jajbaat no jugar - 2 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 2

The Author
Featured Books
Categories
Share

જજ્બાત નો જુગાર - 2


ભાગ ૨


આપડે આગળ નાં ભાગમાં જોયું કે અંતરાના પપ્પા હિસાબ કરી રહ્યા હતા ને કલ્પના ને એમ્બ્યુલન્સ નો આભાસ થાય છે ને શેરીમાં ભીડ જામવા લાગી.....

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖


મમ્મા....મમ્મા........, અંતરા જોરથી જગાડે છે...... કલ્પના સૂતી નથી પણ મંત્ર મુગ્ધ હતી....ભાઈ રડે છે, ક્યાં ધ્યાન છે.... પોતાના નવજાત શિશુ ની સંભાળ લેઇ છે....ને અંતરા નાં પપ્પા રેડી થઈ ઓફિસ જતા રહ્યા છે.

અંતરા હજુ માંડ સાડા ત્રણ વર્ષની જ હતી, પરંતુ ૬-૭ વર્ષ નાં બાળક જેટલી હોશિયાર છે સવાલ પર સવાલો પૂછ્યા કરે....

કલ્પના અંદરથી સાવ ટુટી ગઈ હતી તેને સમજાતું નથી કે જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો......

કલ્પના નાં મેરેજ ને તો હજુ માત્ર બે જ મહિના થયા હશે ત્યાં તો વિરાજ,
ડૉ. ને પૂછ્યું હતું કે
કલ્પના ને બાળકો થશે...? ડૉક્ટરે પણ કહ્યું હતું કે હજુ તો તમારા મેરેજ ને માત્ર બે જ મહિના થયા છે... લોકો ને ૧૨-૧૨ વર્ષ પણ લાગી જાય.... છે..
આ સવાલ સાંભળીને કલ્પના....
આવો સવાલ થાય ને ત્યારે એક સ્ત્રી ના અસ્તિત્વ ને ઠેસ પહોંચે છે
સંવેદના ના ભાવ ખીલે તે પહેલાં જ કળીઓ વગર ખીલ્યે જ ખરી સૂન થઈ જાય
સંવેદના ના વાદળો જ્યારે વગર મૌસમે વિખરાઈ ત્યારે કમૌસમી વરસાદ વરસી જતા હોય છે
કલ્પના તો જાણે અંદરથી આક્રોશ કરી બેસે તેવું લાગવા માંડ્યું તેનું હ્રદય હાથમાં ન રહ્યું, જાણે અંદરથી જીવ રુંધાવા લાગ્યો કે વિરાજ થી આવી વાત કેમ કરાય.....
પિયરે ગઈ ત્યારે હ્યુ હાથનાં રહ્યું, તે ખૂબ જ રડી પણ કોઈ સાંભળી નાં જાય તેનું ધ્યાન રાખીને.... કેમકે પિયરમાં પણ તેને સમજી શકે એવું કોઈ નહતું. પપ્પા છે પણ એક દિકરી પોતાના બાપને આવી વાત ન જણાવી શકે. અમુક વાતો હોય છે જે ફક્ત ને ફક્ત માઁ ને જ કહી શકાય બાપને નહીં....
અધુરાં માં પૂરું હોય એમ વિરાજે શેરબજારમાં રૂપિયા અઢી લાખ ગુમાવ્યા હતા. કલ્પના હજુ પેલી વાતથી બહાર આવે તે પહેલાં બીજો જોરદાર ઝટકો લાગ્યો....
વિરાજ પાસે ચુકવવા માટે કશું જ નથી તેણે પૈસા વ્યાજે લઈને શેરબજારમાં રોકાણ કર્યું હતું. વિરજે આ વાત ની જાણ કલ્પના ને પણ નહોતી કરી. પરંતુ જ્યારે બીજા બધા જ રસ્તા બંધ થઈ ગયા ત્યારે કલ્પના ને જણાવ્યું. વિરાજ કલ્પના ને સમજાવી કે કોઈ રસ્તો નથી માત્ર ને માત્ર પપ્પા જ આ પૈસા ની જોગવાઈ કરી આપશે. કલ્પના એ આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ પાસે કોઈ વસ્તુ કે પૈસા ની માંગણી કરી નહોતી. એટલે થોડીવાર તો આનાકાની કરી બહુ વિચાર કર્યો....
હવે તો શું કરવું કંઈ જ સમજાતું નહોતું. હવે તો પપ્પા ને જાણ કરવી જ પડશે એવું કલ્પના ને લાગ્યું. થોડી સ્વસ્થ થઈ તેમણે પ્રકાશભાઈ ને ફોન લગાવ્યો. ફોન પર કંઈ જ ન બોલી શકી કલ્પના...
કલ્પના એ તેના પપ્પા ને ઘરે આવવા કહ્યું,બોલ બેટા જે હોય તે ખુલ્લા મનથી કહે.... પણ કલ્પના એક શબ્દ પણ નાં બોલી શકી. શરૂ ફોન પર જ સૌધાર આંસૂ એ રડી પડી પણ આ વાત ની જાણ પ્રકાશભાઈ ને ન થવા દિધી.
પ્રકાશભાઈ સ્વભાવે ખુબ જ દયાળુ અને પ્રમાણિક હતા. તે પૈસેટકે ખૂબ જ ધનાઢ્ય અને સુખી હતા.સગાંવહાલાં ને પણ જરૂરિયાત મુજબ મદદરૂપ થતા તો આતો પોતાની દિકરી નો સવાલ હતો તે મદદ કરશે એવો હ્દય ધરોવ હતો કલ્પના ને
કલ્પના વિરાજ ને સમજાવતા બોલી તમે ધંધામાં ધ્યાન આપો. શોર્ટકર્ટ થી પૈસા વાળું ન થવાય. મરે પૈસા વાળું નથી થવું તમે જેમ રાખશો તેમ હું રહીશ.



શું થશે, શું પ્રકાશભાઈ પૈસા આપશે કલ્પના ને આ કપરાં સમયનો સામનો એકલા હાથે ઉઠાવવો પડશે.
જાણો વધુ આવતા ભાગમાં......