આંગળિયાત..ભાગ..11
લીનાએ રચીતને કોઈ છકરી સાથે ગાડીમાં જતા જોયો એ ફરી વિચલિત થઈ, એનું મન અશાંત થઈ ગયું, એના મનમાં
એક જ વિચાર ઘુમતો રેહતો,-કે રચીત ઉપર હવે કેટલો ભરસો કરવો, રચીતનું મહીનાઓ સુધી ઘરે નહીં આવવુ, ફોન ઉપર પણ ઔપચારિક વાતો જ કરવી, જાણે પરીવારની સાથે કોઈ લાગણી જ ન હોય, એવું પણ ન હતું એ શીલાબેન,શરદભાઈ, રીશીત એની ભાભી ગૌરી બધાં સાથે ખૂબ સરસ વર્તન કરતો,પરંતુ લીનાથી દુર દુર રેહતો, વાત ઓછી કરતો,એનું આવું વર્તન લીનાને અકળાવતું, અને જ્યારથી એને અજાણી છોકરી સાથે વાત કરતાં જોયો એક જ ગાડીમાં ત્યારથી તો લીનાના મનમાં જાણે વહેમ ઘર કરી ગયો હતો, એક જોઈએ તો એ ખોટી પણ ન હતી, માણસના
મગજમાં એક એવી સેન્સ હોય છે,-કે પોતાની સાથે કઈ પણ ખરાબ કે અજુગતું થવાનું હોય એની આહટ એ સીક્સ સેન્સ
ને થઈ જાય છે, એ વાત અલગ છે,- કે આપણે એને આપણો
ખરાબ વિચાર સમજી ધ્યાનમાં નથી લેતા.
લીના સાથે પણ આવું જ બની રહ્યુ હતું, એની સીક્સ સેન્સ એને ઘડી ઘડી એલર્ટ કરતી હતી અને એનુ મન એને માત્ર ખરાબ વિચાર માની હડસેલી દેતું,આજ પણ ફરી આવું જ બન્યુ હતું, પરંતુ આજ એણે આ બધી વાત એની મમ્મી કરી,
" મમ્મી...! મને રચીતનું વર્તન સમજાતું નથી, એ મારાંથી દુર રહેવા લાગ્યો છે.."
" જો બેટા .. ! એ એક હીરો છે, ફીલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલો છે, એ બધું આપણે જાણતા જ હતાં...એની
લાઈફ નોર્મલ યુવકો કરતાં અલગ તો હોવાની...!"
"મમ્મી...!તારી વાત સાચી પરતું હું કેમ સમજાવું...?..
એનુ વર્તન મારી સાથે પત્ની જેવું નથી...!"
હવે મંજુબેન ચીંતામાં મુકાયા આ વાત ઠીક ન હતી,પરંતુ દીકરીને આશ્રવાસન આપતાં એટલું કહયું ચીંતા નહીં કર બધું બરાબર થઈ જશે, પણ મનમાં ડર કંઈક બીજો સતાવા લાગ્યો, અંશને બાથમાં લઈ એક ઠંડો નીસાસો નાખ્યો એ સાથે આંખમાંથી બે ટીપા અશ્રુના અંશના વાળમાં ખરી પડ્યા,લીના જોઈ ન જાય એમ સાડીના પાલવથી આંખો લૂછી રસોડામાં ગયાં, જમવાનું પતાવ્યું, અને થોડીવાર વાતો કરી બધાએ પોતપોતાના ઓરડામાં સૂવા ગયાં.
લીના અંશને સૂવરાવી હજું મોબાઈલ મથતી હતી ત્યાં જ એની એક સહેલી રૂપાનો ફોન આવ્યો,
" હાઈ...! સૂઈ ગઈ હતી..?"
" ના..!જાગુ જ છું, બસ તૈયારી કરતી હતી સુવાની..."
"મારી એક કઝીન આવી છે દુબઇથી એનાં લગ્ન નકકી થાય છે એટલે તો કાલ તને સમય મળેતો બજાર જવું છે એની સાથે..."
"સારું..! મળું કાલે.."એમ કહી ફોન મુકયો અને સૂઈ ગઈ,
---‐-----------------------------
અહીં રૂપા અને એની કઝીન ઘણાં સમયે મળ્યા હોવાથી વાતો કરતાં જાગતાં હતાં, બંને બહેનો એ ખૂબ વાતો કરી,
રૂપા એને છોકરા અને ઘર વિશે બધું પુછે છે,
" યા..ર.. છોકરો ઈન્ડિયાનો છે અને તે અમને કહયું પણ નહીં,. !
નથી બોલવાની જા..!"
" અ. રે... બધું નકકી એટલું અચાનક થયું કે હું પણ મુંઝવણમાં હતી શું કરું એમ... "
" સારું ચલ હવે નામ અને ઓળખાણ તો આપ..!"
" એ ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે, અને હીરો છે..."
" ઓ..હહહ..વાવઉઉઉ યાર...! શું નામ ..? કયાં કયાં મુવીઝ કર્યા છે..?"
રૂપા તો ફિલ્મનું નામ પડતાં એકદમ એકસાઈટ થઈ ગઈ, એની કઝીન પણ મોડેલિંગના કેરિયરમાં જ હતી,
" રચીત કુમાર..."
રૂપાને નામ સાંભળતાજ કંઈક અજુગતું લાગ્યુ એટલે એણે ફરી પુછયું
" શું કહયું..? "
" રચીત કુમાર.....-એમ પાગલ, તારાં જીજાજીનું નામ....!"
રૂપાને તો પગ નીચેથી જમીન ખસી ગઈ, એણે ફરી પુછયું,
" આર યુ શ્યોર.....?"
" હું એટલી પાગલ નથી હજી કે મારા ફીયાન્સનુ નામ ભૂલી જાવ..."
રૂપાને શું બોલવું સુઝતું ન હતું, એ એકદમ મૂંઝવણમાં હતી,
એનું માથું ચકરાવા લાગ્યુ,એણે રૂબીને કહયું ચલ સૂઈ જઈએ, મારું માથું બહું દુખે છે, કાલે પાછું બજાર પણ જવાનું છે, બંને સૂતા પણ રૂપાની ઊંઘ ઉડી ગઈ હતી,હવે રચીત વિશે રૂબી અને લીના બંનેને કેમ હકીકત સમજાવું,
મળવાનાં તો હતાં કાલ ત્રણેય પણ કેમ વાત કરવી શું કરવી...? રૂબીને ઘરેથી જ હકીકત જણાવી પછી લીનાને મેળવવી કે પહેલા લીનાને હકીકત જણાવી રૂબીને મળવા લઈ જવી.....???
આખી રાત રૂપા સવાલોના ચક્કરમાં ઘુમરાતી રહી.
હવે આગળ ના ભાગમાં વાંચશુ લીના અને રૂબીને રૂપા હકીકત કેમ સમજાવશે હકીકત જાણ્યાં પછી બંનેનું રીએક્શન કેવું હશે...?
( ક્રમશ..... )
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi