સમાવ્યો હતો સાગર સ્વપ્ન સમો નયન મહી
મોજા સંગ તણાઈ જવાના ક્યાં ખબર હતી!
ભટક્યા કર્યું નગર નગર હસ્તે સરનામું લખી
કે શોધતાં ખોવાઈ જવાના ક્યાં ખબર હતી!
વહાવ્યાં સ્ત્રોતો ભીતર સ્નેહનાં ખોબા ભરી
ઝરણાઓ સુકાઈ જવાના ક્યાં ખબર હતી!
મનાવ્યા કર્યું અંતર દિલાસાનાં શબ્દો થકી
ઇશ્કમાં છેતરાઈ જવાના ક્યાં ખબર હતી!
નિભાવ્યા મેં સગપણ સઘળી કિંમત ચૂકવી
સબંધો જ વહેંચાઈ જવાના ક્યાં ખબર હતી!
નીકળ્યાં હતા સુંદર સફરનાં વ્હેમમાં 'અંજુ '
એ જ રસ્તે લૂંટાઈ જવાના ક્યાં ખબર હતી!
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ કબૂલાત કરો❤️
નજરથી નજરની જ એક મુલાકાત કરો
ચાહો તો ફેરવી લો ચાહો તો વાત કરો.
મારી તો હા છે તમ મરજીની વાત કરો
ચાહો તો ભેળવી લો ચાહો તો બાકાત કરો.
કરો એક જ પ્રકારે ચાહે જુદી ભાત કરો
ચાહો તો મેળવી લો ચાહો તો માત કરો.
આવડત મન તણી એને આત્મસાત કરો
ચાહો તો કેળવી લો ચાહો તો ઉત્પાત કરો.
કામના હ્રદયની એ તમ પ્રેમનો ઘાત કરો
ચાહો તો છુપાવી લો ચાહો તો સાક્ષાત્ કરો.
ચાહો તો અપનાવી લો ચાહો આઘાત કરો
ચાહો તો મનાવી લો ચાહો તો કબૂલાત કરો.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ તમે પણ મારા સાગરીત છો ❤️
સાક્ષી છે આ આલય સકળ
તમે પણ પ્રેમથી સુવાસિત છો.
પ્રહાર કર્યો છે મર્મ સ્થળ પર
તમે પણ દોશી કદાચિત છો.
પ્રીત તણો દીધો છે પ્રતિધ્વનિ
ત્યારે પછી કેમ વિસ્મિત છો.
કેમ વરતો છો અનભિજ્ઞ સમ
તમે પણ એથી પરિચિત છો.
મુજ પર ચડાવી આળ પ્રેમનું
તમે પણ જાણે ભયભીત છો.
મુજને દોષિત કહો છો જ્યારે
તમે પણ ત્યારે ગુનાહિત છો.
તમને પણ મળે કેદ પ્રેમ તણી
તમે મુજ હ્રદયે આશ્રિત છો.
અપરાધી હું એક જ ક્યાં છું
તમે પણ મારા સાગરીત છો.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ કદી ભુલાવી નહિ❤️
વિશ્વાસે રાખ્યાં તે બારણાં ઉઘાડા
ખાતરી છે તને તુજ દ્વારે કદી આવીશ નહીં.
હોઠ પરનું સ્મિત તારું અણનમ રહે
ખુદ આંસુ સારું ભલે તને કદી રડાવીશ નહીં.
તે આપેલા વચનો ભલે ફોગટ થયા
તૂટેલા વાયદાઓની યાદ કદી અપાવીશ નહીં.
ભરી મહેફિલે મ્હાલજે નિર્ભય બની
નામ તારું લઈને તને કદી લજાવીશ નહીં.
મનની એ વાત હું મનમાં જ રાખીશ
તારા પ્રતિ લાગણી હું કદી બતાવીશ નહીં.
છૂટ છે તને જા.. મને વિસરી જવાની
કસમ છે તારી કે તને કદી ભુલાવીશ નહીં.
-વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ રહસ્ય સાગરનું❤️
ઉદધિ જલધિ અંબુધી વારિધિ
દરિયો પણ કહેવામાં આવે છે.
મહેરામણ મહાસાગર જલનિધી
સિંધુ સાગર કહીને બોલાવે છે.
કોણ જાણે શું છે એના મનમાં
કોને ખબર કે એને શું થાય છે!
કેમ માંડી છે આટલી દોડાદોડી
કિનારે કેમ આવે અને જાય છે!
મનમાં ને મનમાં હસતો રહે છે
જાણે કોઈને જોઈ હરખાય છે.
કેમ છાનું છાનું મુખ મલકાવે છે!
નક્કી કોઈ તો રહસ્ય છુપાવે છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જામ
હોંશનો તો કેમ દાવો કરું!
હાં... મેં પણ નશો કર્યો છે.
તમે ભરો છો જામ શરાબના
અમે નજરનો પ્યાલો ભર્યો છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💌
❤️ કદી નહિ સમજાય❤️
તમને પ્રેમનો અર્થ કદી નહિ સમજાય
કેવો પ્રેમ નો પંથ કદી નહિ સમજાય.
પ્રેમની તો શું કિંમત હોય તમારી નજરે
તમ મને બધું વ્યર્થ કદી નહિ સમજાય.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષાસહ
આભાર
- વેગડા અંજના એ.🙂🙏🙏🙏