With the star on the evening of life - 6 in Gujarati Moral Stories by Rinku shah books and stories PDF | જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 6

Featured Books
Categories
Share

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 6

ભાગ-6

"ચલો મમ્મી,હવે આપણે નિકળીએ ત્યાં જઇને ગાડીમાં સામાન મુકીએ અને નિકળીએ.પપ્પા આર યુ શ્યોર કે આપણે ડ્રાઇવર નથી રાખવો?"મનસ્વીએ પુછ્યું.

"હા શ્યોર,મને ગાડી ચલાવવાનો ખુબ જ શોખ છે.હું તો આનાથી પણ વધારે ગાડી ચલાવી શકું છું.આપણે રાત્રે રાત્રે હોલ્ટ લઇશું,રાત્રે હું ગાડી નથી ચલાવતો.પહેલાની વાત અલગ હતી જુવાનીના દિવસો,પણ હવે થાક લાગે છે.ચલો સામાન લઇને નિકળીએ.મનસ્વી તે બધું લઇ લીધું છેને?"અક્ષતભાઇ બોલ્યા.

"હા પપ્પા,મે બધું જ લઇ લીધું છે ડોક્ટર જોડેથી પ્રિસ્ક્રાઇબ કરાવીને દવા,નાસ્તો,જ્યુસના ટ્રેટાપેક અને જરૂરિયાતનો બધો જ સામાન,પણ મમ્મી આટલા બધાં દાગીના લઇને ફરવું મને યોગ્ય નથી લાગતું.પહેલા આપણે કોઇ બેંકમાં લોકર ખોલાવીને આ બધું તેમા મુકી દઇએ તો?"મનસ્વીએ પોતાના મનની વાત કહી.

"હા,અક્ષરા તે સાચું કહે છે.ચલ."અક્ષતે કહ્યું

 

અક્ષત,અક્ષરાબેન અને મનસ્વી બેંકમાં જઇને નવું લોકર ખોલાવીને તે દાગીના તેમા મુકી દીધાઅને પછી તે પકિયાના ગેરેજમાં ગયા.

 

અહીં જાનભાઇ તેમના અડ્ડા પર બેચેનીથી આમતેમ આટા મારી રહ્યા હતા.તેટલાંમાં તેમનો માણસ આવ્યો.

 

"ભાઇ,માલ આવી ગયો." જાનભાઇનો માણસ એક બ્લેક બેગ લઇને આવ્યો.જાનભાઇએ તે બેગ પોતાની પાસે લીધી અને ખોલી.તેણે તેમાથી પેકેટ કાઢીને સુંધ્યા.

 

"વાહ,વાહ ,વાહ,શું માલ છે?આ માલ વેચાઇ ગયો ને તો આપણે ખુબ જ માલામાલ થઇ જઇશું.પેલો ઓફિસર મન્વય અને કમીશનર કશુ જ નહી કરી શકે.ચલો હવે જઇને આ બેગને પકિયાના ગેરેજમાં જઇને ગાડી લઇને તેમા આ બેગ તેમા સંતાડી દઇએ."જાનભાઇ બોલ્યા.

 

"ભાઇ,પેલો મન્વય આપણી પર નજર રાખીને જ બેસેલો છે.તેણે પકિયાના ગેરેજ પર તેનો માણસ રાખેલો છે.આપણે જેવો માલ ગાડીમાં મુકીશું ,તે તરત જ તે ગાડીને ટ્રેસ કરીને તેને પકડી લેશે."

 

"તેનો ઇલાજ છે મારી પાસે, તું ત્યાંથી જે ગાડી આપણે નક્કી કરી છે તેની જગ્યાએ બીજી ગાડીમાં માલ છુપાવી લેજે અને આપણે જે ગાડી નક્કી કરી છે તેને લઇને આવી જજે.

 

તે મન્વય આપણી ગાડીનો પીછો કરશે અને તેની ચેકીંગ કરશે પણ તેને તેમાથી કશુંજ ના મળતાં તેણે આપણને છોડવા જ પડશે."જાનભાઇએ તેનો પ્લાન કીધો.

 

"વાહ ભાઇ શું પ્લાન છે?"

 

"હા અને આગળથી તે ગાડી જેમાં આપણે માલ છુપાવ્યો હતો તેને પકડીને તે ગાડીને આપણા કબ્જામાં લઇ લેજે અને માલમી ડિલીવરી કરી દેજે.સાંભળ પેલા વિરાજશેઠે જે કામ કીધું હતું તેના માટે પણ એક માણસને કામે લગાવ.આ લે આ બન્ને ફોટા,આ લોકોને પકડીને અહીં આપણા અડ્ડા પર લાવજે.હા તેમને એક ખરોચ પણના આવવી જોઇએ."જાનભાઇ બોલ્યા.તેમણે અક્ષરાબેન અને અક્ષતભાઇનો ફોટો પોતાના માણસને આપ્યો.

તે માણસ તે ફોટો અને બેગ લઇને નિકળી ગયો અને પહોંચ્યો પકિયાના ગેરજ પર.પકિયાના ગેરેજ પર જઇને તેણે પોતાના રેડ ગાડીને ચમકાવવા કહ્યું.તેના માણસો કામમાં હતા અને બીજી એક રેડ કારમાં તેણે ડિકીમાં તે બેગ છુપાવી અને તેને ધાબળાથી છુપાવી દીધું,પણ આ બધાંમાં તેણે એ ના જોયું કે મન્વયનો માણસ જે ત્યાં નોકર બનીને કામ કરી રહ્યો હતો તે બધું જોઇ રહ્યો હતો.

 

તે માણસે મન્વયને છુપાઇને ફોન કર્યો.અહીં મન્વય સરસ તૈયાર થઇ રહ્યો હતો આજે તે મનસ્વીને મળવા જવાનો હતો તેને બાય કહેવા માટે અને તેના મમ્મી પપ્પાને પહેલી વાર મળવાનો હતો.તેટલાંમાં જ તેને ફોન આવ્યો.તેના માણસે તેને બધી જ વાત જણાવી કે કેવીરીતે જાનભાઇના માણસ માલ બીજી એક રેડ ગાડીમાં છુપાવ્યો.જેથી તે પોલીસને ઉલ્લુ બનાવી શકે.તે ફટાફટ તૈયાર થવાનું છોડીને તેનો યુનિફોર્મ પહેરીને કમીશનર સાહેબ પાસે પહોંચ્યો.તેણે તેમને બધી જ વાત જણાવી.

 

"તો શું કરીશું?અગર જાનભાઇ નામના ગુંડાને રેડ હેન્ડેડ પકડવા હોયને તો તેને જરાપણ શંકા ના જવી જોઇએ કે આપણને તેનો પ્લાન સામજાઇ ગયો છે.તું એક કામ કર તારા જેવા જ દેખાત કોઇ એક ઓફિસરને જાનભાઇની ગાડી પાછળ લગાવી દે અને તું પોતે જે બેગમાં માલ છુપાવ્યો છે,તે ગાડીની પાછળ જા અને તે માલને અને તેના બીજા માણસોને પકડ.

 

સાંભળ મન્વય,બની શકે તે માણસો દેખાવમાં આપણા જેવા જ હોય.મતલબ કે ગુંડાના હોય પણ તે હશે જાનભાઇના માણસો જ.ઓલ ધ બેસ્ટ માય બોય."

 

"થેંક યુ સર.ચિંતા ના કરો આ વખતે તે જાનભાઇને પાક્કા પુરાવા સાથે જેલમાં નાખીશ અને આ ડ્રગ્સનું દુષણ આપણા સમાજમાંથી દુર કરીશ.તે જાનભાઇ આપણા દેશની યુવાપેઢીને બરબાદ કરવા માંગે છે થોડાક રૂપિયા માટે પણ હું તેમ નહીં થવા દઉં."મન્વય પુરા જુસ્સા સાથે બોલ્યો અને ત્યાંથી નિકળી ગયો.

 

***** 

 

અહીં બેંકમાં ઘરેણાં મુકવાનું કામ પતાવીને મનસ્વી ,અક્ષતભાઇ અને અક્ષરાબેન પકિયાના ગેરેજમાં આવ્યાં.તેમણે પહેલેથી બુક કરાવેલી ગાડીનું પેમેન્ટ કર્યું.અક્ષતભાઇ તે લાલ ગાડી લઇને આવ્યાં,જે ખુબ જ લાંબી અને સુંદર હતી.મનસ્વીએ સામાન ડિકીમાં ગોઠવ્યો.અક્ષતભાઇ ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયા અને અક્ષરાબેન તેમની બાજુમાં બેસ્યા મનસ્વી પાછળ બેસી.તે ત્રણેય ખુબ જ રોમાંચીત હતાં.

