Hu Raah Joish - 9 in Gujarati Fiction Stories by Alish Shadal books and stories PDF | હું રાહ જોઇશ! (૯)

Featured Books
Categories
Share

હું રાહ જોઇશ! (૯)

હવે તેઓની કોલેજ રેગ્યુલર શરૂ થઈ ગઈ હોય છે. અભય અને વેદિકા સાથે જ કોલેજ આવતા હોય છે. બંને ને એક બીજા પ્રત્યે લાગણી હોય છે પણ વેદિકા ને એવું હોય છે કે અભય અને આરના એકબીજાને ચાહે છે એટલે તે કંઈ જણાવતી નથી. અને અભય એવું વિચારે છે કે વેદિકા તેમના ઘરે રહે છે એટલે જો હું તેને પ્રપોઝ કરીશ તો મે કરેલી મદદના બદલામાં તે હા પાડી દેશે. પણ એને મજબૂરીનો પ્રેમ નથી જોઈતો. એટલે અભય વેદિકા સામેથી પ્રેમનો ઈઝહાર કરે એવી રાહ જુએ છે. આમજ તેઓ બંને પ્રેમ કરતા હોવા છતાં જણાવી શકતા નથી. વેદિકા પણ હવે અભયના ગ્રુપમાં હળીમળી ગઈ હોય છે. તેનું વર્તન ગ્રુપમાં બધા સાથે જ સારું હોય છે પણ કપિલ તે વાત સમજી શકતો નથી અને એવું સમજે છે કે વેદિકા માત્ર તેની સાથે જ એકદમ સારો વર્તાવ કરે છે. જેના લીધે કપિલને એવું લાગે છે કે વેદિકા તેને પસંદ કરે છે. કપિલને અભય અને વેદિકા ની નજદીકી પસંદ હોતી નથી. કપિલને એવું લાગે છે કે અભય જાણી જોઈને તેને વેદિકા થી દુર રાખે છે. એટલે તે હવે અભયને નફરત કરતો હોય છે. તે વેદિકા ના ચક્કરમાં વર્ષો જૂની મિત્રતા ભૂલી ગયો હોય છે. એમ કરતાં કરતાં દિવસો અને મહિનાઓ પસાર થાય છે અને રક્ષાબંધન નો તહેવાર આવે છે. અભય, આરવ, આરના, હર્ષિતા, વૈશાલી, કપિલ, વેદિકા બધા કોલેજના ગાર્ડનમાં બેઠા હોય છે. તેઓ રક્ષાબંધનના તહેવારની તૈયારી વિશે ચર્ચા કરતા હોય છે.
"પરમ દિવસે રક્ષાબંધન છે તો તે દિવસે રજા હોવાથી આપણે કાલે રક્ષા બંધન ઉજવવાની છે. દરવખતે તો નક્કી જ હોય છે કે કોણ કોને રાખડી બાંધશે. પણ વેદિકા આપણા ગ્રુપમાં નવી મેમ્બર છે તો તે કોને બાંધશે?" વૈશાલી પૂછે છે.
"અરે વૈશાલી ભૂલી ગઈ તું કે વેદિકા ને મે મારી બેન બનાવી છે." આરવ વૈશાલીને જણાવતા બોલે છે.
આરના કેટલા સમયથી વેદિકા અને અભય એક બીજાને પસંદ કરે છે તે જાણી ગઈ હોય છે. તે બંનેને ભેગા કરવાના ઘણા પ્રયત્ન કરે છે પણ તે સફળ રહેતી નથી તેથી તે એક પ્લાન બનાવે છે. સાથે સાથે તેને બીજો એક વિચાર પણ આવે છે જેથી તેના મોઢા પર એક રહસ્મયી હાસ્ય ફરી વળે છે.
"મિત્રો વેદિકા આરવને તો રાખડી બાંધશે જ પણ સાથે સાથે અભયે પણ વેદિકા પાસે રાખડી બંધાવવી પડશે." આરના અચાનક બોલે છે.
અભય અને વેદિકા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. જ્યારે કપિલ તો ખુબજ ખુશ થઈ જાય છે. તે મનોમન આરનાનો આભાર માને છે.
"પણ આરના એવું કેમ નક્કી કર્યું? વેદિકા આરવને તો બાંધશે જ ને?" અભય થોડો અચકાતા અચકાતા પૂછે છે.
