The Corporate Evil - Chapter-46 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-46

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-46

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-46

નીલાંગી અને અમોલ નવી ઓફીસમાં આવી બધે ફરીને ઓફીસ જોઇ અને એક નબળી ક્ષણે નીલાંગીને વાત વાતમાં શેમ્પેઇન માટે મનાવી લીધી પોતે શેમ્પેઇન લઇને આવ્યો એક ગ્લાસ પોતાનો ભરી બીજો નીલાંગીને આપી ચીયર્સ કર્યું.
નીલાંગીએ અચકાતાં શેમ્પેઇન લઇ લીધી અત્યાર સુધી ઓફીસ અને સેલેરીનાં લાલચ અને દબાણમાં આવીને મોઢે માડી.
અમોલ એની સામે જોઇ રહેલો નીલાંગી સીપ પર સીપ મારી રહેલી અમોલે કહ્યું "થેંક્યુ નીલાંગી તેં મને કંપની આપી મને વિશ્વાસ પડી ગયો છે કે તું મને જરૂર મદદ કરીશ અને હું માંડ વિખવાદમાંથી બહાર નીકળ્યો છું અને આજે આનંદ થયો કે કોઇ તો મને સમજે છે એમ કહીને ફરી થેંક્સ કહ્યું.
નીલાંગીનો ગ્લાસ પુરો થતાં બીજો ભર્યો. નીલાંગીએ કહ્યું "બસ સર આટલુ ઘણુ છે હજી મારે... એ આગળ બોલે પહેલાં અમોલે કહ્યું આમાં કઇ નહીં થાય આ કોઇ હાર્ડડ્રીંક નથી અને બંન્ને જણાંએ શેમ્પેઇન બોટલ પુરી કરી.
અમોલ ઘણો સાવધ હતો એ કોઇ વાતે ઉતાવળ નહોતો કરી રહ્યો. એ એક પ્રમાણીક બની રહેલો ફરી જીવનમાં ઝંઝાવાત ના આવે એવું ધ્યાન રાખી રહેલો.. ક્યાંક ઉતાવળમાં ખોટું ના થાય એની કાળજી લઇ રહેલો.
અમોલે કહ્યું "ઓકે નીલો હું તને ડ્રોપ કરીને બંગલેજ જઈશ કાલે મોર્નીંગમાં તારી જૂની ઓફીસે રાહ જોઇશ એમ કહીને એ ઉઠ્યો. નીલાંગી પણ ખુરશીમાંથી ઉભી થતાં થતાં પગ સ્લીપ થયો એ પડતાં પડતાં બચી. એટલીવારમાં તો અમોલે એને પકડી લીધી... ટેઇક કેર નીલાંગી શું થયું ?
નીલાંગીએ હાથ છોડાવતાં કહ્યું કંઇ નહીં કંઇ નહીં સર આતો પગ સ્લીપ થઇ ગયો હતો આઇ એમ સોરી.
અમોલે એને તરત છોડી દીધી ફરીથી બોલ્યો ટેઇક કેર અને નીલાંગીને શેમ્પેઇનનો નશો આંખમાં ઉતરી આવેલો અમોલે કહ્યું ચાલ આપણે જઇએ.
નીલાંગી આગળ ચાલવા લાગી અમોલ પણ એની સાથે ચાલી રહેલો. થોડે આગળ જઇને નીલાંગીએ કાચનો ડોર પકડી લીધો. અમોલે જોયુ. એણે પૂછ્યું શું થયું ? તને કોઇ તકલીફ હોય તો થોડીવાર બેસીએ પછી જઇએ.
નીલાંગીએ કેફમાં કહ્યું નો નો સર ઇટ્સ ઓકે થેંક્સ અને અમોલે કહ્યું ઓકે ચાલ. બંન્ને જણાં પાછાં લીફ્ટમાં પ્રવેશ્યા.. લીફ્ટ બંધ થઇ અને નીલાંગીએ અનુભવ્યુ કે એને ચક્કર આવે છે એણે અમોલનો હાથ પકડી લીધો.
અમોલ સજ્જનનની જેમ કેરફુલી હાથ પકડીને ઉભો રહ્યો કોઇ નાદાની ના કરી લીફ્ટ 10 મા માળે પાર્કીગમાં આવી અને અમોલે લીફ્ટ લોક કરીને કારનો દરવાજો ખોલી નીલાંગીને અંદર બેસાડી પછી પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો.
કારમાં AC ચીલ્ડ કર્યુ અને પરફ્યુમ છાંટી દીધુ નીલાંગી સીટને અઢેલીને બેસી ગઇ અને બોલી "સર થેંક્સ અને સંભાળી લીધી એન્ડ સોરી.. મને...
અમોલે કહ્યું "રીલેક્સ બેબી રીલેક્સ ટેઇક કેર મને લાગે તે પહેલીવાર શેમ્પેઇન પીધી છે એટલે તને કદાચ.
નીલાંગીએ કહ્યું "નો નો મેં પહેલાં પીધી છે પણ આ થોડી સ્ટ્રોગ લાગી પણ આઇ એમ ઓકે ડોન્ટ વરી.
અમોલે થોડીવાર એની સામે જોઇ રહ્યો અમોલે કહ્યું "આઇ એમ સોરી નીલાંગી મારે તને શેમ્પેઇન માટે આગ્રહ નહોતો કરવાનો...આઇ એમ રીયલી સોરી...
નીલાગીએ કહ્યું "અરે સર એવું કંઇ નથી મને ખબર પડી ગઇ છે તમે સારાં માણસ છો ભરોસો છે મને એમ કહી અમોલ સામે જોવા લાગી.
અમોલ એની સામે જોઇ રહ્યો અને બોલ્યો ના હવે ફરીથી તને હું ઓફર નહીં કરુ આજે મારી ભૂલજ થઇ નીલાંગીને જાણે શું થયું એણે અમોલને હાથ પકડીને કહ્યું "ઇટ્સ ઓકે આઇ એમ એન્જોયિંગ ડોન્ટ વરી સાલી કેવી જીંદગી હતી મારી.. એવું કંઇ નથી તમે એવું ના બોલો.
અમોલને થયું મારે એને શેમપેઇન ઓફર નહોતી કરવાની. અમોલે એનો હાથ છોડાવી કહ્યું "તારે કંઇ ખાવું છે ? તો આપણે કોઇ સારી રેસ્ટોરેન્ટમાં ખાઇ લઇએ. નીલાંગીએ કહ્યું "નો નો સર મને ભૂખ નથી ફરી કોઇવાર અમોલ ખુશ થઇ ગયો કે નશામાં આ બરોબર વર્તી રહી છે જોખમ નથી. અમોલે એનાં કપાળ પરનાં વાળ સરખાં કરતાં કહ્યું બી રીલેક્ષ. હું હવે ગાડી ડ્રાઇવ કરુ છું તને સ્ટેશન ડ્રોપ કરી દઊ.. તારાથી જવાશે ને ?
નીલાંગીને જાણે ગમ્યુ હતું એણે કહ્યું યસ યસ આઇ એમ ઓકે સર તમે મન ડ્રોપ કરી દો.
અમોલે કહ્યું "શ્યોર ? નીલાંગીએ કહ્યું "યસ સર ઓકે તો પણ અમોલે ગાડી લોંગ વે ડ્રાઇવ પર લીધી અને થોડે વખત એને કારમાં ફેરવતો રહ્યો નીલાંગી એ કહ્યું સર દરિયો કેટલો સુંદર લાગી રહ્યો છે ખરેખર મજા આવી ગઇ.
1 કલાક ફેરવતો રહ્યો પછી સ્ટેશન પાસે કાર લાવીને કહ્યું "નીલાંગી સ્ટેશન આવી ગયું તું જઇ શકીશ ને ? ટેઇક કેર
નીલાંગી દરવાજો ખોલીને નીચે ઉતરી ગઇ એનુ પર્સ લઇને પછી બોલી થેંક્યુ સર બેસ્ટ ટ્રીટ હતી કાલે મળીશું. એમ કહીને પાછુ વળી જોયાં વિના સ્ટેશનમાં અંદર જતી રહી.
અમોલ ત્યાંથી નીકળી ગયો. નીલાંગી સ્ટેશન પર આવી બેન્ચ પર બેસી ગઇ થોડીવાર બેસી રહ્યાં પછી એને થોડું સારુ લાગી રહેલું. એવો સ્ટેશન પરનાં સ્ટોલ પરથી હોટ કોફી લીધી અને પીવા લાગી.
