ભાગ - 30
ધન્યવાદના હકદાર એવા,
માતૃભારતી પરીવારના તમામ વાચક મિત્રો,
મારી આ વાર્તા
રીયા - શ્યામ ની કે વેદની ?
નો ભાગ - 30 આજે પબ્લીશ થતા,
થોડા અંતરાલ બાદ,
આ વાર્તાને હું આપની સમક્ષ આગળ વધારી રહ્યો છું.
આ અંતરાલમાં, મે આવીજ એક નવી વાર્તા
" પ્રિય રાજ " હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની.
હમણાં થોડા સમયથી શરૂ કરી છે, કે જેના 5 થી 7 ભાગ માતૃભારતી પર પબ્લીશ થઈ ગયા છે.
મારી લખેલ વાર્તા
રીયા - શ્યામ...ની કે વેદની ?
ને વાચક મિત્રો તરફથી ખુબજ સારો અને મારો લખવાનો ઉત્સાહ ડબલ કરી દે, તેવો રિસ્પોન્સ મને મળ્યો છે.
અને એટલેજ, મે પણ માતૃભારતી પરીવારના મારા વાચકોને
હું એમને ગમતુ, વિશેષ વાંચન આપી શકુ, એનાં માટે
રીયા - શ્યામ....ની કે...વેદની...
ની સાથે-સાથેજ, આ નવી વાર્તા
પ્રિય રાજ
ચાલુ કરેલ છે.
મને વિશ્વાસ છે કે, એ પણ તમને એટલીજ ગમશે.
છતા, મારી જાણ સારુ, કે પછી મારો ઉત્સાહ વધારે માટે, તમારા પ્રતિભાવ મને મોકલશો તો મને ગમશે.
આગળના ભાગમાં આપણે જાણ્યું કે
વેદ અને રીયા, આજે હોસ્પિટલમાંથી એક ડોક્ટરની સલાહ લઈને, તેજ હોસ્પિટલની બહાર આવેલા એક નાના ગાર્ડનના બાંકડા પર બેઠા છે. તેઓની હાલની મનોસ્થિતિ પ્રમાણે, રીયા અને વેદની વેદના આપણે જાણીએ છીએ.
આજે અહી પણ, ડોક્ટરના જણાવ્યા પ્રમાણે
અત્યારે વેદને જે શારીરિક તકલીફ ઉભી થઈ છે, એનું મુખ્ય કારણ કે જે કારણ પહેલા પણ બે થી ત્રણ ડૉક્ટર આ લોકોને જણાવી ચુક્યા છે.
એ કારણ એટલે...
વેદને જ્યારે આ ઈજા થઈ હશે, ત્યારે એ ઈજાને, ગંભીરતાથી લીધી ન હોય, એવું બની શકે.
આપણે જાણીએ છીએ કે...
જ્યારે વેદ અને શ્યામનો એક્સિડન્ટ થયો હતો, ત્યારે શ્યામને તો બહુ ઇજા થઈ ન હતી, પરંતુ
એ વખતે,
વેદ અતિશય ગંભીર રીતે ઘાયલ થયો હતો, અને એમાંય વેદને સૌથી વધારે ઈજા, એ વખતે ગળાના ભાગે થઈ હતી.
હા પણ, ત્યારે વેદ શ્યામ અને ડોક્ટર માટે, વેદના ગળાના ભાગની ઈજા બહુ મોટી, અને ગંભીર હતી.
હાલ વેદને જે શારીરિક તકલીફ ઉભી થઈ છે, તે પણ એ અકસ્માત વખતે જ થઈ હતી, પરંતુ તે સમયે એ ઈજા એટલી ગંભીર લાગી ન હતી, કે તે ઈજાની, આ લોકોએ ખાસ ગંભીર નોંધ પણ લીધી ન હતી.
જે ઈજાએ, આજે બહુ મોટું ગંભીર રૂપ લઈ લીધું છે.
