Sangath - 7 in Gujarati Fiction Stories by Minal Patel books and stories PDF | સંગાથ - 7

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સંગાથ - 7

સંગાથ




(પ્રાચી એ વાત કરવાની શરૂઆત કરતા)

" દીદી, આપણે ક્યાં જઈએ છીએ? " પ્રાચી

" યાર , આ દીદી કહેવાનું છોડી દે. એમ પણ આપણી વચ્ચે બહેન વાળો કોઈ સંબંધ નથી તો એ જ સારું રહેશે . " આધ્યા
" ઠીક છે.
હું પણ એ જ વિચારતી હતી કે આપણે બવ મળતા પણ નથી તો મને પણ થોડું અજીબ લાગે છે." પ્રાચી

"હા
અને તને એ જગ્યા ખબર નથી પણ હવે ખબર પડી જશે એ જગ્યા જોઈને તમે બધા જ ખુશ થઈ જશો." આધ્યા

" પણ એ જગ્યાનું કોઈ નામ હશે ને?" રચના
"નામ છે પણ એ કહેવા લાયક નથી. મને અને મારા ફ્રેન્ડસને તો એ જગ્યા બવ ગમે છે . તમને ગમશે કે નહીં એ ખબર નહીં." આધ્યા
" હા એ પણ છે . તમારી પસંદ બધાની જ પસંદ હોય એવું ના હોય ને?" આલોક ( કટાક્ષમાં)
" હા " આધ્યા. ( આધ્યા કાર ચલાવવા પર ધ્યાન આપે છે.)


આ બધામાં સિદ્ધાર્થ એકદમ ચૂપચાપ બેઠો હતો. એ તો બસ આધ્યા ને જ જોયા કરતો . એને આધ્યા જોડે વાત કરવાની ખૂબ જ ઈચ્છા થતી હતી પણ આલોક જોડે હતો એટલે એણે વાત કરવાનું ટાળ્યું.

આધ્યાની નજર એમને ઓવરટેક કરતી એક કાર પર પડી . એને લાગ્યું કે આ કારને કશે જોઈ છે પણ યાદ નથી આવતી. ત્યાં જ અચાનક એને કંઈક યાદ આવતાંની સાથે જ કારને બ્રેક મારી દે છે. બધા ગભરાઈ ગયા.

" શું થયું ? કાર કેમ અહીં ઉભી રાખી?" આલોક
"....." આધ્યા
" આધ્યા શું થયું કંઈક તો બોલ " સિદ્ધાર્થ ગભરાઈ ને જોરથી બોલી પડે છે .

" તમે લોકો કારમાં બેસો હું હમણાં આવી." આધ્યા
" અરે પણ ક્યાં જાય છે ?" સિદ્ધાર્થ
" કશે નહી પણ તમે લોકો ગાડી માં જ બેસો." આધ્યા


આધ્યાની પાછળ પાછળ બધાં જ ગાડીની બહાર નીકળે છે. આધ્યા ફોન પર કોઈ જોડે વાત કરતી હોય છે.
બધા એની વાત સાંભળતા હોય છે.......

" હેલ્લો??" આધ્યા
"......."સામે પક્ષે કોઈ નો બોલવાનો અવાજ આવે છે.
" હા , ત્યાં જ મળીએ? " આધ્યા
"....."
" હું શહેરની બહાર છું. ૧૫ મિનિટ માં પહોંચું છું." આધ્યા
"......"
" અને આપણે જે વિચાર્યું હતું એમ જ કરશું" આધ્યા
"......"
" બાઈ.." આધ્યા
"....."


બધાંની નજર આધ્યા પર જ હતી .

" આપણાથી પિકનિક પર નહીં જવાય. સોરી" આધ્યા
" કેમ? " પ્રાચી
" કંઈક જરૂરી કામ આવી ગયું છે." આધ્યા
આટલું કહીને આધ્યા કંઈક વિચાર માં પડી ગઈ.

એટલામાં જ આલોક પર ફોન આવ્યો.
" હા પપ્પા" આલોક
" તમે લોકો ક્યાં છો?
પહોંચી ગયા પિકનિક સ્પોટ પર?" અખિલેશ ભાઈ
" ના રસ્તા માં જ છીએ પણ હવે પિકનિક પ્લાન કેન્સલ થાય એમ લાગે છે." આલોક (ગુસ્સામાં)
" કેમ?" અખિલેશ ભાઈ

આધ્યા આલોક પાસે આવીને એનો ફોન લઈને કાપી નાખે છે.

" તમારા બધાંએ હમણાં જ ઘરે જવાનું છે." આધ્યા
" હા , જઈએ છીએ . એમ પણ તારી સાથે આવવામાં અમને કોઈ રસ નથી." આલોક

એમ કહીને બધાં ત્યાંથી નીકળી જાય છે. સિદ્ધાર્થ આધ્યા ને જોતો જ રહી જાય છે. આધ્યા સિદ્ધાર્થની આ નજર સહન નહીં કરી શકતી.


આધ્યા ને ખબર હોય એમ એ વિચારે છે
" મને ખબર છે તારા મનમાં મારા માટે શું ચાલી રહ્યું છે પણ આ શક્ય નથી. મારે કોઈ ની પણ લાગણીમાં નથી આવવું. મારે બસ અહીં નું જરૂરી કામ પૂરું કરીને જવું છે. તું મારા જેવી જિંદગી માટે નથી બન્યો. "


( થોડા દિવસ પહેલા)

આધ્યા દાદા-દાદીના રૂમમાં જતી હતી ત્યારે એણે દાદા અનિરુદ્ધ, દાદી મંજૂલા અને દાદા હરકિશન ની વાત સાંભળી હતી. એને ખબર પડી ગઈ હતી કે દાદા એ એની સગાઈ સિદ્ધાર્થ સાથે નક્કી કરી નાખી છે. પણ એના મનમાં કોઈક સવાલ હતા જેના જવાબ મેળવવા ખૂબ જ જરૂરી હતા.


એટલે જ આધ્યા સિદ્ધાર્થ થી થોડું અંતર રાખતી. એને સારું નહોતું લાગતું પણ એ કરવું ખૂબ જ જરૂરી હતું.


( બીજી તરફ સિદ્ધાર્થના મનમાં)

આ છોકરી શું કરી રહી છે. મને કંઈ જ ખબર નહીં પડતી. કંઈક તો છે આધ્યાના મનમાં જે હું જાણીને જ રહીશ.


ક્રમશઃ