ફ્રેન્ડ્સ ગ્રુપ
અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી આવ્યો છે. પણ તેની સાથે બીજા પાંચ જણા ને ઉભેલા જોયા તેમાંથી બે છોકરી હતી અને બાકી ત્રણ છોકરા, એટલે મને વધુ આશ્ચર્ય થયું. સારું થયું કે હું ઢીંગલીને રૂમમાં જ મૂકીને આવી હતી કોઈ મુસીબત આવે તો હું એકલી જ પહોચી શકું. હું દરવાજો ખોલી બહાર ગઈ જેથી કોઈ અંદર નાં આવે અને બોલી, "તુમ યહાં ક્યાં કર રહે હો?"
અબ્દુલે મારા પ્રશ્ન નો જવાબ આપવાને બદલે કહ્યું," દેખિયે, આપસે મિલનેકે લીયે કૌન આયા હૈ.!!" તેના મોઢા ઉપર એક પણ પ્રકારના હાવભાવ નોતા.
મેં સરખી રીતે તે બધા ની સામે જોયું, બાકી તો કોઈને નોતી ઓળખતી પણ એક ને ઓળખી ગઈ. તે પ્રયાગ ખાન હતો. વેકેશનમાં મારી કોલેજ માં અલગ અલગ કેમ્પ થતા જેમાં ફ્રી માં અલગ અલગ પ્રવુતિ શીખવાડવામાં આવતી. જેમાં હું બંને વેકેશનમાં ડાન્સ ક્લાસ ના કેમ્પમાં ગઈ હતી. તેમાં મારો ડાન્સ પાર્ટનર પ્રયાગ બનતો. તે મારી સાથે જ ડાન્સ કરતો તે એક જ એવો હતો જે મારી સાથે ફ્રેન્ડ ની જેમ વાત કરતો. તેની સાથે સમય જલ્દી વયો જતો. મેં તેની સામે જોઈ તરત જ સ્મિત ફરકાવ્યું અને તેની પાસે જાતા તરત બોલી," અરે !! પ્રયાગ તુમ, ઇસકે સાથ યહાં આયે ઓર વોભી ઇસ સમય! ક્યાં બાત હૈ! યે બાકી સબ કૌન હૈ?"
પણ પ્રયાગે જવાબ ના આપ્યો તે ખાલી હસતો ઉભો રહ્યો, તેની બદલે બાકી ના બે માંથી એક છોકરો બોલ્યો, " મિતલ, ઈટ્સ ઓકે. તું ગુજરાતી બોલી શકે છે. અમને બધાને આવડે છે. અને બીજી વાત કે મને ખબર જ હતી કે તને અમે યાદ નહી હોય. એટલે જ અમે અહીં આવ્ચા, તારી કેટલીક ભ્રમણા દૂર કરવા. ચાલ, શરૂઆત મારાથી જ કરું. હું આશિષ પટેલ, જે આશ્રમમાં તું રહે છે તે મારા પપ્પા નો છે. તને તો યાદ પણ નહી હોય કે તારા લીધે હું આજે જીવતો છું. આપણે કદાચ બે વર્ષ પેલા રાજકોટ માં મળ્યા હતા જયારે તે મને મરતા બચાવ્યો હતો. હું આજી ડેમ માં કૂદવા જઈ રહ્યો હતો અને પાછળ થી તારા શબ્દો સંભાળ્યા અને મને મારા જીવન નો અર્થ મને સમજાયો એટલે હું ત્યાંથી ના કૂદ્યો અને મારી નવી જિંદગી ચાલુ કરી."
હું તો એકદમ ડઘાય જ ગઈ. મને ખરેખર હજી યાદ નોતું આવી રહ્યું કે મેં તેને ક્યારેય બચાવ્યો પણ હતો!! હું તો તેની સામે મોઢું ખુલ્લું રાખી એકધારી તાકી જ રહી હતી. મને તેને જોઈ એક જ શબ્દ મનમાં આવ્યો અને તે મેં બોલી નાખ્યું, " તું ગે છે ને?"
તે હસ્યો અને હા પાડી અને બોલ્યો," આંખ બહુ જ સારી છે તારી. એટલે જ ભગવાને તને આ ચશ્માં આપ્યા લાગે!"
