આંગળિયાત..ભાગ..15
આપણે આગળ જોયું રૂપા અને રૂબી રચીતના મોઢે બોલાયેલુ કબુલાત નામુ લઈને લીનાના ઘરે આવે છે,હવે આગળ....
લીના મમ્મી પપ્પાને વાત કરી રૂપા અને રૂબીએ મળીને હકીકત જાણવાનો પ્લાન કર્યો હતો એટલે રચીતની કબુલાત ફોનમાં રેકોર્ડ કરી લઈને આવી છે, બાધા એકદમ ભારે અને ચીંતા ભર્યાં વાતાવરણમાં હોલમાં સોફા ઉપર બેઠાં હતા,લીનાએ બંને સહેલીઓને પાણી આપ્યુ અને મંજુબેન અને ભરતભાઈને આંખોમાં કેટલાંય સવાલો અને મનમાં ચીંતા ભરી નજરે ઘડી ઘડી એકબીજા સામે જોવે અને વળી પાછા રૂપા સામે જેવે,જય અંશને રમાડતો હતો પરંતુ એનુ ધ્યાન આલોકો શું વાત કરે છે એમા જ હતુ,અંશ તો એની મમ્મી અને પોતાની જીંદગીમાં આવનાર મુસીબતોથી અજાણ પોતાના રમકડાને લાદીમાં ઠપકારી ટુટતાં રમકડાની મજા લેતો હતો,એ માસુમને કયાં ખબર હતી એનું જીવન આગળ કયાં વળાંક લેવાનું છે,એ તો એની મસ્તીમાં ખુશહાલ રમતો હતો.
લીના રસોડામાં ગ્લાસ મુકી આવી અને રૂપાની બાજુમાં બેઠી
રૂપાએ એના બંને હાથ પકડી કહ્યું,:
" લીના..! રૂબી રચતનુ કબુલાત નામુ લાવી છે, જેટલી હિંમ્મતથી અને બહાદુરીથી એણે આ કામ કર્યું એટલી હિંમ્મત હવે તારે આ રેકોર્ડિંગ સાંભળી અને તારી અને અંશની જીદંગી વિષે નિર્ણય લેવામાં બતાવાની છે,"
લીના એક પણ શબ્દ ન ઉચ્ચારી શકી અને આંખ ભારાઈ આવી, મંજુબેન અને ભરતભાઈ સુનમુન એને સાંભળતા
રહ્યા, રૂબી એકદમ સ્માર્ટ અને બહુ બીંદાસ હતી એને આ ઘટનાથી જાજો ફેર નહતો પડતો, એણે લીના પાસે જઈ કહ્યું, :
" લીના..!આ જમાનો રડીને બાસવાનો નથી,'જેવા સાથે તેવા'
થવાનો છે,એ આપણને સમજે છે શું..? એને બતાવી દેવાનું
અમે કોઈથી કમ નથી,"
રૂબીના આવા શબ્દોથી લીનામાં થોડી હિમ્મત આવી અને આંસુ લુછી એણે રેકોર્ડિંગ સંભળાવા કહ્યું, અને રૂબીએ પર્સમાંથી ફોન કાઢી રેકોર્ડિંગ ચાલુ કર્યું બધા શાંતિથી એક ધ્યાને સાંભળવા લાગ્યાં,રૂબી રચીતની સાથે હોટલમાં જાય છે પાર્ટી કરવાના બહાને અને ત્યાં પોતાના દેહલાલીત્યથી
લચાવી નશો કરાવી રચીત પાસે વાત કઢાવે છે.
રૂબી લાલ ક્રેપનું શોર્ટ ફ્રોક અને ઊંચી એડીના, કાળા સેન્ડલ,
એકદમ નશીલી આંખો ઊપર લાલ અને કોપર રંગનો આઈ શેડ,લાલ લિપસ્ટીક હોઠ ઉપર ,નાજુક કમર પર પાતળી પટટીનો લેધર બેલ્ટ એની સુંદરતામાં વધારો કરતો હતો,રચીત તો એને જોઈને જ નશામાં આવી ગયો હતો, એમા રૂબીએ ડ્રીંકસ ભરપૂર કરાવ્યું આગ્રહ કરી ને,અને એ પીતો ગયો રૂબીના દેહના નશામાં રૂબી સાથે સવાલો કરતી રહી, એ નશાની હાલતમાં સચાઈ બકતો રહયો,:
" રૂ...બી...આ.ઈ.લ.વ.યુ..." લથડાતી જીભે એ બોલ્યો,
" રચીત..! તારા લગ્ન થઈ ગયા છે મને જાણવા મળ્યુ છે,તો તુ તારી એ પત્નીને પ્રેમ નથી કરતો.. ?મારી સાથે શું કામ લગ્ન કરવાં છે..?"
