Mind: Relationship friendship no - 12 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 12

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 12



આદિત્ય, મનન, તેજસ અને નિશાંત સોફા પર બેસી ને નિયા ની રાહ જોતા હતા ત્યાં નિયા આવી,

"હાઈ"

"નિયા તારું પીજી તો મસ્ત છે ને પીજી જેવું લાગતું જ નથી ઘર જેવું લાગે છે." તેજસ બોલ્યો.

"હા ઘર જ છે " નિયા હસતા હસતા બોલી.

પછી બધા સ્ટડી નું કરતા હતા. નિયા સમજાવતી હતી એ લોકો ને ત્યાં રિંગ વાગી,
નિયા એનો ફોન શોધતી હતી ત્યાં નિશાંત બેસેલો એની પાછળ નિયા નો ફોન પડેલો હતો એટલે નિયા એ કીધું,
"નિશાંત તારી પાછળ ફોન પડ્યો છે આપ ને"

નિશાંત ફોન આપવા જતો હતો ત્યાં એને જોયું તો રિયાન લખ્યું હતું અને પિક એનો હતો એટલે એ બોલ્યો, "જીજુ નો ફોન છે સ્પીકર કર"

"ઓય જીજુ નથી એ " નિયા થોડું મોટે થી બોલી.

"ચાલ ચાલ સ્પીકર કર. " બધા બોલ્યા.

નિયા એ ફોન ઉપાડ્યો અને સ્પીકર પર કર્યો ત્યાં જ રિયાન બોલ્યો, "મને ખબર છે તું ઘરે છે એટલે ચુપચાપ નેટ ઓન કર અને વિડિયો કૉલ રિસિવ કર" આટલુું બોલી રિયાન એ ફોન મૂકી દીધો.

નિયા નેટ ઓન કરતી હતી ત્યારે આદિત્ય અને નિશાંત એને રિયાન નાં નામ થી હેરાન કરતાં હતાં.

"બોલ હવે" નિયા વિડિયો કૉલ પર બોલી.

"નિયા જો ને આ માંથી કયું મસ્ત છે મને પાર્ટી માટે જોઈએ છે. કંઇ સમજ નઈ પડતી મને" રિયાન બોલ્યો.

નિયા એ ક્લોથ સિલેક્ટ કર્યા અને પછી કૉલ કરજે એમ કહી ને મૂકી દીધો.

"વાહ કપડાં માટે પણ તને ફોન કરે શું વાત છે" મનન બોલ્યો.

"હા તને પૂછી ને લે એટલે નક્કી જીજુ જ છે." આ સાંભળી ને નિયા થોડી દુઃખી હોય એવું લાગતું હતું પણ નિયા સ્માઈલ સાથે બોલી,

"નાં એવું કંઇ નથી . આ 2 ચેપટર પતાઈ દઈએ પછી તમને પિક બતાવું. " નિયા એ કીધું.

પછી બધા સ્ટડી કરતા હતા. ત્યાં કોઈ એ દરવાજો ખખડાવ્યો.

"તને તો કામ હતું ને " માનિક ને જોતા નિયા બોલી.

"હા કામ હતું તને તો" આદિ બોલ્યો.

"કામ પતી ગયું પછી જોયું તો નિયા અને આદિ નું snap માં લોકેશન અહીંયા નું હતું એટલે લાગ્યું બધા અહીંયા જ છો એટલે આવી ગયો.

માનિક આવ્યો ત્યારે લાસ્ટ સવાલ એ લોકો કરતાં હતાં. નિયા સમજાવતી હતી ત્યારે માનિક વચ્ચે વચ્ચે બોલ્યા કરતો હતો એટલે નિયા એ કીધું , "તું સમજાઈ દે " પછી નિયા ઉભી થઇ ને રસોડાં માં જતી રહી.

"ઓહ આ બધું કેમ લાવી." માનિક થી ચૂપ તો રેહવાય નહિ એટલે પૂછ્યું.

"નાં ખાવું હોય તો નાં ખાઈશ હું ફોર્સ નહિ કરું." નિયા બોલી ત્યારે આદિ હસ્યો અને " હા નાં ખાઈશ અમે ખાઈ લઈશું."

બધા નાસ્તો કરતાં હતાં માનિક થોડું ખાઈ ને સોફા પર બેસી ગયેલો અને ત્યાં બાજુ નાં ટેબલ પર બુક્સ પડેલી હતી. એ જોતો હતો. માનિક જ્યાં બેઠો ત્યાં પેલા નિશાંત અને મનન બેસેલા પણ એ કોઈ ત્યાં અડ્યા નહિ હતા. પણ આ માનિક ને તો બધું ચેક કરવું હોય.

નિયા એ જોયું એટલે કીધું, "માનિક એ બુક્સ નાં લઈશ. "

" બધે શું ફાફા મારે છે તું શાંતિ થી નઈ બેસાય તારા થી" તેજસ ને માનિક ની આદત ખબર હસે એટલે બોલ્યો.