ત્યાં બીજો છોકરો બોલ્યો," મિતલ, મને તો ઓળખી જ જાઈશ. હું મયંક ફર્નાડીશ. યાદ છે કાઈ?"
મેં હસતા નાં માં માથું હલાવ્યું અને બોલી, "મયંક ની પાછળ ફર્નાડીશ થોડુંક મેચ નથી થતું."
"હા, શું થાય? જન્મ જ એવી રીતે થયો છે કે કાઈ થઈ શકે તેમ નથી." તે એવી રીતે બોલ્યો કે જાણે ઘણો મોટો ત્યાગ કર્યો હોય. "મારો જન્મ થયો ત્યારે બધી હોસ્પિટલમાં સ્ટ્રાઈક હતી, એક હિંદુ નર્સ હતી જેણે મારી મોમ ની ડીલવરી કરવામાં હેલ્પ કરી એટલે તેને મારું નામ પાડવા કહ્યું અને તેણે મારું આ નામ આપ્યું શું થાય હવે ! પેરેન્ટ્સને જે ઠીક લાગે તે કરે." હસતા હસતા તેણે કહ્યું. તેણે મને ફરી કીધું, "મારી પૂરી ફેમેલી ડોક્ટર છે મારી મોમ, ડાડ, માય વન એન્ડ ઓન્લી દી એન્ડ જીજુ પણ. તો મારી ઉપર પણ ડોક્ટર બનવાનો ફોર્સ આવી ગયો પણ મને તો પેન્ટિંગ થી પ્રેમ હતો મને તો તે જ પસંદ હતું પણ કહી નોતો સકતો એટલે બોલ્યા વગર સ્ટડી કર્યે જતો હતો. પણ તું મને મારી કોલેજ માં મળી અને તે મને સમજાવ્યો કે અત્યારે જો આપણે આપણા કેરિયર વિષે નહી વિચારી અને પેરેન્ટ્સ કેશે તેમ કરશું તો જરૂર દેશ ને એક નકામો યુથ જ મળશે તમને જે આવડે છે જે ગમે છે તે કરો તેમાં વધુ સક્સેસ જશો. આવું ઘણું બધું તે કીધું અને મેં તે દિવસે જ ઘરે વાત કરી થોડીક આના-કાની સાથે ફાઈનલી માની ગયા અત્યારે હું આર્ટસ કરી રહ્યો છું. મેં ડિસાઈડ કર્યું છે કે હું ઈંગ્લીશ નો પ્રોફેસર બનીશ અને બેસ્ટ પેન્ટર પણ. ઈટ્સ ગુડ ના!!" તારે લીધે મારી લાઈફ આટલી બધી સોર્ટેડ છે. " તેની આંખમાં આભાર પૂરેપૂરો દેખાતો હતો. મને સમજાણું નહી કે શું કેવું મારે તેને!
એટલે હજી શબ્દો કાઈ બોલવાના વિચારું એની પેલા જ પ્રયાગે કહ્યું," મિતલ, મને તો હતું કે તું મને ઓળખી જ જાઈશ આટલા દિવસ ભેગા રહ્યા તો તું એક દિવસ સામે થી જ કહીશ પણ તું તો કોઈ દિવસ કાઈ બોલી જ નહી. આશિષ ની જેમ મને પણ મારી આ બેકાર લાઈફ થી કંટાળી ગયો હતો, કશું ખાતો નહી, કોઈને બોલાવતો નહી, રસ્તા માં જોયા વગર ચાલતો, અને તેનું મેઈન રિઝન મારો એક મોટો ભાઈ હતો જે કરાટે ની એક ટુર્નામેન્ટ જીતી દિલ્હી થી પાછો આવી રહ્યો હતો, ત્યારે અચાનક જ આપણી આ ખુબસુરત મુંબઈ માં રમખાણો ફાટી નીકળ્યા. તે ઘરે પહોચે એની પેલા જ બંધ નું એલાન થઈ ગયું એટલે તે રોકાઈ ગયો એરપોર્ટ ઉપર જ. તો ત્યાં બહાર ની બાજુ તેણે જોયું કે અમુક હિન્દુ બાળકો ને કોઈ મારવા જઈ રહ્યું હતું, ભાઈ ને લાગ્યું કે પોતે મુસ્લિમ છે તો પોતાના લોકોને રોકી શકશે પણ તે ખોટો સાબિત થયો તે લોકો થી ભૂલમાં ગોળી છૂટી ગઈ અને ભાઈ ને વાગી ગઈ ભાઈ ને હોસ્પિટલ લઇ જાવા વાળું પણ કોઈ ત્યાં ઉભું ના રહ્યું. ભાઈ ની ડેથ મારી અમ્મી સહન ના કરી શકી તે પણ મને છોડીને વય ગઈ. અબ્બુ પણ ત્રણ વર્ષ રહ્યા મારી સાથે પછી તે પણ.... " બોલતા બોલતા તેને કેટલુંય દુખ સહન કરવું પડી રહ્યું હતું તે દેખાતું હતું છતાં તે બોલી રહ્યો હતો. "આવી સ્થીતી માં હું એક દિવસ ધ્યાન રાખ્યા વિના ચાલતો હતો અને તે મારું એક્સિડન્ટ થતા થતા બચાવ્યો અને તે ખાલી એટલું જ કીધું કે કદાચ તારી લાઈફ માં ખૂબ પ્રોબ્લેમ હશે પણ કદાચ કોઈ તને છોડીને જતું રહ્યું હોય પણ તે વિચારવા કરતા તે વિચાર કે અત્યારે તારી સાથે કોણ છે જે તને ખૂબ પ્રેમ કરે છે. !!! આની સિવાય તે ઘણું સમજાવ્યું પણ આ શબ્દો મન માં બેસી ગયા બિકોઝ ઓન ધેટ ટાઈમ નાઝિયા હતી જે મારું સાચે ખૂબ જ કેર કરી રહી હતી." તેણે તે બે છોકરી માથીં એક છોકરી તરફ ઈશારો કર્યો. તે અત્યંત ખુબસુરત હતી એટલી સરસ રીતે તૈયાર થયેલી કે એક દમ સંપૂર્ણ શ્રીંગાર લાગે. તે ખાલી રૂપાણી જ નોતી પણ તેના કપડા પેહરવા ની રીત તેના ખભે સુધી પોચતા વાળ ઓળવાની રીત, તેના હાવભાવ બધું જ એક રીતે પરફેક્ટ. તે ખુબસુરતી ની દેવી કરતા જરાયે પણ ઓછી નોતી લાગતી. તેણે મારી સામે ખૂબ જ સુંદર સ્મિત ફરકાવ્યું.
અને બોલી," મિતલ, તારી સ્પીચ માં કાઈક અલગ જ મેજીક છે બધા સાથે આવી જ ખુબસુરત સ્માઈલ કરતા કરતા વાત કરવાની સ્ટાઈલ- બધાને તારી તરફ અટ્રેકટ કરે છે. તારી વાત માનવા માટે બધા રેડી થઈ જાય છે. તે કાલે એમ કહ્યું ને અબ્દુલ ને કે બધા તને ખૂબ મહાન સમજે છે પણ હકીકત એ જ છે કે તું એક નોર્મલ પર્સન નથી જ. તે તારી લાઈફ પાસેથી ઘણું કરાવ્યું છે અને હજી કરાવીશ પણ. "
મે તેની સામે હસી ને કહ્યું કે, " તને ગુજરાતી બોલતાં વધારે નથી આવડતું ને!"
તે પણ મારી સામે ખુલ્લા દિલથી હસતા બોલી, "તું ઇન્ટેલિજન્ટ તો છો જ."
ત્યાં જ બીજી છોકરી બોલી," વાહ મિત્તલ, તું કોઈને એકવાર જુવે કે વાત કરે ત્યાં તને ખબર પડી જાય છે કે તે ગે છે અને કે તેને ગુજરાતી આવડતી નથી, તો તને તે કેમ ના ખબર પડી કે તારી લાઈફ માં જે થઈ રહ્યું છે તે કેમ થાય છે!!" હું તેની સામે એકધારી તાકી રહી એટલે તેણે કહ્યું કે "હું પેરી શાહ છું, M.B.B.S. કરી રહી છું એન્ડ મયંક ની ગર્લફ્રેન્ડ છું. " અને તારી ફ્રેન્ડ." તેણે હસતા જવાબ આપ્યો ,અને આગળ બોલી, " ઇનફેક્ટ અહી બધા તારા ફ્રેન્ડ જ છે. તે ક્યારેય વિચાર્યું કેમ નહી કે તને તે જ એક બિલ્ડીંગ ની કાર વોશનું કામ કેવી રીતે મળી ગયું! બીકોઝ હું ત્યાં રહું છું."
