Prem ek moh, ek lagni - 2 in Gujarati Love Stories by Saurabh Sangani books and stories PDF | પ્રેમ એક મોહ, એક લાગણી. - 2

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

પ્રેમ એક મોહ, એક લાગણી. - 2

પ્રેમ માં જયારે સ્વાર્થ નો ભાગ આવી જાય ત્યારે તે પ્રેમ મોહ હતો એની ઓળખ થાય છે, વધારે પડતા લોકો દુનિયાને દોષ આપે છે કેદુનિયાજ એવી છે યુગ એવો છે, પણ એ ધ્યાન માં નથી લેતા કે આપણા વિચારો એવા છે, પરિવર્તન સંસાર નો નિયમ છેજ પણ વિચારોકે આપણી વૃત્તિ ને મોહ માં પરિવર્તન કરવી એ નિયમ નથી, પ્રકૃતિમાં પ્રાણી-પક્ષી માં એ બાબતે પરિવર્તન ક્યારેય આવ્યું હોય એવોજીવન ની શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં દાખલોજ નથી. મનુસ્ય ને પ્રકૃતિ કે પ્રાણી-પક્ષી પ્રત્યે મહત્તમ એકતરફી મોહ નોજ પ્રેમ જોવામળે છે, એટલેજ એમનું દોહન કરતા સોસણ ની વૃત્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.


મોહ નો પ્રેમ એક સ્પર્ધાત્મક ને લીધે પણ થાય છે જીવન માં કોઈપણ ઉંચાઈ સર કરવી એ ખોટી વાત નથી પણ પ્રેમ ને હથિયાર બનાવીનેકોઈના પર હાવી થવું કે એને જરૂરિયાત પ્રમાણે મેળવી લેવું એ આપનો દોષ છે ના કે દુનિયા કે સમય નો "સમય એવો છે ભાઈ " આમહત્તમ સાંભળવા માં આવે છે, પણ સમય પેલા પણ એવોજ હતો ને આજે પણ એવોજ છે, મોહ સમય નથી લાવતો એ આપણા વિચારોને આધીન હોય છે, આહાર,વિહાર, ને વ્યવહાર આપણા મૂળભૂત માં ફેરફાર ને કારણે સમય ને દુનિયામાં બદલાવ થતો આપને દેખાયછે, દુનિયા પણ મોહ ના પ્રેમ ને સમયાંતરે અવગણેજ છે ને એના જીવન પણ યાદ કરતા હોય એવું હોતુંજ નથી.


ધાર્મિક પુસ્તકો કે પ્રેમ માં મહાન બની ગયેલા વ્યક્તિત્વ માં હંમેશા લાગણી નોજ પ્રેમ પ્રેમ હોય છે, અને કોઈ પણ પુસ્તકો કેવિચારધારામાં લાગણી ના પ્રેમને ગુનો ગણવામાં આવ્યોજ નથી, સંતોસ નો ભાવ, એક બીજાને કોઈ પણ પરિસ્થિતિ માં સમજવાનીશક્તિ લાગણી ને વ્યક્ત કરે છે, એ પ્રેમ માં વિશ્વાસ ક્યારે પણ નાશવંત થતો નથી કેમકે એમાં શંકા ને કોઈ પણ સ્થાન આપવામાંઆવતુંજ નથી, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈના કહેવાથી વિશ્વાસ માં ઉણપ આવવી કે સક માં પરિવર્તિત થવું એ સંભવ જ નથી હોતું, અને અવા પ્રકારનો નિસ્વાર્થ ભાવે પ્રેમ પણ મનુસ્ય માં જૂજ પ્રમાણમાં જ જોવા મળે છે, કહેવામાં આવે છે કે લાગણી નો પ્રેમ ભાગ્યશાળીવ્યક્તિ નેજ મળે છે, પણ એ નથી સમજતા કે ભાગ્ય જ આપણે મોહ નું બનાવીયે તો લાગણી આપણા માટે બીજા રાખે એ શક્ય નાજબને બને બાજુથી લાગણી નો પ્રેમ હોય ત્યારે. બને કોઈ પણ દુનિયાની એની નકારાત્મક ટેવો ને અવગણના કરીને એક બીજાનીસકારાત્મકતા ને બળ આપીને આગવી ઓળખ ઉભી કરે છે, એક બીજાનું ખરાબ જોઈ નય સકતા પણ એના ખરાબ કરેલા કામો માંસુધારવા માં મહત્વનો ફાળો આપે છે નાકે એને તરછોડી ને એ એનીજ ભૂલ છે એવું સમજીને એકલા સુધારવાનું ધ્યાન દોરે પણ બને નીભૂલ સમજીને બને સાથેજ નિવારણ કરવાની ક્ષમતા ધરાવે છે.


કોઈ પણ પરિસ્થિતિ માં સાથ ના છોડવો કે એમના લીધે કોઈ પણ સંકટ નું આવવાનું પરિબળ જણાતા સાથ ના છોડવો એ લાગણી નાપ્રેમ માંજ શક્ય બને છે, લાગણી ના પ્રેમ ને પોતાનો પડછાયો પણ કહેવામાં આવે છે કેમકે તે પડછાયાની જેમ કોઈ પણ સંજોગો માં સાથેઅને આપણી ખુશી માં પાછળ ને દુઃખમાં હર હંમેશ આગળ રહે છે, જીવન માં પરિવારના પ્રેમ ના દાખલ આપવામાં આવતાજ નથી સાચીરીતે માતા,પિતા કે એના સંતાનો ને ભાઈ,બહેન એવા કોઈ પણ સબંધ માં લાગણી નોજ પ્રેમ હોય છે, પ્રેમ માત્ર અજાણ્યા સ્ત્રી પુરુષ માંજલાગણી નો પ્રેમ ઉદભવે એજ જરૂરી નથીજ હોતું, દુનિયા માં લાગણી ના પ્રેમની સાબિતી આપવાની પણ ભાવના હોતી નથી, એક બીજાનેપરસ્પર એવીજ અતૂટ ભાવના થી જિંદગી પસાર થઇ જાય એવોજ ભાવ રાખીને એકબીજામાં લિન રહેતા હોય છે.


મોહ માં પ્રેમ સમયાંતરે ઓછો કે નાશવંત થાય છે પણ લાગણી માં પ્રેમ અવિરત ને અવિનાશી હોય છે, એક બીજા માંજ રચ્યા પચ્યા રહેવુંએવું નહિ પણ દુનિયાના હરેક જીવ પ્રત્યે લાગણીશીલ પ્રેમ કરવાની ઉર્જા માં વધારો થાય છે, લાગણી નો પ્રેમ જીવન માં મીઠાસ ભર્યોભાવ ને વધારે ઉદભવીને અનેરી ઓળખ આપવામાં મહત્તમ ભાગ ભજવે છે,

એવા પ્રેમ માં કોઈ વસ્તુ કે એના પ્રત્યેની જરૂરિયાત ને સ્થાન આપવામાં આવતુંજ નથી, લાગણી ના પ્રેમ માં એકબીજાને પ્રેમ ની સાબિતીઆપવાની તુલના પણ થતી જોવા મળતી નથી.