Aangadiyaat - 17 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત - 17

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

આંગળિયાત - 17

આંગળિયાત..ભાગ..19

આગળ જોયુ આપણે લીના માટે એક કરોડપતિ આધેડ વયના યુવાનનુ માગુ આવ્યુ છે,જે બીઝનેસને આગળ રાખવાના એના પહેલા વિચારને કારણે ચાલીસે પહોચીને પણ હજુ કુંવારો હતો,બીજી બાજુ લીના અને પરમને એક બીજા માટે લાગણી છે દિલમાં પણ કહેવાની હિંમત કોઈમાં નથી,હવે આગળ......

લીના સાંજે ઘરે આવતા મમ્મી પપ્પા વાત કરે છે, લીનાની મુંઝવણ વધવા લાગી હતી,બીજે દિવસે પરમ અને લીના સાથે કોફી પીવા જાય છે,લીના ઘરે થયેલી વાત કરે હવે પરમને પણ લાગે છે એ લીનાને કેહવામાં વાર લગાડશતો તો
એને અને લીનાને બંને ને જીંદગી ભર પસ્તાવુ પડશે, એ ઉદાસ મને વિચાર કરે છે શુ કરુ, અને મન એક જ જવાબ આપે છે ,"જે થાય..! લીના જ જવાબ આપે ..!" આજ તો પોતાના પ્રેમનો એકરાર કરી દેવો, પરમ એની કોફીનો મગ હાથમાંથી નીચે મુકી લીનાનો હાથ પકડી એના બંને હાથમાં રાખી દે છે,"લીના, આમ લવ યુ,....પ્લીઝ ના નહીં કહેતી મને ખબર છે તુ પણ મને ચાહે છે,પણ બોલી નથી શકી પ્લીઝ માનીલે...! મારો સ્વીકાર કર," લીના અંચબીત થઈ એકી ટશે
પહેલા તો કઈ નહીં સમજવાનો ડોળ કરે છે,અને પરમને સમજાવે છે," પરમ..! પાગલ છો..? મજાકની હદ હોય ...!"
અને જુઠી હસી ચહેરા પર લાવવાની કોશીશ કરી નજર અમતેમ ફેરવવા લાગી,

" લીના, પાગલ હુ નહીં તુ છે ...! જો ખાઈમાં પડવાનો નિર્ણય કરે ચુકી છે,અને સાથે અંશ પણ લઈ જાય છે,જાણી જોઈ ને શું કામ આવું કરે છે..? " આટલુ બલતા પરમ પોતાનો હાથ લીનાના હાથ પર જોરથી કસે છે,"સમજને યાર ,હુ ચાહુ છુ તને ,ખુશ રાખી જીવનભર, અંશને પણ કોઈ તકલીફ નહીં થવા દઉં એક પિતાના પ્રેમનો એ હકદાર છે એ એને હુ આપીશ, "પરમ વાત કરતા કરતા ઠાકોર થવા લાગ્યો હવે,લીના માનશે એવી આશા એનુ મન છોડવા લાગ્યુ હતુ,
લીના એ એના હાથમાંથી પોતાનો હાથ ખેંચતા ફરી પરમને સમજાવાની કોશીશ કરી," પરમ,હુ ડીવોરસી છું,ચાર વર્ષના બાળકની મા છું,કદાચ હું મારા અને તારા પ્રેમનો સ્વીકાર કરું તો શું તારો પરિવાર સ્વીકાર કરશે મારો અને અંશનો, સમાજ
આપણી મજાક ઉપાડશે,અને એક સમય પરીસ્થિતી એવી પણ આવી શકે છે,- કે સમાજ પરિવાર અને મારીને અંશ વચ્ચે તારે પીસાવું પડે,અને મારા માટે ફરી સંઘર્ષવાળુ જીવન થઈ જાય,પરમ...!સમજ હું હવે થાકી છું મેં મારા કોઈ વાંક ગુનાહ વગર બહુ ભગવ્યું ,હવે મારે અંશને સારી લાઈફ આપવી છે ,એના જીવનનું ઘડતર કરવાનું છે,અને હું એ પણ નથી ઈચ્છતી કે મારે કારણે જેમ મારા પપ્પા એ એનો પરિવાર
છોડવો પડયો એમ એજ સમય ફરી આવે કે આગળ જતા મારા કારણે તારે તારો પરિવાર છોડવો પડે....પ્લીઝ પરમ સમજ મારી વાત..." બે હાથ જોડતા લીનાની આંખોમાં પાણી આવી ગયા અને અવાજ રંધાવા લાગ્યો હવે આગળ કઈ બોલવાની શક્તિ ન હતી એનામાં, પાંપણ નીચી કરી આંખો બંધ કરતા જ જાણે નદી પુર આવતા બાંધ તોડી ધસમસતી વહેવા લાગે- એમ લીનાનું દિલ પણ લાગણીના પુરમાં પાંણનો બાંધ તોડી આંસુ રૂપે વહેવા લાગ્યુ હતુ.

પરમ એના વહેતા આંસુમાં આવેલા લાગણીના ટુકડા જોઈ શકતો હતો,એણે ફરી લીનાનો હાથ પકડી એના બીજો હાથ લીના હાથ ઉપર થપથપાવ્યો, અને શાંત થવા આંખોથી જ ઈશારો કર્યોં,અને ટેબલે પડેલું ટીસ્યુ હોલ્ડરમાંથી એક ટીસ્યુ કાઢી લીના સામે ધર્યું, એ સમયે પરમને કઈ જ બોલવું ઠીક નહીં લાગ્યુ, પરંતુ એટલું કહ્યુ," હુ તારી બધી જ પરીસ્થિતી સમજુ પણ પણ હુ ફોર્સ નહીં કરુ, પણ તુ જે કઈ નિર્ણય કર એ પહેલા શાંતિથી ફરી એકવાર વિચાર જે..." અને લીનાએ ખાલી ડોક ધુણાવી હકારમાં જવાબ વાળ્યો, અને બંન્ને છુટા પડી પોતપોતાના ઘરે જવા નીકળ્યા, બંનેના મનથી એક બોજ તો હટી ગયો હતો, કે મનની વાત કરી દીધી, પણ પરમના મનમાં એ બેચેની હતી કે લીના કોઈ ખોટો નિર્ણય ન લઈ લે,
અને લીનાના મનમાં વંટોળ ચાલતો હતો ,-કે શું કરુ એક વાર તો પછડાટ ખાધી છે ,એક વાર તો માણસ ઓળખવામાં ભુલ કરી છે, પરમ પાસે પ્રેમ અને પૈસો બંને હતા અને બીજા યુવક પાસે પૈસો તો હતો પણ પ્રેમ હશે કે કેમ એ સવાલ હતો.

લીના કે પરમ બંને આખી રાત ઉંઘી ન શક્યા, પરમને લીનાનો હા માં જવાબ આવે એ વાટ હતી ,અને લીનાને શું નિર્ણય કરવો એ સમજાતુ ન હતુ.

આ બાજુ પરમે લીનાના જવાબની વાટ હતી જ પણ એ પહેલા એણે પરિવારને આ વાત કરી લીધી, કે જો એનો જવાબ આવશે તો હુ લગ્ન એની સાથે જ કરીશ, પરમની આ વાત સાંભળતા જ ઘરમાં તોફાન મચી ગયું,મમ્મી તાડુકયા, " એક છોકરાનીમા.. ! તને દુનિયામાં બીજી કોઈ છીકરી ન મળી તો એક છોકરાની મા ને પસંદ કરી.... હું આ સંબધ નહીં સ્વીકારુ, આખી દૂનિયાની છીકરીઓ મરીપરવારી છે ...?
કે એ ડિયને હેન્ડસમ અને પૈસો જોઈ મારા છોકરાને ફસાવ્યો છે..."મમ્મીને ગુસ્સો સાતવાં આસમાન ઊપર હતો,અને સામે પરમ પણ ઢીલો પડે એમ ન હતો,એની તો જાણે વિશ્વાસ હતો એના પ્યાર ઉપર ,- લીનાની હા જ આવશે,લીનાએ આખી રાત વિચાર કર્યો અને અંતે એનૉ ઝુકાવ પરમ રહ્યા,
એણે મમ્મી-પપાને વાત કરી બધી અને પરમને મળવા બોલાવ્યો, પરમે અંશની બધી જવાબદારી લેવા તૈયારી બતાવી અને એના મમ્મી આ લગ્નની વિરુદ્ધ છે એ પણ કહ્યુ,
પરંતુ પોતે આ બાબતે મક્કમ છે,એવુ પૂરો વિશ્વાસ અપાવતા કહ્યું, આજ ઘણા દિવસે લીના દિલથી ખૂશ હતી,આજ અંશ પરમ અને લીના ત્રણેય એક સંપુર્ણ પરિવારની જેમ હોટલ જમવા જાયછે, ત્રણેય બહુ ખૂશ હતા, અંશને જાજી સમજણ ન હતી પણ એને પપ્પા મળી ગયા એનાથી ખૂશ હતો,-હવે પપ્પા ફરવા લઈ જશે,ચોકલેટ લાવશે, હસી મજાક કરતા જમતા હતા ત્યા જ પરમની નજર એક સામેના ટેબલ ઉપર પડી.

હવે આગળના ભાગમાં વાંચશુ સામેના ટેબલ ઉપર કોન જમતું હતુ...?પરમના મમ્મી આ લગ્ન માટે માની જશે..?

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ doli modi