Love SecretsSeason 2 - 4 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | Love SecretsSeason 2 - 4

Featured Books
Categories
Share

Love SecretsSeason 2 - 4





"ઓય પાગલ! બસ વાત આ જ છે?!" રાજે કન્ફર્મ કરવા પૂછ્યું.

"ના... પણ વાત આ પણ છે! તું આજે કેવું પારૂલની એકદમ નજીક જ બેસી ગયો હતો?!" ગૌરીએ શકવાળા ઇમોજી 🙂 સાથે મેસેજ મોકલ્યો.

"અરે ઓ બાપા ક્યારે પણ?!" રાજ હજી પણ મુંઝવણમાં જ હતો!

એ પહેલા એ આગળ કઈ કહે એક એક બીજો મેસેજ "બસ મારો જ વેટ કરતો હતો કે હું ક્યારે જાઉં તારી લાઇફમાં થી?! 🙂" આવી જ ગયો હતો!

"અરે પણ ક્યારે યાર?!" રાજે કહ્યું.

"ત્યારે જ્યારે તું એના પીસી પર એની હેલ્પ કરવા ગયો હતો!" ગૌરીએ યાદ અપાવ્યું.

"અરે યાર એવું તો બિલકુલ નથી! એ તો જસ્ટ હું એની હેલ્પ જ કરતો હતો! હું કઈ ફ્લર્ટ નહોતો કરતો!" રાજે કહ્યું.

"સારું સારું... હું જાણું છું હવે તને!" ગૌરી એ કહ્યું તો જાણે કે રાજના માથા પરથી એક બહુ જ મોટો બોજ જ હલકો થઈ ગયો!

"ઓકે... બાય... ભૂલ મને તું!" છેલ્લે છેલ્લે પણ ગૌરી રાજને ધમાકો આપી ને જ ગઈ!

"અરે આખીય બધી જ વાત મસ્ત કરી તો છેલ્લે આવું કેમ કહેતી હશે?!" રાજ વિચારી રહ્યો.

બંને ઓફ્લાઈન થયા.

❤️❤️❤️❤️❤️

આજે પણ તેઓ કૉલેજ તો ગયા જ નહિ! બંને આજે આઇટીઆઇમાં હાજર હતા. દૂર થી જ એક બીજાને જોઈ રહ્યા હતા. હા, ગૌરી પણ રાજને જોઈ રહી હતી!

"હાઈ જયા..." કહીને રાજ એ લોકોની બાજુ ગયો.

"ઓહ આજકાલ તો રાજ પહેલાં ની જેમ હસાવતો પણ નથી ને!" હિનાએ કહ્યું.

"અરે મારી લાઇફ જ એક બહુ મોટી મજાક બની ગઈ છે!" એના આ વાક્યે મહેફિલમાં એક શાંતિ જ પ્રસરી દીધી, હતું પણ કેટલું ઊંડું વાક્ય!!!

"તું... યાર પ્લીઝ અહીં થી જા!" ગૌરી એ એણે હાથથી ધકેલવા ચાહ્યું.

"હા... જતો જ રહીશ! બહુ જ દૂર!" એવું પણ બિલકુલ નહોતું કે આવું આજે જ એણે ગૌરીએ કહેલું પણ આજે વાત જુદી હતી! એ તો તુરંત જ એના પીસી પર ચાલ્યો ગયો.

છેલ્લે તો ગૌરીને એની ઉપર દયા જ આવી ગઈ! શું આ લવ એનો એકલો જ થોડી છે?! એવું વિચારીને એ એની બાજુ ગઈ તો તો રાજ તો ટેબલ પર માથું મૂકી રડતો જ હતો.

"ઓહ!" ગૌરીના મોં માંથી નીકળી ગયું.

ક્યારનો રાજના માથા પર જે રોહિતનો હાથ હતો એ હવે ગૌરી એ ફેરવ્યો તો રાજ એક ઝાટકા સાથે ઉઠ્યો. સર્વસ્વ ખોવાયેલ હોય એવો એ સાવ હારેલો લાગતો હતો. ગૌરી ખુદને રોકી જ ના શકી! એણે એની બિલકુલ પાસે જઈને એની આંખોમાં આંખ નાંખીને કહ્યું, "બાપ રે બાપ! આટલો બધો લવ કરું છું તું મને?!"

