Fingers - 8 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત - 8

Featured Books
Categories
Share

આંગળિયાત - 8

આંગળિયાત..ભાગ..10

આપણે આગળ જોયું લીનાએ ગૌરીને બધી વાત કરી ,ગૌરી એ શીલાબેનને સજાગ કરી દીધા છે,- કે લીના થોડું જાણે છે,હવે આગળ...

ગૌરી એના ઓરડામાં આમ તેમ રઘવાઈ થઈ આંટા મારે છે, હવે પ્લાન થોડો બદલવો પડશે એ માટે વિચારે છે, એને એ વિચારમાં એના મગજમાં ચમકારો થાય છે, એને એ પ્લાન શીલાબેન અને બીજા સભ્યોને કહે છે,બધાં એ માટે તૈયાર હોય છે, ગૌરી સવારે લીનાને કહે છે તારે થોડાં દિવસ પિયર જવું હોયતો જઈ આવ એટલે તને મનની શાંતિ થઈ જાય,અને અહીં આ લોકો શું વિચારે છે હું એ જાણવાની કોશીશ કરું, મને કઈ પણખબર પડશે કે તરત જ તને કહીંશ,લીના કપટી લોકો સામે સાવ ભોળી સાબીત થઈ, એ કોઈનો ઈરાદો ન ભાખી શકી, અને પિયર જવાં તૈયાર પણ થઈ ગઈ,

ત્રણ દીવસ બધું બરાબર ચાલ્યુ રોજ ગૌરી ફોન કરી વાત કરે,
પણ ગૌરી તો ઘરનાના પ્લાનમાં શામીલ હતીં એ લીના ને કયાં જાણ હતી,એ તો ગૌરીને એની મોટી બહેન, સાચી સલાહકાર,અને હિતેચ્છુ માની એની દરેક વાત માનતી, એ જેમ કે એમ જ કરતી, ચોથે દિવસે ગૌરીનો ફોન આવ્યો ઔપચારિક વાતો કરી, લીના એ કહ્યુ,

"ભાભી, આજ હું અને મારી બધી જુની સહેલીઓ હોટલમાં જમવા જવાનાં છીએ, અમે બધાં ઘણાં સમયે
મળીશું..!"

તક જોતાં જ ગૌરીએ એ તક ઝડપી લીધી અને પોતાનું પાસું ફેંક્યું,

" લીના. ! મમ્મીની તબિયત ઠીક નથી અને એ અંશને બહું યાદ કરે છે, તું કહે તો હું એને લઈ જાઉં એટલે મમ્મી રમાડીલે અંશને અને તું પણ સહેલીઓ સાથે ફ્રીલી રહી શકે...!"

લીનાને ગૌરીના કપટની જાણ કયાં હતી, એને મનમાં તો આવુંજ કે ગૌરી કેટલી સારી છે મને બધી જ વાતમાં સપોર્ટ કરે છે, ત્યાં સુધી કે એની ખુશીમાં અને દુ:ખમાં પણ દિલથી સાથ આપે છે, લીના તો આ સાંભળીને ખુશ થઈ અને અંશને
લઈ જવાં હા કરી દીધી, લીના એ વિચાર્યું ભાભી અંશને લઈ જાય તો પોતે સહેલીઓ સાથે ફ્રીલી સમય વિતાવી શકે, મંજુબેનને પણ બહાર જવાનું હતું એટલે એમનું પણ કામ થઈ જશે, એટલે લીનાએ કહયું,

" સારું ભાભી લઈ જાવ..! તો હું અને મમ્મી બંને અમારું કામ પતાવી રાત્રે લઈ જશું અંશને..!"

" લીના...! તું ચીંતા નહીં કર તું તારું કામ પતાવીને કહેજે હું
અને રચીત આવીને મુકી જશું....."

લીનાના મનને તો ઘણી શાંતિ થઈ ગઈ, એને થયું ચલો હવે હું ફ્રીલી મારી સહેલીઓને મળીશ અને અંશની ચીંતા પણ નહીં રહે,એણે અંશના ત્રણ ચાર જોડ કપડાં અને દૂધની બોટલ અને બધું એક બેગ તૈયાર કરી, થોડીવારમાં ગૌરી કામવાળી સાથે આવી ગાડી લઈને અને અંશને લઈ ગઈ.

