘરે ગઈ હોય એવું લાગ્યું.....
જ્યાં પહેલા ઝુલો હતો ત્યાં જગ્યા ખાલી કરી નાંખી અને જ્યાં રસોડું હતું ત્યાં વરંડા જેવી ખુલ્લી જગ્યા. જ્યાં બેડરૂમ હતો ત્યાં રસોડું અને બધાની મધ્યમાં પૂજાઘર...આવડો બધો ફેરફાર... હું તો જોતી રહી આંખ ફાડીને..
જ્યારે દીક્ષા એના ઘરે ગઈ કે એણે સાવ નજીકથી જોયું કે ગળામાં મંગળસૂત્રની સાથે તાવીજ કાળા દોરે બાંધેલા હતા. હાથમાં દોરા ધાગા અને પગમાં પણ લાલ દોરો. મને આવી અંધશ્રદ્ધા બહું ખટકતી. મેં એને સવાલ કરવા ઈચ્છા વ્યક્ત કરી કે એણે ચૂપ રહેવાનું કહી મારા માટે પાણી ભરવા ચાલી. એણે મેઈન દરવાજો બંધ કર્યો તો એની પાછળ પણ દોરાધાગાનું કરોળિયાના જાળા જેવું મોટું કશુંક લટકાવેલું હતું. પાણી આપતી વખતે એ રીતસરની ધ્રુજતી હતી જાણે ભરશિયાળે એ ઠંડીમાં થરથરતી હોય. દીક્ષાએ એના શરીરની કમજોરી આટલા વર્ષે પહેલી વાર જોઈ. જે દિવાલ પર રચનાનો પરિવાર સાથેનો સુંદર ફોટો હતો ત્યાં એક શો પીસ ટાંગી દીધું હતું એ વિચારવા જેવું હતું દિક્ષા માટે
( એવી કઈ ઘટના ઘટી હશે કે રચનામાં અને એના ઘરમાં
આટલો બદલાવ...છ મહિના સુધી અદ્રશ્ય..અને મુલાકાત દરમિયાન પણ મોં છુપાવતી.. શું થયું હશે આ રચના સાથે...)
જાણવું છે ને આગલા ભાગમાં.......