એજ ઈજાએ આજે, વેદ અને રીયાના પરિણીત/સાંસારિક જીવનમાં મોટી ઝંઝાવાત ઊભી કરી છે.
વેદ અને રીયા, બાંકડે બેસી...
હવે આગળ આમાં શું કરવું જોઈએ ?
એ વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે, કેમકે
આ વાત હજી સુધી, તેઓએ તેમના પરિવારના કોઈ સભ્યને પણ જણાવી ન હતી.
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
અચાનક,બાંકડા પર બેઠેલા વેદને પંકજભાઈ સાથેની, પહેલાંની એક મુલાકાત યાદ આવે છે, અને એની સાથે જ હાલ ડોક્ટરે, વેદ અને રીયાને, સંતાન પ્રાપ્તી માટે એક વૈકલ્પિક ઉપાય બતાવ્યો હતો, એ વેદના મગજમાં આવે છે.
શ્યામના પપ્પા પંકજભાઈ સાથે પહેલા થયેલ એક મુલાકાત, અને વેદ અને રીયાને, સંતાન પ્રાપ્તિ માટે, ડોક્ટરે આજે બતાવેલ વૈકલ્પિક ઉપાય...
બસ, વેદ મનમાંજ આ બે વાતને જોડી, રીયાને આ વાત કરવાનું નક્કી કરે છે.
વેદ, તેની બાજુમાંજ બેઠેલ રીયાનો હાથ પકડી,
(થોડું અચકાતા-અચકાતા)
વેદ : રીયા, મારે તને કંઇક કહેવું છે.
( બિલકુલ ધીમા અને શાંત અવાજે )
રીયા : હા, બોલ..
વેદ : રીયા, જો હાલ આપણી પાસે કોઈ રસ્તો છે નહીં, કે આગળ ભવિષ્યમાં, પણ આપણને આ સમસ્યામાંથી આ બીમારીમાંથી, ધાર્યું પરિણામ મળે તેની સો એ સો ટકાની ગેરંટીતો કોઈ ડોક્ટર પણ આપી શકે તેમ નથી, એ વાત પણ આપણે માનવી અને સ્વીકારવી રહી, તો હું શું કહું છું, રીયા...
( આટલુ બોલી, પાછો વેદ આગળ બોલવા માટે અચકાય છે.
રીયા સમજી જાય છે કે, અત્યારે વેદને કંઈક કહેવું તો છે, પરંતુ તે ખુલીને બોલવા માટે, હાલ થોડો મૂંઝાઈ રહ્યો છે. રીયા વેદની હાલની મૂંઝવણ જોતા. )
રીયા : વેદ, તુ શું કહેવા માંગે છે ?
જે કહેવું હોય એ સાફ-સાફ શબ્દોમાં અને જરાય સંકોચ રાખ્યા વગર મને જણાવ.
વેદ : રીયા, દુનિયામાં એવા કેટલાય દંપતી હશે કે, જેમને કોઈ પણ કારણસર, હાલ આપણને સંતાન પ્રાપ્તિ માટેનો જે પ્રશ્ન ઉભો થયો છે, તેવો પ્રશ્ન ઉભો થયો હશે.
એમાંથી ઘણાખરાએ, એ પ્રશ્નના સમાધાન રૂપ, મા-બાપ બનવાના એમના સપના પૂરા કરવા, કોઈ સંતાન દત્તક લઈને પણ પોતાના સપના પૂરા કર્યાં હશે, અને એ લોકોએ પણ, ખુશી-ખુશી એ બાળકને પ્રેમ આપી એનો ઉછેર પણ કર્યો હશે.
( આટલુ બોલી વેદ, વળી પાછો ચુપ થઈ, નીચી નજર કરી, આગળ જે રીયાને જણાવવા માંગે છે, તે માટે, હિમ્મત ભેગી કરી રહ્યો હોય, એવું લાગતા...)
રીયા : વેદ, એટલે તું એમ કહેવા માંગે છે કે, આપણે પણ એવું કરીએ, આપણે પણ કોઈ બાળક દત્તક લઈએ.
( રીયાની વાતને વચ્ચેજ કાપતા )
વેદ : નાના રીયા, પહેલા તું મારી પૂરી વાત તો સાંભળ, હાલ કંઈ આપણા બંનેને લગ્ન કર્યે, વર્ષો નથી વીતી ગયા, અને આપણી આજુબાજુ એવા પણ કેટલાય દંપતી હશે, જે લગ્ન પછી પણ, બે-ત્રણ વર્ષ પછી બાળકનું પ્લાનિંગ કરે છે.
મને એની ચિંતા નથી.
પરંતુ રીયા...
( વળી પાછો વેદ થોડીવાર ચુપ રહીને )
વેદ : જો રીયા, આજ સુધી આપણે ત્રણ-ચાર ડોક્ટરની સલાહ લઈ ચૂક્યા છીએ, અને એ દરેક ડોક્ટરના કહેવા પ્રમાણે,
મારા થકી તને સંતાન થાય, એ વાતમાં એ લોકોએ થોડી ઘણી શંકા વ્યક્ત કરી છે, આપણા કેસમાં જો ખુદ ડોક્ટરને પણ, સો એ સો ટકા પરિણામની આશા ન હોય, તો પછી આપણે એ વાતને લઈને વધારે દુઃખી ના થવું જોઈએ.
રીયા : હા તો વેદ, અત્યારે આપણાં કેસમાં તારું શું કહેવું થાય છે ?
વેદ : હું તને એમ કહેવા/સમજાવવા માંગુ છું રીયા કે,
( ફરી થોડીવાર રોકાઈને વેદ )
વેદ : હાલ આપણે જે ડોક્ટરને મળીને આવ્યા, તેમણે આપણને સંતાન પ્રાપ્તિ માટે જે વૈકલ્પિક રસ્તો બતાવ્યો છે, તેના પર આપણે ચાલીએ તો ?
રીયા : કયો રસ્તો વેદ ?
બધા ડૉક્ટરે આપણને બે ત્રણ પ્રકારે સારવાર કરવાના વૈકલ્પિક રસ્તા બતાવ્યા છે.
વેદ : હા રીયા, તારી વાત સાચી પણ જો એમાં આપણને ધાર્યું પરિણામ ન મળે તો ?
જે વૈકલ્પિક રસ્તા ડોક્ટર સાહેબે આપણને કહ્યા છે, તે વૈકલ્પિક રસ્તાઓ પૈકી, ડૉક્ટરે જે સ્પર્મ-ડોનરનો રસ્તો આપણને બતાવ્યો છે, એ રસ્તો મને બધી રીતે યોગ્ય લાગે છે.
(વેદ છેલ્લું વાક્ય સડસડાટ બોલી જાય છે. )
( આ સાંભળી રીયા )
રીયા : વેદ, તું હિંમત ના હારીશ.
નસીબમાં હશે તો કાલે બધું સારું થઈ જશે, અને હાલ ક્યાં આપણે કંઈ ઊભું રહ્યું છે, કે ચિંતા કરવા જેવું પણ છે.
પછી સમય આવ્યે જોઈશું.
એ વખતે આપણે, કોઈ ડોકટરનેજ કોઈ સ્પર્મ-ડોનર શોધવાનું જણાવી દઇશું.
વેદ : રીયા, સ્પર્મ-ડોનર શોધવાની જરૂર નથી.
રીયા : કેમ ?
(વેદને આટલું પૂછી, રીયા વેદ સામે જોઈ રહે છે.)
(વેદ થોડો વધારે રોકાઈને થોડીવાર પછી)
વેદ : રીયા એના માટે આપણે, શ્યામનેજ વાત કરીએ, અને રીયા, શ્યામ એના માટે તૈયાર પણ થઈ જશે, એટલે આપણે ખાલી શ્યામને એ ડોક્ટરથી મળાવી દઈશું.
વધુ ભાગ 31 માં