Akshro nee pa pa pagli - 1 in Gujarati Poems by Jay Piprotar books and stories PDF | અક્ષરો ની પા પા પગલી - 1

Featured Books
Categories
Share

અક્ષરો ની પા પા પગલી - 1

પ્રસ્તાવના

કોઈ નાનકડું છોકરું ચાલતા શીખે અને જેમ ધીમે - ધીમે ડગલા માંડે એમ મેં પણ કવિતાઓના જગતમાં નાના - નાના ડગલા માંડયા છે..

મારા માટે તો મારી કવિતાઓ જ મારો પ્રેમ છે જેને હું બાથ ભરી ને સૂવું છું, જેની જોડે હું રમતો પણ અનેક રમુ છું, જે મારા સુખ દુખ ની સાથી છે, પણ અનેક લોકો એ અમને દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા જેમ કે લખવા બેઠો ત્યાં લોકોએ હાથ કાપી નાખ્યા, બોલવા ગ્યો ત્યાં જીભ ખેંચી લીધી, દિલમાં દબાયેલ કવિતાઓને મારવા છાતીમાં ખંજર માર્યું પણ મારા રૂવાંટે રૂવાંટે, મારા શ્ચાસે શ્ચાસે કલરવ કરતી અનેક કવિતાઓ નીકળી, થાકી હારી એ ચાલ્યા ગયા પણ કવિતાઓ એમ એમ નીકળ્યા કરી..

કાઠિયાવાડ એટલે સિંહોની ધરતી, મેં મારી પેલી કવિતા સૌરાષ્ટ્રના ગામડા લખી, ત્યારે મને મારા દોસ્ત એ કીધું જાજુ જીવ,પછી એની ટકોર મારતા કીધું કે ગામડા ભલે તે ગોતી લીધા પણ આખું સૌરાષ્ટ્ર હજુ બાકી છે,પછી આખું સૌરાષ્ટ્ર ગોતવા હાલી નીકળો,પાળીયા,પાદર,સિંહ,નેહડા,ગીર ઘણું ખરું ગોતી લીધું,તોય લાગ્યું કે હજુ તો મેં પા પા પગલી કરી છે..

ગુજરાતનાં વિભિન્ન પ્રાંતમા વસવાટ કરતા લોકો પોતાના પ્રાંત ઉપર છાતી મોટી કરીને હાલી શકે, એમ ગુજરાતના વિભિન્ન પ્રાંતો વિશે પણ લખ્યું છે, આમ ગુજરાતી પ્રજાને સંબોધતા મારા કાલા – ઘેલા શબ્દોમાં મે ઘણું ખરું લખ્યુ છે.. આ ધરતી માથે શ્ચાસ પછી બીજું કાંઇ જરૂરી હોય જીવવા માટે તો એ પ્રેમ છે, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રેમને પારખી શક્યો નથી.

રડતા લોકોને હસાવે પણ છે અને હસતાં લોકોને રડાવે છે, જીવન જીવવાનું કારણ અને ક્યારેક જીવન ત્યાગવાનું કારણ પણ પ્રેમ હોય છે, આવા જ પ્રેમનો પગ જાલી પા પા પગલી કરાવતી કવિતાનો કલરવ પણ મેં કીધો છે..

હાથ જાલી કવિતાઓનો હું એની પા પા પગલી એ પોરહાવ છું.

આદર્શ ક્યો કે ગુરુ

ગુજરાતની ધીંગી ધરતીનાં સુપ્રસિધ્ધ લોકસહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, શિક્ષક,એંજીનિયર અને નચિકેતા નાં સર્જનહાર એવાં શ્રી સાઈરામ ભાઈ દવે કે જેમના ડાયરા મેં ધોરણ ૧૨ પછી મારી એકલતા ને દૂર કરવા માટે સાંભળવાનું શરૂ કર્યું... ધીમે ધીમે મારા જીવનમાં અનેરું પરિવર્તન આવ્યું, મારું જીવન એમના ડાયરામાં બતાવેલ માર્ગ તરફ ધકેલાવા લાગ્યું, એમની વાતો ને મેં અનુસરવાનું શરૂ કર્યું, જ્યારે જ્યારે મને ખાલી સમય મળતો હું એમને જ સાંભળતો..

એમનાં બધાં જ ડાયરા અને એમના લખાયેલ પુસ્તકોને નીચોવી એમનો રસ હું પી ગયો, જેમ એકલવ્યે ગુરુ દ્રાણાચાર્ય ની મૂર્તિ બનાવી શિક્ષા પ્રાપ્ત કરી હતી, એમ મેં પણ મારાં ગુરુ ક્યો કે આદર્શ એવા શ્રી સાઈરામ ભાઈ દવે નાં ડાયરા અને પુસ્તકો માંથી મારાં જીવનને પવિત્ર કરતું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે,અને હજુ તો મેં ખાલી એકડો ઘૂટ્યો છે, અને એવી આશા છે કે હું મારાં ગુરુનાં પગમાં માથું મૂકી શકું એટલું શીખી જાવ..