 

અક્ષરાબેન ભાવુક થઇ ગયા.તેમણે તેમના પર્સમાંથી કઇંક નાનકડા બોક્ષ જેવું કાઢ્યું અને બોલ્યા,

"મનસ્વી,મે તારી જોડે જે મંગાવ્યુ હતું તે કયા છે?"

"લે મમ્મી આ ટુ સાઇડ સેલોટેપ.તારે તેનું શું કામ છે?"મનસ્વી તે આતા બોલી.

 

અક્ષરાબેને તે નાનકડા બોક્ષની અંદરથી એક નાનકડી ફોટોફ્રેમ કાઢી,જેમાં અર્ણવનો ફોટો હતો.તે ફોટોફ્રેમને ટુ સાઇડ સેલોટેપથી તેમણે આગળના ભાગે ચોંટાડ્યો.

 

"અક્ષત અને મનસ્વી,આ લદ્દાખની રોડટ્રીપ તે મારા અર્ણવનું સ્વપ્ન હતું.તેમણે એક સપનું જોયું હતુંકે ઊંમરના આ પડાવ પર અમે બન્ને રોડટ્રીપ પર જઇશું અને પછી માતારાણીના દરબારમાં ફરીથી લગ્ન કરીશું.

 

આજે તે તો નથી પણ તેમનું સ્વપન હું પુરું કરી રહી છું.તે મૃત્યુશૈયા પર હતા ત્યારે તેમની અંતિમ ઇચ્છા હતી કે હું બીજા લગ્ન કરી લઉં.આજે તેમના બે સ્વપ્ન એકસાથે પુરા થવા જઇ રહ્યા છે.તો તેમની હાજરી આ રીતે તો હોઇશકે ને?બરાબરને અક્ષત?"અક્ષરાબેને અક્ષતની સામેજોતા કહ્યું.

જવાબમાં અક્ષતભાઇએ અક્ષરાબેનના હાથ પર પોતાનો હાથ મુકીને દબાવ્યો.અક્ષરાબેને આંખમાં આવેલા આંસુને લુછ્યાં.

 

"અક્ષરા,તને આમ રડતી જોઇને અર્ણવને ખુશી નહીં થાય.આ સફર હસીખુશીથી શરૂ કરીને હસીખુશી સાથે પુરો કરવાનો છે.હવે આપણા આ સફરમાં અર્ણવ પણ આપણી સાથે જ રહેશે અને તેનો આશિર્વાદ આપણી સાથે જ રહેશે."અક્ષત બોલ્યા.

 

મનસ્વી વારંવાર મોબાઇલ તરફ અને બહાર જોઇ રહી હતી.તે મન્વયની રાહ જોઇ રહી હતી.

"બેટા,શું થયું કોઇ આવવાનું છે? તું કોઇની રાહ જોઇ રહી હતી?" અક્ષરાબેને પુછ્યું.

 

"ના મમ્મી ચલો."મનસ્વી બોલી.તેણે વિચાર્યું,

 

"મન્વય ખુબ જ ઉત્સાહિત હતો મમ્મી પપ્પાને મળવા માટે નક્કી કઇ કામમાં ફસાઇ ગયો હશે.કઇ વાંધો નહીં.તેને પાછા આવીને મળી લઇશ."

 

અક્ષતે ભગવાનનું નામ લઇને ગાડી ભગાવી મુકી.પાછળ સંતાઇને સાદી ગાડીમાં અને સાદા કપડાંમા઼ રહેલા મન્વયે અને તેના સાથી પોલીસે પણ તેમની પાછળ ગાડી ચાલું કરી.અક્ષતભાઇ અને અક્ષરાબેન જે ગાડીમાં નિકળ્યા હતા.તે એજ ગાડી હતી કે જેમાં જાનભાઇના માણસોએ તેમનો કરોડો રૂપિયાનો માલ છુપાવ્યો હતો.તેમની ગાડીની પાછળ એક તરફ મન્વય હતો અને બીજી ગાડીમાં જાનભાઇના બે માણસો તેમની પાછળ નિકળ્યા.

