ભાગ-7
હર્ષ અને આયુષ ઘરે આવ્યાં,બન્ને ભાભીઓએ મુખ્ય કબાટ ખોલ્યુ.જેમા તેમને કઇંક ગડબડ થઇ હોય તેવું લાગ્યું.તેમનો પુરો કબાટ અસ્તવ્યસ્ત હતો.તેમણે લોકર ખોલીને જોયું તો તેમાંથી તેમની સાસુના ઘરેણા અને સાસુમાઁએ તેમની દિકરી માટે બનાવેલા ઘરેણા ગાયબ હતા.તેમના મોઢાંમાંથી ચીસ પડી ગઇ.
તેમના બન્નેના પતિ દોડતા દોડતા અંદર આવ્યાં.
"શું થયું ? આમ ચીસો કેમ પાડો છો?"
"હર્ષ અને આયુષ,લોકરમાંથી મમ્મીજી અને દીદીના ઘરેણા ગાયબ છે."હર્ષની પત્ની બોલી.
"શું તે ઘરેણા હજી સુધી ઘરમાં શું કરતા હતાં? તેને બેંક લોકરમાં કેમ ના મુક્યા?"આયુષ.
બન્ને દેરાણીજેઠાણી નીચું જોવા લાગી.
"મને લાગે છે કે આ મનસ્વીના જ કામ છે.તે આ બધું લઇને મમ્મીજી સાથે ક્યાંક ભાગી ગઇ."મોટા ભાભી બોલ્યા.
"એવું તો તમે કેવું વર્તન કર્યું મારી બહેન અને માઁ સાથે કે તેમને ભાગી જવું પડ્યું.આજે આપણી જ ભુલની સજા આપણે ભોગવી રહ્યા છીએ.આપણો દિકરો આટલી ખરાબ હદ સુધી બિમાર છે.આજે કાકાના કહેવા પ્રમાણે મમ્મી તેનો ઇલાજ ફટાફટ કરી શકે પણ આજે મમ્મી ક્યાં છે તે જ આપણને ખબર નથી?"હર્ષ બોલ્યો ,હર્ષને પોતાની જાત ઉપર અને ઘરના અન્ય લોકો પર ગુસ્સો આવતો હતો.
"હવે આમ એકબીજા પર ગુસ્સો કરવાથી કઇનહી મળે?આપણે મનસ્વીને ફોન કરીએ કદાચ તે ફોન ઉપાડી લે.નહીંતર મારી પાસે તેનો બીજો પણ ઇલાજ છે."આયુષ બોલ્યો.
* * *
જાનભાઇ પોતે પણ જોડાઇ ગયા પોતાના માણસો સાથે આટલી મોટી કિંમતનો માલ તે ખોવા નહતા માંગતા ,માણસોની એક નાનકડી ભુલ તેમને ભારે પડે તેમ હતી.
અહીં અક્ષત ગાડી ખુબ જ સરસ ચલાવી રહ્યો હતો.
"પપ્પા,મને એવું લાગે છે કે પેલી રેડ અને વ્હાઇટ ગાડી આપણો પીછો કરી રહી છે.છેલ્લા એક કલાકથી આપણે જ્યાં જ્યાં ટર્ન લઇએ છે ત્યાં ત્યાં તે આપણી પાછળ આવે છે.મને ખરાબ ફીલીંગ આવી રહી છે.
"મનસ્વી બોલી.
"મનસ્વીની વાત સાચી છે.તે ગાડી જાણે કે આપણો પીછો કરતી હોય તેમ લાગે છે."અક્ષરા બોલી.
"તો તો આપણે તેમને મજા ચખાડવી પડશે." અક્ષત બોલ્યો.
આટલું કહીને અક્ષતે ગાડીને થોડી સ્પીડમાં ભગાવી.તે ઘડીકમાં લેફ્ટ જાય તો ઘડીકમાં રાઇટ.તેમણે જાનભાઇ અને મન્વયને કન્ફયુઝ કરીને આગળ ગાડી ભગાવી.
