HISTORY OF SAURASHTRA - 3 in Gujarati Book Reviews by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ books and stories PDF | સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3

Featured Books
Categories
Share

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3

પ્રકરણ ૨ જું

શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫

શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. પૂ. ૭૦ થી ઈ. સ. ૩૯૫ સુધી એટલે લગભગ ૪૬૫ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે.

શક-પૂર્વ ઇતિહાસ: ઉત્તર ચીનના યુચ—ચી નામક જ્વાલામુખી પર્વતના ફાટવાથી તેની આસપાસ રહેતા લોકોને ઈ. સ. પૂર્વે ૧૫૦ ના વર્ષની આસપાસ ત્યાંથી ખસી જવું પડ્યું. આ લેકો મૂળ સીરદરયા નદીની પેલે પાર આવેલો સીથીયાના હતા. અહીંથી તેઓએ નવી વસાહત વસાવી. તેનું ,નામ પોતાની જાતિ પરથી શકસ્થાનમાં રાખી ત્યાં રહેતા. તે સમયના ઈરાની રાજાઓ સાથે તેમણે સંબંધ બાંધ્યો. આ રાજાઓના પ્રાંતિક સૂબાઓ સત્રય અર્થત ક્ષત્રપ કહેવાતા અને તેથી શકસ્થાનમાં પણ કોઈ શકને તેઓએ ક્ષત્રપ તરીકે સ્થાપે. ઈરાનના જરસ્તી રાજા ડેરીયસે તેમને ઘણું ઉત્તેજન આપ્યું અને શકે તેને વફાદાર રહ્યા.

આ સમયે એટલે ઈ. સ. પૂર્વે ૧૭૪–૧૩૬ દરમ્યાન પાથી અને સમ્રાટ મીથરાડેટીસ પહેલાએ પંજાબ સુધીને પ્રદેશ જીતી લીધું અને શક સરદારેએ તે ચડાઈમાં સાથ આપે. ભારતનાં માર્ગો અને સ્થળનું જ્ઞાન થતાં તેમણે તક્ષશિલા (પંજાબ) મથુરા અને આસપાસના પ્રદેશ ઉપર પોતાને અધિકાર સ્થાપે. પણ મીથરાડેટીસની બીકે કે તેના માન ખાતર આ વિજયે તેના નામે કર્યા અને પોતે તેને અધિકાર માન્ય રાખે છે તેમ દર્શાવવા મહારાજા કે રાજા કે એવું નામ ધારણ

[૧. શકસ્થાન હાલ સીસ્તાન નામે ઓળખાય છે. શક મહારાજ્યની સ્થાપના અહીંથી થઈ અને તે તેનું કેન્દ્ર થયું.

૨. ઇરાનમાં આ સમયે પાર્થીઅન રાજા હતા. તેઓ પ્રાચીન આય રાજાઓની જેમ હુન્નર, કળા, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિખ્યાત હતા.

૩. ડેરીયમ-અર્થાત દારાયસ જરથોસ્તી રાજા હતા. તે ભારતને સમ્રાટ હોવાનું ડેરિયન જણાવે છે. સિકંદર સામે તે ડેસીથીક સૈન્ય સાથે લડ્યો હતો. એટલે ભારતી–શક સૈન્ય તેને આધિપત્યમાં હતું. શકના આદિસ્થાન અને ઉત્પત્તિ વિષે ગ્રીક લેખક હીરડોટસ લખે છે કે તેઓએ ડેરીયસ વા દારાના સમય પહેલાં મીડીઝ જીતી લીધું હતું અને તેઓ એશિયાના સ્વામી બની ચૂક્યા હતા. વળી તેઓ દારાની પૂર્વે થયેલા અછતના રાજા સેસોટ્રીસ (Sesostris) ના સમયમાં જાણીતા થઈ ચૂકયા હતા અને દારા પહેલાં ૧૦૦૦ વર્ષથી તેઓ તેમની સભ્યતા, સંસ્કૃતિ અને શક્તિ માટે જાણીતા હતા. એટલે તે હિસાબે ઈ. સ. પૂર્વે ૧૫૦૦-૨૦૦૦માં આ જાતિ એક બળવાન જાતિ હતી (હીરાડોટસ-ભાષાંતર : જી. રોબીન્સન : પુસ્તક ૧, ૨ તથા ૪).]

