Woman's suffering part-2 in Gujarati Women Focused by Pinky Patel books and stories PDF | સ્ત્રીની વેદના ભાગ-૨

Featured Books
Categories
Share

સ્ત્રીની વેદના ભાગ-૨

નયનાએ મસ્ત બે ગુલાબ ની કળી જેવી દીકરીઓને જનમ આપ્યો.. તેમનો કોમળ અવાજ હજી રડવાના સ્વરૂપે હોસ્પિટલમાં ગુંજ્યો જ હતો. ત્યાં તેમના દાદીનો ત્રાડ જેવો અવાજ સાંભળી અટકી ગયો...

નિરવ બે ડગલાં પાછા ફર્યો શું થયું મમ્મી!
તારે એની પાસે જવાનું નથી , જે આપણા ઘરનો વારસદાર ના આપી શકી તેનું મોં જોઇને તું શું કરીશ!
પણ મમ્મી તે છે તો મારું લોહીને તારી પૌત્રી ઓ છે..
તને એકવાર કહ્યું ને ઘરે ચાલ નહીતો..
નિરવ તેની મમ્મી ની પાછળ પાછળ ચાલી નિકળ્યો....
આખી હોસ્પિટલમાં અંદરો અંદર ચર્ચા થવા લાગી ભલેને સરકાર ગમે તેવા કાર્યક્રમ કરી સમજાવે દીકરો દીકરી એકસમાન પણ આવા લોકો કોઇ દિ નહીં સુધરે.. તેનો ઘરવાળો એ આખો માવડીયો માનો પલ્લું પકડીને પાછળ પાછળ ચાલી નીકળ્યો...
આ બાજુ નયનાને ખબર પડતાં તેની આંખો ભરાઇ આવી પણ તેની દિકરીઓને જોતા તેને થોડી હિંમત આવી તેની દિકરીઓને માથે હાથ ફેરવતા બોલી તમને ભલે એ લોકો ના સ્વિકારે પણ તમે તો મારો શ્વાસ જ રહેશો...
થોડાક દિવસ પછી હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ મળ્યો. તે ઘરે આવી પણ તેના મમ્મી પપ્પા ની આંખોમાં સતત તેના માટે ની ચિંતા હતી...
મમ્મી શું વાત છે?
કંઇ નહી બેટા જોને આપણું ઘર કેવું આ બંને પરીઓની કિકીયારીઓ થી ગુંજી ઉઠ્યું છે..
હા , મમ્મી એતો છેજ ...
પણ તેને લાગ્યું કે તેની મમ્મી તેનાથી કોઇ વાત છુપાવી રહી છે...
તેની મમ્મી એ બીજા રૂમમાં ગઇ અને આંસુ છલકી ગયા, મારી દિકરીને પાછી નહી તેડેતો તેની જિંદગી નું છું? અને તેની સાથે બે કળીઓનુ શું થશે?
તેવું વિચારતા ત્યાં બેસી પડ્યા, એટલામાં તેના પપ્પા રાકેશ ભાઇ આવ્યા...
રેખા તું ચિંતા ના કર એકવાર વેવાણ ને ફોન કરી વાત તો કર કે આપણી ભાણીયો નું નામ કરણ કરવાનું છે, તો તે અહીં આવશે...
રેખાબેન રડી પડ્યા એકવાર પણ તે આપણી દીકરીને મળવા નથી આવ્યા તો હવે શું તે આવશે!
હું કઇ રીતે તેમને વાત કરું..
આજે તેમની દિકરી પર પણ ગુસ્સો આવતો હતો કે અમે તો નાજ પાડી હતી પણ તે એકની બે ના થઇ પણ હવે એ વાતને શું!
એટલામાં જિનીનો રડવાનો અવાજ સંભળાયો અને આ બધું દુઃખ જાણે ઓગળી ગયું , અને દોડીને નયનાના રૂમમાં ગયા...
જિની ને ખોળામાં લીધી અને તેમના નામકરણ કરવાની વાત નયનાને કરી..
તેમને મનથી નક્કી કર્યું કે એકવાર તો હું વેવાણ ને વાત કરી જોઇશ મારી ત્રણ દિકરીઓના ભવિષ્ય નો સવાલ છે..
તે જિની ને સુવડાવી ને હોલમાં આવી ફોન નું રીસીવર હાથમાં લીધું...

સામે છેડે રીંગો વાગી રહી છે. પણ હજુ સુધી કોઇ જવાબ નથી, રેખા બેનના માથાપર ચિંતા ની લકીર ખેંચાઇ એટલામાં સામે છેડે ફોન ઉપડ્યો.
ભારેભરખમ અવાજ આવ્યો..
હલ્લો હું રેખાબેન બોલું છું માલા બેન છે..
હા, હું માલાબેન બોલું છું .
કોણ રેખા?
અરે, હું તમારી વેવાણ બોલું છું..
તમે કેમ અહીં ફોન કર્યા..
સાંભળો તમારી દીકરીઓનું નામકરણ કરવાનું છે.. તો તમે અને નિરવ કુમાર આવી શકશો...
કોની દિકરીઓ એ અમારી નથી.. તમારી દિકરીની છે...
એવું ના બોલો એ લોહીતો તમારા ઘરનું જ છે. તમે થોડો તો વિચાર કરો એ બે નાના ફૂલો નો શો દોષ છે? તેમને તમે આવી સજા આપો છો...
થોડીતો દયા કરો...
રેખાબેન બોલતા બોલતા રડી પડ્યા ...
સામા છેડેથી ફોન કટ થવાનો અવાજ આવ્યો..
રેખાબેન રૂમમાં બેસી રડી પડ્યા...
રાતે રાકેશભાઈ ને બધી વાત કરી..
આપણે એકવાર મુંકુંદભાઇને વાત કરી જોઇએ..
કદાચ તે માલા બેનને સમજાવે..
મુંકુંદભાઇને ફોન જોડ્યો..
હું રાકેશભાઈ બોલું..
હા વેવાઈ બોલો મારી નાની ઢીંગલી ઓ શું કરે છે?
આટલું સાંભળતાં તો રાકેશભાઈ ને આનંદ થયો..
તે મજામાં છે..
તમે શું કરો છો?
અરે હું તો ત્રણ મહિનાથી અમેરિકા હતો. અને આજે મુંબઈ છું કાલે હજુ ઘરે પહોંચીશ ..
રાકેશ ભાઇ ને મનમાં વિચાર આવ્યો કે મુંકુંદભાઇને માલાબેને કરેલા વ્યવહાર ની ખબર નથી.. મારે કંઇ કહેવું નથી ..
મુકુંદ ભાઇ પરમ દિવસે તમારી બે ઢિંગલીઓનું નામકરણ રાખ્યું છે.. તો ઘરના બધા આવી જજો..
કેમ ઘરે આમંત્રણ નથી આપ્યું..
ઘરે ફોન કર્યો હતો.. પણ ફોનમાં બરાબર અવાજ આવ્યો નહી તેથી તમને સ્પેશિયલ ફોન કર્યો..
ચાલો ચોક્કસ આવી પહોંચીશું...
રાકેશભાઈ અને રેખાબેને થોડી રાહતનો શ્વાસ લીધો...
શું મુકુંદ ભાઇ ઘરે જશે અને વાત કરશે ત્યારે માલાબેન શું કહેશે... શું તે સ્વીકાર કરશે દીકરીઓનો.?
(ક્રમશ)
પિન્કી પટેલ
૧૫/૧/૨૦૨૧