# જામનગર #
રંગમતીનાં કાંઠે સ્થાપ્યું જામરાવળે એક ગામ,
હાલાજીનાં નામથી આપ્યું હાલાર કેરૂ નામ..
રાજપૂતોના ઇતિહાસ પડ્યો છે દરબાર ગઢનાં આંગણે
હજુ પણ શૂરવીરોનો વંશ પડ્યો છે જામનગરનાં પાદરે..
બાંધણીના બોલે બંધાય અંહીયા આવતા લોકો,
પીતળનાં વાસણોથી અંજાય અંહીયા ભમતા લોકો..
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું ને ગુજરાતનું કાશી,
મનમોજીલા યાર આ તો જામનગરનાં વાસી..
ઉદ્યોગની તો શું વાત કરુ Reliance અહીંની શાન છે,
અંબાણીના વ્યવસાયનું આ બોણી કરેલું ગામ છે..
વગર વ્યાજે,વગર સ્વાર્થે સાત વર્ષ માટે જે હવામહેલ ત્યાગે,
પોલેન્ડને પણ પ્યારા લાગે એ જામરણજીતસિંહની વાત છે..
લાખોટા તળાવ, પીરોટન ટાપુ એવી અનેક જગ્યાઓ છે,
જયલો કહે આ જામનગરના તો જાજેરા સન્માન છે..
# સુરત #
સુરતી એની બોલી છે ને સુરતી છે ત્યાંના લોકો,
સૂરજનો આ દેશ કેવાય છે ને સૂર્યપુર એનું નામ..
તાપી નદિનાં કાંઠે ઝળકે છે આ ગામ,
હીરાની આ ખાણ કેવાય સુરત એનું નામ..
પોંક, પાપડી, ઘારી, ઊંધિયું, લોચો અહિનો ફેમસ છે,
મન મોજીલા, દિલે મોટા, ખાવાનાં એ શોખીન છે..
શબ્દ પેલા ગાળ સરે આ અહીંયાની પ્રથા છે,
શાયદ એટલે જ આયા રેડિયોની હકાલ પટ્ટી છે..
પ્લેગ, પુરને પણ પચાવી પાડ્યા સૂરત કેરું ગામ છે,
વિકાસ ની એ ગતિમાં સૌથી આગળ એનું નામ છે..
ભૂંડા બોલી, ઉઘાડી અને બીખસી અહીની ભાષા છે,
આમ જોવ આ પણ એક સુરતની વિશેષતા છે..
સુરતી ન્યારા, સુરતી પ્યારા, ગુજરાત ને પણ સૌથી વાલા,
સુરત ને પણ "હુરત" બોલે આ અમારા સુરતીવાલા..
# ભાવનગર #
ભાવનગર જગમાં ગવાણું, સૌરાષ્ટ્રની શાન કેવાણું,
ગુજરાતનું માન વધારતું, ભારતનું લોક લાડીલું...
શુરવીરો એની શાન હતા ને ગોહીલોનાં રાજ
કુષ્ણકુમારે દીધા હતા, અઢારસો પાદર દાન...
ભાવનગર જગમાં ગવાણું......
વાણી વખાણે કવિઓ અહિની કહે છે નર્મદ આજ,
સ્ટાન્ડર્ડ ગુજરાતી, ભાવનગરી ભાષા, બીજી ન કોઈ વાત...
ભાવનગર જગમાં ગવાણું......
રેલ્વે સ્થાપી, કોલેજ સ્થાપી, સ્થાપી પેલી બેંક,
સૌરાષ્ટ્રમાંથી દારૂ દૂર કર્યો ભાવસિંહજી ની ભેટ
ભાવનગર જગમાં ગવાણું......
છપ્પનિયો પડ્યો દુકાળ તે દિ આગળ હાલ્યું ભાવનગર,
ખેડૂતોનાં દેવા મુક્ત કરવામાં, ભારતમાં નંબર વન...
ભાવનગર જગમાં ગવાણું......