આ વાતને આપણું પુરાતન યુગને ઇતિહાસ આલેખતાં મહાભારત તથા પુરાણોથી મળે છે. રાજ્ય દ્વીપ અને શાકયગિરિ ઉલ્લેખ ભવિષ્યપુરાણમાં છે. મહાભારતમાં કૌરવ સૈન્યમાં શકે લડેલા; તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પહલવ, કિરાત, બર્બર, યવન તથા શક સિંધુના પ્રદેશમાં રહેતા. (સભાપર્વ).

શકદીપમાંથી વહેલી નદી એકસસનું સંસ્કૃત ગ્રંથમાં ઇક્ષુ - કક્ષુ વા વક્ષુ નામ છે. (રામાયણ–બાલકાંડ-૪૩-૧૪: મત્સ્ય પુરાણ : ૧૨૧ ૪૫-વાયુપુરાણ ૪૭-૪૪) શ્રી નંદલાલ ડે નામના બંગાળા વિદ્વાને “Geographical Dictionary of Ancient and Medieval India” નામના પુસ્તકમાં આ પુરાણો–મહાભારત-ઈત્યાદિ સાથે ટોલેમીએ કરેલા વર્ણનવાળાં સ્થળેની સરખામણી કરી છે અને તેથી સાબિત થઈ શકયું છે કે શકદ્દીપ, શક જાતિ અને તેમની સંસ્કૃતિ ભારતના આ સાથે સંબંધ ધરાવતી હતી. મહાભારતના અનુશાસન પર્વમાં (૬૮-૨૧) જણાવ્યું છે કે સિંધ પ્રદેશમાં શકે રહેતા હતા અને તે પ્રદેશ સિંધુ શક પ્રદેશ (Indo Scythia) કહેવાતે. પુરાણોમાં આ શકોને રાજ્યવિસ્તાર ઈ. સ. પૂર્વેનાં નજીકનાં વર્ષોમાં સૌરાષ્ટ્રથી ઇરાન સુધી હોવાનો ઉલ્લેખ છે (કળિયુગની વંશાવળી). તેના અર્થાત શહેનશાહનું બિરુદ ધારણ કરતા ને ઇરાનને શકસ્થાનના વિજય પછી તેમના યુવરાજોએ એ ધારણ કર્યું.

એ રીતે શકો ભારત સાથે રામાયણ મહાભારત અને પુરાણના સમયથી આર્યોથી પરિચિત છે. “ભૃગુસંહિતા” અને “માનવ ધર્મશાસ્ત્રમાં તેઓને ક્ષત્રિય કહ્યા છે. પણ ક્ષત્રિય કર્મ ત્યાગ કર્યો હોવાથી અને બ્રાહ્મણથી તિરસ્કાર પામેલા હોવાથી તેઓ શુદ્ધ જેવા થઈ ગયા તેવું વર્ણન છે. મનુસ્મૃતિ'માં. (૪૩-૪૪) પણ કિરાત–પહલવ, કાજ, યવન, પારદ અને શક લોકોનો ઉલ્લેખ છે. “વાયુપુરાણમાં તે બાહુના પુત્ર સગરે તેના પિતાનું રાજ્ય હૈહય, તાલજંધા અને શકોએ છીનવી લીધું હતું તેનું વેર લેતાં તેઓને હાંકી કાઢયા એટલું જ નહિ પણ તેમનાં ધાર્મિક રિવાજો વેશભૂષા વગેરે બદલાવવા આજ્ઞા કરી, તેમનાં માથાં અધ મૂકવાને હુકમ આપ્યો , તેમને વેદપાઠ કરવાની મના કરી અને વષટકારીને ઉચ્ચાર કરવા બંધી કરી. (વિષ્ણુપુરાણમાં ૮ મા અધ્યાયમાં આવી જ વાત છે.)