"નિયા પિક તો બતાવ" આદિ બોલ્યો.

"ક્યાં પિક " માનિક બોલ્યો.

"એના લગ્ન નાં " નિશાંત એની ઉડાવતો હોય એમ બોલ્યો.

નિયા લેપટોપ લઇ ને આવી અને પિકસ નું ફોલ્ડર ઓપન કરતા બોલી., " આ રિયા "

"ઓહ રિયા કોણ છે?" માનિક બોલ્યો.

"છોકરી છે દેખાતું નથી " અત્યાર સુધી શાંત મનન બોલ્યો.

"મારી ફ્રેન્ડ છે" નિયા બોલી.

પછી એ લોકો પીક્સ જોતા હતા અને નિયા એના ફોન માં કંઇક કરતી હતી. ત્યાં
"આ છોકરો કોણ છે ?" માનિક બોલ્યો.

"રિયાન છે નિયા નો ફ્રેન્ડ" આદિ બોલ્યો.

બસ પછી થોડી મસ્તી કરી એ લોકો એ અને ગયા. પછી નિયા એ સાફ સફાઈ કરી પછી એ લખવા માટે એની ડાયરી શોધતી હતી.

અંદર નાં રૂમ માં બધે જોઈ લીધું પણ ક્યાંય નાં મળી. પછી એને યાદ આવ્યું કાલે રાતે સોફા પર લખતી હતી અને પછી ત્યાં ટેબલ પર મૂકી હતી. નિયા એ ત્યાં જોયું પણ ત્યાં બીજી બુક હતી પણ એ નઈ હતી.

નિયા ને થોડી વાર પછી યાદ આવ્યું માનિક ત્યાં બુક જોતો હતો કદાચ એ તો નઈ લઇ ગયો હોય ને.

નિયા હવે રડવા લાગી હતી.


સાંજે પાંચ વાગે.


નિયા ની આંખો રડી રડીને લાલ થઇ ગઇ હતી. એને આખું ઘર ચેક કરી લીધું હતું પણ બુક નઈ મળતી હતી. એને એનું કબાટ નું બધું કાઢી ને બહાર મૂકી દીધું હતું.

એને crazy engineer's વાળા ગ્રૂપ માં મેસેજ કર્યા હતા કોઈની પાસે મારી બુક આવી ગઈ હોય તો આપી દેજો. અને બધા ને ફોન કર્યા હતા પણ માનિક સિવાય બધા એ બેગ ચેક કરી ને કીધું નથી.

હજી નિયા નું રડવાનું બંધ નઈ થયું હતું. નિયા એ બુક માં એનું આખું પાસ્ટ અને અમુક સપનાં લખ્યા હતા.
નિયા ને માનિક પર શંકા થતી હતી પણ એ કંઇ કહી નાં શકી.

Crazy engineer's માં બધા એ કીધું નથી અમારી પાસે પણ માનિક એ એવો મેસેજ કર્યો, "તારી બુક અમે લઇ ને શું કરીએ."

આ મેસેજ જોઈ ને નિયા ને શંકા વધારે માનિક પર જતી હતી.

માનિક એ નિયા ને બોવ બધા મેસેજ વોટ્સ અપ પર કર્યાં પણ નિયા કંઇ જવાબ નાં આપ્યા.

સાત વાગવા આયા હતા. નિયા ની આંખો રડી રડીને ને એક દમ નાની થઈ ગઈ હતી ત્યારે માનિક નો ફોન આવ્યો,

"નિયા બુક ભૂલ માં મારી પાસે આવી ગઈ છે. પછી મળીયે ત્યારે આપી દઈશ." આટલું બોલ્યો ત્યારે નિયા ને બોવ ગુસ્સો આવ્યો.

"મને બુક આજે અત્યારે જોઈએ છે. તું જે કરે એ મને બુક આપી જા" નિયા રડતા રડતા બોલી.

"એવું તો શું છે એમાં. ફ્રેન્ડ પાસે બુક રહી છે એમાં શું રડવાનું " માનિક બોલ્યો.

નિયા સમજી ગઈ એને બુક વાંચવાની સ્ટાર્ટ કરી છે અને પછી આપવી નથી એટલે આવું બધું બોલે છે.

"મને કામ છે એનું " નિયા બોલી.

"હા આપી જઇશ. કાકા નાં ઘરે આણંદ જ છું. એટલે ."

મને 7.30 પેલા બુક જોઈએ. નિયા એ આટલું બોલી ને ફોન મૂકી દીધો.

થોડી વાર પછી માનિક આવી ને બુક આપી ગયો અને નિયા ને કીધું, "ફ્રેન્ડ પર પણ ટ્રસ્ટ નથી બીજા ની તો શું વાત રહી."

નિયા કંઇ પણ બોલ્યા વગર બારણું બંધ કરી ને અંદર જઈ ને સુઈ ગઈ.


9 વાગે

પર્સિસ અને નિયા એ જમી લીધું હતું. અને બંને ત્યાં નજીક નાં ગાર્ડન માં ચાલી ને પાછા આવ્યા હતા.

"નિયા મને નીંદ આવે છે હું સૂઈ જાવ છું. તું પણ જલ્દી સૂઈ જજે " પર્સિસ સૂઈ ગઈ .

નિયા ને કાર્ડ બનાવવાનું હતું એ બનાવ્યું. પછી ઘરે દાદી સાથે વાત કરી પછી એની ડાયરી ને જોઈ ને એને પાછું રડું આવી ગયું.

એટલે એને આજે કંઇ નાં લખ્યું ખાલી ડાયરી ને હગ કરી ને બેસી રહી. ત્યાં આદિત્ય નો મેસેજ આવ્યો.

"હેય, બુક મળી ગઈ"

"હા માનિક પાસે હતી." નિયા એ કીધું.

"ભૂલ માં આવી ગઈ હસે."

"લીધી હસે ભૂલ માં નઈ આવી હોય."

"ઓકે"

નિયા સૂવાની તૈયારી કરતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો, "સોરી તું જ્યારે લેપટોપ લેવા અંદર ગઈ હતી ત્યારે મે બેગ માં મૂકી હતી મને થયું મસ્તી કરું પણ તું તો બધા ને મેસેજ કરી ને પૂછવા લાગી."

"મારી બુક મને પૂછ્યા વગર લેવાની નહિ."

"ઓકે ભૂલ થઈ ગઈ હવે નઈ થાય."

નિયા આ વાત ભૂલાવવાનો ટ્રાય કરતી. યાદ આવતી પણ એ કોઈ ને કેહતી નહિ.


હવે દિવાળી વેકેશન હોવાથી એ સુરત ગઈ હતી. મમ્મી પપ્પા અને દાદી સાથે બોવ બધી વાતો કરી. રિયાન ને maths 3 માં કેટી હતી એટલે એને maths 3 કરાવ્યું. એના જૂના ફ્રેન્ડ સાથે ફરવા ગઈ .

નક્ષ અને ભૌમિક સાથે નિયા ની ફોન પર કોઈ વાર વાત થઈ જતી. Crazy engineer's માં નિયા ની કોઈ વાર વાત થતી.

માનિક અને નિયા સારા ફ્રેન્ડ હતાં પણ માનિક ને એવું લાગતું નિયા માટે બધું હું જ છું. નિયા નાં માટે તો બધા ફ્રેન્ડ સરખા હતા.

હવે gtu ની એક્ઝામ હતી એટલે નિયા આણંદ આવી ગઈ હતી. નિયા અને પર્સિસ સાથે વાંચતા અમુક વાર.

માનિક અને આદિત્ય સાથે ગ્રૂપ કૉલ પર પણ નિયા સ્ટડી કરી લેતી. નિયા આ ટાઈમ થોડી વધારે મેહનત કરી હતી.

કાલે છેલ્લું પેપર હતું સેમ 3 નું. અને નિયા , આદિ અને માનિક નો પેપર પછી કંઇ જવાનો પ્લાન હતો.

બીજે દિવસે પેપર પત્યા પછી,


એ ત્રણ સત્યનારાયણ માં આઈસ્ક્રીમ ખાવા ગયા અને પછી ત્યાંથી વડતાલ ગોમતી પાસે ગયા. ત્યાં થોડા પિક પડ્યા.

પછી આદિ સેલ્ફી પડતો હતો ત્યારે માનિક નિયા નાં ગળા માં હાથ રાખી ને પિક પડવા લાગ્યો. નિયા એ કંઇ નાં કીધું ત્યારે. પછી એ લોકો ઘરે ગયા.

નિયા સાંજે સૂઈ ને ઊઠી ત્યારે જોયું તો માનિક નાં 3 મિસ કોલ પડેલા હતાં. નિયા ને કૉલ કર્યો,

"કેમ આટલા ફોન કર્યા કંઇ કામ હતું" નિયા બોલી.

"એ તો પિક ગમ્યા મને ઈન્સ્ટાગ્રામ પર મૂકું કે નઈ એ પૂછવા કૉલ કર્યોં હતો.

"તારી મરજી"

"ઓકે. તારો અને રિયાન નો પિક છે ને આવો ?" માનિક એ પૂછ્યું.

"ક્યો?" નિયા ને યાદ નાં આવતા પૂછ્યું

"રિયાન એ એના પ્રોફાઈલ પિક માં મૂક્યો છે એવો ."

"હમ"


સાંજે નિયા ડાયરી માં લખતી હતી.
રિયાન તારું પ્રોમિસ નાં તૂટે એટલે મે માનિક ને કંઇ નઈ કીધું. પણ ડર છે કઈ બીજું નાં થાય.


બીજે દિવસે નિયા અમદાવાદ ગઈ જાનવી દીદી નાં મેરેજ હતા એટલે.



રિયાન એ નિયા ને કંઇ પ્રોમિસ આપી હસે?

માનિક પાસે બુક હતી તો એ પેલા નિયા ને જૂથ કેમ બોલ્યો?