The word flower - 4 in Gujarati Poems by anjana Vegda books and stories PDF | શબ્દ પુષ્પ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શબ્દ પુષ્પ - 4


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
દિલે કબર રાખું છું...

સપના અને પાંપણની વચ્ચે જરા અંતર રાખું છું

કલ્પનાની જાણ નહીં હકીકત ની ખબર રાખું છું.


એકલતાના થર ચડ્યા જો અંતરની આસપાસ

વ્યથાઓ ભૂલી જઈ મહેફિલની અસર રાખું છું.


માંડો જો હિસાબ ચોખ્ખો શૂન્યતા હાથ લાગે

સબંધોમાં ખોટ ખાઈ સરવાળે સરભર રાખું છું.


મુજ પ્રત્યે દિલબરનું છો રહ્યું હોય કઠોર વલણ

એના પ્રતિ આજે પણ પ્રણયની નજર રાખું છું.


એમને ના આવવો જોઈએ મારા દર્દનો ચિતાર

છુપાવી શકાય જ્યાં એક ખૂણો અંદર રાખું છું.


સુંદર સપના રૂપાળી ઝંખના સૌ મરી પરવાર્યા

દફન કરવાને લાશો સઘળી દિલે કબર રાખું છું.

- વેગડા અંજના એ.❤️❤️❤️❤️

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ઇચ્છું છું..

ના હસવા ઇચ્છું છું ના રડવા ઇચ્છું છું

ખબર ક્યાં છે મને કે શું કરવા ઈચ્છું છું.


ના ચાલવા ઈચ્છું છું ના ફરવા ઇચ્છું છું

સફરના વિસામે ખુદ ને મળવા ઇચ્છું છું.


ના ડૂબવા ઇચ્છું છું ના તરવા ઇચ્છું છું

બની સ્નેહ તણુ ઝરણું ઝરવા ઇચ્છું છું.


ના સહેવા ઇચ્છું છું ના કહેવા ઈચ્છું છું

આંખ મીંચી દઈ શ્વાસ ભરવા ઈચ્છું છું.


ના નડવા ઇચ્છું છું ના છળવાં ઈચ્છું છું.

છોડી ટોળા એકાંતમાં ભળવા ઇચ્છું છું.


ના ઊગવા ઇચ્છું છું ના ખરવા ઇચ્છું છું.

બની પુષ્પ કોઈ છોડનું પમરવા ઈચ્છું છું.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️



ઢળતી સાંજ...

સાંજ જ્યારે સામે મળી જાય છે

કૈંક તો અટકચાળો કરી જાય છે.


આ હૃદય માં દર્દ સ્થાપી જાય છે

ફરી ભૂલેલી યાદ આપી જાય છે.


સ્મરણો વરસતા વ્યથાઓ મળશે

અને પછી ચોમેર વ્યાપી જાય છે.


બેદર્દ યાદ ઘા ઊંડા કરી જાય છે

કે પીડાથી ચિત્કાર સરી જાય છે.


પોઢેલા જખમોય જાગી જાય છે

રગે રગમાં અગન લાગી જાય છે.


ખુદ તો રહેવાની અકબંધ 'અંજુ '

ને મુજને મુજથી કાપી જાય છે.

- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મરજીની વાત નથી...

સમય નથી સાથ નથી સંગતની વાત નથી,

પ્રણય નથી પ્રીત નથી શમણાંની ભાત નથી.


ફરી ફરી મળે કદી કોઈ એક મારગ પર,

હવે અલગ થવાનો તો જરાય આઘાત નથી.


ગરીબ હોય કે હો અમીર શું ફરક પડે છે,

ભમે દુઃખ તો દ્વાર દ્વાર એની કંઇ નાત નથી.


ગગનમાં હો સૂરજ છતાં અહીં પ્રકાશ નથી,

પ્રતિદિન છે તિમિર અહીં કાંઇ એક રાત નથી.


લખેલ અક્ષર તો કદાચ હું મીટાવી દઉં,

વિધી તણા એ લેખ ભૂંસવા મુજ હાથ નથી.


મળવું ન મળવું તો એક નસીબનો ખેલ છે,

પ્રભુ ઈચ્છા જ છે બધી મરજીની વાત નથી.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


સમયની ચાલ સતાવે છે...


કદી આજ સતાવે મને કદી કાલ સતાવે છે

કદી વીતી ગયેલી કાલના ખ્યાલ સતાવે છે.


મેળવી શકાય કઈ રીતે કહો સુખ ઘડીભરનું

સદા ચાલ્યા કરતી દુન્યવી ધમાલ સતાવે છે.


મારા હાથે લાગ્યું ક્યાંકથી સરનામું સ્મરણનું

નયનની પ્રીત એની નજરનું વહાલ સતાવે છે.


ભટક્યા કરું છું જવાબની શોધમાં અહીંતહીં

આટલા પ્રશ્નાર્થો વચ્ચે એક સવાલ સતાવે છે.


ના દોષ આપનો કહું ના દોષિત ખુદને સમજું

સંજોગો ઝુકાવે મને સમયની ચાલ સતાવે છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️



નીકળી પડે...

કોઈ સામેથી તસ્વીર હટાવો,

કે અશ્રુઓનાં પૂર ઉમટી પડે.


કોઈ બેદરદી ક્ષણને વહાવો,

આ યાદના ટોળા ઉતરી પડે.


કોઈ ઘડીને ફરીથી સજાવો,

કે દિલ અતીતને વીસરી પડે.


કોઈ જઈને ભાનુને તપાવો,

આ વ્યથાઓ ઓગળી પડે.


કોઈ દિલનો બોજ ઉઠાવો,

આ વેદના જરા હળવી પડે.


કોઈ જઈને અંતરને કહાવો,

કે હવે નવા માર્ગે નીકળી પડે.

- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ઉપરોક્ત મારી મૌલિક રચનાઓ આપને પસંદ આવી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો.

સહકારની અપેક્ષાસહ

આભાર

- વેગડા અંજના એ.🙏🙏🙏