પુરાણની ઉત્પત્તિને કાળ આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેટલે પુરાણે નથી. આપણો ઈતિહાસ અને ભૂળના આ ગ્રંથમાંથી ઇતિહાસ ઉપર પ્રકાશ પડે છે. તેમાં “મસ્ય- પુરાણ, બ્રહ્માંડપુરાણ “વાયુપુરાણું” અને “વિષ્ણુપુરાણમાં આવી ઘણી બાબત છે અને તેમાં ૧૮ શક રાજાઓએ સાતવાહન રાજાઓને હરાવી રાજ્ય કર્યાને ઉલ્લેખ છે. ઉપરાંત કશ્યપ સંહિતા” કર્ક સંહિતા” પારાશર સંહિતાઓ, પાણિનિ (ઇ. સ. પૂ. ૪૦૦), કારતકા અષ્ટાધ્યાયી, કાત્યાયન (ઈ. સ. પૂ. ૩૦૦), પતંજલિ (ઇ. સ. પૂ. ર૦૦), ભરત મુનિનું “નાટયશાસ્ત્ર' (ઈ. સ. પૂ. ૩૦૦) ગર્ગ સંહિતા' વગેરે અનેક ગ્રંથમાં શકનાં વર્ણને, રીતભાત વગેરેને ઉલ્લેખ આવે છે. તે પછીના યુગમાં લખાયેલાં સંસ્કૃત નાટકે અને પ્રાકૃત ગ્રંથમાં અનેક સ્થળે શકોને માટે લખવામાં આવ્યું છે.

સારાંશ, શકો ભારતમાં આવ્યા ત્યારે સાવ અજાણ્યા પરદેશી. ન હતા પણ આ દેશના હતા અથવા આ દેશથી પરિચિત હતા. ભારતની સીમાઓ તે સમયે કાશ્મીર કે તિબેટ સુધી નહિ પણ મધ્ય એશિયા સુધી હતી તે વાત ભૂલવી ન જોઈએ.. ન કરતાં રાજપતિએ સત્ર૫ વા ક્ષત્રપ એવું નામ ધારણ કર્યું. શકે અને ભારતીઓ દારા નીચે એક જ સૈન્યમાં સાથે રહી લડેલા અને સિકંદર સામે દારા નીચે યુદ્ધ કરેલું એટલે ભારત સાથે તેને ત્યારથી સંબંધ તો હતો જ.

શક વર્ષ : આ શક વંશને શક–પહલવ કહેવામાં આવે છે. આજે પણ અગત્યના પ્રસંગને શકવતી કહેવાય છે. તેમ જ શક લેકેએ પિતાનો સવંત્સર ચલાવ્યું અને ઈ. સ. ૭૮થી તેને પ્રારંભ થયો ગણાય છે. એક માન્યતા એવી પણ છે કે ઈ. સ. ૭૮માં કનિષ્ક કુશાન રાજ્યની સ્થાપના કરી ત્યારથી શક સવંત્સર ચાલુ થયું છે. પણ શક લોકેના નામ પરથી ઉત્પન્ન થયેલે શક સવંત્સર મહારાજા શાલી- વાહને પિતાની આજ્ઞાથી પ્રચલિત કર્યો અને પ્રસિદ્ધ તિવી વરાહમિહિરે છઠ્ઠા શકોમાં તેના પરથી જોતિષ જેવાની પદ્ધતિ અપનાવી, તેથી તે પ્રસિદ્ધિને પામ્ય અને અદ્યાપિ તે અસ્તીત્વમાં છે.

ગુજરાતના ક્ષત્રપ : ક્ષત્રપોના બે વિભાગ થયા. પ્રથમ વિભાગ ઉજજેનમાં સ્થિર થયો. તેઓ ચસ્ટન કહેવાયા અને બીજો વિભાગ ક્ષહરથ (સહરાત) ક્ષત્રપ કે જે ગુજરાત સૌરાષ્ટ્રમાં સ્થિર થયે. તેઓની રાજધાની ભરૂચમાં હોવાનું મનાય છે. આ ક્ષત્રપએ ગ્રીકને ભારતમાંથી હાંકી કાઢયા અને પાટલેન (પાટણ), કચ્છ અને સૌરાષ્ટ્ર જીતી લીધાં. ઈ. સ. પૂ. ૫૮માં તેઓને માળવામાંથી હરાવી કાયા પણ ગુજરાત સૌરાષ્ટ્ર તેના કબજામાં રહ્યા. ઈ. સ. ૮૦ માં તેઓએ જીતી લીધેલા આ પ્રદેશ તેમના આધિપત્ય નીચે રહ્યા અને ઉત્તર ભારત પણ તેમની હકુમત હેઠળ હતા તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ક્ષહરથ ક્ષત્રપો : ઈ. સ. ૧૧૯ થી ૧૨૪.

ભૂમક: આપણે, ઉત્તર ભારતીય શકે સાથે સબંધ નથી એટલે તેની ચર્ચા ન કરતાં ક્ષહરથ ક્ષત્રપ કે જે આ દેશમાં સામ્રાજય સ્થાપી રહ્યા તેની જ ચર્ચા કરશું. આ ક્ષત્રપોને પ્રથમ સરદાર અથવા રાજા ભૂમક થયે હેવાનું ભરૂચમાંથી તેમજ સૌરાષ્ટ્રમાંથી મળી આવેલા સિકકાઓ ઉપરથી જણાય છે. તેની રાજધાની ભરૂચમાં હતી તેમ પણ મનાય છે. ભૂમકના સિકકાએ સિવાય બીજું કઈ વસ્તુ ઉપલબ્ધ નથી. પણ નાશિક તેના અધિકાર નીચે હતું તેમ જણાય છે. વિન્સેન્ટ સ્મીથ, તે ગેન્ડાફેરીસને સેનાપતિ હતો એવું અનુમાન કરે છે.
[ ૧. આ સેનામાં એરિયનના વર્ણન પ્રમાણે ૧૦૦ યુદ્ધરથા અને ૫૦ હાથી હતા જે સમ્રાટ દારાનું રક્ષણ કરતા હતા. તે વર્ણનમાં યુનાની લેખકો શકને જુદા ગણે છે. આ યુદ્ધમાં દારાને પરાજય થયે પણ પિતાના સમ્રાટની સહાયતામાં જન્મભૂમિથી યુદ્ધભૂમિ પર મૃત્યુ મેળવવાનું બહુમાન આ બહાદુર ઇન્ડે-સીથીયોને મળ્યું તે પણ ઉલ્લેખ છે.
2. Early History of India. .]


નાહપાન (નાહપાન) : ભ્રમક પછી તેની ગાદીએ નાહપાન આવ્યું. તે તેને ચુત્ર હતું કે કેમ તેના માટે કોઈ નિર્ણયાત્મક સાબિતી મળતી નથી. આ રાજા ઘણો જ બળવાન થશે. તેને રાજ્યવિસ્તાર વર્તમાન રાજસ્થાનથી મહારાષ્ટ્ર પર્યત હતા. કરછ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ઘણા ભાગ ઉપર તેનું વર્ચસ્વ હતું. નાહપાને પોતાના સિકકાઓ ઉપર પિતાના બિરુદ તરીકે “રાજા” અને “મહાક્ષત્ર”શબ્દ વાપર્યા છે. તેના ઉપર તીરકામઠું તથા યોદ્ધો ઉપસાવેલું છે.

