નવ વર્ષની નીતુએ આજે ફરી આખો ઘર માથા ઉપર લીધું સ્કુલ ન જવા માટે, આ એનું રોજ નું હતું . એને સ્કુલ જવાનું શું ખબર કેમ સારું જ લાગતું ન હતું.. જો કે એ કોઈ ગમેતેવી સ્કુલમાં ભણતી ન હતી. શહેરની સૌથી સારી સ્કુલમાં એ અભ્યાસ કરતી હતી. અને ગયા વર્ષ સુધી તો એ સ્કુલમાં રેગ્યુલર જતી હતી અને ટોપ કરતી હતી. અને સ્કુલની ઈતર પ્રવુતિઓ માં પણ ભાગ લેતી હતી. સ્કુલ જવા માટે કોઈ દિવસ પણ એ ના નહિ પાડતી . સ્કુલેથી ઘરે આવીને નિયમિત હોમવર્ક કરવું. સ્કુલમાં જે પણ થયું હોય એ આવી ને ઘરમાં બધાને બતાવતી. એના મમ્મી પપ્પા એ નક્કી પણ કરી લીધું કે નીતુ ને એન્જીનીયર બનાવીએ. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એ સ્કુલ જવા માટે આનાકાની કર્યા કરતી હતી. કેટલીક વાર એ ખુબ જ તોફાન કરતી થઇ જતી તો કેટલીકવાર એ ચુપચાપ બેસી જતી હતી. સ્કુલથી આવીને કોઈની સાથે વાત પણ નહોતી કરતી.. અને જ્યાં સ્કુલ નું નામ આવે ત્યાં એ રડવા બેસી જતી હતી. ગઈ કાલે રવિવાર પછી જ્યારે આજે સ્કુલમાં જવાનું નામ આવ્યું એટલે નીતુ રડવા લાગી અને સ્કુલ ના જવાની જીદ લઇને બેસી ગઈ. પણ એની મમ્મીએ એને થપ્પડ માર્યું એટલે એ ચુપચાપ સ્કુલ જવા તૈયાર થઇ, અને સ્કુલ ગઈ. બપોર નાં એક વાગે એની મમ્મી ઉપર સ્કુલ માંથી ફોન આવ્યું કે નીતુ ને તાવ આવે છે તમે સ્કુલે આવી ને એને લઇ જાવો.
એની મમ્મી બધું કામ મૂકીને સ્કુલે ગઈ અને નીતુ ને લઇને ઘરે આવી. અને એના પપ્પાને ફોન કરી બોલાવ્યા. જ્યારે નીતુનાં પપ્પા ઘરે આવ્યા ત્યાં સુધી ડોક્ટર પણ આવી ગયા હતા અને એ નીતુને તપાસતા હતા. ડોકટરે રૂટીન ચેકઅપ કર્યું અને મેડીશીન આપીને ગયા. ત્યાર બાદ નીતુની મમ્મીએ એના પપ્પા ને બધી વાત કરી અને સ્કુલ ન જવા માટે નીતુ કેવું કેવું કરે છે એ બધી હકીકત જણાવી. એના પપ્પાએ થોડુક વિચાર કર્યું અને પછી એની મમ્મીને કહ્યું કે તું કહે છે એટલી સરળ વાત નથી આ. મને તો કઈક અજુગતું જ લાગે છે આમાં. તું આ વિશે એની સાથે શાંતિથી વાત કર, અને એને ધમકાવવાનું કે ડરાવવાનું નહિ પરતું પ્રેમથી સમજાવીએ તો એ જરૂર કઈક બતાવશે. આટલું કહીને એના પપ્પા સીધા નીતુની સ્કુલે ગયા અને સ્કુલ ટીચરને મળ્યા. ક્લાસ ટીચરે કહ્યું પણ કહ્યું કે નીતુ ભણવામાં ધ્યાન નથી આપતી. આ વખતે એનો પ્રોગ્રેસ રિપોર્ટ ખુબ જ ડાઉન છે. અને આ વિશે તેઓ પેરેન્ટસ મીટીંગમાં પણ વાત કરવાના જ હતા. બીજું એમને એવું પણ કહ્યું કે નીતુ હવે લંચ માં પણ બહાર જતી નથી. લંચ માં લાવેલ વસ્તુઓ પણ એ એના દોસ્તોને આપે છે. આ બધું સાંભળીને એના પપ્પા વધારે ટેન્શનમાં આવ્યા. અને સ્કુલ ની બધી વાત ઘરે આવીને એમની પત્નીને કહી. એટલે એમને પણ લાગ્યું કે વાત કોઈ સામાન્ય નથી. નીતુ સાથે આરામથી વાત કરવી જોઈએ.
