THE GOLDEN SPARROW - 5 in Gujarati Love Stories by Rahul Makwana books and stories PDF | THE GOLDEN SPARROW - 5

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

THE GOLDEN SPARROW - 5

5.

 

(કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈનનાં જણાવ્યાં મુજબ ડિપ કોમા સાઇકો થેરાપી માટે રાજને લઈને હોસ્પિટલે આવી પહોંચે છે. થોડીવારમાં ડૉ. રાહુલ જૈન પણ આવી પહોંચે છે. ત્યારબાદ ડૉ. રાહુલ તન્વીને બોલાવીને થેરાપી  રૂમ તૈયાર કરવાં માટે જણાવે છે, આ દરમ્યાન ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીના મનમાં રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરે છે, અને ઓ.ટી ડ્રેસ પહેરીને ડૉ. રાહુલ જૈન થેરાપીરૂમમાં પ્રવેશે છે. મયંકે ડિપ કોમા સાઇકો થેરાપી માટેની બધી જ તૈયારીઓ આગવથી કરી લીધી હતી, જ્યારે થેરાપીરૂમનાં કાચની બીજી બાજુએ કિશોરભાઈ અને ભાર્ગવી મનોમન પોતાનાં ઇષ્ટદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરવાં માંડે છે.

 

સમય : સવારનાં 7: 10 કલાક

સ્થળ : નિયતિ સાઇકિયાટ્રીક હોસ્પિટલનો સાઇકોથેરાપી રૂમ.

 

ડૉ. રાહુલ થેરાપીરૂમમાં પ્રવેશીને રાજ સાથે થોડીઘણી વાતોચિતો કરે છે. આ સાથોસાથ રાજને અમુક અમુક બાબતોની માહિતી આપે છે, અને રાજ પોતાનું માથું હલાવતાં હલાવતાં ડૉ. રાહુલની વાતોમાં સૂર પુરાવે છે. ત્યારબાદ ડૉ. રાહુલ રાજની બાજુમાં રહેલ ચેર પર બેસે છે, અને રાજનાં હાથમાં નાખેલ સોઈ દ્વારા ઇન્જેકશન આપે છે. આ ઇન્જેકશન આપ્યાની પાંચ કે સાત મિનિટમાં રાજ ગાઢ નિદ્રામાં ચાલ્યો જાય છે. આથી મયંક ડૉ. રાહુલનાં હાથમાં એક નાનો ચેઈન આપે છે જેમાં એક આછા ગુલાબી રંગનો ક્રિસ્ટલ લગાવેલ હતો.

 

“રાજ ! હવે તું ધીમે ધીમે એકદમ ગાઢ નિંદ્રામાં જઈ રહ્યો છો, તારી આજુબાજુમાં એકદમ શૂન્ય અવકાશ છવાયેલો છે. તારી આજુબાજુમાં કોઈ જ નથી. તું ધીમે ધીમે એ સૂમસામ રસ્તા પર આગળ વધી રહ્યો છો.તને જે કાંઈ દેખાય તે તું મને સાચે સાચું જણાવજે !” ડૉ. રાહુલ પેલી ચેઈન રાજની આંખો નજીક ઝૂલવતા ઝૂલવતા બોલે છે.

 

“હા ! સર ! પણ મને હજુપણ કઈ જ દેખાય નથી રહ્યું, મારી આજુબાજુમાં ચારેકોર માત્રને માત્ર ઘનઘોર અંધકાર જ છવાયેલ છે..!” વ્યાકુળતા ભર્યા અવાજે રાજ ડૉ. રાહુલને જણાવતાં બોલે છે.

 

આથી ડૉ. રાહુલ મયંકની સામે ઈશારો કરીને એક ઇન્જેકશન માંગે છે, આથી મયંક ડૉ. રાહુલનાં હાથમાં ઇન્જેકશન ભરેલ સિરિંજ આપે છે. ત્યારબાદ ડૉ. રાહુલ ફરી પાછું રાજનાં હાથમાં રહેલ સોઈમાં થોડું ઇન્જેકશન આપે  છે. ઇન્જેકશન આપ્યાં બાદ ફરી ડૉ. રાહુલ રાજને આગવ જે જણાવ્યું હતું તેં ફરીથી જણાવે છે.