નાહપાનને સામ્રાજ્યને વિસ્તાર અને શક્તિ વિશાળ હતાં અને એ સમયના રાજાએમાં તે એક મહાન રાજા હતા. પણ તે સમયે દક્ષિણ ભારતમાં એક બીજી પ્રબળ સત્તાને પ્રાદુર્ભાવ થયે. તે સત્તા આંધ્ર રાજા સાતવાહનોએ દક્ષિણમાં એક મહાસામ્રાજ્ય સ્થાપીને મેળવી અને આર્યોના અને બ્રાહ્મણ ધર્મના પરદેશી શત્રુએ–શકે, પહલ, શ્રી વગેરે સામે ધર્મના નામે યુદ્ધ શરૂ કર્યું. યવને, શકે અને અન્ય પરદેશી જાતિઓ બ્રાહ્મણ ધર્મને અનાદર કરતા આર્યોના કુલાચાર, રીતરિવાજે અને વ્યવહારને તિરસ્કાર કરતા તેથી તેઓએ તેમના ઉડછેડ માટે પડકાર ફેંક. પરિણામે નાહપાનના વંશજ સામે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શ્રી સાતકર્ણી કે જેનું બીજું નામ વાલીવયકુર (બી) હતું તેણે યુદ્ધ કર્યું અને નાહપાનના વંશને ઉછેર કર્યો. નાહપાનનું બળવાન રાજ્ય નાશ પામ્યું અને સૌરાષ્ટ્ર, ગુજરાત, આંધ લોકો ના હાથમાં ઈ. સ. ૧૨૪ લગભગ) પડયા. જૈન ગ્રંથ આવશ્યક સૂત્રમાં નાહપાનનો

[ ૧. ડૉ. સ્ટેંન કેનોવના મત પ્રમાણે ચસ્ટનને પિતા યસમેતિકા તે ભૂમક જ, કારણ યસ્મ એટલે પૃથ્વી અને ભૂમક એટલે પણ પૃથવી : ડૉ. ડીઓરાસ (૧૯૪૦ ઇતિહાસ પરિષદ પ્રેસીડન્સ)માં તે સ્વીકારતા નથી. ડૉ. રેપસન, શ્રી રાય ચૌધરી પણ તે મત મળતા છે.
૨. આ સિકકા ચાંદીના છે તથા નાશિક પાસેના જંગલ ટીંભી નામક સ્થળેથી ૧૩૦૦૦ ચાંદીના સિકકાઓ બહુ સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે. તેના ઉપરનું વિવરણ મુંબઈ શાખાના રોયલ એશિયાટિક સોસાયટીના જનરલ વોલ્યુમ ૨૨માં શ્રી એસ. એમ. એડવરસે આપ્યું છે.
૩. ઇરાનના પાથીઅન રાજાઓના સિક્કાઓ ઉપર પણ આ પ્રકારનાં ચિહ્નો હતાં.
૪. ગૌતમીપુત્ર નાહાન સિકકાઓ ઉપર પિતાનું નામ છેતરાવું.
૫. વીસેન્ટ સ્મીથ. Early History of India.
૬, નાશિક ગુઃ શિલાલેખ નાં. ૨ (પુલમાયી વાસીથીપુત)
૭. નાહ પ્રજા, પાન=પાલક. આ ઇરાની શબ્દ છે. વાયુપુરાણમાં તેનું નામ નરવાહ-નરવાહન નીરવાહન લખ્યું છે. ડૉ. જયસ્વાલ “The Brahmin Empire: Daily Express: Patna" માં જૈન ગ્રંથમાં નાહવાન લખ્યું છે તે એક હોવાનું માને છે. અબુલફલ આઇને અકબરીમાં તે નામનો ઉલ્લેખ કરે છે. તેમાં જામાતા ઉસવદત્ત અને તેના પ્રધાન અયામાના લેખેમાં (જુન્નર) તેને મહાક્ષત્રપ-સ્વામી કહ્યો છે. સિક્કાઓમાં તે માત્ર રાજન ક્ષત્રપ કહ્યો છે. ]

પરાજય સાતવાહનના પ્રધાને તેના રાજાથી રિસાઈ આવ્યાને ડેળ કરી, નાહપાનની સેવા સ્વીકારી તેના રાજ્યને નબળું પાડ્યું અને પરિણામે તેને પરાજ્ય કરાવ્યું તે ઉલ્લેખ છે. (ર્ડો. જયસ્વાલ) બીજા જૈન ગ્રંથમાં શ્રીધરની મૃત વાર્તાકથામાં તે જૈન સાધુ થઈ ગયું હોવાનું જણાવ્યું છે. -