સંગીત બનાવે આખી દુનિયા પણ સુર બનાવે ભાવનગર,
પાલીતાણાના પાદરે પડ્યા શુર બનાવતા કારખાના,
ભાવનગર જગમાં ગવાણું......
ગાંઠિયા અહીંની શાન કેવાય ને સૌરાષ્ટ આખાની જાન,
દિ આંખમાં સાડા છ હજાર કિલો કરે દાન,
ભાવનગર જગમાં ગવાણું......
ગુજરાત અખાનું એક જ બંદર જે કરે ભાંગવાનું કામ,
અલંગ એનું નામ છે ને જહાજ ભાંગવું એનું કામ,
ભાવનગર જગમાં ગવાણું......
પાલિતાણાનો, કોળીયાકનો કે ગુરુપૂર્ણિમા નો મેળો,
ભાવનગરની સંસ્કૃતિનું આ છે આગવું પ્રતિક
ભાવનગર જગમાં ગવાણું......
જગુભાઈ શાહ, ખોડીદાર પરમાર કે રવિશંકર રાવળ,
ચિત્રકલાના જગતગુરુ મળે ભાવનગર આગળ...
ભાવનગર જગમાં ગવાણું......
બાળ સાહિત્યનો મોટો વડલો ગિજુભાઈ એનું નામ,
શિક્ષણને નવી દિશા અપાવી કર્યા પરમાર્થના કામ,
ભાવનગર જગમાં ગવાણું......
ગાંધીજીને પણ શિક્ષણ આપે એવી શામળદાસ કોલેજ,
આઝાદિની મુક્ત હવાનું પેલું હતું આ ડગલું...
ભાવનગર જગમાં ગવાણું......
ગોહિલોની કુળદેવી છે ને જગ આખા ની માતા,
શનિવારે લોકો ચાલતા આવે ખોડિયારને કરવા માનતા...
ભાવનગર જગમાં ગવાણું...
કુંડ અહીંયાના પ્રખ્યાત છે ને શિહોર છે એ પ્રેદેશ,
જયસિંહ એ સ્નાન કરીને કીધા એને બ્રહ્મકુંડ,
ભાવનગર જગમાં ગવાણું....
શેત્રુંજીને કાંઠે બેઠું જૈનોનું એક ધામ,
આદિનાથ ભગવાન બિરાજમાન છે એ પાલીતાણા કેરું ગામ,
ભાવનગર જગમાં ગવાણું...
કોળિયાક ગામે સમુદ્ર વચ્ચે બેઠો નિષ્કંલક મહાદેવ,
પાંડવોનો પણ કલંક ભાંગે એવી આ ભાગોળ,
ભાવનગર જગમાં ગવાણું...
મઢુલી દીઠી, બજરંગદાસની તો પહોંચ્યા ભાવનગર સમજો,
મદદ કરવાં આજ પણ બેઠો બગદાણે બજરંગ આપો,
ભાવનગર જગમાં ગવાણું.....
ગૌરીશંકર કહું, ભાવનાગર કહું કે કહું બોર તળાવ,
મૂર્ખ કહે છે લોકો એને જે ભૂલે છે તારા દ્વાર,
ભાવનગર જગમાં ગવાણું...
તખ્તસિહજી એ બંધાવ્યું હતું પ્રેમનું એક પ્રતીક,
તાજમહેલ નું બીજું છે આ ગંગાદેરી કેરું રૂપ,
ભાવનગર જગમાં ગવાણું.....
સૌરાષ્ટ્રનું એને કાશી કહો કે કહો મહુવા શહેર,
મનની શાંતિ પામે પ્રવાસી કરી ભવાની ના દર્શન,
ભાવનગર જગમાં ગવાણું..........
ભાવનગર મા વસ્યુ છે, વેળાવદર કેરુ એક ગામ,
દેશ આંખમાં કાળીયાર માટે એક જ રાષ્ટ્રીય ઉદ્ધાન,
ભાવનગર જગમાં ગવાણું......
ભાવનગર જગમાં ગાવાનું, સૌરાષ્ટ્રની શાન કેવાણુ,
ગુજરાતનું માન વધારતું ભારત નું લોક લાડીલુ.....