રાજ બસ એણે એકધારી નજરે બસ જોઈ જ રહ્યો. ગૌરીને વિશ્વાસ નથી કે એ કટાક્ષ કરી રહી છે! એ વિચારી રહ્યો હતો.

"જો... તું વાત સમજ... આપનો બેનો મેળ સંભવ જ નથી! હું માનીશ, તું માનીશ; મારી ફેમિલી માનશે, તારી ફેમિલી માનશે; પણ, આ સમાજ, આ સમાજ આપના રિશ્તા ને બિલકુલ નહિ માને!!!" કંઈ કેટલાય સમયથી મનમાં રાખેલી એની વાત આજે જુબાન પર આવી જ ગઈ હતી!

"શું આ જ એ કારણ હતું?! શું આ જ સિક્રેટ હતું?! શું કાસ્ટને લીધે જ આ છોકરી એના લવને એના જીવનને આમ ભૂલી રહી હતી?! શું કાસ્ટ આપની સાથે આટલા હસ સુધી પણ રમી શકે છે?! એક સામટા આજે રાજના મગજમાં આવા તો કંઈ કેટલાંય સવાલો ગુંજાવા લાગ્યા!

"બસ આ જ રીઝન હતું?!" રાજ માંડ બોલી શકવા સમર્થ બન્યો.

"હા... તો સમાજ નહિ માને ને! આપના મેરેજ નહિ થાય!" ગૌરી સાવ રડમસ રીતે જ બોલી પણ ત્યારે એ રાજની બાહોમાં હતી! અથવા કહેવું જોઈએ કે એનાથી આવી જ જવાયું!

"નીલમએ આપનું કિડનેપિંગ પણ એટલે જ કર્યું હતું... કેમ કે પપ્પા એમનું નાક કપાવવા નહોતા માગતા! એણે એવું કરવાનું એમને જ કહ્યું હતું! 'તમારું કોઈ ફ્યુચર નહિ' એવું જ્યારે મને નીલમ એ કહ્યું હું તારાથી દૂર થઈ ગઈ!" ગૌરીએ ઉમેર્યું.

"મારી ઉપર ટ્રસ્ટ છે ને?!" રાજ બસ બોલતો હતો.

"હા... જાન ખુદથી વધારે! હવે તો જીવીશ તો પણ તારી સાથે અને મરીશ તો પણ! મેરેજ થાય કે ન થાય, હું તો બસ તારી જ રહીશ!" ગૌરીએ કહ્યું તો એના મગજમાં નો બોજ હલકો થઈ ગયો.

આવતા અંકે ફિનિશ...

સીઝન 2 એપિસોડ 5 અને અંતિમ એપિસોડ(કલાઇમેકસ)માં જોશો: "યાર... પણ પાગલ તું મને એક વાર કહી તો શકું ને કે આ કારણ છે એમ! હું કોઈ ને કોઈ રસ્તો કાઢી ન લેત ને!" એણે એક હળવી જાપટ ગૌરીને મારતા કહ્યું.

"અરે પણ યાર આ કાસ્ટ તો એવી વસ્તુ છે ને કે તું પણ શું કરી શકત! આ તો મેરેજ નહિ થાય તો મરીશ પણ તારી સાથે જ અને મેરેજ કરીશ તો જીવીશ પણ તારી જ સાથે એવા નિર્ણય સાથે મેં તને આ વાત કહી! હું તને આ હાલતમાં ના જોઈ શકું યાર!" ગૌરીએ પૂરી વાત કહી.

"હા... યાર! પણ પાગલ! આપને એમને માનાવીશુને!" રાજે કહ્યું.

"જો તું મને પ્રોમિસ કર કે તું મને ભૂલી જઇશ!" ગૌરીએ કહ્યું.