આંગળિયાત..ભાગ..17
આગળ જોયું આપણે લીનાને રચીતના રાઝથી રુબરૂ કરાવે છે રૂપા અને હવે લીના રચીતથી છૂટાછેડાવા મક્કમ છે,હવે આગળ..
રચોના પરીવારને નોટીસ મોકલી આપવામાં આવી, ઘણાં કાલાવાલા કર્યા એ લોકેએ, -કે લીના માની જતી હોય તો પાછી લઈ આવીયે, પરંતુ પેટનું પાપ તો એમને એમજ હતુ,એકવાર ગમેતેમ કરી ઘરે લઈ આવીયે અંશ અને લીનાને
થોડો સમય સાચવી અંશને રાખી અને લીનાને હેરાન કરી મોકલી આપીશુ, પરંતુ એ લોકોને એવી જાણ ન હતી,-કે લીના ભલે લાગણી શીલ હતી ,પણ જમાના પ્રમાણે એના માતા પિતાના સંસ્કારે એને મનથી મજબુત બનાવી હતી,એને પોતાના નિર્ણયો મક્કમ મને લેતા શીખવાડયું હતુ, જીવનનું એક તોફાન એને ભાંગી નાખવાની બદલે વધારે મજબુત બનાવી ગયું હતુ.
કોર્ટમાં કેસ શરૂ થયા છે,ઘણા આક્ષેપો અને દલીલબાજીઓ
પછી લીના કેસ જીતે છેઅને એને છુટાછેડા મળી જાય છે,રચીત અંશનો પરવરિશ કરવા સક્ષમ નથી એવુપણ સાબીત થઈ જાય છે, એને અંશની કસ્ટડી લીનાને સોપવામાં આવે છે,એલીનના રુપિયા સારા એવા મળે છે,આ બધી જ પ્રોસેસમાં બે વર્ષ નીકળી ગયા,અંશ અઢી વર્ષનો થઈ ગયો, લીનાએ એલીમનીના રકમથી એન પોતાનું બુટીક ચાલુ કર્યું,
દર્દ તો ઘણુ સહન કર્યું પણ હવે અંશ માટે જ જીવી આગળ વધવાનો નિર્ણય મક્કમ હતો,અને જ્યાં મનની મકકમતા હોય એને આગળ વધતા કોઈ અડચણ રોકી નથી શકતી.
લીના ધીરે ધીરે એના જીવનમાં સ્વસ્થતા મેળવતી ભૂતકાળ ભૂલી આગળ વધી રહી હતી,આજ સવારથી લીના થોડી ખૂશ હતી, મંજુબેન અને ભરતભાઈએ જોઈ ખૂશ હતા,બુટીક જતા મંજુબેનને કહેતી હતી,:-
" મમ્મી , આજ બહુ મોટા પ્રોજેક્ટ માટે મીટીંગ છે,ભગવાનને પ્રાર્થના કરજે કામ થઈ જાય..."
" લીના, ભગવાન હંમેશા તારી સાથે છે.."એમ કહી અંશને રમાડવા લાગ્યા, " તારી ખુશી હમેશા સલામત રહે ભરતભાઈ પણ વચ્ચે બોલ્યા,
ભલે મંજુબેન અને ભરતભાઈને મનમાં અંશ અને લીનાની ચીંતા રહેતી, બંને એક બીજા સામે સવાલ ભરી નજરે જવે છે,અને મંજુબેન પૂછીજ લે છે,:-
" હું જે વિચારુ છું એજ તમે વિચારો છો..?"
" હા,તે બરાબર વિચાર્યું, હુ પણ એ જ વિચારુ છુ લીનાને
ફરી લગ્ન માટે મનાવવી જોઇએ, ક્યાં સુધી આમ એકલી જીદંગ વીતાવશે..? આપણે તો આજ છીએ કાલ નહીં ,એની ઉમરતો હજુ નાની છે, અને અંશને પણ માથે પિતાનો હાથ હોયતો સારુ ...."
"હા, મને પણ એ જ વિચાર આવ્યા કરે છે રાત 'દિ,એ છોકરીને ભગવાન શેની સજા આપી..? બસ હવે તો એનું જીવન સુખી થાય એ જ પ્રાથના છે.."
" એક કામ કર..! આજ એક બહુ મુડમાં હતી,એટલે સાંજે આવે ત્યારે વાત કરશું અને સમજાવશું,"
" હા ! એ બરબર છે,અંશ માટે જરૂર છે ,"
દિકરી સાસરેથી પાછી આવેલી હોય એ પણ એક બાળક સાથે એટલે ગમે એટલા ફોરવર્ડ વિચારોવાળા માતા-પિતા હોય,દિકરીના ભવિષ્યની ચીંતા તો રહે જ ભલે પછી દિકરી ભણેલી અને પગભર હોય, સમાજ શું કહેશે એ ચીંતા પહેલા હોય, અને સમાજ પણ એક એક માણસ દીઠ નવી નવી વાતો જોડવામાં બાકી નથી રાખતું.
સાંજે લીના ઘરે આવે છે,જમી પરવારીને લીનાના મુડની પરખ કરી એને પછી પ્રોજેકટ વિષે થોડી વાતો કરે છે,મંજુબેન વાતને ધીરેથી અંશ તરફ વાળી અને મુખ્ય મુદ્દા ઉપર લાવે છે,:-
" લીના, એમે આજ છીએ કાલ નહીં અમારી ઉમર છે હવે, જયના પણ થોડા સમયમાં લગ્ન થઈ જાય, એની પત્ની કેવી આવશે આપણે નથી જાણતા, અને અંશને માંથે બાપનો હાથ મળે એવુ અમે ઈચ્છે છીએ જેથી અમને તારી અને અંશની ચીંતામાંથી મુક્ત થઈ શકીયે,"
" મમ્મી તમારી વાત સાચી છે ,પણ મને હવે લગ્ન સંબંધ ઉપર વિશ્વાસ નથી રહ્યો અને મનેતો હજુ કોઈ અપનાવે પણ અંશને
અપનાવા કોણ તૈયાર થાય..? અને હું અંશને મુકીને ન જઈ શકુ, એટલે વિચાર જ કરવાનો રહેવાદે,"
" લીના,એવુ નથી, દુનિયા માણસોની કમી નથી, પાંચે આગળીઓ સરખી ન હોય, તારા પપ્પા જેવા પણ માણસો હોય છે દુનિયામાં જેણે દિલથી પોતાની સગી દિકરીની જેમ તને અપનાવી તારું ભવિષ્ય સુધાર્યું ,"
" સારું બસ ધ્યાનમાં રાખજો મારા અંશને અપનાવે એવું મળશે તો હું ચોક્કસ વિચારીશ.."
અને મા-દિકરી હલકા લાગણીસભર આંલીગન કરે છે અને મંજુબેનના ચહેરા ઉપર દુ:ખ અને ખુશી એમ બંનેના મીશ્રીત ભાવના પ્રસરી અને એમણે એના ઓરડામાં જઈ ભરતભાઈને બધી વાત કરી, ભરતભાઈને પણ મનમાં શાતિ થઈ.
લીનાના પુનર લગ્ન થશે..? અંશની સાથે અપનાવા વાળુ કોઈ મળશે..? એ હવે આગળના ભાગમાં વાંચીશુ......
🙏જય શ્રીકૃષ્ણ 🙏