"જોયું બેટા તારા પપ્પાનો કમાલ.હવે મને થોડો થાક લાગ્યો છે અને થોડી ભુખ પણ લાગી છે"અક્ષત બોલ્યા.તેમણે ગાડીને આગળ એક ફુડ કોર્ટ પર ઊભી રાખી.
અક્ષરાબેન વોશરૂમ ગયા હતા.
અક્ષતભાઇની લાખ કોશીશ હોવાછતા મન્વયે તેમની ગાડી પકડી પાડી અને મન્વયે પણ તે જ ફુડ કોર્ટ પર આવીને ગાડી ઊભી રાખી.ગાડીમાં હાજર અન્ય પોલીસ સાદા ડ્રેસમાં હતા,પણ તેમની પાસે તેમની ગન હતી. તેને તેમણે તૈયાર રાખી.મન્વય અને તે પોલીસ ઓફિસર ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.અક્ષરાબેનને વોશરૂમ જવું હતું તે પહેલા ઉતરી ગયા હતા.
મનસ્વી અને અક્ષતભાઇ ગાડીમાંથી ઉતર્યા.મનસ્વીએ હેટ અને સનગ્લાસ પહેરેલા હતા.જેથી તે તુરંત ઓળખાતી નહતી.મન્વય અને તે પોલીસ ઓફિસર તેમની પાછળ ધીમેધીમે આગળ વધી રહ્યા હતા.અંતે તેમણે તેમને ધેરી લીધાં.મનસ્વી કઇંક શોપિંગ કરવા ગઇ હતી.મન્વયે અને અન્ય પોલીસ ઓફિસરે અક્ષતભાઇને ગન દેખાડી પોતાની બાનમાં લીધાં.તે અક્ષતભાઇને પાછળના સુમસામ વિસ્તારમાં લઇ ગયાં.
"હેન્ડ અપ,કોઇ જ ચાલાકી ના કરતા."મન્વય બોલ્યો.અક્ષત થોડો ડરી ગયો પણ પછી તેને વિરાજભાઇની યાદ આવતા તે સમજી ગયો.
"તમે વિરાજના માણસો છોને તો એકવાત સમજી લો હવે હું તે કામ ફરીથી નહીં કરું."અક્ષત બોલ્યા.
" કોણ વિરાજભાઇ? અમે પોલીસ ઓફિસર છીએ.તમને ડ્રગ્સની હેરફેરના કેસમાં એરેસ્ટ કરીએ છીએ.નક્કી તમે જાનભાઇના જ માણસ છો.જાનભાઇ આજકાલ બહુ વધારે સ્માર્ટનેસ વાપરીને તમારા જેવા બુઢા લોકોને રાખે છે જેથી પોલીસને શંકા ના જાય,પણ જાનભાઇની ચાલાકી હવે નહીં ચાલે."મન્વય બોલ્યો.
અક્ષતભાઇને કપાળે હવે પરસેવો વળી રહ્યો હતો.તેમને લાગ્યું કે તે હવે બહુ જ ખરાબ રીતે ફસાઇ ગયા હતાં.
અહીં મનસ્વી થોડી ચીપ્સ ખરીદી રહી હોય છે.ત્યાં તેને તેના ભાઇનો ફોન આવ્યો.અક્ષતભાઇ અને અક્ષરાબેન સાથે નક્કી થયા પ્રમાણે તે ફોન તેણે ઉપાડવાનું નક્કી કર્યું.તેણે ફોન રીસીવ કર્યો.
"હા હર્ષભાઇ,બોલો કેમ છો?"મનસ્વી નોર્મલ સ્વરમાં બોલી.