એક દિવસ પછી જ્યારે નીતુને એની મમ્મીએ આવી ને કહ્યું કે અમે લોકોએ તારું એડમીશન બીજી સ્કુલ માં કરાવી દીધું છે. આ સાંભળીને નીતુ એકદમ ખુશ થઇને નાચવા લાગી. આ જોઈને એની મમ્મીને થોડીક રાહત થઇ. આ પછી નીતુ ઝડપથી સાજી થવા લાગી. અઠવાડીયા પછી એની મમ્મી એને લઇને ગાર્ડનમાં ગઈ અને એની સાથે હીચકા ખાવા લાગી. નીતુ ખુબ જ ખુશ હતી એ જોઈ એની મમ્મીએ એને વ્હાલ થી પૂછ્યું કે તને કેમ સ્કુલ જવું ગમતું નથી. એટલે એને કહ્યું કે અમારા કાકા (સ્કુલ નાં પટાવાળા ) એ અમારી ક્લાસની ચાર - પાંચ છોકરીઓ જે મસ્તી કરે છે એઓને બાથરૂમ લઇ જઈ ને સજા કરે છે. અને મને પણ આવતા જતા કહેતા હતા કે હું તને પણ સજા કરીશ. બસ આટલી વાત ઉપરથી નીતુની મમ્મી બધું સમજી ગઈ. એમને પ્અરેમથી નીતુ ને કહ્યું કે આ બધું મને કેમ કીધું નહિ. ત્યારે નીતુએ કહ્યું કે તમે ગુસ્સો કરો છો અને મને મારશો એ ડરે કઈ કહ્યું નહિ. ત્યાર બાદ એની મમ્મી એ બધી વાત એમના પતિને કહી. બંને જણાએ નીતુએ જણાવેલ છોકરીઓનાં નામ જાણીને એમના ઘરે ગઈ. ત્યાં જઈ બધી હકીકત જણાવી. એને ત્યાં ખબર પડી કે એ બધી નીતુ ની ફ્રેન્સ પણ નીતુ જેવું જ વર્તન કરે છે અને સ્કુલ જવા માટે નાં પાડે છે. પણ આવી વાત કોઈ છોકરી એ એના ઘરમાં કહી ન હતી. જ્યારે બધા પેરેન્ટ્સ ને ખબર પડી કે એમની છોકરીઓ સાથે સ્કુલમાં શોષણ થયો છે અને એના લીધે જ છોકરીઓ સ્કુલ જવા તૈયાર થતી નથી. એટલે બધાએ મળી ને સ્કુલનાં ટ્રસ્ટી અને પ્રિન્સીપાલને વાત કરી. જે આ વાતથી અનજાણ હતા. તેઓએ સ્કુલનાં પટાવાળા ને કાઢી મુક્યો અને એના ઉપર પોલીસ ફરિયાદ કરી.
****(સ્કુલમાં જતી નાની છોકરીઓ અગર સ્કુલ જવા માટે આનાકાણી કરે અથવા રોજ રોજ સ્કુલ ન જવા માટે બહાના શોધે તો એની પાછળ કોઈ નિશ્ચિત કારણ હશે એ તપાસ કરવો જોઈએ. હંમેશા બાળકોજ મસ્તીખોર હોય અને ભણવામાં ધ્યાન ન આપતા હોય એવું ન પણ હોય. જો આવું હોય તોસોઉપ્રથમ સ્કુલમાં જઈ ને તપાસ કરવી, સ્કુલનાં સંચાલકોનો ધ્યાન દોરવું. બાળકનાં દોસ્તોને મળી ને જાણકારી લેવી. વધારે ગંભીર બાબત લાગે તો સમાજનું વિચાર કર્યા વગર કે સંકોચ રાખ્યા વગર પોલીસ ની મદદ લેવી. )