 

જાનભાઇના માણસ જે રેડ ગાડી લઇને નિકળ્યા હતા.તેમની પાછળ મન્વયના જેવો દેખાતા ઓફિસર તેમની પાછળ લાગ્યા અાગળ જઇને ગાડી ચેક કરતાં તેમા કશુંજ ના મળ્યું. જાનભાઇના માણસો ખુશ થતાં હતાં કે પોલીસને મુર્ખ બનાવ્યા.

તે લોકો પણ તેમના માણસો પાસે જવા નિકળ્યા.

 

**********

અહીં અક્ષરાબેનના ઘરે તેમના દિકરાઓ હર્ષ અને આયુષ તેમની પત્નીઓ સાથે બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા.

 

"આ મનસ્વી નથી દેખાતી?"મોટાભાઇ હર્ષે પુછ્યું.

 

"તે એના ઓફિસના કામથી બહારગામ ગઇ છે."મોટીભાભીએ કહ્યું.

 

તેટલાંમાં વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો.તે ફોન સ્પિકર પર લગાવ્યો.

 

"નમસ્કાર હર્ષભાઇ,ખુબ જ આનંદ થયો કે તમે તમારા માતાજીને ઘરે લઇ ગયા.આમ તો કઇ ખાસ કામ નહતું પણ છેલ્લા મહિનામાં તેમણે જે સુપરવાઇસરનું કામ કર્યું હતું તેનો પગાર લેવાનો રહી ગયો હતો.તો આવતા જતા લેતા જજો.

 

ધ્યાન રાખજો તમારી મમ્મીનું."આટલું કહીને તેમણે ફોન મુકી દીધો.ઘરમ‍ાં બધાના પગનીચેથી જમીન ખસી ગઇ.

 

"મમ્મી ત્યાં નથી તો ગઇ ક્યાં?"આયુષે પુછ્યું.

 

"મોટાભાભી,મનસ્વીનો ઘણો ખરો સામાન તેમના રૂમમાં નથી."આયુષની પત્નીએ પુછ્યું.

 

તે લોકો બધાં મનસ્વીના રૂમમાં ગયા અને તેનો કબાટ ખોલીને ચેક કર્યું ત્યારે તેમને વધુ આચકો લાગ્યો.તેનિ કબાટ પુરો ખાલી હતો.

 

"આ મા દિકરી ગયા ક્યાં?"

 

તેટલાંમાં જ તેમના રૂમમાં કઇંક પડવાનો અવાજ આવ્યો.તે લોકો ભાગીને ગયા તો તેમનો દિકરો જમીન પર પડીને ધ્રુજતો હતો.તેના મોઢાંમાંથી ફીણ નિકળતા હતા.તે લોકો દોડીને તેને હોસ્પિટલ લઇને ગયાં.

 

ડોકટરે તેમને બોલાવીને કહ્યું,

"તેને એક રેર બિમારી છે.જેમા તેની હાલત હજી ખરાબ થશે,અમે અમારા તરફથી પુરો પ્રયાસ કરીએ છીએ,બાકી ભગવાનને પ્રાથના કરો."

ત્યાં હાજર તેમના કાકા હર્ષ અને આયુષ પાસે આવ્યા અને બોલ્યા.

 

"હર્ષ,ભાભીને વાત કર તેમણે મમ્મી પાસેથી વૈધનુ કામ શીખેલું હતું અને તે તેમા ઘણા એક્સપર્ટ હતા.તે જરૂર આપણા નાનકાને ઠીક કરી દેશે." આટલું કહીને તે તો જતાં રહ્યા હર્ષ અને આયુષ એકબીજાની સામેજોવા લાગ્યા.

 

તેમના બન્નેની આંખમાં એક જ સવાલ હતો કે મમ્મી કયાં છે?

 

શું થશે જ્યારે તેઓ જાણશે તેમની મમ્મીના બીજા લગ્ન વિશે?શું મનસ્વી જાણી શકશે કે મન્વય પોલીસ ઓફિસર છે અને તે તેમનો પીછો કરી રહ્યો છે?જાનભાઇ તેમની બેગ લઇ શકશે કે રેડ હેન્ડેડ પકડાઇ જશે?

 

જાણવા વાંચતા રહો.