"કેમ તને કોઈ પ્રોબ્લેમ છે?" આરના અભયને પૂછે છે. વેદિકા તો આરનાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હોવાથી તે કંઈ બોલી શકતી નથી. અભયને એવું લાગે છે કે વેદિકા કંઈ બોલતી નથી એટલે વેદિકા ને કંઈ વાંધો ન હશે એટલે એ રાખડી બંધાવવા તૈયાર થઈ જાય છે. અભય રાખડી બંધાવવા તૈયાર થઈ ગયો છે તે જાણી તેનું દિલ તુટી જાય છે. તો આ બાજુ અભય ને પણ ખુબજ દુઃખ થાય છે. તે પણ અંદર ને અંદર રડતો હોય છે. પછી બધા ઘરે જવા છૂટા પડે છે. વેદિકા અને અભય દરરોજ સાથે જ આવતા હોય છે. દરરોજ તેઓ રસ્તા દરમિયાન ઘણી વાતો કરતા હોય છે પણ આજે બે માંથી એકપણ વ્યક્તિ વાત કરવાનો પ્રયત્ન કરતી નથી. તેઓ આખા રસ્તે ચૂપ જ રહ્યા હોય છે. જેમ તેમ કરીને તેઓ નો દિવસ પસાર થાય છે. બંને આખો દિવસ એકબીજા સામે જોવાનું તાળે છે. અને રાત થતાં બધા જમીને પોત પોતાના રૂમમાં જતા રહે છે.
અભય રૂમમાં ખુબજ ઉદાસ મોઢે આવે છે. તેની આંખોમાં પાણી આવી જાય છે. તે ખુબજ દુઃખી હોય છે. તે વિચારે છે.
"વેદિકા ની પણ આ જ ઈચ્છા હશે કે હું તેનો ભાઈ બનું તો મારે તેની ઈચ્છા પૂરી કરવી પડશે. કેવું કહેવાય જેને હું પ્રેમ કરું છું તે જ વ્યક્તિ મને ભાઈ બનાવવા માંગે છે. કદાચ ભગવાને મારા નસીબમાં આજ લખ્યું હશે." આમ તે વિચારતો વિચારતો સુઈ જાય છે.
તો આ તરફ વેદિકા પણ પોતાના રૂમમાં આવી આખો દિવસથી રોકેલું રુદન મુક્ત કરી દ છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.
"અભય ભલે તું મને પ્રેમ ન કરતો હોય પણ હું તો તને પ્રેમ કરું છું ને. તને ભાઈ બનાવવો મારા માટે ખુબજ મુશ્કેલ છે. પણ અભય તને કોઈ વાંધો નથી તો હું જરૂર રાખડી બાંધીશ."
એમ વિચારતા વિચારતા સુઈ જાય છે.
બીજે દિવસે સવારે બધા કોલેજ ભેગા થાય છે. અભય અને વેદિકા ખુબજ દુઃખી હોય છે. પણ તેઓ મોઢા પર ખોટી સ્માઈલ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
"વેદિકા આપણા ગ્રુપની ન્યુ મેમ્બર છે એટલે આપણે શરૂઆત તેનાથી જ કરીશું. ચાલ વેદિકા આરવ અને અભયને રાખડી બાંધી દે."
વેદિકા અને અભય ના શરીરમાં હળવી હળવી ધ્રુજારી શરૂ થઈ જાય છે. થાય પણ કેમ નહિ. બંને એક બીજા ને પ્રેમ કરતા હોવા છતાં ભાઈ બહેનના બંધનમાં બંધાવા જઈ રહ્યા હોય છે. પહેલા વેદિકા આરવને રાખડી બાંધે છે. આરવ વેદિકા ને ગિફ્ટ આપે છે. પછી વેદિકા અભયને રાખડી બાંધવા જાય છે.

(હવે શું થશે? વેદિકા અભયને રાખડી બાંધી દેશે? અભય અને વેદિકા નો પ્રેમ કયો વણાંક લાવશે? શું આરના એના પ્લાન મુજબ વેદિકા અને અભયને ભેગા કરી શકશે? કે પછી આરના નો દાવ ઉલટો પડી જશે? આરના નો શું પ્લાન હશે કે જેનાથી અભય અને વેદિકા એક બીજા ને પ્રેમ સ્વીકારશે? જાણવા માટે આગળના ભાગ ની રાહ જુઓ...)