Loaded Kartuus - 1 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા - પારો books and stories PDF | Loaded કારતુસ - 1

Featured Books
Categories
Share

Loaded કારતુસ - 1

અંક- 1 // લોડેડ કારતુસ
"""""""""""""""""""""""""""

'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય હતાં.

બેંગ્લોર ખાતાનાં દરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું વિચિત્ર લાગતું વર્તન પણ એની જ પુષ્ટિ કરી રહ્યું હતું.

જેમકે, ત્રણેક દિવસથી અલગ અલગ વેશભૂષામાં આવી અહીંની બેશિસ્ત લગામ સમાન તંત્રને કાબૂમાં લાવવાના પ્રયત્નરૂપે ક્યારેક ચીંથરેહાલ વસ્ત્રોમાં હાજર થઈ અહીંના પુલિસ સ્ટેશનનો ચાર્જ મુઆયના કરીને લેતાં. બધું ઠીકઠાક લાગે એટલે પોતાની સાથે લાવેલ એટેચીમાંથી વસ્ત્રો બદલી સિવિલ ડ્રેસમાં IG તરીકે હાજર થતાં. અને જો કોઈપણ પ્રકારની ગડબડ જોવા મળી કે સહુનું કોર્ટ માર્શલ પાક્કું જ સમજવાનું રહેતું.

આ બધામાં પણ, એક વાત બહુ સારી હતી. અને એ હતો એમનો ડિસીપ્લિનરી કોડ. બસ, એ દિવસથી IG કયા વેશમાં હાજર થશે એ કોઈ પ્રિડીકટ કરી ન શકતું. એમનો પર્સનલ ડ્રાઈવર પણ એમનાં વિશે કોઈપણ પ્રકારની માહિતી આપવા અસમર્થ રહેતો. અને એટલે જ પુલિસ સ્ટેશનની બહાર કરતાં ભીતર ચાલતી નૌટંકી એમણે પોતાની આગવી સ્ટાઈલથી સંપૂર્ણપણે બંધ કરાવી દીધી હતી. એક અલગ પ્રકારનો કડપ છવાયેલો રહેતો ચારેકોર. હિટલર સમાનની દહેશત ફેલાવી રાખી હતી IG નાઈક સરે!

મલ્ટી ટેલેન્ટેડ IG શ્રીશાંત નાઈકને પુલિસ યુનિફોર્મ કે સિવિલ ડ્રેસને બદલે આજે વિદૂષકનાં વેશમાં નારાંગપુરાનાં પુલિસ સ્ટેશને આવતાં જોઈ પહેલાં તો S.I. સુભાષ રાવ, ચિરંજીવ મુર્થી, તેમજ કોન્સ્ટેબલ અક્ષય મંડલ અને કેસરી રેડ્ડીને એમનાં જ એરિયાનો ચક્રમ પાંચાલ નૌટંકીકાર લાગ્યો. કેમકે એ એક જમાનામાં તમાશગીર તરીકે પ્રખ્યાત હતો. એક વખત સ્ટેજ પર નાટક ભજવવા ટાણે આકસ્મિક રીતે સ્ટેજ પર આગ લાગી અને પાંચાલ પોતાનું સંતુલન ખોઈ બેઠો, જ્યારે એ એક પુલિસનો રોલ પ્લે કરી રહ્યો હતો. ડૉ. નાં કહેવા મુજબ લાસ્ટ રોલ એનાં મગજમાં સ્થાયી થઈ ગયો છે, બસ ત્યારથી ખુદને મોટો પોલીસ અધિકારી સમજતો અને નારાંગપુરા પુલિસ સ્ટેશને આવી ડ્યુટી નિભાવતો હોય એવું વર્તન કરી તમાશો કરતો. કોઈને પણ એનાથી જાનહાનિ નહોતી, પણ, એનું આવાગમન સામાન્ય દિવસોમાં ચાલી જતું. સાહેબનો મિજાજ જોઈ એ ચક્રમ પાંચાલનું આવનજાવન ફરી શરૂ કરવાનું સહુએ વિચાર્યું હતું. અને એ મુજબ એને તાકીદ કરી હતી કે થોડા દિવસ અહીં હાજરી ન પૂરાવે. રેડ્ડીનું એ માનતો અને એણે પ્રોમિસ આપ્યું હતું કે એ અહીં ત્યારે જ આવશે કે જ્યારે એને કોઈ તેડવા આવશે, કે પછી તેડું મોકલી બોલાવશે.

શરૂ શરૂમાં તો એ સાચે જ પાગલ લાગ્યો હોવાથી એને સેલમાં કેદ પણ કરવામાં આવ્યો હતો. પણ, પછી પાંચાલ બ્રધર્સ નામની નાટક કંપનીના એક માત્ર ડિરેકટર બીજન કોન્ટ્રાક્ટરે ચક્રમ પાંચાલની કહાણી કહી ત્યારથી એ હરતો ફરતો બે-ચાર મહિને જ્યારે પણ અહીં આવતો ત્યારે એને ચીઢવવાને બદલે એની 'હા માં હા' ભણી થોડા ઘણા નાટકીય પાત્રો અહીંના કોન્સ્ટેબલ્સ પણ ભજવી લેતાં. એમને જોઈ એ પોતે પણ ખુશ થતો અને તમાશો કરી સૌને હસાવી ચાલ્યો જતો.
પણ...
આજે અહીંનાં પુલિસ સ્ટેશને નવા સાહેબ આવવાનાં હતાં. એમની સામે આવો કોઈ તમાશો ન થાય બસ એજ ડરથી કોન્સ્ટેબલ રેડ્ડી પરેશાન થઈ રહ્યો હતો. ચક્રમ પાંચાલનાં પણ નખરાં અનોખા હતાં. ક્યારેક પુલિસ તો ક્યારેક જોકર બનીને આવતો તો ક્યારેક ડૉક્ટર તો ક્યારેક ડાકુ કે નાનો-મોટો ચોર. અને એવી વેશભૂષા ને મેકઅપ કરતો કે હોંશિયારમાં હોંશિયાર માણસ પણ એકવાર તો એને પારખવામાં થાપ ખાઈ જ જતો. અને પહેલી નજરમાં એ ક્યારેય ઓળખાતો નહીં. એટલે આજે જ્યારે વિદૂષક જેવો ભેષ જોઈ રેડ્ડી સાથેનાં બાકીનાં કોન્સ્ટેબલ્સ અને S.I. પણ ચક્રમ પાંચાલ છે કે કોઇ બીજું એ ઓળખી ન શક્યાં. એટલે એમના મનમાં થઈ આવ્યું કે આ ચક્રમ પાંચાલ હમણાં ક્યાં આવ્યો એન્ટરટેઇન કરવા માટે અહીં! અને એ પણ સાહેબનાં આવવાનાં સમયે! એવું સહુને થઈ આવ્યું. અને એક છૂપો ડર સહુનાં ચહેરા પર છતો થવા લાગ્યો.

પણ જ્યારે સાહેબ જેવો જ આબેહૂબ સૂર અને ફોનમાં સાંભળેલો એવા જ નોખા લહેકામાં રેડ્ડીના નામની બૂમ કાને પડી ત્યારે યકીન થઈ ગયો કે આ વિદૂષક જેવો તેવો વ્યક્તિ કે ચક્રમ પાંચાલ પણ નથી. આપણાં IG નાઈક સાહેબ જ છે. એટલે, જવાબમાં 'હૂં - હા' કે એવું કંઈપણ કહેવાને બદલે એમની સામે કોન્સ્ટેબલની ટોપી માથા પર સરખી કરતો એ ઊભો રહ્યો. ત્યાં નાઈક સરે પણ પોતાની સ્ટાઈલિશ કાર્ટૂન કેપ પોતાનાં વાંકડિયા વાળ પર સેટ કરી પુલિસ જીપને બદલે સાયરન વગરની મારુતિ વૅનમાં આગળ જ બેસતાં ડ્રાઈવર રેડ્ડીને સૂચના આપી: "સફદરગંજની 'સિતારા' હવેલીએ લઈ લ્યો. ક્વિક, હરી અપ. જરા જલ્દીથી ખત્રીવાળા શોર્ટકટ રસ્તેથી પહોંચાડજો. કવિક, બક અપ. અર્જન્સી સમજો તમે બધાં. જરા સરખો તો ઝપાટો બોલાવો, જલ્દી જલ્દી, ફટાફટ હાથ ચલાવો રેડ્ડી અને એ પણ ચીલઝડપે, રાઈટ...!"

"હા, સર!"

"મિ. રેડ્ડી આર યુ રેડી?"

"યસ સર!"

