Upper mother - 2 in Gujarati Fiction Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અપર-મા - ૭

Featured Books
Categories
Share

અપર-મા - ૭

-: અપર-મા =૭

રાજપુત સાહેબની આ બધી વાતો સાંભળ્યા બાદ મારા રોમે રોમ નાં રુવાડાં ઉભા થઇ ગયા. હવે બસ મંત્રીશ્રીની મારી પર નજર પડી જાય અને એમને જો મળી શકાય તો મળીને અહીંયા થી જેમ બને તેમ જલદીથી છૂટવાનો મારો ઈરાદો હતો. આ બધા ઝાકઝમાળ ભર્યા વાતાવરણમાં મને અનેક ગણી રોમે રોમના રુવાડા હચમચાવી નાખે એવી એવી વાતો સેક્ટર-૨૯ના એ સરકારી બંગલામાં મારી નજર સામે ઉછળતી હતી.

આ બધા વિચારોના વમળમાં થી છુટવા માટે મેં રાજપુત સાહેબ ને ધીમે રહી ગઈ કહું હું નીકળું મારે મોડું થાય છે. મારે એક બીજા અગત્યના કામે જવાનું હતું તે મારી ધ્યાન બહાર નીકળી ગયું. એટલે મારે જવું જ પડશે.

અરે....ભાઈ.... કેમ આમ કરો છો ? આપણે તો આ કાર્યક્રમ પતાવી મુવી જોવા જવાનું નક્કી હતું અને તમે તો પાયલબા ને વચન પણ આપ્યું હતું ને ?

ઓકે.......ઓકે........ કંઈ નહીં જો તમારે એટલું અગત્યનું જ હોય તો તમે જઈ શકો છો મને કોઈ વાંધો કે હરકત નથી. પરંતુ જતા પહેલા તમારે મારી દીકરી પાયલબા ની મંજૂરી લેવી પડશે.

બનતી ત્વરાએ મેં તુરત જમવા માટે લીધેલ ડીશ તેની યથા યોગ્ય જગ્યાએ મૂકી આવ્યો. અને ત્યાંથી મંત્રીશ્રી તેમજ નવયુગલ ને મળવા સારું પહોંચી ગયો. મંત્રીશ્રીએ મારો પરિચય કરાવ્યો અને હું મંચ પરથી બને એટલી ત્વરાએ મંચ પરથી ઉતરીને ને મારી કાર જયાં પાર્ક કરેલ હતી તે બાજુ ચાલવા લાગ્યો હતો.

ત્યાંજ....મારી પાછળથી અવાજ આવ્યો, અંકલ....જોયું તો પાછળથી પાયલબા દોડતી દોડતી મારી પાસે આવી રહેલ હતી. આમ આ રીતે દોડાદોડ કરી કયાં જાઓ છો ? અમને એકલા મૂકી જતાં રહેવાનું ? આપણે તો રિસેપ્સન પતાવીને મૂવી જોવા જવાનું હતું ને ?

જો બેટા તારી બધી વાત સાચી. મને પોતાને પણ તમારી સાથે રહેવાની ઈચ્છા હતી, પરંતુ મારે એક બીજું અગત્યનું કામ હતું તે મારા ધ્યાન બહાર ગયેલ અને મારે જવું અગત્યનું છે એટલે હું નિકળું છું. ફરી કોઈ વખત ચોક્કસ આપણે સાથે બધા મુવિ જોવાનો પોગ્રામ કરશું. ‘YOU ARE ALWAYS WELCOME.’’

મારી વાત સાંભળીને પાયલબાના ચેહરા પર જે આનંદ હતો તે ખોવાઈ ગયો હતો. ઉદાસ થઈ ગઈ.

પાયલબા એમેય સમજુ દીકરી હતી. હશે કંઈ નહી. જેવી આપની મરજી. ફરી ચોક્કસ મળશું કહી ધીમે રહી બાય કહી જતી રહી. ત્યાંથી તેના વયસ્ક મિત્ર વર્તુળ હતું ત્યાં ચાલી ગઈ.

હું એકીટશે જતી પાયલબા ને નીરખી રહ્યો. હું ઊભો રહેલ ત્યાંથી દેખાતી બંધ થઈ એટલે મારી પાર્ક કરેલ કારના પાર્કિગ તરફ આગળ વધ્યો. મને આવતો જોઈ ડ્રાઈવર ધ્વારા તુરત દરવાજો ખોલતાં હું બેસી ગયો અને અમે જે રસ્તે આવેલ તેજ રસ્તે અમારી કાર ચાલવા માંડી. રસ્તો તો તેજ હતો પરંતુ જતી વખતે જે કંપની હતી તે બદલાઈ ગઈ હતી. જતી વખતે પાયલબા તેના પિતા હતા અને સાથે મારા મગજમાં પાયલબા ની માસી હતી, તેના વિચારો કેમેય કરીને મગજમાંથી નીકળવાનું નામ નહોતા લેતા. અમને નીકળતી વખતે અમને વિદાય આપવા માટે તેમના બંગલાના મુખ્ય દરવાજા સુધી આવેલ તેની આંખોની વેદના તે સમયે ઘણું બધુ કહી જતી હતી. તે ચેહરો હજી પણ મારી આસપાસ ઘુમ્યા કરતો હતો.

હું રાજપૂત સાહેબને ઘરે ગયેલ તે સમયે નીકળવાનો સમય થયેલ હોવા છતાં તેની માસી તૈયાર થયેલ ન હતી. અને પાયલબા તો નાની રૂપાળી ઢીંગલી ની જેમ તૈયાર થઇ આમ થી તેમ ફરી રહેલ હતી. તે જ સમયે મારાથી રાજપૂત સાહેબને પુછાઇ ગયેલ કે, કેમ મેડમ હજી તૈયાર નથી થયા ?

પાયલબા તો કંઇ ન બોલી શકી. પરંતુ રાજપૂત સાહેબે ફેરવી ફેરવી ને ગોળ ગોળ જવાબ આપેલ કે એમાં શું છે કે અહીંયા ઘર રેઢુ મુકીને જવું યોગ્ય નથી. એકાદ જણ ઘરે હોય એ સારુંને ?એમાંય ઘરને તાળું મારીને જવું યોગ્ય ન હતું તેમ જણાવેલ હતું.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com

ક્રમશઃ..........