ત્યાં જ મયંક બોલ્યો,"તે ક્યારેય ના વિચાર્યું કે તને એક ને જ લાઈબ્રેરીની જોબની ઓફર કેવી રીતે આવી! ત્યાં તો તારી જેવી ઘણી ગર્લ્સ વાંચવા આવતી જ હતી.! એમાં કોઈ મત નથી કે તારી મેહનત અને ઈમાનદારીને લીધે પગાર વધ્યો, પણ ત્યાં વાત તો મેં કરી હતી." તેના મોઢા ઉપર એક અલગ સ્મિત હતું.
મિતલ, પ્રયાગ તરત બોલ્યો, " તને શું લાગ્યું કે તારી આ નર્સરી આટલી ઝડપથી ફેમસ કેમ બની ગઈ તારી જેવી નર્સરી તો પચાસ હશે મુંબઈ માં, તો બધા તારે જ ત્યાં કેમ આવ્યા!!! એનું કારણ અમે તેની પબ્લીસીટી કરી હતી અને બધે તારી નર્સરી ની વાત ફેલાવી. ઓફકોર્સ તારી મેહનત પણ ઘણી હતી. એટલે તારા કસ્ટમર તારી સાથે જોડાઈ ગયા."
આશિષ પણ બોલ્યો, તારું દિમાગ એમાં પણ ના ચાલ્યું કે તારી જેવી ઘણી ગર્લ્સ બહાર ફૂટપાથ પર રેહતી હોય છે છતાં તને જ કેવી રીતે તે લોકો લઇ આવ્યા.! જોકે, અમે તો તારું એડમિશન કોલેજ ની હોસ્ટેલ માં કર્યું હતું. પણ તું ત્યાં ના ગઈ એટલે અમે તારી કોલેજ ના ડીનને વાત કરી અને મારા પપ્પા તને અહીં લઇ આવ્યા. "
મેં તરત જ જવાબ આપ્યો,"ત્યાં રેહવા માટે મારે ફી ભરવાની હતી અને મારી પાસે ત્યારે પૈસા નોતા એટલે મે ના પાડી. તો એનો અર્થ એ થયો કે મારી બધી મેહનત ની પાછળ તમે બધા હતા જેમ એક નોર્મલ વ્યક્તિ બીજાની મદદથી આગળ વધે છે નહી?"
"હા બિલકુલ મિતલ," નાઝિયા બોલી, "પણ મિતલ અમે તારી સાથે ત્યારથી જોડાયેલા છી જ્યારથી તું અહીં આવી છો. પેલા અમે બધા અલગ અલગ રીતે તને ગોતતા હતા પણ જયારે મંજિલ એક હોય તો રસ્તા પણ ભેગા થય જ જાય. એમ અમે પણ ભેગા થઈ જ ગયા. અને એક બીજી વાત મિતલ, તે કાલે અબ્દુલને શું કીધું કે તારા કોઈ ફ્રેન્ડ નથી પણ મિતલ ફ્રેન્ડ તો એને જ કેહવાય ને કે જે તારી હેલ્પ કરી પણ દે અને જતાવે પણ નહી. કરેક્ટ!? જેવી રીતે અમે તને હેલ્પ કરી, મહેરની રીયલ આઇડેન્ટિટી છુપાડવામાં. તે હોસ્પિટલ મયંક ના પેરેન્ટ્સની છે."
હું રડવા જેવી થઈ ગઈ કાલે ના રડી તો આજે તો જરૂર રડી પડીશ એવું લાગ્યું. મેં લાઈફ માં આટલું બધું જોયું અને હું એમ જ સમજાતી હતી કે બધે એકલી હું જ લડી રહી છું પણ ભગવાન તો મારી સાથે ક્યારના હતા! તેમણે મને ક્યારેય એકલી મૂકી જ નથી. ભગવાને મારી સાથે રેહવા માટે આટલા સરસ ફ્રેન્ડ નું ગ્રુપ મોકલી દીધું. મારી પાસે કોઈ શબ્દો નોતા કે મારે તેમને કેવું શું? હું નિશબ્દ થઈ ગઈ. એટલું બધું મગજ માં ચાલી રહ્યું હતું એટલા બધા સવાલો કે સમજાતું નોતું કે શરૂઆત ક્યાંથી કરું!
હું રડી ના પડું એટલે અબ્દુલ તરત બોલ્યો, " મિસ દવે, પ્લીસ આપ રોયેંગા મત. (તેણે મને મિસ દવે કહ્યું તે વાત થી ચોકી ગઈ હા, જરૂર, તેને મારી બધી વાત ની ખબર છે તે વાત પણ કે જે મને નથી ખબર એટલે તેને મારી સરનેમ જાણવા માં કાઈ મોટી વાત નહી લાગી હોઈ.) મેંને જબ કલ આપકો કહા કી મેં આપકે બારેમે જાનતા હું તો ઉસકા મતલબ સબ જાનતા હું. ઔર એક ઓર બાત મેં ભી આપકો પેહલે સે જાનતા હું. જબ કલ આપને કહા કી આપ મુજહે જાનતી હૈ તો મુજહે લગા કી આપકો યાદ હોગા કી હમ પેહલે કહા મિલે થે પર આપને તો સિર્ફ વહી કહા જો બાકી સબ જાનતે હૈ. "
"હે ભગવાન! મારા મોઢામાંથી તરત ઉદગાર નીકળી ગયો. મેં તરત આશ્ચર્ય સાથે પૂછ્યું , " હવે હું તને ક્યાં મળી હતી?"
"હમ શિરડી મેં મિલે થે આપને મુજહે ઔર મેરી ટીમ કો પોલીસસે બચાયા થા. ઔર ફિર જહાં હમ છીપે થે ઉસ શોપ મેં આગ લગ ગયી આપને ઉસ શોપ મેં ફસે સબકો બચાયા ઉપર સે આપકે હાથ ભી જલ ગયે થે. યાદ હે?!"
હા! મને પાકું યાદ છે, તે પોલીસ જે અમને પૂછતો હતો કે તમે આવા બદમાશોને જોયા છે તો મેં નાં પાડેલી કેમકે તે પોલીસ વાળા ને બીજા સાથે ખરાબ વર્તન કરતા જોયો હતો અને તે તમારા બધા કરતા વધારે બદમાશ લાગી રહ્યો હતો. ઉપરથી તમે બધા જ્યાં છુપાયેલા તે જગ્યમાં નાના બાળકો પણ હતા મેં તો એમની માટે આગ માં ગઈ હતી. જોકે, ત્યારે તો હું પણ નાની જ હતી મને યાદ છે હું 11th ના પ્રવાસ માં ત્યાં આવી હતી. પણ ત્યાં મેં તારું તો શું કોઈનું મોઢું જોયું જ ન હતું. તો મને તું ક્યાંથી યાદ હોય.!"
"હા ઇસ તરહકી આપ દલીલ દે સકતી હૈ.પર યે મત સોચયેગા કી આપકો પાસ કરનેમે મેરા કોઈ હાથ હે વો તો આપકી હી મેહનત થી." તેણે હસતા કહ્યું. ઉફ! તેની આ સ્માઈલ !! મને તેનું હાસ્ય જોઈ વધુ હસવું આવી ગયું. કોઈ મને અત્યારે પૂછે કે તને કેવું ફિલ થઈ રહ્યું છે તો હું કહીશ કે હું અત્યારે સૌથી વધુ અમીર છું એવું લાગી રહ્યું છે કે જાણે મારા બધા સપના એક જ ઝાટકે પુરા થઈ ગયા. હું ખરેખર ખૂબ જ ખુશ હતી.પણ હવે મને થોડીક સવાલ પૂછવાની હિમત અને ભાન પણ થયું હતું. એટલે મેં પેલો સવાલ આશિષ ને પૂછ્યો.
"મેં તને શેમાંથી બચાવ્યો? તારી કઈ પ્રોબ્લેમ મેં સોલ્વ કરી?"
તેણે જવાબ દેવાને બદલે કહ્યું,"મારી સ્ટોરી થોડીક મોટી છે પછી ક્યારેક વાત. પેલા તારી સ્ટોરી કમ્પ્લીટ કરી!"
