The word flower - 2 in Gujarati Poems by anjana Vegda books and stories PDF | શબ્દ પુષ્પ - ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શબ્દ પુષ્પ - ૩




❤️❤️🌼🌼🌼❤️❤️🌼🌼🌼❤️❤️🌼🌼🌼

ઝંખના મારી...

બનીને ધારા વહી જાય એવું કર

ગણીને થોડી રહી જાય એવું કર.


કહેવામાં નથી કોઇનાં આ જિદ્દી,

વાત અંતરમાં વસી જાય એવું કર.


રહેશે સળગતી તો ઘણુંય બાળશે

કાળજે અગ્ન સમી જાય એવું કર.


સદીઓ સમી લાગે પળો મને તો,

વેળા કપરી સરી જાય એવું કર.


રહી શકાય બેચેન કહો ક્યાં લગી,

ઐષણા મારી ફળી જાય એવું કર.


રહેશે જીવિત તો મનેય મારશે

ઝંખના મારી મરી જાય એવું કર.

- વેગડા અંજના એ.


❤️❤️❤️🌼🌼❤️❤️❤️🌼🌼❤️❤️❤️❤️❤️

તડપવા જોઈએ

રગેરગમાં ઘોળાય જવું છે,

શ્વાસો હવે પમરવાં જોઈએ.


યાદો મહી રોળાઈ જવું છે,

એને જરા સમરવા જોઈએ.


પાપને મારા ધોવાઈ જવું છે,

નયને નીર વરસવા જોઈએ.


સાગર મહી ખોવાઈ જવું છે,

કિનારા એ તરસવા જોઈએ.


આશ્લેષમાં ઢોળાય જવું છે,

તમે જરા અડકવા જોઈએ.


દિલને હવે છોલાઈ જવું છે,

દરદો હવે તડપવા જોઈએ.
❤️❤️❤️ - વેગડા અંજના એ.

❤️❤️🌼🌼❤️❤️❤️🌼🌼🌼❤️❤️❤️❤️🌼🌼

ફરી મળે

ભરી ભરી તને મળે,

મને ભલે જરી મળે.


મને મળે મરજ બધાં,

તને સદા ખુશી મળે.


મને ભલે તપન ફળે,

તને સતત શશી મળે.


મુજ નયને આંસુ ઝરે,

તુંજ અધરે હસી મળે.


મુજને છો મોત મળે,

તને જનમ ફરી મળે.
- વેગડા અંજના એ.

❤️❤️🌼🌼❤️❤️❤️🌼🌼🌼🌼❤️❤️❤️❤️

શાનમાં..

વહેતાં વહેતાં વાત એક મળેલી છે,

કાનથી કાન લગી જરૂર ગયેલી છે.


ક્યાં શોર ઘણો સંભળાય જોજો,

કે આભ સાથે ધરા ઝગડેલી છે.


વાદળો ઘેરાયા છે ગગનમાં જોજો,

કે એક વાદળી કિનારે વરસેલી છે.


સમુંદર ભરેલો છે નયનોમાં જોજો,

કે જરા ભીનાશ પાંપણે પ્રસરેલી છે.


આપની જરા ગેરસમજ થઈ જોજો,

શું માનો છો! વાત કોઈએ કરેલી છે.


મૌનની ભાષા પણ હું જાણું છું જોજો,

કે સઘળી વાતો શાનમાં સમજેલી છે.

- વેગડા અંજના એ


❤️❤️❤️❤️❤️🌼🌼❤️❤️🌼🌼❤️❤️❤️


પ્રેમ થાય

કદી કદી એમ થાય,

જાણું છતાં વ્હેમ થાય.


કહે કોણ મને હવે,

આવું વળી કેમ થાય.


કેમ ઉડે ઊંઘ વળી,

ન તો ક્યાંય ચેન થાય.


રાતભર હું જાગું અને,

છતાં દિને ઘેન થાય.


નથી જાણ મને કોઈ

સાંજ ઢળે રેન થાય.


ઘડી ઘડી દેખું તને,

આવું વળી કેમ થાય.


કહે મને બધાં એમ,

એમ જ તો પ્રેમ થાય.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️🌼🌼❤️❤️❤️❤️❤️🌼🌼❤️

પ્રેમની પ્રયુક્તિ..

પ્રીત વિશ્વાસ તણી નિરુક્તિ છે,

હેત અને લાગણીની સંયુક્તિ છે.


અમ હ્રદયે આપની નિયુક્તિ છે,

સેતુ જોડાણ કોઈ વિભક્તિ છે.


હ્રદયથી હ્રદયનું બંધન કહેજો,

સાજિશ ક્યાં પ્રેમની પ્રયુક્તિ છે.


નિશ્ચલ નિર્મળ આવિર્ભાવ કહો,

આતમની અદભૂત અનુભૂતિ છે.


એક નહિ પણ હજાર વાર કહો,

શબ્દો મારા પ્રેમની પુનરુક્તિ છે.

- વેગડા અંજના એ.

❤️❤️❤️🌼🌼💕❤️❤️❤️🌼🌼❤️❤️🌼❤️❤️
મજા આવે..

બની સ્વપ્ન સોહામણું વસે જો તું મુજ નયને

થઈ અશ્રુઓ વેરાઈ જવાની પણ મજા આવે.


બની સાગર સ્નેહ તણા વહે જો તું મુજ મને

થઈ મોજા તણાઈ જવાની પણ મજા આવે.


બની સ્મિત ચળકતું જ રહે જો તું મુજ વદને

થઈ નવોઢા શરમાઈ જવાની પણ મજા આવે.


બની કોઈનો પ્રેમપત્ર સાચવે જો તું કોઈ પાને

થઈ કાગળ લખાઈ જવાની પણ મજા આવે.


બની તરુવર લીલું કાયમ રહે જો તું મારી કને

થઈ વેલ ને વીંટળાઈ જવાની પણ મજા આવે.


બની શ્વાસ હ્ર્દય તણા તુજને જો જીવન મળે

થઈ શ્વાસ એ રુંધાઈ જવાની પણ મજા આવે.
. - વેગડા અંજના એ.

🌼🌼 🌼🌼❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌼🌼🌼

ઉપરોક્ત રચનાં કેવી લાગી જરૂરથી જણાવશો.આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

સહકારની અપેક્ષાસહ

આભાર

- વેગડા અંજના એ.🙏🙏