લીના તૈયાર થઈ સહેલીઓને મળવા ગઈ,બધી સહેલી લગ્ન પછી ઘણાં સમયે મળી હતી,ખુબ વાતો કરી હોટલમાં સાથે જમ્યા,ઘરે આવતાં રાતના નવ વાગી ગયાં હતા, મંજુબેન પણ ઘરે આવી ગયાં હતા, હજું ગૌરી અંશને મુકવા આવી ન હતી, લીનાએ ફોન કર્યો,

" ભાભી હું ઘરે આવી ગઈ છું..! તમે કયારે આવશો..?"

" લીના, અંશ સૂઈ ગયો છે....તો ભલે સૂતો જાગશે અને રડશે તો મૂકી જશું...!"

લીનાએ અંશ આવ્યા પછી એને કયારેય એકલો નહતો મૂકયો અને આજ તો ત્રણ ચાર કલાકની વાત હતીં એટલે મૂકયો હતો, પણ રાત કેમ રહેશે એ ચીંતા હવે લીનાને થવા
લાગી,વળી પાછું ગૌરીભાભી છે સંભાળી લેશે એમ મન મનાવ્યું, પણ હજું લીનાને કંઈક ઠીક ન હતુ લાગતું, એને
ફરી રચીત અને શીલાબેનની વાત યાદ આવી ગઈ.

સવાર પડતાં જ એણે પહેલા ફોન કરી અંશ વિશે પૂછ્યું,
અંશ હજું સૂતો હતો,લીનાને આખી રાત નીંદ નહતી આવી એ અંશની વાટ જોતી હતી, લીનાથી રહેવાયું નહીં એ રીક્ષા કરી અંશને લેવા ભાગી...રીક્ષા એક સીગ્નલ ઉપર ઊભી રહી,
એ બેચન હતી, એની રીક્ષાની બાજુંમાં એક ગાડી આવીને ઊભી રહી, લીનાને ગાડી જાણીતી લાગી એટલે એણે દુપટો
ઓઢી મોઢું બહાર કાઢી જોયું એમા રચીત કોઈ યુવતી સાથે
હસી હસી વાત કરતો દેખાયો, એ યુવતીને લીના ઓળખતી ન હતી કે કોઈ હીરોઈન કે કોઈ રીલેટીવસ ન હતી સાવ અજાણી હતી લીના માટે,એ કોણ હશે. ?લીના વિચારતી હતી, ત્યાં ઘર આવી ગયું, લીના અંદર ગઈ અંશ શીલાબેન પાસે રમતો હતો, લીનાએ શાલાબેન સાથે થોડી વાતો કરી અંદર ગૌરીના ઓરડામાં ગઈ, એણે રચીતને ગાડીમાં કોઈ સાથે જોયો હતો એ વાત કરી,ગૌરી ફરી એની ચાલાકીથી લીનાને સમજાવી,

"અરેરે..!લીના તું સાવ ભોળી અને બાળક બુધ્ધી છે,રચીતે
એક સિરિયલનું શુટીંગ આજથી ચાલું કર્યું છે, અને એ એની નવી હીરોઈન છે, લી..ના...એ એક સ્ટાર છે ...! એટલે એને
કામ તો છોકરીઓ સાથે જ કરવાનું આવશે એના માટે એ બધી વાત નોર્મલ છે..."

લીના નીચું જોઈ ગૌરીની વાતો સાંળતી હતી,અને આંખોમાં પણી હતા,ગૌરીએ એને ખભે હાથ રાખી શાંતિથી કહ્યું,

" લી..ના...!આવી બધી વાતોનો સામનો કરતાં તારે શીખવું પડશે,- આમ રડયે નહીં ચાલે..
અને ગૌરીના આંસુ લુછયા...

હજું ઘણું બધું લીનાના જીવનમાં ઘટાશે, એ હવે આપણે આગળના ભાગમાં વાંચશું ......

🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi