CHANGE OF LOVE - 9 in Gujarati Love Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | પ્રેમનો બદલાવ - 9 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ

Featured Books
Categories
Share

પ્રેમનો બદલાવ - 9 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ

ભાગ- 09 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ



એવોર્ડ ફંકશમ પૂરું થયા પછી અબીર બહાર જઈને સીધો અર્વી પાસે જાય છે. અબીરને જોતાં જ અર્વી....


" ઓહ અબીર તમે એવોર્ડ જીતી ગયા! તમને દિલથી શુભકામનાઓ. અબીર તમે એવોર્ડ તો જીતી ગયા પણ અર્વી ન હારી ગયા! અબીર તમે દુનિયાના બેસ્ટ વૈજ્ઞાનિક તો બની ગયા પણ તમે પ્રેમની જંગમાં નિષ્ફળ થયા. અબીર ગુડ બાય..." અર્વી

" કેમ અર્વી શું થયું? મે એવું તો શું કર્યું કે મારો પ્રેમ તારી નજરમાં હારી ગયો? અર્વી આ બધાનો મતલબ શું છે?" અબીર

"અબીર તમે મારી સાથે દગો કર્યો છે. અબીર હું તમને શું સમજતી હતી અને તમે શું નીકળ્યા? અબીર મને તમારી પાસેથી આ ઉમ્મીદ ન હતી. અબીર કેમ તમે મારા વિશ્વાસનો દૂર ઉપયોગ કર્યો?" અર્વી

" મે કર્યું શું છે? મને જણાવ તો ખરા!" અબીર

" હવે કહેવા સાંભળવા કંઈ જ બચ્યું નથી, બસ ખાલી એટલું જ કહીશ કે એ તમે નથી જેને હું પ્રેમ કરું છું." અર્વી


અર્વી દ્વારા બોલાયેલા શબ્દો અબીરના દિલમાંથી આરપાર નીકળી ગયા હતા. અર્વી અબીર કે કોઈ બીજાની વાત સાંભળવા માટે તૈયાર હતી જ નહિ! આખરે અર્વી પોતાના હાથમાં પહેરેલ ગેજેટની સ્વીચ પ્રેસ કરીને રોબોટ કુંજને પોતાની પાસે બોલાવી છે. ગણતરીની જ સેકન્ડમાં રોબોટ કુંજ; એ જગ્યા ઉપર આવી જાય છે જ્યાં ખરેખરમાં આ બધું ચાલી રહ્યું હતું. રોબોટ કુંજને જોતાંજ અર્વી પોતાના પગ ઉપર બેસી જાય છે અને રોબોટ કુંજને પ્રપોઝ કરે છે.


" એક જેવા ચહેરાઓના લીધે મને ઓળખવામાં ભૂલ થઈ ગઈ કે આખરે મને પ્રેમ કોની સાથે થયો છે? મને માફ કરી દેજો કુંજ પણ હું પ્રેમ તો તમને જ કરું છું અને મારું બાકીનું જીવન તમારી સાથે વિતાવવા માગું છું. આ ટેકનોલોજીથી સુસજ્જ બનેલા આ યુગમાં મારે તમારા સાથ અને પ્રેમની જરૂર છે. શું કુંજ તમે મારા આ જનમમાં હમસફર બનશો?" અર્વી

" પ્રેમ! હમસફર! જીવન! માફ કરશો! કમાન્ડ નોટ સપોર્ટેડ!" રોબોટ કુંજ

" કુંજ ભલે તમે મારો પ્રેમ સમજી ન શકો પણ હું તમને બરાબર સમજી શકું છું. કુંજ હું હંમેશાં તમારી સાથે રહીશ; તમારો છાયો બનીને! પ્લીઝ કુંજ મારા પ્રેમનો સ્વીકાર કરો, હું તમારી સાથે......" અર્વી


અર્વી આગળ બોલે એની પહેલા જ કિયારા એની પાસે આવીને તેને આખી ડોલાવી દે છે.


" અર્વી તું શું બોલી રહી છે તને કોઈ ભાન છે કે નહિ? જીવતો જાગતો માણસ જે તને અનહદ પ્રેમ કરે છે એ અહી ઊભો છે અને તેને છોડીને તું એક રોબોટના પ્રેમની પડી છે; કે જેની મેમોરીમાં પ્રેમ નામનો કોઈ શબ્દ નથી અને તારે એને હમસફર બનાવવો છે. તું પાગલ થઈ ચૂકી છે અર્વી." કિયારા

" પ્રેમ તો એક એહસાસ છે કયા સમયે કોની સાથે થઈ જાય! અને મને એ પ્રેમ આ રોબોટ કુંજ સાથે થયો છે." અર્વી

" હું માણસ નથી પણ મારા માલિક અબીરે મને એ રીતે બનાવ્યો છે કે હું સમજી શકું છું કે લોકો મહેસૂસ શું કરે છે પણ ખરા અર્થમાં અર્વી હું માણસ જ નથી ખાલી મારો બાહરી દેખાવ માણસ જેવો છે. મને તો પ્રેમ એટલે શું એની પણ ખબર નથી! અર્વી રોબોટ હંમેશાં પોતાના માલિકને વફાદાર હોય છે, તો એમની વિરુદ્ધમાં જઈને હું કશુજ ન કરી શકું." રોબોટ કુંજ

" પણ કુંજ હું તમને મારા મની ચૂકી છું, મારા પ્રેમનું શું?" અર્વી

" એક રોબોટ ક્યારેય પણ કોઈ માણસને નુકશાન નથી પોહચાડતો! અને અર્વી હું મારા માલિક અબીરનો અનાદર પણ ન કરી શકું! હવે મારી પાસે એકજ રસ્તો શેષ બચ્યો છે." રોબોટ કુંજ

" ના કુંજ તું આ ન કરી શકે! અબીર તું તારા રોબોટ ને આદેશ કર કે એ આમ ન કરે; નહીતો આ પોતાની જાતને ખતમ કરી દેશે! અબીર ભાઈ હવે તું જ કંઇક કરી શકે છે. પ્લીઝ ભાઈ કૂંજને બચાવી લે! અબીર બધું ખતમ થતાં હવે તુજ રોકી શકે છે." રિવાયત


અબીર નું દિલ તૂટી ચૂક્યું હતું! અબીર કુંજને રોકે એ હાલતમાં પણ હવે હતો નહિ! અર્વી પણ કંઇપણ સમજી ન શકતી હતી કે આખરે થઈ શું રહ્યું હતું! થોડા જ સમયમાં રોબોટ કુંજની છાતી વચ્ચે આવેલું એક બોક્સ ખૂલે છે અને તેમાંથી એક બ્લૂ રંગની સ્ક્રીન બહાર આવે છે જેમાં લખેલું હતું સિસ્ટમ ડિસ્કનેક્ટેડ! રોબોટ કુંજના માથા ઉપર લાલ રંગની લાઈટ થાય છે અને કુંજ ત્યાં સ્વીચ ઓફ થઈ જાય છે. આખરે રોબોટ કુંજ તેના માલિકનો અનાદર કરવા પણ તૈયાર ન હતો કે અર્વીનું દિલ તોડવા પણ તે તૈયાર ન હતો.


" ઓહ નો! રોબર્ટ કુંજ ગયો અબીર! તારું મિશન હવે અધૂરું રહેશે. આ બધું અર્વી તારા લીધેજ થયું છે." કિયારા

" શું? અબીર હવે નથી રહ્યો?" અર્વી

" અર્વી રોબોટના મુખ્ય ત્રણ સિદ્ધાંત હોય છે તે પોતાના માલિકને વફાદાર હોય છે, તે કોઈ માણસને હાની ન પોહચડી શકે અને તે પોતાની જાતને પણ નુકશાન ન પોહચાડી શકે; એટલા માટે રોબોટ કુંજે પોતાને ખતમ કરવાનો રસ્તો પસંદ કર્યો કેમકે તે તેના માલિક નો અનાદર કરવા માટે પણ તૈયાર ન હતો કે અર્વીનું દિલ તોડવા પણ તે તૈયાર ન હતો. રોબોટ કુંજ હવે હંમેશાં માટે આપડાથી દૂર થઈ ચૂક્યો છે." રિવાયત


રિવાયતની વાત સાંભળ્યા પછી અર્વી પોતાની સુદ્બુદ ખોઈ બેસે છે. અર્વી ત્યાંના ત્યાં તૂટીને નીચે બેસી જાય છે.



