Parijatna Pushp - 13 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પારિજાતના પુષ્પ - 13 - અદિતિના લગ્ન

Featured Books
Categories
Share

પારિજાતના પુષ્પ - 13 - અદિતિના લગ્ન

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-13

અદિતિ અને આરુષની જોડી ખૂબજ સુંદર લાગી રહી હતી અદિતિ તો જાણે સ્વર્ગમાંથી પરી ઉતરીને આવી હોય એટલી બધી સુંદર લાગી રહી હતી.

આરુષ આજે ખૂબજ ખુશ હતો. પણ અદિતિને મનમાં ને મનમાં કોઈ સવાલ મૂંઝવી રહ્યો હતો.

આરુષ અદિતિને પૂછી રહ્યો હતો કે," તને કેનેડા રહેવું ગમશે કે અહીં ઇન્ડિયામાં..?? "
અદિતિ વિચારી રહી હતી કે અરમાનની ગેરહાજરીમાં ઈન્ડિયા શું કે કેનેડા શું બધું એક જ છે. તેને કંઈજ ફરક પડતો નથી. અને તે કંઈ જ જવાબ ન આપી શકી.

આરુ‌ષ જ બોલી ગયો કે આપણે અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જઈશું જેથી તારા મમ્મી-પપ્પા એકલા ન પડે.અને આમેય મારા પણ બધા રીલેટીવ્ઝ અહીં જ ઈન્ડિયામાં જ સેટલ છે.

આ વાત સાંભળીને અદિતિના મમ્મી-પપ્પાને ઘણી રાહત લાગી

આરુષ પોતાના એન્ગેજમેન્ટ પતાવીને તરત જ કેનેડા ચાલ્યો ગયો કારણ કે તેને તરત જ પાછા આવવું હતું અને પાછા આવીને અદિતિ સાથે મેરેજ
કરીને સેટલ થવું હતું. કેનેડા જઈને તેણે પોતાનો સ્ટોલ સેલ કરી દીધો અને પોતાનું હાઉસ પણ સેલ કરી દીધું.

હવે તે ઈન્ડિયા આવવા માટે બિલકુલ ફ્રી હતો પોતાના ક્લૉઝ ફ્રેન્ડસ તે મળ્યો અને તેમને ત્યાં ની બેસ્ટ રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી અને હંમેશ માટે કેનેડાને બાય બાય કરીને ઈન્ડિયા આવી ગયો.

ઈન્ડિયા આવીને તે અદિતિને તેમજ તેના મમ્મી-પપ્પાને મળવા માટે તેમના 🏠 ગયો. મેરેજ માટે નજીકની જ તારીખ કઢાવવા કહ્યું.

આજે તે અદિતિને લઈને ડીનર માટે રેસ્ટોરન્ટમાં જવાનો હતો તેથી અદિતિ પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી. પોતાના વોર્ડડ્રોબમાથી કપડાં લેતી વખતે અચાનક તેની નજર અરમાને આપેલી પેલી dancing doll ઉપર પડી અને તેથી તેને આજે અરમાનની ખૂબ યાદ આવી રહી હતી.

અદિતિ નું મન આરુષ સાથે મેરેજ કરવા માટે જાણે તૈયાર જ ન હતું. અને તેની સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે પણ તૈયાર ન હતું પણ ગયા વગર છૂટકો પણ નહતો તેથી તે પોતાના મનને મનાવી રહી હતી.

બ્લેક કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં અદિતિ એક કેનેડિયનને પણ શરમાવે તેવી ખૂબ જ બ્યુટીફુલ લાગી રહી હતી.

અદિતિને આરુષ સાથે જોઈને કોઈને પણ આરુષની ઈર્ષા આવે તેવી અદિતિ લાગતી હતી.

શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં આરુષે પહેલેથી જ ટેબલ બુક કરાવીને રાખ્યું હતું.આરુષ અને અદિતિ કેન્ડલ લાઇટમાં ડિનર લેવા માટે બેઠા હતા.

અદિતિને આજે અરમાની યાદ ખૂબ આવી હતી તેથી તેણે
આરુસષને અરમાનની વાતો કરવાનું શરૂ કર્યું અરમાનની વાતો સાંભળીને આરુષ જાણે થોડો કંટાળી ગયો અદિતિ અરમાનની વાતો આરુષ સાથે શેર કરતી તે આરુષને બિલકુલ ગમતું ન હતું પણ અદિતિને આ વાતની કંઈ ખબર જ ન હતી.તે ભોળા ભાવે અરમાનની વાતો આરુષને કર્યે જતી હતી અને આરુષને ન છૂટકે આ બધી જ વાતો સાંભળવી પડતી હતી.

ઈન્ડિયા આવીને તેણે પોતાના અંકલની મદદથી સ્ટેનલેસ સ્ટીલના વાસણની ફેક્ટરી ચાલુ કરી. ફેક્ટરી બરાબર સેટલ થઈ ગઈ પછી મેરેજની તારીખ હવે નજીક જ આવી રહી હતી તેથી અદિતિ અને આરુષ બંનેએ મેરેજનું શોપિંગ ચાલુ કરી દીધું હતું.

અદિતિના મમ્મી સંધ્યાબેન તેમજ પપ્પા વિનેશભાઈ અદિતિને આટલો બધો સરસ છોકરો મળ્યો છે તે વિચારે ખૂબ જ ખુશ હતા.

મેરેજની ખરીદીમાં અને ખરીદીમાં મેરેજ ની તારીખ કઈ રીતે નજીક આવી ગઈ તેની ન તો અદિતિને ખબર પડી કે ન તો તેના મમ્મી-પપ્પાને...!!

અદિતિને આજે અરમાનની વાત યાદ આવી ગઈ અરમાન પોતાના ભાઈ કરણના લગ્ન સમયે અદિતિને ચીઢવતો હતો કે તારે પણ એક દિવસ લગ્ન કરીને આ રીતે સાસરે જવું પડશે કારણ કે બધી જ છોકરીઓને સાસરે જવું પડે. પણ અદિતિ અરમાનની તે વાત માનવાને તૈયાર ન હતી.

હજી આજે પણ અદિતિને એ વાત સમજાતી ન હતી કે હું શું કામ લગ્ન કરી રહી છું અને સાસરે કેમ જઈ રહી છું...?

પહેલા અરમાનને છોડવો પડ્યો હવે મમ્મી પપ્પાને પણ છોડવા પડશે એ વિચારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી તેને રડતાં જોઇ સંધ્યાબેનની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી.

લગ્નનો માંડવો ઘર આગળ બંધાઈ ચૂક્યો હતો પણ અદિતિને સમજાતું ન હતું કે લગ્ન કરવા કે ન કરવા અરમાન પાછો ઈન્ડિયા તેને લેવા માટે આવશે કે નહી આવે અને આવશે તો ક્યારે આવશે..??

આવા બધા અનેક સવાલો અદિતીના લાચાર મનને મૂંઝવી રહ્યા હતા..?? અદિતિ આરુષ સાથે લગ્ન કરે છે કે નહી...?? વાંચો આગળના પ્રકરણમાં...