રચીત નશાની હાલતમાં પણ પહેલા તો રૂબી સામે જોઈ રહ્યો
કદાચ એ વિચારતો હશે લીનાના લગ્ન સાથેની ખબર આને કેમ પડી પરંતુ એ સામો કોઈ સવાલ કરે એટલી એનામાં તાકત ન હતી,એ રૂબી અને ડ્રીંકસના નશામાં ચૂર હતો,એણે એની લથડાતી જીભે ફરી બલવાનું ચાલુ કર્યું અને રૂબીને આલીંગનમાં કસતો રહ્યો, રૂબી પણ જવાબ મેળવવા માંગતી હતી એટલે એને આ બધુ જાણી રચીત માટે નફરત હોવા નફરત હોવા છતા એને દૂર નહીં હડસેલ્યો અને વધારે એની નજીક જઈ સવાલ કરવા લાગી અને એની નજદીકીથી રચીત સામે રચીત સાવ ઘુટને આવી ગયો હતો અના મોઢેથી એનુ રાઝ બોલવા લાગ્યો હતો:
" રૂ..બી...મારા લગ્ન માત્ર મારા ભાભી ભાભી અને મમ્મીને ઈચ્છાથી પરાણે થયા છે,મને એવી ઘરેલું છકરી બીલકુલ પંદ નથી...."
" રચીત પણ પાણે શુંકામ..? તુ તો એકટર છે સારુ કમાય છે,
સારો દેખાવ છે, હેન્ડસમ છે,તારી પાછળતો કેટલીય સુંદર, સ્માર્ટ અને ઝીરો ફિગર વાળી છોકરીઓ પાગલ હશે ,તો પછી લીના સાથે લગનનુ શુ કારણ....?"
" મારા ભાભી.."
" ભાભી..!"
"હા...ભાભી,! મારા ભાઈ ભાભીના પ્રેમ લગ્ન છે, એ બંનેને કોઈ ખામી છે બાળક થાય એવા કોઈ ચાન્સ નથી,અને મમ્મીને એ બંને માટે બાળક થાય એવી ઈચ્છા હતી,"
"પરંતુ બાળક તી ગોદ પણ લઈ શકાયને એના માટે તારા અને લીનાને લગ્ન સાથે શું મતલબ..!
" ના, મમ્મી અને ભાઈ ભાભીની ઈચ્છા હતી આપણું લોહી હોય, હુ કોઈ મોડલ કે હોશીયાર છોકરી સાથે લગ્ન કરુ તો એ બાળક ભાભીને ન પણ આપે અને મારે પણ કોઈ બંધનમાં નથી રહેવુ એટલે એવું વિચાર્યુ કે કોઈ એવી શાંત અને સ્વભાવની ઢીલી અને મીડિયમ પરીવારની છોકરી મળી જાય તો મારાથી એક બાળક કરી એ બાળક લઈ એને છૂટાછેડા આપી દેશુ અને મોં માગ્યા પૈસાથી ચેક ભરી દેશું એટલે મારો છૂટકારો થઈ જાય..."
" પરંતુ એણે બાળક નહીં આપ્યુ તો..? તને છૂટાછેડા નહીં આપ્યા તો..?
" અ..રે... ન શું આપે..? ગાંડી કરી કાઠી મુકુ એટલે બાળક પણ અમારી પાસે રહે..."
આવા શબ્દો સાંભળી રૂબી અંદરથી સમસમી ગઈ, એક વાર તો થયુ દેધનાધન મારવાલાગુ અને અહીં જ ખતમ કરી દઉ,પણ એ શક્ય ન હતુ હજુ ઘણી વાત બાકી હતી કઢાવાની, એટલે દિલ ઉપર હાથ રાખી ખુદને શાંત રહેવા કહ્યું,
અને આગળ સવાલ કર્યો, :
" તને હું તો ગયું છુ ને..?"
" અ. રે..યા...ર ...તું તો જાન છો ..!પણ હુ એક વાદળ છું મને એક જગ્યાએ કાયમ રહેવું નથી ફાવતુ...મજા કર ને યાર ...તને પણ નહીં રોકુ..."
આવા શબ્દો સાંભળી રૂબીનો હાથ એને એક તમાચો મારવાં ઉઠતો હતો,પણ મક્કમ મને મુઠ્ઠી વાળી અને ગુસ્સો મનમા દબાવી દીધો અને ફોન બંધ કરી, નશામાં જ હાથ પકડી એ બોલી, :
" રચીત તમે બહુનશામાં છો ચલો તમને ઘરે મુકી જાઉ,"
આટલા અવાજ સાથે ફોન બંધ કર્યોં રૂબીએ, અને લીના,મંજુબેન ભરતભાઈ, રૂપા એકદમ આવાક થઈ ગયા, શું રિએક્શન આપવું સમજાતુ ન હતુ, આવો અને આટલો મોટો પ્લાન એ લોકોનો હશે સપને પણ વિચાર ન હતો કર્યો.
હવે આગળના ભાગમાં વાંચશુ લીના આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી શું નિર્ણય કરે છે...?
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi