Parijatna Pushp - 14 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પારિજાતના પુષ્પ - 14

Featured Books
Categories
Share

પારિજાતના પુષ્પ - 14

લગ્નનો માંડવો ઘર આગળ બંધાઈ ચૂક્યો હતો પણ અદિતિને સમજાતું ન હતું કે લગ્ન કરવા કે ન કરવા અરમાન પાછો ઈન્ડિયા તેને લેવા માટે આવશે કે નહી આવે અને આવશે તો ક્યારે આવશે..??

આવા બધા અનેક સવાલો અદિતીના લાચાર મનને મૂંઝવી રહ્યા હતા..?? પણ હવે આરુષ


સાથે લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો તે વાત પણ એટલી જ ચોક્કસ હતી.




અદિતિનું 🏠 પણ ખૂબજ સુંદર સજાવવામાં આવ્યું હતું.
અદિતિના હાથમાં આરુષના નામની મહેંદી લાગી ચૂકી હતી.
અદિતિ કંઈ બોલી શકતી ન હતી કે કોઈને કંઈ કહી પણ શકતી ન હતી પણ મનોમન અરમાનને યાદ કરી રહી હતી અને ચાતક જેમ વરસાદની રાહ જૂએ તેમ રાત અને દિવસ અરમાનના ફોનની રાહ જોઈ રહી હતી.પણ, અરમાનનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો.અને અદિતિના લગ્નનો દિવસ આવી ગયો.

અદિતિના મમ્મી-પપ્પાને એકની એક ફૂલની જેમ ઉછેરેલી દીકરીને સાસરે મોકલવાની જરા પણ ઈચ્છા ન હતી પણ દુનિયાનો દસ્તૂર છે દીકરી તો પારકી થાપણ કહેવાય તેથી છૂટકો પણ નહતો.


અદિતિ દુલ્હનના ડ્રેસમાં ખૂબજ સુંદર લાગી રહી હતી. અને આરુષ પણ દુલ્હાના ડ્રેસમાં બિલકુલ રાજકુંવર લાગી રહ્યો હતો. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી હતી.



લગ્નની વિધિ પૂરી થઈ ગઈ અને અદિતિને સાસરે જવાનો સમય આવી ગયો.અદિતિની નિસ્તેજ આંખો ચારેકોર જાણે અરમાનને શોધી રહી હતી અને વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. તેને ખબર હતી કે આટલા બધા સમયથી અરમાનનો ફોન પણ નથી આવ્યો તો અરમાન ક્યાંથી આલવાનો છે...?? છતાં તેનું મન જાણે અરમાનની ગેરહાજરી સ્વિકારવા તૈયાર ન હતું. અરમાનને તે કાયમ કહ્યા કરતી હતી કે," હું કંઈ સાસરે-બાસરે જવાની નથી અને કંઈ રડવાની પણ નથી. તે જ અદિતિ આજે સાસરે જતાં જતાં ચોધાર આંસુડે રડી રહી હતી.






અદિતિ સાસરે ચાલી ગઈ પછી સંધ્યાબેન અને વિનેશભાઈ જાણે ભાંગી પડ્યા અને સાવ એકલા પડી ગયા. સંધ્યાબેન દરરોજ અદિતિને ફોન કરીને તેની અને આરુષની ખબર પૂછ્યા કરતા હતા.

આરુષે અહીં ઈન્ડિયા આવીને શહેરથી થોડે દૂર વિશાળ જગ્યા ખરીદી વિશાળ બંગલો અને સુંદર આહલાદક બગીચો બનાવ્યો હતો. આટલા મોટા ઘરમાં રહેવાવાળા આરુષ અને અદિતિ બે જ હતા તેથી અદિતિ એકલી પડી જતી હતી અને વળી રસોઈ બનાવવા માટે અને ઘરકામ કરવા માટે શાંતાબેન કરીને એક બહેન પણ આવતા હતા તેથી અદિતિને ખાસ કંઈ કામ રહેતું નહીં.


એકલી બેઠી બેઠી અદિતિ અરમાનના વિચારોમાં ખોવાઈ જતી હતી.તેને એક સવાલ સતત મૂંઝવી રહ્યો હતો કે," અચાનક અરમાનના ફોન આવવાના બંધ કેમ થઈ ગયા..??" પણ તેના આ પ્રશ્નનો જવાબ કોઈ તેને આપી શકે તેમ ન હતું.

સમય પસાર થયે જતો હતો. અદિતિ અને આરુષનું લગ્નજીવન પણ સારી રીતે પસાર થઈ રહ્યું હતું.

અદિતિ જ્યારે જ્યારે મમ્મીને ત્યાં રહેવા માટે જતી ત્યારે મમ્મીને પૂછ્યા કરતી કે અરમાનના કોઈ સમાચાર છે કે નહિ પણ તેને હંમેશાં નિરાશા જ મળતી. ન તો અરમાનનો કદી ફોન આવતો કે ન તો અરમાનનો કોઈ પત્ર આવતો. અદિતિ અરમાનને ભૂલવાની ખૂબ જ કોશિશ કરી રહી હતી પણ અરમાન તેના જીવનની એકેએક ઘટનાઓ સાથે એવો તો વણાઈ ચૂક્યો હતો કે અદિતિ લાખ કોશિશ કરવા છતાં પણ અરમાનને ભૂલી શકતી ન હતી.

એક દિવસ અરમાનનો ફોન અદિતિની મમ્મીના ઘરે આવ્યો અદિતિના ખબર-અંતર પૂછ્યા અદિતિના લગ્ન થઈ ગયા છે તે વાત જાણીને તેને ખૂબ આનંદ થયો અને પોતે અદિતિને મળવા માટે ઈન્ડિયા આવવાનો છે તે વાત પણ તેણે જણાવી. આ વાત કહેવા માટે અદિતિની મમ્મી સંધ્યાબેને અદિતિને ફોન કર્યો તો આરુષે ફોન ઉપાડ્યો. અદિતિ આરુષનું જમવાનું પીરસવામાં બીઝી હતી. તેથી સંધ્યાબેને આ વાત આરુષને કરી અને અદિતિને સમાચાર આપવા કહ્યું પણ આરુષને અદિતિ અરમાનને મળે તે વાત બિલકુલ પસંદ ન હતી તેથી તેણે અદિતિને આ વાત જણાવી જ નહીં.

અરમાન ઈન્ડિયા પાછો આવે છે કે નહીં અને આવે છે તો ક્યારે આવે છે...?? અદિતિ અરમાનને મળી શકે છે કે નહીં..?? આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ ' જસ્મીન '
દહેગામ