કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️મહેકાઇ જવું છે❤️
અડાબીડ વનમાં તે શું કામ જવું?
આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે.
ઊંડા મહેરામણમાં શું કામ તરવું?
આંખોમાં જ તારી સમાઈ જવું છે.
કિંમત ના આંકશો મુજ પ્રીત તણી
વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે.
હો મંજૂર તને જો વગર શ્યાંહીએ
તારા રોમરોમ મહી લખાઈ જવું છે.
ઊણપ નહિ રહે નયનને કાજળની
તુજ નજરથી બસ અંજાઈ જવું છે.
કરી લઈએ વિનિમય હરેક શ્વાસની
શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ મરવા ક્યાં દે છે!❤️
નજીક આવે પણ અડવા ક્યાં દે છે!
રડાવે ઘણુંય પણ હસવા ક્યાં દે છે!
ઊંચાઈએ પહોંચાડી એ ધક્કો મારે
હાથ એ ઝાલે પણ પડવા ક્યાં દે છે!
છોડી મૂકે છે એમ જ મઝધારમાં ને
ડૂબવા ન દેતી પણ તરવા ક્યાં દે છે!
ભરી મહેફિલે સાવ એકલા કરી મૂકે
ને એકાંતમાં પણ ભળવા ક્યાં દે છે!
સીધા સરળ માર્ગ પર આપે વળાંકો
વળવા જાઉં પણ વળવા ક્યાં દે છે!
અજાત શત્રુ જાણે કિસ્મત ' અંજુ '
જીવવા ન દેતી પણ મરવા ક્યાં દે છે!
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️
❤️ને પછી...❤️
શું કહેવું હતું તમારે શબ્દો રહી ગયા
મારા સુધી આવ્યાં ને પછી વળી ગયા.
જીભ ભલે મૌન પણ હોઠ હલી ગયા
નયનો જોઈ રહ્યાં ને પછી નીચે નમી ગયા.
એકમેકમાં અમે ઘડીવાર ભળી ગયા
ઊંચું જોવા ગયા ને પછી નેન મળી ગયા.
એવો વિશ્વાસ જાણે કહી ગયા
એ તત્પર કહેવા ને પછી દગો કરી ગયા.
હું જ કહી દઉ કે તમે કેમ છળી ગયા
શબ્દ પુષ્પ તો ઊગ્યા ને પછી ખરી ગયા.
તમે કરેલો વાયદો તમે જ ચૂકી ગયાં
હ્રદય આપવા કહ્યું ને પછી ભૂલી ગયા.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ ઇંતેજારી ઇકારારની❤️
મુજ વદન પર શરમની આ તે કેવી લહેર છે
લાગે છે મુજ પર તમારી એકધારી નજર છે.
શું મઘમઘે અહીં સુગંધિત કેમ આ શહેર છે
લાગે છે તમે વસો છો અહીં તમારું નગર છે.
શીતળ હવા ને આછી ચાંદની પ્રેમનો પ્રહર છે
કેમ બને છે પ્રેમાળ રાત પર તમારી અસર છે.
હોશ ગુમાવ્યાં હ્ર્દય તણા એક મીઠું ઝહેર છે
લૂંટાવાની શરતે માંડજો ડગલાં પ્રેમની ડગર છે.
ઓળઘોળ છે મુજ પર પ્રીત ની કેટલી મહેર છે
તમારી 'હા' ની ખામી બીજી ક્યાં કોઈ કસર છે.
કર્યા સુપ્રત શ્વાસ ને ધબકાર તમ નામે ' અંજુ '
ઇંતેજારી તમ ઈકરારની આપની રજા પ્રવર છે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️ પ્રેમ જ સાચી સલાહ હોઈ શકે❤️
પ્રેમનો પંથ ઇશ્કની રાહ હોઈ શકે
લોકોની નજરમાં ગુનાહ હોઈ શકે.
તણાઈ જવાની આરે પહોંચી હવે
ધસમસતો કોઈક પ્રવાહ હોઈ શકે.
ચહેરે મારા એક રાખું છું હિજાબ
મુજ પર કોઈની નિગાહ હોઈ શકે.
આંખો જગતની મુજ પર ઠરી છે
દિલ માં છલોછલ ચાહ હોઈ શકે.
નિવાસ મળ્યો છે મુજ મુસાફિરને
આપના હ્ર્દયમાં પનાહ હોઈ શકે.
શિખામણ ખોટી જગભરની ' અંજુ '
કે પ્રેમ જ સાચી સલાહ હોઈ શકે.
- વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️રહસ્યમય રંગ❤️
આંખમાં અશ્રુ હોઠે સ્મિત
વ્યથા છતાં દિલે ઉમંગ છે.
ચહેરાનાં હાવભાવ રીત છે
જીવન જીવવા નો ઢંગ છે.
કદી સારા તો કદી વામણા
કદી પરાયા ને કદી આપણા
કોણ જાણે ક્યારે બદલે એ
સબંધના રહસ્ય મય રંગ છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ઉપરોક્ત પ્રેમ સભર રચનાઓ આપને કેવી લાગી જરૂરથી જણાવશો.આપનો કિંમતી અભિપ્રાય જરૂરથી આપશો.
સહકારની અપેક્ષાસહ
આભાર
- વેગડા અંજના એ.🙂🙏🙏🙏🙏