"મનસ્વી,નાટકો બંધ કર તારી અને મમ્મીની પોલ ખુલી ગઇ છે.તું અને મમ્મી ભાગી ગયા છો.તારો સામાન તારા રૂમમાં કે કબાટમાં નથી અને મમ્મીના અને તારા ઘરેણા લોકરમાં નથી.તમને શું લાગ્યું કે તમે આમ જતા રહેશો અને અમને ખબર નહીં પડે?"હર્ષ ગુસ્સામાં બોલ્યો.
"સારું થયું તમને ખબર પડી ગઇ.એક વાત સાંભળી લો હવે હું કે મમ્મી તમારી લોકોની સાથે રહેવા નથી માંગતા અને અમારો તમારી સાથે કોઇપણ સંબંધ નથી."મનસ્વી ગુસ્સામાં બોલી.
"મનસ્વી મારી વાત સાંભળ.મારા દિકરાની તબિયત ખુબ જ ખરાબ છે અને માત્ર મમ્મી જ તેને ઠીક કરી શકે છે.તેના આયુર્વેદના જ્ઞાનથી." હર્ષે તેને બધી જ વાત કરી,પણ મનસ્વીને હર્ષની વાત પર વિશ્વાસ નથી થતો.
"વાહ થોડાક ઘરેણા માટે પણ તું કેટલો લાલચું થાય છે.મને બધી ખબર છે આમકહીને તું અમને ત્યાં બોલવીશ અને મમ્મીને પાછી તે વૃદ્ધાશ્રમમાં અને મને તે નાનકડા રૂમમાં મોકલી દઇશ.તું ગમે તેટલાં નાટક કર પણ હવે અમે પાછા નહીં આવીએ અને હા પાછા આવીશુંને તો તમારા બધાં માટે એક જોરદાર સરપ્રાઇઝ પણ હશે.ગુડબાય અને હા હવે ફોન ના કરતો."મનસ્વી આટલું કહીને ફોન મુકી દીધો.
હર્ષ રડવા જેવો થઇ ગયો.બધાં તેની પાસે જ બેસેલા હતા.
"હવે શું કરીશું?"આયુષ બોલ્યો.
"મારી પાસે એક આઇડીયા છે.આપણે તે વૃદ્ધાશ્રમ જ્યાં મમ્મીજી હતા ત્યાં જઇને પુછપરછ કરીએ તો?કઇંક જાણવા મળે ?"આયુષની પત્નીનો વિચાર બધાને પસંદ આવ્યો.
અહીં વૈશાલીબેન જીવનની આશા વૃદ્ધાશ્રમના નિયામક હિસાબકિતાબ જોઇ રહ્યા હતા.તેમનું ધ્યાન ગયું કે અક્ષતભાઇના રૂપિયા અહીં બાકી બતાવતા હતા.તેમણે અક્ષતભાઇએ આપેલા એડ્રેસ પર તપાસ કરાવી.તેમના દીધેલા ફોન નંબર પર તપાસ કરી પણ તેમને કોઇ જવાબ ના મળ્યો.
તેટલાંમાં અક્ષરાબેનના છોકરાઓ તેમની પત્ની સાથે આવ્યાં.તેમણે બધી જ વાત કરી.વૈશાલીબેન આશ્ચર્ય પામ્યા.તે થોડા વિચારમાં પડી ગયા.તેમને યાદ આવ્યું કે અક્ષરાબેન અને અક્ષતભાઇને તેમણે એકબે વાર હાથમાં હાથ નાખીને પાછળના ગાર્ડનમાં ફરતાં જોયા હતા.
"ભાગી ગયા?એકલા નહીં ભાગ્યા હોય.તમને ખબર નથી પણ તમારી માઁનું અફેયર ચાલી રહ્યું હતું અક્ષતભાઇ સાથે,જે દિવસથી આવ્યાં તે જ દિવસથી.તમારી બેને તમને અધુરી વાત કહી હશે.તેણે જ તેમને ભગાડવામાં તે લોકોની મદદ કરી હશે."વૈશાલીબેન ગુસ્સા સાથે બોલ્યા.