 

બરાબર આ સમયે રાજની હાલત એકદમ બેભાન જેવી થઈ  જાય છે. આ જોઈ ડૉ. રાહુલ અને મયંકના ચહેરા પર ગભરામણની રેખાઓ છવાય જાય છે, તે બંનેના ચહેરા પર પરસેવો છવાય જાય છે. બરાબર એ જ સમયે રાજનાં શરીરમાં એક જોરદાર ખેંચ કે આંચકી આવે ત્યારે જેવી ધ્રુજારી આવે તેવી ધ્રુજારી શરૂ થાય છે. આ બાજુ ડૉ. રાહુલ અને મયંક રાજનાં શરીરમાં આવી રહેલ ધ્રુજારીને કાબુમાં કરવામાં વ્યસ્ત બની જાય છે, તો બીજી બાજુએ કાચની પેલી પાર ઉભેલાં કિશોરભાઈ અને ભાર્ગવી રાજની આવી હાલત જોઈને ખૂબ જ ડરી જાય છે, તે બંનેના જીવ હાલ તાળવે ચોંટી ગયેલા હતો. ગભરામણ અને ચિંતાને લીધે તે બંનેનાં હ્રદયનાં ધબકારા  શ્વાસોશ્વાસ એકદમથી વધી જાય છે, તેઓને મનમાં રાજની ચિંતાઓ કોરી ખાય રહી હતી.

 

એવામાં એકાએક રાજનાં શરીરમાં જે ધ્રુજારી આવી રહી હતી તે આપમેળે જ બંધ થઈ ગઈ. આ જોઈને ડૉ. રાહુલ અને મયંકે રાહતનો એક ઊંડો શ્વાસ લીધો.ત્યારબાદ ડૉ. રાહુલ ફરી પાછી   ડિપ કોમા સાઇકો થેરાપી શરૂ કરે છે.

 

“રાજ તું મને સાંભળી શકે છો ? તને મારો આવાજ સંભળાય છે ?” ડૉ. રાહુલ ખાતરી કરતાં કરતાં રાજની સામે જોઈને પૂછે છે.

“કોણ રાજ ! હું કોઈ રાજને નથી ઓળખતો..!” રાજ બદલાયેલાં અવાજે બોલે છે.

 

“તું પોતે ! તારું નામ રાજ છે અને હું તારી સાથે જ વાત કરી રહ્યો છું !” થોડા ગભરાયેલાં અવાજે ડૉ. રાહુલ રાજની સામે જોઈને બોલે છે.

 

“હું કોઈ રાજ નથી.. મારુ નામ છે વિક્રમસિંહ  અને મારા પિતાનું નામ છે વિર બહાદુર સિંહ, હું સુર્યપ્રતાપ ગઢનો રાજકુમાર છું, અને મારા પિતા સૂર્યપતાપ ગઢનાં રાજા છે.” - રાજ એકદમ પહાડી અને ઊંચા અવાજે થોડા ગુસ્સા સાથે બોલે છે.

 

આ સાંભળીને ખુદ ડૉ. રાહુલ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં હતાં. કારણ કે તેઓ પોતાની કારકિર્દીમાં આવો કેસ સૌ પ્રથમ જોઈ રહ્યાં હતાં. આ જોઈ ડૉ. રાહુલ પણ એ બાબત પર વિશ્વાસ કરવાં લાગ્યાં કે હાલ શરીર ભલે રાજનું હોય પણ તેને કોઈ અલગ જ શક્તિ સંચાલિત કરી રહ્યું છે.

 

“તો તમે સુર્યપ્રતાપ ગઢનાં રાજકુમાર વિક્રમસિંહ છો એ વાત બરાબર પણ તમે અહી શું કરી રહ્યાં છો ? શું તમે  રાજ નામનાં કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ ધરાવો છો ? તમારો ધ્યેય શું છે?” ડૉ. રાહુલ જૈન થોડા ગભરાયેલાં અવાજે પૂછે છે.

 

“હું માત્રને માત્ર મારો બદલો જ લેવાં માંગુ છું..!” - વિક્રમસિંહ સપષ્ટતા કરતાં જણાવે છે.

 

“બદલો શેનો બદલો ?” ડૉ. રાજ પોતાની મૂળ વાત પર આવતાં વિક્રમસિંહને પૂછે છે.

 

“બસ ! બદલો એટલે બદલો.. બાકી આગળનું તમને જણાવવું મને હાલ યોગ્ય નથી લાગી રહ્યું..!” વિક્રમસિંહ પોતાની આંખોની ભમ્મર ચડાવતા ચડાવતા બોલે છે.

 

“બરાબર ! તો જેવી તમારી ઈચ્છા !”  ડૉ. રાહુલ વિક્રમસિંહ એટલે કે રાજની હાથમાં રહેલ સોઈમાં ઇન્જેક્શન આપતાં આપતાં બોલે છે. .

 

આ દ્રશ્ય જોઈ કિશોરભાઈ અને ભાર્ગવીને પોતાની સગી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, કાપો તો પણ લોહી ના નીકળે એવી કિશોરભાઈ અને ભાર્ગવીની હાલત થઈ ગઈ હતી. પળભર માટે તો તેઓને એવું લાગી રહ્યું હતું કે થેરાપીરૂમમાં ચેર પર બેસેલ રાજ નહીં પરંતુ કોઈ અન્ય જ વ્યક્તિ હોય..તે બંનેનાં ડર અને ગભરાહટને લીધે હાથ પગ કાંપી રહ્યાં હતાં.

 

જેવુ ડૉ. રાહુલ રાજને આ ઇન્જેકશન આપે છે, એ સાથે જ રાજનાં શરીરમાં ફરી પાછી આગવની માફક જ ધ્રુજારી આવવાં માંડે છે, લગભગ પાંચેક મિનિટ બાદ તે ધ્રુજારી આપમેળે જ બંધ થય જાય છે.. જેવી આ ધુજારી બંધ થઈ એ સાથે જ રાજ એક ઝબકાર સાથે પોતાની બંને આંખો ખોલે છે. અને ડૉ. રાહુલની સામે જોઈને પોતાનાં બે હાથ જોડીને વિનંતી અને આજીજી કરતાં કહે છે કે.

 

“સાહેબ ! મને સારું તો થઈ જશે ને ? મને પેલાં ડરામણાં અને ભયાનક સપનામાંથી કાયમિક માટે આઝાદી તો મળી જશે ને..!”

 

“હા ! ચોક્કસ ! કેમ નહીં..!” ડૉ. રાહુલ રાજનાં ખભા પર હાથ મુકતાં મુકતાં બોલે છે.

 

“સાહેબ ! તમારો ખૂબ ખૂબ આભાર !” રાજ ગળગળા અવાજે ભાવવિભોર બનતાં બોલે છે..

 

ત્યારબાદ ડૉ. રાહુલ રાજને પેલી ચેર પર દસ પંદર મિનિટ માટે આરામ કરવાં માટે જણાવે છે, અને તેની દસ મિનિટ બાદ રાજને થેરાપી રૂમની બહાર લઈ આવવા માટે મયંકને સમજાવે છે. મયંકને આટલું સમજાવીને ડૉ. રાહુલ થેરાપીરૂમની બહાર આવે છે. બરાબર એ જ સમયે કિશોરભાઈ અને ભાર્ગવી થેરાપીરૂમની બાજુમાં રહેલ રૂમમાંથી બહાર આવે છે. હાલ તે બંનેનાં મનમાં ઘણાબધાં પ્રશ્નો રમી રહ્યાં હતાં, જે તેનાં ચહેરા પરથી સ્પષ્ટપણે જણાઈ આવતું હતું.

 

“તમે દસ મિનિટ બાદ મારી ચેમ્બરમાં આવજો !” - ડૉ. રાહુલ જાણે કિશોરભાઈ અને ભાર્ગવીના મનને વાંચવામાં સફળ રહ્યાં હોય તેમ તે બંનેની સામે જોઈને કહે છે.

 

ત્યારબાદ ડૉ, રાહુલ પોતાની ચેમ્બરમાં પ્રવેશે છે, અને તન્વીને ચા મંગવવા માટે જણાવે છે, તન્વી થોડીવારમાં ચા લઈને ડૉ. રાહુલની ચેમ્બરમાં દાખલ થાય છે અને ડૉ. રાહુલ એક પછી એક ચા ની ચૂસકીઓ લગાવવા માંડે છે.

 

“તન્વી બહાર બેસેલાં કિશોરભાઈ અને ભાર્ગવીને મારી ચેમ્બરમાં મોકલો..!” ચા નો ખાલી કપ ટ્રે માં મુકતા મૂકતાં ડૉ. રાહુલ બોલે છે.

 

ત્યારબાદ કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલની ચેમ્બરમાં પ્રવેશે છે. આથી ડૉ, રાહુલ તેઓને પોતાનાં ટેબલ સામે રહેલ ખુરશી પર બેસવા માટેનો ઈશારો કરે છે.

 

“હાલ ! તમારા મનમાં જે કઈ પ્રશ્નો છે, એ વિશે હું ખૂબ જ સારી રીતે જાણું છું અને સમજી શકું છું. તમને આવા પ્રશ્નો થવાં એકદમ સ્વભાવિક પણ છે, પરંતુ હું હાલ તમારી સાથે એક બાબત અંગે સ્પષ્ટતા કરવાં માંગુ છું કે હાલ રાજનો જે કેસ છે, એને આપણે જેટલો સરળ સમજતા હતો એટલો સરળ નથી, તે ખૂબ જ જટીલ છે, મે મારી સંપૂર્ણ કારકિર્દીમાં જેટલાં કેસ જોયેલાં છે, એ તમામ પૈકી રાજનો કેસ થોડો અલગ છે.” - ડૉ. રાહુલ વાસ્તવિકતા જણાવતાં બોલે છે.

 

“સર ! પણ ભયલુંને સારું તો થઈ જશે ને..?” એક ઊંડો નિસાસો નાખતાં નાખતાં ભાર્ગવી ડૉ. રાહુલને પૂછે છે.

 

“મે ક્યાં નાં પાડી.. રાજને ચોક્કસથી સારું થઈ જ જશે પણ એનાં માટે થોડો સમય પણ લાગશે અને તમારે આવી રીતે હું જ્યારે મારી હોસ્પિટલે બોલવું ત્યારે રાજને લઈને આવવાનું રહેશે.. બાકી હું અમુક દવા લખી આપું છું જેનાથી રાજને પેલાં સપનાઓ આવતાં થોડા સમય માટે બંધ થઈ જશે..!” પ્રિસ્ક્રિપ્શન લેટર આપતાં ડૉ. રાહુલ જણાવે છે.

 

“હા ! સાહેબ ! તમે જ્યારે કહેશો ત્યારે અમે આવવાં તૈયાર છીએ બસ મારા પુત્રને સારું થઈ જવું જોઈએ..!” - કિશોરભાઈ પોતાની માનસિક તૈયારી દર્શવતા  બે હાથ જોડીને બોલે છે.

 

ત્યારબાદ કિશોરભાઈ અને ભાર્ગવી રાજને લઈને પોતાનાં ઘરે જવાં માટે હોસ્પિટલેથી રવાના થાય છે, જ્યારે આ બાજુ ડૉ. રાહુલ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે.

 

કોણ હશે આ વિક્રમસિંહ ? રાજ અને વિક્રમસિંહ  વચ્ચે શું સબંધ રહેલો હશે ? રાજ અને સૂર્યપ્રતાપ ગઢ સાથે શું સબંધ હશે ? શું હાલ રાજ પર કોઈ શક્તિઓ કાબૂ કરી લીધો હશે કે પછી કોઈ માનસિક બીમારી હશે ? શું ડૉ. રાહુલ રાજને આ દુનિયામાંથી બહાર કાઢવામાં સફળ રહશે કે પછી નિષ્ફળતાનો સામનો કરવાની નોબત આવશે ? કિશોરભાઈ અને ભાર્ગવી પોતાની ચેમ્બરમાંથી બહાર ગયાં પછી ડૉ. રાહુલ શું વિચારી રહ્યાં હતાં? - આવા વગેરે પ્રશ્નોનો ડૉ. રાહુલ, કિશોરભાઈ અને ભાર્ગવીને સામનો કરવાનો હજુ બાકી હતો.

 

 

ક્રમશ