Amar Prem - 29 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ -૨૯

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

અમર પે્મ -૨૯

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેની કેનેડા ઓફિસ તરફથી વકઁ વિઝા પરમિટ મલવાથી ઇન્ડિયન એમબસિમાં એપલાય કરી કેનેડાના વિઝા મેળવી નિયત સમયે કેનેડા જવા રવાના થાય છે.સ્વરા તેને મુંબઈ સુધી ડો્પ કરવા જાય છે.પૂજન અને જેની તેમને એરપોઁટ પિકઅપ કરવા આવ્યા હતા તયાંથી બધા એપાઁટમેનટ આવે છે.અજય બાથ લઇ લંચ પતાવી તેના પેરેંટસને પહોંચી ગયાનો કોલ કરી થાક લાગ્યો હોવાથી સુવા જાય છે.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા આવવવાનુ કહે છે.....હવે આગળ



પૂજન ,અજયને સવારે તૈયાર થઇ બસ રુટ બતાવવા અને તેની ઓફિસ સુધી મુકવા જાય છે.આમ તો અજયની ઓફિસ ડાઉન ટાઉનમાંજ હતી પરંતુ ચાલતા જતા સમય વધારે થાય અને અજય નવો હતો તેથી માહિતગાર પણ નહતો તેથી પૂજન તેને બસમાં જવા કહે છે પછી સાંજે જો ઈચછા હોય તો તે રુટ ઊપર માહિતગાર થવા ચાલતા આવવું હોય તો આવી શકાય.જો કોઇ તકલીફ પડે તો મને અથવા જેનીને ફોન કરી પુછી લેવું.બન્ને થોડીવારમા તેની ઓફિસ પહોંચી જાય છે.પૂજન તેને ઓફિસ બતાવી તેની કોલેજ જવા રવાના થાય છે.



અજય તેની ઓફિસ પહોંચી તેના મેનેજરને મલી તેના પેપરો સબમીટ કરી તેના ઇન્ડિયાથી ટા્નઝિસટ વિઝાથી આવ્યાની જાણ કરે છે.મેનેજર તેને વેલકમ કરી તેના ટેબલ અને વકઁ બાબત સમજાવી best luck કહી તેની કેબીનમા જાય છે.પહેલો દિવસ હોવાથી બે્કમા તેના સંગ કર્મચારી સાથે પરિચય મેળવી કામની શરુઆત કરે છે.તેને અમદાવાદની અને સ્વરાની યાદ સતાવે છે.તેના પેરેનટસની પણ યાદ આવે છે.સવરા સાથે વિતાવેલ સમયની યાદ ફિલ્મના રીલની માફક દેખાય છે.કયારે ઓફિસનુ કામ પુરુ થાય અને ક્યારે સ્વરાને ફોન કરુ તેવા વિચારમાં સમય પસાર કરે છે.



સાંજે ઘરે પહોંચી બાથ લઇ તૈયાર થઇ બધા બહાર ડિનર લેવા જાય છે.પૂજન ,અજયને કહે છે કે અમે ઘરે રસોઇ કરતા નથી,સવારે સેનડવિચ કે બગઁર અને કોફી જેવું લઇએ છીએ અને રાત્રે ડિનર લેવા સબવે કે મેકડોનાલડમાં જઇએ છીએ.તને બહારનું જમવાનું ના માફક આવતું હોય તો તારી રસોઇ જાતે બનાવી લેજે.અજય કહે છે કે હું હોસટેલમા હતો ત્યારે જાતે રસોઇ બનાવતો હતો તેથી પે્કટીસ છે તો કાલથી હું મારી રસોઇ બનાવી લઇશ.સાંજે તમારે મારી સાથે જમવું હોય તો તમારી પણ રસોઇ બનાવીશ.પૂજન કહે છે કે જેનીને ઇન્ડિયન ફુડ બહુ સપાઇસી લાગે છે તેથી ના પાડે છે.એકવાર હું તેને ઇન્ડિયન રેસટોરનટમાં ટેસટ કરાવવા લઇ ગયેા હતો પરંતુ તેને માફક નહતુ આવ્યું તેથી અમે બહાર મેકસિકન અથવા ચાઇનિસ ફુડ ખાઇ લઇએ છીએ,જો કોઇવાર મને ઇચ્છા હશે તો હું તારી સાથે જમીશ.પછી તેઓ બધા તાકોબેલમાં તાકો ખાવા જાય છે.પૂજન અને જેની હાડઁ તાકો મંગાવે છે અને અજય બરિતો વિથ ફે્નચફાઇ અને એમપાનાડુ વિથ કોલડડિ્નક લે છે.બધા જમીને અપાઁટમેંનટ પરત આવે છે.



અજય તેની રુમમા જઇ સ્વરાને વિડિયો કોલ કરે છે,સ્વરા સવાર પડી હોવાથી તૈયાર થઇ બે્કફાસટ કરતી હતી. અજય તેને ગઈકાલની વિગતની માહિતી આપે છે અને તાકોબેલ ડિનર લેવા ગયા હતા પરંતુ ઈનડિયન ફુડ જેવી મઝા ના આવે એટલે કાલથી સાંજની રસોઇ મારી જાતે બનાવીશ.અજય, સ્વરાને તારી વગર ગમતું નથી અને ઇન્ડિયા પાછા આવવાનું મન થાય છે.તારી સાથે વિતાવેલ ક્ષણો તેમજ ફરવા-હરવાની જે મઝા કરી હતી તે બધુ યાદ આવે છે.આય મીસ યુ ટુ મચ સ્વરા ! સ્વરા પણ વિડિયોમા તેને જોઇને ભાવુક થઇ રોઇ પડે છે.તે અજયને હિંમત રાખી બે વરસ પસાર કરી લેવા કહે છે પછી આપણે કાયમ સાથે જ છીએ.તારી તબિયતની કાળજી રાખજે અને સમયસર સુવાનું ,જમવાનું રાખજે તેવી સલાહ આપે છે.રોજ આ સમયે મને કોલ કરજે.તારા સાથે વાત કરતા મારા વિરહના દિવસો પસાર થઇ જશે અને મન પ્રફુલ્લિત થઇ જશે.હવે મારે ઓફિસ જવાનો સમય થયો હોવાથી કાલે આ સમયે આપણે ફરીથી મલીશું .બાય... મિસ યુ ટુ કહી વિડિયો કોલ બંધ કરે છે.અજય પણ બાય કહી સુવાની તૈયારી કરે છે.અજય અને પૂજનની એક રુમમા અને જેનીની બીજા રુમમાં સૂવાની વ્યવસ્થા કરી હતી.તેઓ એક બીજાને ગુડ નાઇટ કહી સૂવા જાય છે........



વધુ માટે વાંચો પ્રકરણ -૩૦





સાંજે ઓફિસથી છુટી ચાલતા તેના ઘરે આવે છે.પૂજન અને જેની પણ કોલેજથી આવી ગયા હત