Aangadiyaat - 18 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત - 18

Featured Books
Categories
Share

આંગળિયાત - 18

આંગળિયાત..ભાગ..20

આગળ જોયુ આપણે લીનાએ પરમને હા કરી દીધી લગ્ન માટે
અને એના સેલીબ્રેશન માટે લીના પરમ અને અંશ ત્રણેય એક હોટલમાં જમવા જાય છે,હવે આગળ...

હોટલમાં પહોંચતા એક સરસ ખૂણાના ટેબલ પર જઈ ત્રણેય બેસે છે,લીનાની પાછળ અને પરમની સામે એમ જે ટેબલ હતુ ત્યાં પરમના મમ્મી પપ્પા બેઠા હતા,પરમ વિચારે છે મમ્મીને લીના સાથે મુલાકાત કરાવી દઉ પણ મમ્મી હોટલમાં
કઈ આડુ અવળુ બોલશે તો..!એ વિચારે એને અટકાવ્યો, પોતાની અને લીના માટે જમવાનુ ઓર્ડર કર્યુ, અને અંશ માટે આઇસક્રીમ મેગાવ્યો, લીના અને અંશના ચહેરા ઊપર ખૂશી છલકતી હતી, અને પરમ તો ખૂબ ખુશ હતો પણ મમ્મી લીના માટે નારાજ હતી એને કેમ મનાવવી એ વિચારોમાં કોઈ ખૂણે
ખોવાયેલો હતો.

લીના ધીરે ધીરે પોતાની વાત કરે છે, પોતાના મનને હલકું કરે છે, આમ તો એ પરમને ઘણીવાર મળતી પણ કયારેય દિલ ખોલીને વાત નહતી કરી,: " પરમ, હું પણ એક આંગળિયાત છું, મારા જન્મ દાદાએ મને કયારેય નથી સ્વીકારી અને પાલક પિતાએ સગા પિતા કરતા ઘણો પ્રેમ અને સન્માન આપ્યુ છે,
મને કયારેય ખબર નહતી પડવા દીધી,મારી માટે એમણે એના પરિવારને ત્યજી દીધો હતો, ' હું નથી ઇચ્છતી કે મારી કે અંશ માટે તારે તારા પરીવારને છોડવો પડે, એવુ થશે તો હું કયારેય મારી જાતને માફ નહીં કરી શકુ,તુ હજી પણ વિચાર કરીલે, તુ પીછે હઠી જઈશ તો પણ મને દુઃખ નહીં થાય ,મે મારા પપ્પાને એના પરિવાર માટે મનોમન દુ:ખી છૂપાવતા જોયા છે,ત્યારે સમજ નહતી કઈ પણ હવે સમજાય છે એમના ચેહરા ઊપર ખુશીની સાથે છલકાતી એ દુ:ખની લકીર પણ કયારેય નજર આવતી હતી,"

" લીના , આવો વિચાર નહીં કર, મેં તને પ્રેમ આવુ વિચારી નહતો કર્યો, અંશ વિષે હુ કયા અજાણ હતો, પરંતુ હુ તમને બંનેને પુરા દિલથી અપનાવા માંગુ છુ, "એને પરમ લીનાનો હાથ પકડીને અંશ સામે જોઈ એને રમાડવા લાગે છેઅંશ સાથે મસ્તી કરતાં પરમનો હાથ વાગતા અંશ ખુરશી ઊપરથી પડી જાય છે ,અને કપાળ ઊપર વાગતા ખૂબ રડે છે ,પરમ એકદમ જ ઊભો થઈને એને તેડી ચૂપ કરાવા લાગે છે ,એ લીનાને," સોરી..સોરી...! " બોલતો એકદમ નર્વસ થઈ જાય છે,પરમને અંશને પાડવામાં પોતાની ગીલ્ટી ફીલ થાય છે અને એ ઘબરાય જાય છે,લીના ખુરશી એ થઈ ઊભી થઈ અંશને માથે હાથ ફેરવી પરમને હાથ પકડી ખુરશીએ બેસાડે છે અને સમજાવે," પરમ,! રિલેક્સ એવું ચાલ્યા કરે, "કહી પરમ સામે પાણીનો ગ્લાસ ધરે છે,અને બીજા ગ્લાસ થી અંશને પાણી પીવરાવે છે અને બીજો આઇસક્રીમ ઓર્ડર કરે છે,બીજો આઇસક્રીમ આવતા અંશ ચૂપ થઇ જાય છે ,પણ પરમ હજુ પોતાની ગીલ્ટમાં જ નીચુ જોઈ રહે છે,લીના ફરી સમજાવે છે,
" પરમ, બસ યાર તમારી ભુલ નથી, આવુ તો થાય, "