"આંટી,તમે અમારી મમ્મી માટે આવું કઇરીતે બોલી શકો?મારી મમ્મી કોઇ પુરુષની સાથે ભાગી ગઇ છી તમને શરમ નથી આવતી આવું બોલતા.આમપણ તમને મારી મમ્મી પહેલાથી નહતી ગમતી એટલે જ તેના વિરુદ્ધ તમે આવું બોલી રહ્યા છો."હર્ષ ગુસ્સામાં આટલું કહીને ત્યાંથી નિકળી ગયો.
વૈશાલીબેનને જાણે એક મોકો મળી ગયો.તે અક્ષરાબેનને બિલકુલ ના પસંદ કરતા હતા.વૈશાલીબેન હંમેશાં ચાન્સ શોધતા હતા કે તે અક્ષરાબેનને નીચું દેખાડે.તેમણે આ વાત મરીમસાલા સાથે ફેલાવવાની શરૂ કરી દીધી પુરા જીવનની આશા વૃદ્ધાશ્રમમાં આ વાત વાયુવેગે ફેલાઇ ગઇ કે અક્ષરાબેન અને અક્ષતભાઇ ભાગી ગયા.પુરા વૃદ્ધાશ્રમમાં તેમના નામની થું થું થવા લાગી.
વૈશાલીબેનને આટલાથી સંતોષ નહતો.તેમણે કઇંક મોટો ધમાકો કરવાનો વિચાર્યો.જેના માટે તેમણે કોઇકને ફોન લગાવ્યો.
* * *
અહીં અક્ષત સખત ટેન્શનમાં હતો.
"જુવો સર હું કોઇ જાનભાઇને નથી ઓળખતો અને કયા ડ્રગ્સ અમે તો લદ્દાખ જઇ રહ્યા છીએ.મારી પત્ની અને દિકરી સાથે.વિશ્વાસ કરો"અક્ષતે પોતાની વાત મુકી.
"બધા તે ડ્રગ ડિલર જે આવી રીતે પકડાયને તે આમ જ વાત કરતા હોય છે અને ક્યાં છે તમારા પત્ની અને દિકરી?મને તો કોઇ દેખાતું નથી?"મન્વય બોલ્યો.
" સર મારો વિશ્વાસ કરો.મારી દિકરી આગળ જ શોપિંગ કરી રહી છે.તમે ચેક કરી શકો છો.તેણે પીંક હેટ અને બ્લેક સનગ્લાસ પહેર્યા છે."અક્ષતે કહ્યું.
મન્વય અને તે અન્ય પોલીસ ઓફિસર એકબીજાની સામે જોઇ રહ્યા હતા કે શું કરવું તેના માટે.તેટલાંમાં મનસ્વી આવી.તે મન્વયને અને મન્વય તેને જોઇને ચોંકી ગયા.પોતાના પિતાના કપાળ પર ગન તાકેલા મન્વયને જોઇને મનસ્વી આઘાત પામી અને ગભરાઇ ગઇ.
"પપ્પા,મન્વય!!??? આ બધું શું છે?"મનસ્વી ગભરાયેલી હાલતમાં બોલી.
"મનસ્વી બેટા એક ગેરસમજ થઇ છે,પણ તારી મમ્મી ક્યાં છે?"
મનસ્વી રડવા લાગી.
"મમ્મી.પપ્પા મમ્મી.."
"શું થયું તારી મમ્મીને?અક્ષત ડરી ગયો.
"પપ્પા,બે માણસો મમ્મીને કીડનેપ કરીને લઇ ગયાં."મનસ્વી નીચે બેસી ગઇ જમીન પર અને રડવા લાગી.
વૈશાલીબેન શું નવું તોફાન લાવશે અક્ષરાબેનનાં જીવનમાં ? કોણ કીડનેપ કરીને લઇ ગયું હશે અક્ષરાબેનને ?મન્વયની સચ્ચાઇ મનસ્વી જાણીને શું પ્રતિક્રિયા આપશે?
જાણવા વાંચતા રહો.