મેં તરત જ નાઝિયા અને પેરી ને પૂછ્યું," મેં તમારી હેલ્પ કઈ રીતે કરી? "
પેરી એ જવાબ દેતા કહ્યું કે," મિતલ, તે અમારી જાન ની જાન બચાવી તો તે અમારી હેલ્પ થય જ ગઈ ને!"
"તમારી જાન?" મેં સામે બીજો સવાલ કર્યો.
"જેમ મેં પેલા જ કીધું કે હું મયંક ની ગર્લફ્રેન્ડ છું અને નાઝિયા પ્રયાગની પાર્ટનર છે." પેરી એ જવાબ દેતા કહ્યું," તો તે અમારી પણ જાન બચાવી જ ને!"
મને થોડીક આ વાત અજીબ લાગી એટલે મેં તરત કહ્યું, " તમે તો હજી મારી જેવડા જ તો છો, ૧૮ની આસપાસ. ત્યાં તમને તે પણ ખબર પડી ગઈ કે તમારી જાન કોણ છે! ખોટી ના સમજતા મને પણ આટલી નાની ઉંમર માં થતો પ્રેમ અટ્રેક્શન કેવાય, રીયલ પ્રેમ થોડી કેવાય! એટલે એમ નથી કેતી કે તમે ખોટા છો પણ પોતાને અને પોતાના પ્રેમ ને, રિલેશનને ટાઈમ આપવો જોઈ. હજી તો ઘણી દુનિયા બાકી છે જોવાની, પેલા બહાર ની દુનિયા તો જુવો પછી નક્કી કરજો. અને એક બીજી વાત તમે પોતાને જ આ સવાલ કરો કે તમે ખરેખર એક બીજાને પ્રેમ કરો છો કે નહી! કેમકે મને એવું લાગે છે કે જો પ્રેમ હોય તો આવી રીતે તમારી મુસીબત માં બીજા પારકા પાસે મદદ લેવા જાવી ના પડે. બરાબર ને પ્રયાગ! એટલે એમ કે નાઝિયા એ તારી લાગણી ને સમજવી જોઈએ અને પેરી મારી બદલે તું પણ મયંક અને તેની ફેમેલીને સમજાવી શકી હોત જો તેના દિલમાં શું ચાલી રહ્યું છે તે તને ખબર હોત તો!! એટલે હું એટલું જ કેહવા માંગું છું કે પાર્ટનર ની પેહલા ફ્રેન્ડ બનો, જે એકબીજા ની બધી વાત બોલ્યા વગર સમજી જાય બસ.!"
મારી વાત સાંભળી બધા ચુપ થઈ ગયા મને લાગ્યું કે મેં કાઈક ખોટું કહી દીધું. હું હજી બીજું કશું કેહવા જાવ એની પેલા તો નાઝિયા બોલી," જોયું તું બધાને પોતાની વાત મનાવી જ લે. તું અલગ તો છે જ. ! " તે હસી મારી સામે. મને શાંતિ થઈ ગઈ.
ત્યાં આશિષ બોલ્યો, " મિતલ, મહેરને તો લઇ આવ. અમારે એને પણ મળવું છે. " મને ત્યારે યાદ આવ્યું કેઢીંગલીને મેં ક્યારની અંદર રાખીને આવી છું બધા સાથે વાતું કરવામાં ધ્યાન જ ના રહ્યું કે કેટલો બધો ટાઈમ વયો ગયો. હું તરત મારા રૂમ તરફ દોડી. ઢીંગલી ને લઇ ને પાછી આવી ત્યાં સુધી બધા નર્સરી માં ફરી રહ્યા હતા. ઢીંગલી ને રમાડવા બધા ભેગા થઈ ગયા. બધા સાથે મેં બીજી ઘણી વાતું કરી જેનાથી મને ખબર પડી કે પ્રયાગ કે જે એક્બાંધા વાળો, ખૂબસુરત વાળ, અને જે L.L.B. કરી રહ્યો છે અને મારી જેમ જ બીજા વર્ષ માં છે. નાઝિયા બેહદ ખુબસુરત છોકરી. વાળ પણ એટલા સરસ લાગતા હતા તેના ગાલ ઉપર આવતી લટ તેના ચેહરા ને વધુ મોહક બનાવી રહ્યું હતું. તે આર્કિટેક્ટ નું ભણી રહી છે તેના પિતા નું અવસાન થઈ ગયું છે એટલે તેના ઘરમાં તેની અમ્મી અને તેની બે જુડવા બહેન નઝીમાં - નાઝૂક છે, જે ભણવાની સાથે સાથે પાર્લર ચલાવે છે. તેની અમ્મી ગવર્મેન્ટ કોલેજ માં પ્રોફેસર છે. મયંક ની તો પૂરી ફેમેલી જ ડોક્ટર છે તેની બહેન સુઝેન અને જીજુ જોસેફનો એક દીકરો છે જેનું નામ રોન છે. તે હજી બે વર્ષનો જ છે. મયંક પોતે B.A. WITH ENGLISH કરી રહ્યો છે અને સાથે સાથે પેન્ટિંગ પણ કરે છે. પેરી પોતાના પેરેન્ટ્સ ની એક માત્ર સંતાન છે. તેમાં પેરીના મધર પણ ગુજરી ગયા છે. એટલે તેના પિતા વધારે સમય પોતાના બિઝનેસ માં જ કાઢે છે. તેથી પેરી વધુ સમય મયંકના ઘરે જ વિતાવે છે. પેરી અને આશિષ એક જ કોલેજ માં M.B.B.S. કરી રહ્યા છે. પેરી પણ ઘણી સુંદર છે. તેના વાળ પણ ઘણા ટૂંકા છે. તે એકદમ નમણી નાજુક જેવી છે. હા, તે ગુસ્સે ખૂબ જલ્દી થઈ જાય. પણ તેનો ગુસ્સામાં બીજા માટે પ્રેમ જ હોઈ તેની સામે નાઝિયા ખૂબ સંયમી છે તે કોઈની પણ વાત ને દિલ ઉપર નથી લેતી તે ગુસ્સો પણ ઓછો કરે છે. આશિષ ના પરિવાર માં તેનાથી મોટો ભાઈ, આકાશ તેમની પત્ની સુજાતા અને તેમના બે બાળકો છે. આશિષ ના માતા પિતા ઘણું કમાયેલા છે અને ભાઈ-ભાભી પણ કમાય છે. તો ઘર સુખ-સગવડો થી ભરેલું છે. હા, આશિષ તેમની સાથે નથી રેહતો. તે પ્રયાગ ના ઘરે પ્રયાગની સાથે રહે છે. સૌથી મજાકીયો સ્વભાવ પ્રયાગનો જ છે. આશિષ શાંત છે. મયંક થોડોક મિશ્ર સ્વભાવ નો છે. અને જ્યાં સુધી વાત રહી અબ્દુલની તો તે તો મને સાવ એટલે સાવ શાંત લાગ્યો. અહીં આવ્યા પછી તો તે એક જ વાર બોલ્યો હતો. પછી તે એકદમ શાંતિથી ઉભો હતો. તે અનાથ છે છતાં તે ભણેલો છે. તેણે બે વાર જવાનો પ્રયત્ન કર્યો પણ અમે કોઈએ તેને જવા ના દીધો. પછી મારી કોલેજ જાવાનો સમય થઈ ગયો હતો એટલે મેં બધાને ફરી મળશું એમ કહ્યું તો કોઈએ મને જવા જ ના દીધી. કહી દીધું કે એક દિવસ રજા રાખીશ તો કઈ થઈ નહી જાય. અને પ્રયાગે તો એમ પણ કહ્યું કે, " મિતલ, અબ્દુલ કેહતો હતો કે તું ઘણું કમાય છે તો બધા પૈસા ને ક્યાં લઇ જાવા છે તારે ? આજે તારે અમને બધાને અનલીમીટેડ પિઝ્ઝાની પાર્ટી આપવાની છે. " અને પેરી એ પણ કહ્યું કે, " મિતલ, તારી અને મહેર ની માટે થોડીક શોપિંગ પણ કરવા જાય, આજનો આખો દિવસ ફ્રેન્ડ્સ ના નામે. "
આટલું સાંભળી ને તો બધા ખુશ. અબ્દુલે ના પાડી કે તે નહી આવે પણ કોઈ તેને મુકે તેમ થોડી હતું. તેને પણ સાથે લઇ ગયા.
TO BE CONTINUED.....