લગભગ કલાક સ્ટેશન પર બેસી રહી અને થયુ હવે એ નીલાંગને ફોન કરે એણે મોબાઇલ ઉઠાવ્યો અને નીલાંગનો ફોન કર્યો "હાય નીલુ તું ક્યાં છે ? હું કામમાંથી ફ્રી થઇ ગઇ છું ક્યાં મળીએ ? ગઇકાલે પણ તું ગુસ્સાથી જતો રહેલો મારે તો મળવુ છે.
નીલાંગને થોડું આર્શ્ચય થયુ એણે કહ્યું આજે વહેલી ? ચલ હું પણ ઓફીસથી નીકળુ છું તું પારલાં સ્ટેશન આવીજા આપણે ઘણાં સમયથી શાંતિથી બેઠાં નથી આજે જૂહુ દરિયે ફરવાં જઇએ ત્યાં કંઇક ખાઇશું પછી ઘરે જઇશું નીલાંગીએ કહ્યું એક કામ કર સીધાં જૂહુજ મળીએ. ત્યાં ટેક્ષીમાં પહોચી જઉં છું તું બાઇક લઇને આવી જા હું ત્યાં હોટલ મીલાનો જઊં છું ત્યાં બેસી તારી રાહ જોઇશ. નીલાંગે કહ્યું મીલાનો ? ઓકે ઠીક છે તું ત્યાં પહોચ હું ત્યાંજ આવું છું.
નીલાંગીએ કહ્યું નહીં કે એ ક્યા સ્ટેશન પર છે એણે સ્ટેશનની બહાર નીકળી ટેક્ષી પકડીને કહ્યું જુહુ મીલાનો હોટલ થોડાં સમયમાં ટ્રાફીક પસાર કરતાં હોટલ મીલાનો પહોચી ગઇ જૂહૂ દરિયાની સામે હોટલ મીલાનોમાં ગાર્ડન સાઇડનાં ટેબલ પર બેસી ગઇ જેથી રોડ દેખાય અને નીલાંગની રાહ જોવા લાગી.
નીલાંગને બાઇકમાં આવતાં વાર લાગી. વેઇટર નીલાંગી બે વાર પૂછી ગયો ઓર્ડર માટે કંટાળીને નીલાંગીએ એક બીયર ઓર્ડર કર્યો. મનમાં વિચાર્યુ નીલાંગ આવે તો એનાં માટે મંગાવી લઇશ એને મૂડ આવી જશે.
વેઇટર બીયર આપી ગયો અને નીલાંગીએ પીવાનો ચાલુ કર્યો ત્યાં થોડીવારમાં નીલાંગ આવી ગયો એણે જોયું નીલાંગી ગાર્ડન સાઇડ બેઠી છે એનાં આશ્ચર્ય સાથે કે એ બીયર પી રહી છે.
નીલાંગે કહ્યું "શું વાત છે આજે બીયર ? કોફી નહીં ? નીલાંગીએ આંખો નચાવતા કહ્યું "તને બીયર ખૂબ પસંદ છે ને એટલે મંગાવી એમ કહી વેઇટરને બીજી બીયરનો ઓર્ડર આવ્યો.
નીલાંગ નીલાંગીની સામેજ જોઇ રહ્યો એને નીલાંગી આજે જુદી જુદી લાગી રહી હતી એણે કહ્યું "કેમ આજે આવો મૂડ ? બધુ ઓકે છે ને ?
નીલાંગીએ કહ્યું "કેમ ફક્ત તનેજ મૂડ આવે ? મને નહીં ? તું બે દિવસથી મળતો નથી ઉપરથી કાલે આપણે ઝગડયા એટલે આજે થયુ તને ખુશ કરી દઊં એમ કહીને હસવા લાગી નીલાંગને મનમાં થયુ ભલે પીતી આજે બધી વાત કઢાવી લઊં..બંન્ને જણાં બીયર પીતાં રહ્યાં. બીયર પતી એટલે નીલાંગીએ કહ્યું. પીઝા ખાઇએ ? આજે તારે મારે તારી સાથે પાન પણ ખાવુ છે પછી દરિયે જઇને બેસીએ અને પેટ ભરીને વાતો કરીએ તું મારાંથી નારાજ છે ને ? તને આજે બધુ જ કહીને તારી નારાજગી દૂર કરી દઊ એમ કહીને નીલાંગને કીસ કરી દીધી.. નીલાંગે કહ્યું... તું આજે
વધુ આવતા અંકે ---- પ્રકરણ-47