ચસ્ટન ક્ષત્રપ : આ સમયે માળવામાં ક્ષત્રપ હતા ને ઉપર જોયું તેમ ચસ્ટન ક્ષત્રપે હતા. એમ પણ જણાય છે કે નહપાન મહાક્ષત્રપ હતું પણ તેના નીચે આ ક્ષત્રપ નાહપાનના અમુક પ્રદેશ ઉપર અધિકાર ભોગવતા એટલે તેઓ નાહપાનનું સાર્વભૌમત્વ સ્વીકારતા હશે. અને આંધ્ર પાસે સામ્રાજ્યને અધિકાર થયો હોવા છતાં તેઓએ પિતાના વિસ્તારમાં પિતાનું આધિપત્ય જાળવી રાખેલું હશે.

આ ચસ્ટન ક્ષત્રપની રાજધાની માળવાના ઉજ્જૈનમાં હતી. તેના સિકકાઓ પ્રાપ્ત થયા છે અને તેનું નહપાનના સિક્કાઓ સાથે સામ્ય છે. માત્ર વૈદ્ધા તથા તીરને બદલે ચંદ્ર સૂર્યની આકૃતિ છે. આ સિક્કા ચાંદી તથા ત્રાંબાના છે તથા તેના ઉપર ગ્રીક, બ્રાહ્મણી તથા ખરેષ્ઠી લિપિઓમાં લખેલું છે

ચસ્ટનને પૂર્વ ઇતિહાસ : ચસ્ટનનું મૂળ નામ ભચ્છાટણ કે ભત્થણાણ હતું. પણ તેના સિક્કાઓ ઉપર તેમજ ઉત્તર સમયના શિલાલેખમાં ચસ્ટન સ્પષ્ટ છે. ચસ્ટનને બદલે ચસના પણ લખ્યું છે. તે બહુવચન હેઈ કેટલાક વિદ્વાને ચસ્ટન કુળનું નામ હોવાનું પણ માને છે.

ચસ્ટનને પિતા કોણ? : ચસ્ટનના પિતાનું નામ જાણવામાં આવ્યું છે પણ આગળ જોયું તેમ તેને ભૂમકને પુત્ર ગણે છે. યસામેતિકાનું સંસકૃત ભાષાંતર ભૂમક થાય પણ તેથી નામનું ભાષાંતર થયું હોય તે સંભવિત નથી. શિલા-લેખો માં ચસ્ટનના પિતાનું નામ સામેતિકા દર્શાવ્યું છે અને તે માન્ય સિવાય છૂટકે જ નથી. અસાતિકા કે રાજપતિ હોય તે સંભવ નથી. નાહપાનના સૈન્યમાં કદાચ તે સરદાર હોય, પણ તે માત્ર અનુમાન અને કલ્પના સિવાય બીજુ કાંઈ જ નથી. જો કે કેનેરી ગુફાઓના એક શિલાલેખના આધારે એવી પણ એક માન્યતા છે કે આ વંશ ઈરાનની નદી કરદામાને કીનારે વસતે તેથી કરદમક વંશ કહેવાય છે.

[ ૧ ટીયા પાનાટ્ટી Tiloya Pannatti પ્રકરણ હીરાલાલ શાસ્ત્રી. Catalogue of Sanskrit and Prakrit Manuscripts in Central Provinces and Berar, પા. ૧૬

૨ રેપસનને આ મત છે. પણ સિદ્ધપુર પાસે કરદમ આશ્રમ છે અને તે પ્રદેશમાં ચટનનું રાજ્ય કે હકૂમત હોય તેથી તેની પુત્રી એ પિતાને કરદમ કુળની પુત્રી કહી હોય તે માટે ઈરાન જવાની જરૂર નથી, શક વર્ષ ૬૨૨ ના તામ્રપત્રમાં કરદમનો ઉલ્લેખ છે. ગૌ. હી, ઓઝા સોલંકી કા ઇતિહાસ” ]

