બધા ને મળી ને હું અંદર જઈ રહી હતી અને અભિનવ પણ મારી જોડે જ હતો. અભિનવ આજે કઈ અલગ જ હતો.means કે એનું મોઢું જોઈને કોઈ પણ ખુશ થઈ જાય . બહુ જ ખુશ હતો એ.અને
એ એક જ વાત બોલ્યા કરતો હતો કે તારે કઈ કહેવાનું છે મને..?
એને હું પણ એને ચિડવતી હતી કે શું કહેવાનું હતું..? મને કઈ યાદ નથી .તુ જરા યાદ કરાવ ને મને ...
અમારા બંને ના Lectures હતા એટલે અમે નક્કી કર્યું હતું કે Lectures પૂરા કરી ને canteen માં મળીશું.આદિ એ બધું જ તૈયાર રાખ્યું હતું.તેણે શ્રેયા ને પણ કહી દીધું હતું. એટલે એ લોકો ને અભિનવ મારા આવવાના પહેલા જ canteen માં બેસી ગયા હતા.
બધા વાતો કરી રહ્યો એટલે એમણે આજુ બાજુ ની કાઈ જ ખબર નહોતી .હું પણ મારા Lecture પૂરા કરી ને canteen માં ગઈ.
આમ તો કેન્ટીન મા બહુ બધા લોકો હોય છે પણ આજે અભિનવ ના Friends Adi Shreya બસ આટલાં જ લોકો હતા
બધા લોકો અભિનવ ને ઘેરી ને ઊભા હતા.અને હું અચાનક બધા ની વચ્ચે પહોંચી ગઈ અભિનવ મારી સામે જ જોઈ રહ્યો હતો એ કઈ સમજે એને પહેલા મે ઘૂંટણ પર બેસી ને એને ગુલાબ આપી ને ક્હ્યું કે
શું તું મારા નખરા ઉઠાઈશ..?
હું રીસાઈશ તો તું મને મનાઈશ...?
લગ્ન પછી મને ચા બનાઇ ને પિવડાઈશ...?
આ સાથથી કાંટાળીશ તો નહી ને..?
હું એકજ શ્વાસ મા બધું બોલી ગઈ
હું આ બધું બોલતી હતી ને એ seriously મને આ બધું બોલતા જોઈ ને ચૂપ જ થઈ ગયો હતો. બધા લોકો બૂમો પાડી રહ્યા હતા. બધા જ ખુશ હતા..
મે અને કીધું કઈ તો બોલ યાર . તને પેલા જ દિવસે જોયો ત્યાર થી જ પ્રેમ થઈ ગયો હતો પણ બોલવાની તાકાત ન હતી પણ આજે બોલવાની તાકાત છે .કઈ તો કે મને ...? આમ જ બેસી ને થાકી ગઈ છું કાંઈક બોલીશ કે પછી આમ જ...
મે આટલું કહ્યું એટલે બધા હસવા લાગ્યા અને એ ઉભો થઇ ગયો અને કઈ જ ના બોલ્યો અને મને hug કરી લીધો. I love you forever yar.
બધા જ લોકો snow spray ઉડાડવા લાગ્યા. આ બધા માં આદિ બહુ જ ખુશ હતી . હું એના જોડે જાવ એના પહેલા અભિનવ જ આદિ જોડે હતો. એ બંને વાતો કરતા હતા અને હું દૂર થી એ બંને ને વાતો કરતા જોઈ રહી હતી.કારણ કે આદિ મારા માટે બહુ જ ખાસ વ્યક્તિ છે એ ના હોત તો હું અને અભિનવ જોડે ના હોત.
બધું જ પૂરું થઈ ગયું અને હું અને અભિનવ special dinner માટે બહાર ગયા . આદિ થાકેલી હતી એટલે એ ના આવી. અમે બંને એકબીજા ના સામ સામે બેસ્યા હતા એકબીજા ના હાથ માં હાથ હતા અંને અમે એક બીજા ની આંખો માં જ ખોવાયેલા હતા .
( યાર સાચે પ્રેમ ની લાગણી આવી જ હોય છે..? એક દમ અલગ જ . સાચે જેને પ્રેમ કરતા હોઈએ એ મળી જાય તો જિંદગી કેટલી સુંદર બની જાય છે.બસ આમ ને આમ ૬ મહિના નીકળી ગયા. ક્યારેક એ રિસાય તો હું એને માનવું ક્યારેક એ મને મનાવે. ક્યારેક આદિ અમને બંને ને સમજાવે...
બસ આ બધા માં સમય જ ક્યાં જતો હતો એ ખબર જ ન હતી. બસ આ બધા સમય માં અભિનવ મારા જોડે હતો...)