Upper mother - 2 in Gujarati Fiction Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અપર-મા - ૩

Featured Books
Categories
Share

અપર-મા - ૩

-: અપર-મા (3)

તારી વાત બિલકુલ સત્ય છે. સ્ત્રી ન બોલે પરંતુ તેની આંખો ઘણું બધું બોલતી હોય છે. સમજદાર હોય તેણે ફક્ત સમજવાની જરૂર હોય કારણ સ્ત્રી બોલે કે ન બોલે પરંતુ તેની આંખો અને તેનો ચહેરો ઘણું બધું કહી જતો હોય છે.

આ બધી વાતો નો દોર અમારા ત્રણ વચ્ચે થઇ રહેલ હતો. પરંતુ મને તો પાયલબાની માસી અને રાજપૂત સાહેબની નવી બીજી પત્નીનો ચહેરો સામે ને સામે દેખાઇ રહેલ હતો. કારણ તેમના બંગલાના દરવાજે ઉભા રહેલ ત્યારે તે સ્ત્રીનો ચહેરો ઘણું બધું કહી જતો હતો. મારે પણ તેમને મળવાની તમન્ના તો હતી. પરંતુ રાજપૂત સાહેબે તેમને મને મળવાનો મોકો ઇરાદાપૂર્વક ના આપ્યો કહું તો તે યોગ્ય લેખાશે. અને કારમાં પણ મને પાયલબાએ હાઇજેક કરી લીધો હતો. તેની માસીને મળવાની જે ઇચ્છા હતી તે મારા મનમાં ને મનમાં જ અધૂરી રહી ગઇ હતી.

પાયલબા.......તુ એમને જાણતી નથી હજી...રાજપૂત સાહેબે પાયલબાને મારો વધુ પરિચય આપતાં કહ્યું જો તેમને લાગશે તો તે તારા પર જ નાની ‘નવલિકા’ પણ લખશે. પરંતુ હા તેમાં એટલું ચોક્કસ બનશે કે, તેમાં તારું નામ બદલાઇ જશે.’

રાજપૂત સાહેબના આવા તીક્ષ્ણ વાક્યોથી પાયલબા તો રાજી ની રેડ થઇ ગઇ. પ્લીઝ....અંકલ.....ચહેરા પર ઢેર સારો ઉમળકો લાવતાં કહ્યું....અંકલ તમારે મારા વિશે જે લખવું હોય તે લખજો લખવાની છુટ પરંતુ હા મહેરબાની કરી મારું નામ ન બદલતાં. પુરી નવલિકા પાયલબાના નામાભિધાનથી જ અંકિત કરશો. કારણ દરેક વ્યકિતને પોતાના નામ પ્રત્યે બહુ જ લગાવ હોય તેમ મને પણ છે. એટલે આપ તેને મારી મજબૂરી માનો તો મજબૂરી સમજો તો પણ વાંધો નહીં.

તે તો તેના નામની જંજાળમાં ખોવાઇ ગઇ અને હું હજી મારા મનથી તો રાજપૂત સાહેબના બંગલાના દરવાજે જ હતો. અને તે પણ તેની માસીના વિચારોમાં ખોવાયેલ હતો. આટલું બધું અંતર કાપીને અવ્યા બાદ પણ આ માનવીનું પાંગળુ મન એવું છે ને કે એક વખત વિચારો તેમાં ઘુસી જાય પછી નીકળવાનું નામ ન લે, એમ મારું મન ત્યાં જ અટવાઇ ગયેલ હતું.

‘‘પાયલબા’’ નામ તો તેને જન્મ આપનાર તેની માતાએ જ પાડેલું હતું.....રાજપૂત સાહેબ ગળગળા થઇ કહેવા લાગ્યા સામે કારના આયનામાં તેમનો ઉદાસીનતા ભર્યો ચહેરો દેખાઇ રહેલ હતો. પણ શું કરવાનું તે તો નામ પાડીને થોડાંક જ પરમાત્માને શરણે ચાલી ગઇ હતી. પાછું વાળીને જોવા પણ ઉભી રહી ન હતી. આ વિચારોમાં રાજપૂત સાહેબની આંખોમાંથી આંસુ નીકળી ગયું તે કારના આયનામાં દેખાઇ રહેલ હતું. મને ઘડીક તો એમ પણ થયું કે, ‘‘વિરહના આંસુડા’’ કયાંક આયનાને પણ નંદવાઇ તો નહીં દે ને ?

શું એમને કાંઇ એકાએક શારીરિક તકલીફ ઉભી થઇ હત?’

શું કરીએ છેક છેલ્લે સુધી કાંઇ ખબર ના પડી. અને આ કાયા પણ માટીની કાયા છે. ડોકટરો પણ ખુદ મુંઝાઇ ગયેલ હતાં. પરંતુ તપાસ દરમ્યાન એવા મક્કમ નિર્ધાર પર આવેલ કે,નસમાં રક્તની જે ભ્રમણ ક્રિયા થાય તેમાં કંઇક તકલીફ થયેલ હતી. અને તેને કારણે લોહીનો ગઠ્ઠો થઇ જવાથી લોહી સારી રીતે પરિભ્રમણ ન કરી શકવાને કારણે તેને બચાવી શકેલ ન હતાં. બની શકે તે પાયલબાને જન્મ આપવા માટે જ રોકાયેલ હોય તેમ માનવું રહ્યું. અને આપણે કાળા માથાના માનવી કુદરત આગળ વધુ કરી પણ શું શકીએ ? આ બધી વાતો કરતાં કરતાં તેમના મનમાં બહુજ ઉદાસીનતા અને નિસાસાના ઉદ્દગાર જણાઇ આવતાં હતાં.

પાયલબા નવયુવતી હતી, તેને બધી ખબર હતી, તેણે તેના પિતાના ખભા પર હાથ મુકી કહ્યું....પપ્પા...આપણા રડવાથી મને મારી મંમી અને આપને આપની પત્ની શું મળી શકવાની છ?શાસ્ત્રમાં પણ જણાવેલ છે ને કે ? મૃત્યુ પામનાર વ્યકિતની પાછળ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના જ કરવાની તે જ મુખ્ય રસ્તો છે. અને વધુમાં આપણા રૂદનથી મંમીના આત્માને પણ કયાંથી શાંતિ પ્રદાન થઇ શકે. એટલે આ બધું ભુલી જાઓ અને પરમાત્માને પ્રાર્થના કરીએ એ જ સાચો રસ્તો છે.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com

....ક્રમશઃ.....