આ વંશને કનિષ્ક સાથે સંબંધ હતું અને મથુરાના દેવકુલ મંદિરની એક મૂર્તિ નીચે “સાસ્તન” શબ્દ શ્રી વિનયતોષ ભટ્ટાચાર્યો વચ્ચે અને તેને ચસ્ટન દીધો. તે સાથે ઘણા વિદ્વાને સમંત થયા પરંતુ તે શબ્દ પણ કોઈ રીતે ચસ્ટન માટે નથી. કનિષ્ક તુષાર જાતિને હતો અને ચસ્ટન શક હતો. ૧–ર

આ ચસ્ટન કુશાન વંશના રાજા કાડફીઝીઝ બીજ (Kadphises II) નીચે ક્ષત્રપ હતા તેના પિતાનું નામ સ્યામેતીકા હતું અને તેણે પતન પામેલા નાહ- પાનના સામ્રાજ્યને આંધ્રો પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન ક્યાં પણ તે કેટલા પ્રદેશોમાં પિતાને અધિકાર સ્થાપી શકે તે જાણી શકાતું નથી, પણ માળવાથી મહારાષ્ટ્રમાં જતાં પહેલાં તેણે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પિતાની સત્તા જમાવી તે જાણી શકાય છે.

જ્યદામન : ચસ્ટનને પુત્ર જયદામન થયો તેના રાજ્ય અમલની કાંઈ હકીકત પ્રાપ્ત થતી નથી પણ તેણે ચરટનનું આરંભેલું કાર્ય ચાલુ રાખ્યું. બળવાન સાતવાહને પાસેથી ક્ષત્રપનું જિતાયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં જ તેણે પિતાનું જીવન વ્યતીત કર્યું. ઈ. સ. ૧૨૪માં નાહપાનના વંશજેને ઉછેર થયો અને ઈ. સ. ૧૪૨ લગભગ જયદામનને પુત્ર રૂદ્રદામન પહેલે ગાદીપતિ થયો. એટલે ૧૫ વર્ષના ગાળમાં ચસ્ટન તથા બને યુદ્ધોમાં પ્રવૃત્ત રહ્યા અને આંધોની સત્તા સામે ઝઝૂમ્યા તેમ જણાય છે.

ચસ્ટનના પૌત્ર સુદામનના સમયને એક શિલાલેખ કચ્છ આધાઉમાંથી મળે છે તેમાં લખ્યું છે કે :


રાજ્ઞો ચાર્ટનચડસામેતિક-પુત્ર સ રાજ્ઞો

રૂદ્રદામા સ જયરામ-પુત્ર સ વર્ષે પર, ”



[ ૧. આ મતની તરફેણમાં શ્રી ઓઝા, હરપ્રસાદ શાસ્ત્રી, પુનર અને જયસ્વાલ જેવા વિઠાને છે તે પણ શ્રી સત્યશર્માને વિરોધ વાસ્તવિક જણાય છે.
૨. વર્તમાન જસદણ ગામનું નામ ચટન ઉપરથી પડયું હોવાનો એક મત છે.
૩. વીસેન્ટ સમય-Early History of India.
૪. જસદણના લેખને ડા. ભાઉદાજીએ રજૂ કર્યો છે. તેમાં ચસ્ટનના પિતાનું નામ સામેતીકા છે તે બતાવે છે. વિશેષ મા પરિશિષ્ટ- જેવું. આંધ્ર (કચ્છ)ના લેખમાં પણ “સ્પામેતીકા” નામ છે.
૫. જૂનાગઢ બાવા યારાની ગુફાને શિલાલેખ તથા રૂદ્રસિંહને લેખ.]

તેના ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ચેસ્ટન રાજા હતા અને તેના પિતાનું નામ સામેતિકા હતું. પણ તેના અર્થ માટે વિદ્વાનોમાં મતમતાંતર છે.'