આવુ છે ગુજરાત


અમેરીકા જોયું, ઓસ્ટ્રેલિયા જોયું ન જોયું બીજું ગુજરાત,

આવી ધરતી, આવા લોકો ન જોયા ક્યાં ય પરદેશ..


રાખડી નો જ્યાં મોલ નથી ને ભાઈ બેન નો પ્રેમ નથી,

જાહલ ની ચીઠી વાંચે રા નવઘણ એવું છે ગુજરાત..


પીઝા બર્ગર ને બિયર બાટલી આના ઉપર આખો દેશ,

ઓરો - રોટલો, કઢી - ખીચડી ચાખે છે ગુજરાત..

ભાઈ-ભાઈ ને ભાવ નથી ને સમય આયા બોવ ઓછો છે,

ગામ કાજે પાળિયા ને મહેમાનો માટે માથા આ મારું ગુજરાત..


લગન ની કોઈ પ્રથા નથી ને ડાઇવોર્સ સામાન્ય વાત છે,

વાટ નીરખતી, ટોડલે ઉભી ગુજરાતણ, એવું છે ગુજરાત..


માં - બાપ ની ત્યાં કીંમત નથી છોકરા પોલીસ બોલાવે છે,

માં નું વેલણું, બાપા ની લાકડી એ મારું ગુજરાત..


પૈસા ની જ્યાં કિમત છે અને ઈજ્જત કંઈ માયને નથી,

માન, મર્યાદા ને મોભો જેની પહેચાન આ અમારું ગુજરાત.






અનોખા ગુજરાતી


દરિયાઈ બેટા, મોઢે મીઠા, સાવ અનોખા અલબેલા,

મન મોજીલા, રંગ રંગીલા, સાવ અનોખા ગુજરાતી...


હાલાર, વાગડ, ઘેડ, સોરઠ ઘણા અહીંયા પ્રદેશો છે,

બરડો, ભુજિયો, ચોટીલા, ને ગીરનાર ઘણો ઊંચો છે,

માન, મર્યાદાને મોભો આ ધરતીની પહેચાન છે,

આખા ગુજરાતનો વાલુડો પ્રદેશ કાઠિયાવાડ એની પહેચાન છે

મન મોજીલા......

સાયન્સ સિટી ને રિવરફ્રન્ટ આ સૌથી વિકસિત પ્રદેશ છે,

સપના પુરા કરે લોકોના એવો આ પ્રદેશ છે,

કરકસર જ્યાંના લોહીમાં છે ને ગર્વથી એ સ્વીકારે છે,

આખા ગુજરાતનો વિકસીત પ્રદેશ, અમદાવાદ એની પહેચાન છે...

મન મોજીલા......

ધારી, પાપડી ને લોચો અહિયાનું મન મોહક છે,

હિરા, કાપડનો નિકાસ છે ને તાપી અહિની માતા છે,

જુદી વાણી 'સ' ની બાદબાકી આ અહિની વિશેષતા છે,

આખા ગુજરાતનો ઝગમગતો પ્રદેશ, સુરત એની પહેચાન છે...


દરિયાય બેટા, મોઢે મીઠા, સાવ અનોખા અલબેલા,

મન મોજીલા, રંગ રંગીલા, સાવ અનોખા ગુજરાતી..












સાઇરામ દવે


અક્ષરો ની આંગળીયું ઝાલી અડીખમ એ ઊભો છે,

રંગ કસુંબલ ગુજરાતી માં પાઘડી વારી બેઠો છે.

મુંજાયસ નઈ, ચિંતા ન કરતી ગુજરાતી મારી માં

જીવતી રાખવાં હારું તને સાઈરામ હજુ જીવે છે..


ડાલામથો , દાઢી વાળો, મુછું મરડતો મરદ છે,

ગોંડલ ગામનો, રાજકોટ રેતો, જબરો આ જુવાન છે

દુખ દબાવી દિલમાં પોતાના, લોકોને હસાવે છે

એંજીનિયરીંગ ની ડિગ્રી ફાડી, પેટી તબલા પકડે છે.


નચિકેતા ને પાછો જન્મ આપી ગુજરાત ને ગજાયવું છે ,

નાના નાના ભૂલકાઓ નાં ભવિષ્ય ને અજવાળ્યું છે

દુહા ગાતા પીરિયડ બદલે, રિસેસ માં રંગ કસુંબી વાગે છે

ઓક્સફોર્ડ પણ ટૂંકી પડે એવી સ્કૂલીંગ સિસ્ટમ વિકસાવી છે