"તો પછી હરી અપ.

રેડ્ડીએ ડ્રાઈવર સીટ પર બેસીને સ્ટિયરિંગ હાથમાં લીધું. ચાવી નાંખી ગિયર બદલ્યું અને ગાડી ઓન કરી ત્યાં સુધીમાં ત્રણ જેન્ટ્સ અને બે લેડી કોન્સ્ટેબલ્સ રાઈફલ લઈને વૅનમાં ડીકી તરફનાં દરવાજાથી અંદર આવીને બેઠાં. સાયરન વગરની વૅનમાં પહેલીવાર બેઠેલાં ત્રણેવ કોન્સ્ટેબલ, તથા ઇવન રેડ્ડીને IG નાઈક સર ક્યાં અને કયા હેતુથી લઈ જઈ રહ્યા છે એનો કોઈ અંદાજ નહોતો. અને એ પણ આટલી ઉતાવળે ક્લાઉનની જ વેશભૂષામાં!

મોડી સાંજે ડામરી એસ્ફાલ્ટનાં કાચ જેવા પારદર્શી સુમસાન રસ્તે જ્યાં તડકો પડખું ફેરવીને આળસ મરડતો હતો ત્યાં બીજી તરફ શરદ પૂનમનો શીતળતા ફેલાવતો સિલ્કી ઉજાસ ઝીલતો એ એલ.ટી રોડ અભિસારિકા સમ એનાં પ્રિયતમની વાટ જોતો ત્યાં જ ઊભો હતો. અને વૅન એ રૂપેરી શૉલ ઓઢેલી સંકરી ગલીઓમાં વાંકીચૂકી દોડયે જતી હતી. પંદર મિનિટમાં આવીએ છીએ એવું કહેવામાં આવ્યું હોવા છતાંય તેઓ આઠ મિનિટમાં જ ત્યાં હાજર થઈ ગયા -
સફદરગંજની 'સિતારા કોઠી' નામની હવેલી પર!!

જાણકારી મુજબ હવેલીમાં મખમલી સાંઝની રોશનાઈ હોવી જોઈતી'તી. એને બદલે રોશનદાન પણ વિધવાની સૂની માંગ સમાન ઉજડેલ અને અંધકારમય હતાં. ટોર્ચની લાઈટ ઑન કરી કો. રેડ્ડી IG નાઈક સાથે આગળ વધ્યા. અને ત્યાં તો DIG દ્વારા CBIની ટીમને આ કેસ સોંપવામાં આવ્યો હોવાથી, પ્રખ્યાત CBI એજન્ટ્સની તત્પરતા એટલી પ્રબળ કે તરત જ CBI એજન્ટ માધવન અને એમની ટીમ સાથે એમની જ ટક્કરનાં CBI એજન્ટ દિગંબર કુટ્ટીએ રૂટિન પેટ્રોલિંગ દરમ્યાન જે કંઈપણ જાણ્યું હતું એ મુજબથી ખંડેર જેવી દેખાતી એ હવેલીમાં વારદાતની જગ્યાએ લઈ જવા માટે આગેવાની નિભાવતાં પહેલા વિદૂષક કોણ છે અને અહીં ક્યાંથી એવો પ્રશ્ન ઈશારાથી પૂછ્યો.

માહોલ જોઈને IG શ્રીશાંત નાઈકે પોતાનો IG તરીકેનો બેચ જાહેર ન કરતાં ફક્ત કાર્ટૂન કેપ અને સફેદ દાઢી કાઢવાનો મનસૂબો બનાવ્યો હતો. પણ, વાતચીતમાં સમય બરબાદ થાય અને ક્યાંક ક્રિમિનલને ટ્રેપ કરવામાં મોડું ન થઈ જાય બસ, એટલા જ ઈરાદાને ફળીભૂત કરવા ક્લાઉનનો વેશ ઉતારવાને બદલે ID કાર્ડ બતાવી પોતાનું અસલી રૂપ જાહેર કર્યું. અને બીજી જ પળે ઝડપભેર બીજી જ છલાંગે ઉપરનાં દોઢ માળ કૂદી ટેરેસ તરફ વળ્યા. અને ફાટી આંખે જે જોયું એ દૃશ્ય આત્માને ભીતર સુધી કપકપાવી ગયું.

® તરંગ

★★★ Loaded કારતુસ ★★★

ક્રમશઃ