જબ હમ ન મિલે , મગર પ્યાર હો ગયા
દિલ જુડકે ભી હમારે, યેહ શીલા હુઆ
હમારા પ્યાર અધૂરા રે ગયા મેરે રબ્બા
કયું તુને મુજે ઉસસે મિલાયા ઓ રબ્બા
યેહ પ્યાર મેરા ખતમ હો ગયા મેરે રબ્બા

મેને દેખે તો જો ખ્વાબ વો અધુરે રેહ ગયે,
કયું દિખાયે મુજે તુને એસે ઉસકે ખ્વાબ,
જો કભી તું પુરે નહિ કર શકા ઓ રબ્બા,
ખો ગયા દિલ, ખો ગઈ ચાહત મેરી અધૂરી
વો હુઆ ના મેરા ના હુઆ કિસી ઔર કા
ઓ રબ્બા મેરા પ્યાર અધૂરા રહે ગયા હો.....
મેરા પ્યાર અધૂરા રેહ ગયા ઓ મેરે રબ્બા ઓહો... ઓહો....
મેરે રબ્બા ઓ મેરે રબ્બા ઓહ મેરે રબ્બા....



અર્વી અને કુંજની પ્રેમ કહાની પૂરી તો થઈ ચૂકી હતી પણ હજુ સુધી અર્વીની રાહ તેનો પ્રેમ અબીર હજુ સુધી જોઈ રહ્યો હતો. કિયારા પોતાની સહેલી અર્વી પાસે આવી જાય છે અને તેને ગળે લગાવી દે છે. અર્વીનું દિલ પૂરી તરહથી તૂટી ચૂક્યું હતું પણ આ પ્રેમ કહાની અહી પૂરી થાય એમ હતી નહિ! અહીંથી શરૂ થયો અર્વીના પ્રેમનો બદલાવ! કિયારા અર્વીને સંભાળીને ઉભી કરે છે.


" અર્વી યાર માણસને હંમેશાં માણસ સાથે જ પ્રેમ થાય છે અને હું જાણું છું કે તું આજની છોકરી છે; જે બાકી બધા કરતાં ઘણી અલગ છે. અર્વી તું એમ સમજે છે કે રોબોટ કુંજ પાસેથી તને પ્રેમ મળી રહે જે તારે ખરેખરમાં જોઈએ છે? અર્વી તેને એક રીમોર્ટથી કમાન્ડ આપવામાં આવે છે ત્યારે એ ચાલે છે એ વગર એ કોઈ સ્ટેપ લઈ શકે એમ નહતો. અર્વી તારો જીવતો જાગતો પ્રેમ અબીર તારી રાહ જોઈ રહ્યો છે જે તને ખુબજ પ્રેમ કરે છે. અર્વી તું સાચા પ્રેમનો અનાદર કરવાની જગ્યાયે આ પ્રેમનો સ્વીકાર કર! તને અબીર જેટલો સારો જીવનસાથી ક્યાંય પણ નહિ મળે! રોબોટ કુંજને પણ અબીરે જ બનાવ્યો હતો! અબીરના દિલમાં કંઇપણ ખોટ નથી અર્વી! આ પ્રેમનો સ્વીકાર કરી લે પ્લીઝ." કિયારા



અબીરના પિતા રોહન પણ અર્વી પાસે આવીને પોતાના દીકરા અબીર માટે થોડો પ્રેમ માગે છે, જે ફક્ત અર્વી જ હવે અબીરને આપી શકે એમ હતી.


" અર્વી બેટા; અબીરની મા ના ગયા પછી મે એને ક્યારેય પણ હસતાં કે બોલતાં જોયો નથી. બસ મે હંમેશાં એની આ હાલત માટે એનેજ દોશી ઠરાવ્યો છે. હું ગયા પાંચ વર્ષમાં મારા અબીરને કંઇપણ આપી શક્યો નથી સિવાય દુઃખ ના! પણ અર્વી બેટા જ્યારે તમે મારા દીકરા અબીરની જિંદગીમાં આવ્યા ત્યારે મારા અબીરની જીંદગી બદલાઈ ગઈ! એની છીનવાયેલી ખુશીયો એને પાછી મળી ગઈ! મે મારા દીકરાને બેટા તારી સાથે હસતો જોયો છે, બેટા તું મારા દીકરા પાસેથી ફરી એકવાર એનો સહારો ન છીનવી લે! એક વાર પાછું ફરીને મારા દીકરા અબીર તરફ જો, મારા દીકરાની શું હાલત થઈ ચૂકી છે. બેટા એક પિતા આજે તારી પાસે મારા દીકરાની ખુશીઓની ભીખ માગે છે. પ્લીઝ મારા દીકરાની ખુશીયો એને પછી આપી દે! આ પિતા ક્યારેય પણ તારો ઉપકાર નહિ ભૂલે!" રોહન


રોહનની વાત સાંભળીને અર્વીને એહસાસ થાય છે અને તે અબીર સામે જુવે છે, ત્યારે અર્વીને સમજાય છે કે તેના પાગલપને અબીરને તોડીને મૂકી દીધો છે. અર્વી પહેલાના અબીરને તો ન જાણતી હતી પણ એને મળ્યા પછી અબીર કેટલો બદલાઈ ચૂક્યો હતો એ ખબર હતી. અર્વીને પોતાની ભૂલ સમજાતાં જ અબીર પાસે જાય છે અને અબીરના ખભા ઉપર પોતાના હાથ મૂકી દે છે.


" અબીર અગ્નિહોત્રી વિલ યુ મેરી મી?" અર્વી


અર્વીના શબ્દો સાંભળી ત્યાં ઊભા દરેકના ચહેરા ઉપર ખુશી આવી જાય છે. અબીર પોતાની નજર ઊંચી કરી અર્વી તરફ જુવે છે અને તેના ગળે લાગી જાય છે.)



સાલ 2125



" કિવાર આ હતી તારા પિતા અબીર અને માતા અર્વીની પ્રેમ કહાની! લગ્ન પછી ફરી એકવાર અબીરે પોતાના રોબોટ કુંજને સજીવન કર્યો. જેને આ વખતે રોબોટ એટલો સક્ષમ બનાવ્યો હતો કે તે ગાયબ થઈને ગમે ત્યાં પોહચી શકતો હતો. અર્વીના ઉચ્ચ વિચાર અને મદદના લીધે અબીર પોતાનું ગેજેટ બસ બે વર્ષમાં જ દુનિયા સુધી પોહચાડી શક્યો.." રિવાયત

" તો રિવાયત કાકા પહેલા મારી મા અર્વીને રોબોટ સાથે પ્રેમ થયો હતો, મને તો મારા મમ્મી પપ્પાની પ્રેમ કહાની સાંભળીને જ મજા આવી ગઈ." કિવાર

" હવે કાકા અને ભત્રીજાની વાત પૂર્ણ થઈ હોય તો રોબોટ નિકુંજે બનાવેલ ભોજન ગ્રહણ કરી લઈએ! ચાલો આવી જાઓ રિવાયત અને કિવાર." કિયારા


" કાશ આજે મારા મમ્મી પપ્પા હોત તો આજે તો એમની પ્રેમ કહાની હું એમની જુબાની સાંભળોત! આજે એમની કમી મને બહુજ મહેસૂસ થઈ રહી છે." કિવાર

" કિવાર બેટા એ બધું છોડ અને મને એ કે તારો નવો પ્રોજેક્ટ શું છે?" રિવાયત

" રિવાયત કાકા હું બે એવા રોબોટ બનાવવા માગું છું જે અનાથ બાળકોના માબાપ બની શકે! તેમના દુઃખ હરી લે અને તેમને માબાપનો પ્રેમ આપી શકે! " કિવાર

" બેટા મને તારી ઉપર ગર્વ છે, તું આ કામમાં જરૂર કામયાબ થઈશ! મારા અને તારી આન્ટી કિયારાના આશીર્વાદ તારી સાથે છે." રિવાયત


રિવાયત અને કિયારા બંને કિવારના ગાલ ઉપર ચુંબન કરીને ગુડ નાઈટ વિશ કરીને પોતાના રૂમમાં જાય છે.




~~~~~~~ સમાપ્ત ~~~~~~~~~~~


વોટ્સએપ :- 9624265491
Instagram :- @ankit_chaudhary_shiv