" લીના ,! પણ મારા કારણે હસતો રમતો અંશ રડી પડ્યો,"

" પરમ,! બાળક પડતા ઓખડતા મોટું થાય, અને સ્ટ્રોંગ થાય, એટલે ચીંતા નહીં કરવાની.."લીનિએ પોતાનો હાથ પરમના હાથ ઊપર મુકી એને શાંત થવા કહ્યુ,

આ બધીજ હિલચાલ ઉપર પરમના મમ્મીનુ ધ્યાન હતુ,એણે પરમ અને લીનાની વાતો સાંભળી, એ ઊભા થયા અને પરમના ટેબલ પાસે આવ્યા, પરમ પણ એને જોઈ ઊભો થઈ ગયો,પણ પરમના મમ્મી એ આંગળી હોઠ પર મુકી પરમને કઈ જ નહીં બોલવા ઈશારો કર્યો, એ લીનાની ખુરશી નજીક આવ્યા, પરમના દિલની ધડકન વધવા લાગી, એને આજ લીનાનુ અપમાન થતુ નકકી દેખાયુ અને પોતે કઈ નહીં કરી શકે અને લીના અને અંશને પોતાના જીવનમાંથી ખોઈ બેઠશે એવો ડર અને ગભરામણ વધવા લાગ્યા, એનુ નજીક આવતુ એક એક પગલાએ પરમના દિલની ધડક છીનવાતી નજર આવતી હતી,સ્વાસ રુંધાતો જતો હતો,એ હવે લીનાની ખુરશીની નજીક આવી ગયા હતા, એણે અંશને રમાડતા કહ્યુ " સો કયુટ બોય, ચોકલેટ ખાઈ...? " અંશે માથુ ઘૂણાવતા હા કહી,એક હાથમાં આઇસક્રીમ હતો અને ચોકલેટ માટે પણ હા કરતા જોઈ પરમના મમ્મી પપ્પા એક બીજા સામે જોઈ એક હલ્કી મુસ્કાન કરી, અને અંશને તેડી કપાળ ચુમ્યું,પરમને
એના મમ્મી શું કરવુ છે એસમજી નહતો શકતો,અંશને રમાડી બંને " બાય બેટા.. ! કહી જતા રહ્યા, પરમની મુંઝવણ વધી ગઈ હતી,એ મમ્મીનું વર્તન સમજી શકયો ન હતો,પરંતુ લીનાને પણ કઈ કહી ન શકયો ઓળખાણ પણ ન કરાવી શકયો, બંને જમવાનું પતાવ્યું અને અંશ પણ ઊંઘમા આવ્યો એટલે ઘરે જવા નીકળ્યા, અંશ ગાડીમાંજ સુઈ ગયો, લીના આજ બહુ ખુશ ખુશહાલ હતી,એ એના આવનાર નવા જીવનના વિચારોમાં ખોવાઈ હતી,પરમને મનમાં એક ડર ઘર કરી ગયો,-કે આજ લીના સાથે કદાચ એની છેલ્લી મુલાકાત છે,એની મમ્મી આજ કોઈ એવો નિર્ણય જરૂર સંભળાવશે જે પરમના જીવનને અને પ્યારને ખૂબ ખરાબ રીતે અસર કરશે,
પરમ લીનાને મુકી ધરે ગયો,ધરનો બેલ માર્યો, મમ્મી દરવાજો ખોલ્યો, મમ્મી પપ્પા કોઈ સીરીયસ નિર્ણય અથવા ચર્ચા કરવાની હોય ત્યારે જ આવીરીતે નાઈટ ડ્રેસ પહેરી ફ્રેશ થઈને ઘરના મુખ્ય હોલમાં પરમની વાટ બેચેનીથી જોતા બેઠા હોય છે, એ પરમ જાણતો હતો.....

હવે આગળ અને આ વાર્તાના છેલ્લા ભાગમાં વાંચીશુ પરમના મમ્મી પપ્પાનો નિર્ણય, શું પરમ અને લીનાને અલગ કરી દેવામાં આવશે.. ,? કે, એક આંગળિયાત સાથે લીનનો પ્રેમથી એ ઘરમાં સ્વીકાર કરવામાં આવશે...?

🙏જય શ્રીકૃષ્ણ 🙏