Upper mother - 2 in Gujarati Fiction Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અપર-મા - ૨

Featured Books
Categories
Share

અપર-મા - ૨

-: અપર-મા :- (2)

ના અંકલ મારે કોઈ બીજા વી.આઇ.પી ની જરૂર નથી. મારે માટે તો તમેજ વી.આઇ.પી થી વિશેષ છો. મારો હાથ પકડીને પાયલબાએ કહ્યું. હું તો તમને જ બોલાવની સમજ્યાં ?’

કાર ચલાવી રહેલ તેના પિતા દીકરીની આ પ્રકારની હરકતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તદ્દન નવા મારા મિત્ર સાથે પણ પ્રથમ પરિચયમાં જ પાયલબા આટલી ઓતપ્રોત થઈ જાય તે તેમને ગમતું હોવું જોઈએ.

અંકલ આ તો મહાસાગર છે મહાસાગર,’ પાછળની સીટ ઉપર મને અઢેલીને બેઠેલી અને પિતાની લાડલીએ સામે જોઈને કહ્યું. દીકરી એમના નામના તો બધી જગ્યાએ સિક્કા પડે છે. તે ધારે તેને રાતોરાત પ્રગતિ અને પ્રસિદ્ધિના શિખરો ઉપર પહોંચાડી શકે તેવા મજબૂત અને તાકાતવર છે.

અંકલ પ્લીઝ......પ્લીઝ...... પાયલબાએ મારી બાજુમાં ભરાઈ નાટકીય ઢબે ઉત્કંઠાથી કહ્યું તો પછી ધારો ને, આજે અને હાલ જ....

પાયલબા, તારા પિતા તને ખોટી રીતે કહી રહ્યા છે. મેં કહ્યું, હું એવો કોઈ મોટો તાકાતવર માનવી નથી. હું તો સામાન્ય દૈનિક ન્યૂઝ પેપરનો સામાન્ય પત્રકાર છું તેનાથી વિશેષ કાંઈ નથી.

ગમે તેટલી દલીલો કરો ને ! એ (પાયલબા) વાત મને તો મને કહેજો.પાયલબાના પિતા એ પાયલબાને બરાબર સમજાવેલ હતી. મને પણ એની એકાદ નાની મુલાકાત પ્રસિદ્ધ કરવામાં વાંધો કે હરકત જેવું કંઈ હતું જ નહીં. પરંતુ બાપ-દીકરીની આશા-અપેક્ષાઓ મારી ધારણા કરતા ઘણી બધી વધારે પ્રમાણમાં હતી.

અમારી બંને કાર મુખ્ય રસ્તાથી આગળ કલોલ તરફના હાઈવે તરફથી પસાર થઇ રહેલ હતી. ગાંધીનગર ક્યારનું ય પાછળ રહી ગયેલ હતું. આમ છતાં મારુ મન રાજપુત સાહેબના બંગલા ના મુખ્ય દરવાજા પર જઈ અથડાતું હતું. પાયલબાની માસી નો ઉદાસ ચહેરો હજી મારી નજર સમક્ષથી હટવાનું નામ નહોતો લેતો. તેના અંતરમાં તે અનેક પ્રકારની પીડાઓથી દિવસો વિતાવી રહી હતી. કોઈ અગમ્ય આશાઓના સહારે તે ટકી રહેલ હતી.

ંકલ......મારી વિચારધારા ને પાયલબાના અવાજે એકાએક બ્રેક મારી દીધી. પાયલબા મને શાંતિથી છોડશે નહીં તે ચોક્કસ હતું. જીદ કરીને તેણે મને તેના પિતાની કારમાં એટલા માટે જ બેસાડેલ હતો. અમારી કારની પાછળ પાછળ મારી કાર મારો ડ્રાઇવર રાજપુત સાહેબની કારની પાછળ પાછળ આવતો હતો. અમારે રાજ્યના એક મંત્રીની દીકરીના લગ્ન નિમિત્તે લગ્ન નિમિત્તે યોજવામાં આવેલ રિસેપ્શનમાં જવાનું હતું. મંત્રી દ્વારા મને એક માસ અગાઉ પહેલેથી જ આમંત્રણ આપ્યું હતું. તેમના મનમાં પણ એવી ખેવના હોય કે દીકરીના રિસેપ્શન અંગેનો વિગતવાર તસવીર સાથેનો અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થાય.

અંકલ......તમે અંગ્રેજી વર્તમાનપત્રમાં પણ લખો છો, ાચું ને ? પાયલબાકુતુહલતા થી મારી સામે નજર કરી અને પૂચ્છા કરી.

‘’હા.... હા …. . અંગ્રેજી વર્તમાનપત્રમાં પણ તારા અંકલ લખે છે....રાજપૂત સાહેબે દીકરીની જિજ્ઞાસા ઠારતા કહ્યું,’ તું તારે જો તો ખરી, હવે પછીના રવિવારના વર્તમાનપત્રમાં તેમના સંપાદન લેખમાં તારા વિશે તને પોતાને પણ ખબર નહીં હોય તેવું બધું જ તે લખશે.

પાયલબા તો ખુશીથી ઝૂમી ઉઠી......

ઓહ..........બહુ જ સરસ......એણે એનું શરીર પણ મારી બાજુ નાખી દીધું. અને તેના નાજુક હાથે મારા ગળા ફરતે વીંટાળી તેના મોટા મોટા સુંદર નયનો નચાવતાં નચાવતાં પૂછવા લાગી તો અંકલ તમે તો બહુ જ સરસ છો, નાની છોકરીઓના દિલની વાતો બહુ સુંદર રીતે જાણી લો છો ?’

ો સાંભળ......,’ ધીમે રહીને તેનું સ્નેહભર્યો સકંજો છોડાવતા કહ્યું, એમ ન હોય...... બધું આપ મેળે સમય આવ્યે થતું જાય.

પાયલબાએ સામે સવાલ કર્યો, જો કોઈ સ્ત્રી તમારી સાથે વાત કરવા તૈયાર ન હોય તો ? તેણે તો રીતસરની મારી કસોટી લેવાનું શરૂ કર્યું.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com

....ક્રમશઃ......

ગુજરાતમાં પ્રથમ રેલ્વે-ઉતરાણથી અંકલેશ્વર-૧૮૫૫

ઇલેકટ્રીક રેલ્વે-અમદાવાદ થી મુંબઇ-૧૯૭૪

પ્રથમ અંગ્રેજી શાળા- ગુજરાત-સુરત-૧૮૪૨