my poem part 11 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 11

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 11

કાવ્ય 1

નવાવર્ષ ની પ્રતિજ્ઞા

છું હું પામર માનવી
નબળાઈઓ ઘણી છે મારી
હારી જાઉં છું ખુદ સામે...

ગોતી ને એક એક નબળાઈ
કરવી છે સબળ મારી જાત
નથી હારવું હવે ખુદ સામે....

અહંકારરૂપી રાવણ નો કરી વિનાશ
રામદૂત બનવાની કરું કોશિશ..

ક્રોધ નાથી મહાવીર જેવી સમતા ધરું
બુદ્ધ જેમ આપુ સૌને પ્યાર..

અધર્મ સામે બનું શ્રીકૃષ્ણ
જરૂર પડ્યે ધર્મ કાજે
કરવુ પડે જો છલ
તો ના રાખુ કોઇ ની શરમ...

ગાંધી બની અહિંસા નો બનું પૂજારી
તો અસુરો સામે કરું શિવ બની તાંડવ..

ધીરજ ધરી કરું દરેક ને ન્યાય
ના કરું સ્વપ્નમાં પણ કોઈને અન્યાય..

સત્ય સામે શીશ ઝુકાવી નમું આદર થી
અસત્ય નો કરું સામનો સિંહ બની

હારું નહી કોઈ કુટેવો થી
બનાવી છે અજાતશત્રુ મારી જાત..

બસ આટલું નાનું એવું પ્રણ છે
નવા વર્ષ નું મારું 🙏🙏....

કાવ્ય 2

પરમાર્થ સેવા.... એજ ખરી પ્રભુસેવા

ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યા
માણસોની વાત મા છુપાયેલ છે
નીજી સ્વાર્થની વાત...

છતા આજે દુનીયા ટકેલી છે
એ પ્રતાપ છે
પરમાર્થ સેવા ને આભારી...

ભૂલી પોતાના નીજી સ્વાર્થ
કરવી દિનદુઃખીયા માણસોની સેવા
એ જ છે ખરી પ્રભુસેવા...

અનેક તકલીફો નો સામનો કરી
કરવા ઉમદા કાર્ય એ તો છે
લોઢા ના ચણા ચાવવા જેવી વાત
નથી એ તો સામાન્ય મનુષ્યના વશ ની વાત

વાત અને પીડા અજાણ્યા ની જાણી
નીકળી જાય અશ્રુ એમની આંખ માં થી
એવાં મુઠીભર માણસો હસતાં મુખે
કરે પરમાર્થ સેવા દિનદુઃખિયાની...

નાતજાત ના વાડા ભુલી
સાંઈબાબા અને જલારામ
જેવા મુઠ્ઠીઉંચેરા સાધુસંતો એ
કરી નિસ્વાર્થ ભાવે પરમાર્થ સેવા...

કોટી કોટી પ્રણામ એવા સાધુસંતો ને
જેઓ પરમાર્થસેવા ને જ માને છે
ખરી પ્રભુ સેવા....

કાવ્ય 03

મન...

મન છે તરંગી
વિચારો તેના અતરંગી
સ્વપ્નો એના સપ્તરંગી

અગણિત છે મનની શક્તિ
આધુનિક જગત
મન ની શક્તિ ને આભારી

ઠાની લે મન તો નિર્બળ પણ
સિદ્ધિ મેળવે સિકંદર બની

પ્રાણી જગત માં
મનુષ્ય છે બુદ્ધિશાળી
એ તો છે મન ને આભારી

જો હોય મન પ્રફુલ્લિત
તો મન જોડે
તન પણ રહે તંદુરસ્ત

સકારાત્મક ને નકારાત્મક
મન ની છે બે બાજુ
વળે મન જે બાજુ
આવે તેવા પરિણામ

મન ને લગાડીએ
નિતનવા સંશોધન કાજે
મન ને લગાવીએ
પરમાર્થ સેવા કાજે

મન ના હકારાત્મક અભિગમ થી
આવે ઉચ્ચકોટી ના
અણધાર્યા પરિણામ

કાવ્ય 04

રૂ-બ-રૂ...

દોસ્તો રૂબરૂ થયા એને
વિતી ગયો એક અરસો

જાણે વીતી ગયો
આખો ઍક જમાનો

નીકળી છે પરમ ઘડી આજે
નીમ ટ્રી એ દોસ્તો ને
રૂ-બ-રૂ થવા ની

ઉત્સાહ છવાયેલો છે
હ્રિદય ને મનમંદિર માં

સવાર થી પગ નથી ટકતા
જમીન ઉપર મારા

મન વિહરે વગર વિહંગે
આભમાં

હવે ઍક ઍક સેકંડ લાગે
આજે કલાક જેવી

તમન્ના ઘણી છે મીત્રો ને
રૂબરૂ થઈ ગળે ભેટવાની

ઈચ્છા છે રોકાઈ
જાય સમય આજે

મારે વાગોળવી છે
જુની યાદો મિત્રો જોડે

હવે જલ્દી ઘડી આવે
મિત્રો ને રૂબરૂ થવાની...

કાવ્ય 05

એ કાપ્યો છે...

મકરસંક્રાત તહેવાર મજાનો
બચપણ ની યાદ અપાવે છાનોમાનો

ઢાળ, મોટી ઢાળ, ચાંદેદાર, લબુકીયો
ચિલ, ખંભાતી પતંગો ના વિવિધ પ્રકાર

સુરતી, બરેલી ને ચાયનીઝ
છ તાર, આઠ તાર, સાંકળ ને પાંડા
એવી કાળી લાલ ગુલાબી માંજાની ફિરકી

માંજા અને પતંગ લઈ ને જાતભાત ના
નાના મોટા, વડીલો, ભાઇઓ અને બહેનો
નાખે ધામા ધાબે આખો દી મજાના

ટેપરેકોર્ડર ને સ્પીકરના અવાજો વચ્ચે
આકાશ ભરાઈ રંગબેરંગી પતંગોથી

સ્થિર પતંગ ચડે આકાશમાં ઊંચો
ગોથે ચડેલી પતંગ કપાતા વાર નહીં

એકબીજા ના પતંગ જોડે લાગે પેચ
બીજાના પતંગ કાપી ને આવે મજા
એ કાપ્યો છે ..એ લપેટ .. ની બૂમો
પીપુડી અને થાળી વાટકાના અવાજ
ની ચિચિયારીઓ ની અલગ છે મજા

જયાફત ઊંધિયું, જલેબી, ચિકી
શેરડી ને બોર ની આંખો દી ધાબે

સાંજે અંધારે આકાશ ભરાઈ તુક્કલ થી
જાણે પ્રભુએ પ્રગટાવ્યા દીવા આભ માં

મકરસક્રાંતિ તહેવારો માં ખૂબ પ્રીય
એની જેવી મજા બીજા કોઈ તહેવારમાં નહિ...

પતંગ ની જેમ આપ સૌની પ્રગતી, નામના
આંબે ઊંચા આભને એવી શુભેચ્છા દિલથી..