રાજધાની: ચસ્ટનની રાજધાની માળવાના મુખ્ય શહેર ઉજજૈનમાં હતી અને તેણે આ સ્થળે રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેના સૂબાઓ નીમેલા. આ સૂબાઓ મૌર્ય પરિપાટી ઉપર જ રાજ્ય ચલાવતા.

ધર્મ: જુદાં જુદાં પ્રમાણે જોતાં ચસ્ટન કુળને ધર્મ, પતિત થયેલો બ્રાહ્મણ ધર્મ હશે, પણ આપણે જોયું તેમ તેઓના ધર્મ પ્રત્યેના અભાવના કારણે આંધ્ર રાજાઓએ તેમને શુદ્રો કહેલા. આ ક્ષત્રપએ ટૂંક સમયમાં જ બ્રાહ્મણ ધર્મને સ્વીકાર કર્યો હોવાનું તેઓનાં નામ લે છે વગેરે પરથી જણાય છે. તેમ છતાં તેમના રાજ્યમાં બોધ, જેને તથા બ્રાહ્મણોને પોતપોતાના ધર્મો પાળવાની પૂર્ણ સ્વતંત્રતા હતી.

જયદામ : જયદામ ચસ્ટનને ઉત્તરાધિકારી થયે પરંતુ તેણે કાંઈ વિજયે કર્યો કે પદ પ્રાપ્ત કર્યું હોય તેમ જણાતું નથી. તે માત્ર ક્ષત્રપ જ હશે અને તેણે તેના બિરુદમાં “રવામી” “રાજા” તથા “ક્ષત્રપ શબ્દ લખાવ્યા અને જયદામને બિરુદ ધારણ કર્યા છે તેના વંશજોએ પણ ચાલુ રાખ્યાં.

જયદામના ત્રાંબાના સિક્કા મળી આવ્યા છે. તેનો આકાર ચોરસ છે. તેની એક તરફ નદી છે અને બીજી તરફ છ કમાનવાળી ચૈત્યની આકૃતિ છે. કેટલેક સ્થળે ત્રણ કમાને છે બીજા પ્રકારના સિકકાઓમાં એક તરફ હાથી છે.

જયદામનના નામ પાછળ દામ કે દામન શબ્દ લખવામાં આવ્યું. શિલા-લેખો માં દામ’ શબ્દ છે. પ્રચલિત “દામની છે. દામને અર્થ છે. ડૉ સ્ટેન કનોવ અવેસ્તાના દામન અર્થાત “સર્જનસ્થાન સાથે કરે છે. જ્યારે “શ્યામિલકની કૃતિ “પાદાતાકીતાકા” નામના નાટકમાં સૌરાષ્ટ્રના શકરાજ જયનંદનનું પાત્ર છે."


[ ૧. પ્ર. ભાંડારકર તથ: આર. સી. મજમુદાર આ ઉપરથી કહે છે કે પિતા-પુત્રનું એક સાથે રાજ્ય હતું. આર. ડી. બેનરજી તેથી વિરુદ્ધ મત ધરાવે છે. બન્ને પિતા પુત્રને “રાજ્ઞ' કહ્યા છે તેથી આ વિવાદ ઊભું થયું છે. આ લેખ E. I, Vol ૧૬માં છે.
૨. ટોલેમી (Ptolemy)
3. ચટન પછીનાં નામો રૂદ્રદામન, જયદામ, વિશ્વસેન વગેરે આર્ય અને સંસ્કૃત નામો છે.
૪. આ ઉપરથી રેપસન અનુમાન કરે છે કે હાથી ઉજૈનનું રાજચિહ્યું હતું અને તેથી તે ઉજજૈનને જ રાજા હેવો જોઈએ. નદી શૈવ ધર્મનું અને ચિત્ય બૌદ્ધોનું ચિહ્ન છે. એટલે બને ધર્મોને સમાંતર ગયા હશે.
૫, સત્યશર્મા-જયનંદનને જયદામ સાથે સંબંધ નથી તેથી આ ચર્ચા નિરર્થક છે.]