સાપસીડી. 6….
તૃપ્તિ વડોદરા થી આવે ત્યારે મોટા ભાગે
તો તેની કlર હોય જ એટલે પ્રતિક ને લિફ્ટ મળે .
બને કlરમાં જ ફરે કયારેક પ્રતીક ની હોય તો
ક્યારેક તૃપ્તિની..
બને રિવર ફ્રન્ટ થી એ વન મોલ જlય કે કાંકરીયા થી પછી લlભા ની સેર કરે …મલ્ટી પ્લેકશ
માં એકાદ પિકચર તો જોવા નું જ ..અને પછી પાણીપુરી ને વડાપાઉં કા તો ચાઈનીઝ ને ન્યાય આપવાનો ...જે બંનેના ફેવરિટ હતા…
પાર્ટીની વાતો કરતા પણ બંનેની પોતાની વાતો ને કોલેજકાળની વાતો હોય કે બીજી ચર્ચાઓ હોય....પ્રતીક ને તૃપ્તિ બને એમ બી એ તો ખરાજ વળી પ્રતીક એન્જીનીયર તો તૃપ્તિ સ્પોર્ટ્સમાં એવોર્ડ જીતીને ચેમ્પિયન થયેલી હતી.
બને લગભગ સરખી ઉંમરના ….તૃપ્તિ થોડી સિનિયર ઉમર્ માં અને પlર્ટીમાં પણ ...તૃપ્તિ તેના ભાઈ સાથે બિઝનેઝ કરતી હતી જે તેના પિતાનો હતો. પિતા હવે ઓછું ધ્યાન આપતા. તૃપ્તિ પણ પાર્ટીના કામના કારણે આમ હાજરી ઓછી આપતી પણ બિઝનેસમાં બીજા ફાયદા વધુ થતા. જે રાજકારણીઓ માટે બહુ સ્વાભાવિક છે. ભાઈના ઉપર લગભગ બધું જ હતું.
ખાસ તો પ્રતિકની બિસનેસ સેન્સ પાવરફુલ હતી એટલે તૃપત્તિને એની સાથે વધુ ફાવતું..
ઘણીવાર તૃપ્તિનો ભાઈ તુષાર અમદાવાદ આવતો તો ત્રણે સાથે ફરતા ,જમતા કે નાસ્તો કરતા અને ગપ્પા મારતા.પ્રતીકને તુષાર સાથે સારું બનતું .
પાવગઢતો આ ટોળકીને જવાનું અવારનવાર થાય. મોસમ સારી હોય ત્યારે માતાજીના દર્શન કરવા આ બધા ગાડીઓ લઇ ને નીકળી પડે. ક્યારેક રાત્રે જ પરત ફરતા હતા. તો ક્યારેક ક્યાક રોકાઈ બીજે દિવસે પરત એવું અવારનવાર બને.
પાંચ સlત જણનું ગ્રુપ જ હતું આ લોકોનું ..પ્રતીકના મિત્ર હોય કે સંબધી તો સાથે તૃપ્તિના મિત્રો હોયકે સંબધી કે સાથે પાર્ટીના પણ કોઈક હોય.
અવારનવાર ફરવાનું પ્રવાસ હોય કે યાત્રા હોય બહુ સામાન્ય હતું બધું .
પાર્ટીના સેમિનાર ગ્રુપમાં જો કે તૃપ્તિ નહોતી પણ પ્રતીક જેવાજ કેટલાક હોશિયાર ને સ્માર્ટ યુવાનો મદદ કરતા હતા. વિચાર મંચ ના કાર્યક્રમમાં ભારતભરમાંથી વક્તાઓ આવવાના હતા.પ્રતિનિધિ ઓ પણ દેશ ભરમાંથી આવવાના હતા શ્રોતાઓ તરીકે સ્થાનિકોને પણ આમંત્રણ અપાયેલા હતા . પાર્ટી કરતા સેવા સમાજ નું મહત્વ અહીં વિશેષ હતું.
ઇન્ડિયા પાર્ટીમાં પાર્ટીના સભ્યો થી વિશેષ માન મરતબો આ ભારત સેવા સમાજના સેવકો અને સેવીકાઓનો રહેતો.
આ લોકોએ આવા તો કૈંક સેમિનારો ,મિટિંગ , બેઠકો દેશ ભરમાં વરસો થી કરતા આવ્યા હતા .આજ
એમનું મુખ્ય કામ હતું.
શિબિરો કરવી ને બેઠકો કરવી. શિબિરો શારીરિક યોગસનો વગેરેની તો રહેતી સાથે સાથે બૌદ્ધિક કસરતોની પણ રહેતી એટલેકે ચિંતન બેઠકો પણ રહેતી.
સેવા સમાજના સેવકો સાદું જીવન જીવતા એમ કહેવાય ...જો કે બધા કિસ્સાઓમાં આ સાચું ન પણ હોય. પણ દેશભક્તિ માટે તેમના બધે વખાણ જરૂર થાય.
તેના સભ્યો પ્રવચનો કરવામાં ખૂબ જ હોશિયાર...બહુ જોર જોરથી બોલવું અને જુસ્સાથી બોલવું એ મુખ્ય સ્ટાઈલ રહેતી.
વળી ધર્મમાં ચુસ્ત આપણા ધર્મની બોલબાલા ….હિંદુ ધર્મના સેનિકોની જેમ જ લડતl અlવેલા અને લડ્યા કરવાનl...
આઝાદીના પહેલાથી જ આ લોકોએ દેશ ને દુનિયામાં એમનું સ્થાન મજબૂત કર્યું હતું. પણ તેઓને સતાની જરૂર નહોતી લાગી. તેમની માન્યતા એ જ હતી
કે દેશના સત્તાધારી ઓએ એમની માન્યતાઓ અને વિચારો નો સ્વીકાર કરવો.
અનેક ધર્મો અને અનેક રાજ્યો ,અનેક ભાષાઓ અને અનેક સંસ્કૃતિઓ હોવા છતાં સરદારના અનેક પ્રયાસોએ આ દેશને આઝાદી સમયે એક બનાવ્યો એમ કહી શકાય. નહિતર 500 થી વધુ રજવાડામાં વહેંચાયેલો બ્રિટીશ શાશન..સામ્રાજય કહેવlતો આ દેશ આમ એક થાય ખરો…
એ તો આપણા બધાનું નસીબ કહો કે હિંદુઓ ને મુસ્લિમો ને શીખો ને વળી હિંદુઓની સંખ્યાબંધ જાતિ ઓ ને બીજા નાના ધર્મો. ભેગા થયા ને એક રાષ્ટ્ર કહેવાય..
નહિતર યુરોપિયન દેશોની જેમ વિભાજીત થવાના બધાજ સંજોગો છે જ ને ..
આજે 60 વરસ થઈ ગયા આઝાદીના છતાં ટકી રહ્યા છીએ .અનેક વિપરીત સંજોગો અને વિપતિઓ કુદરતી આપત્તિઓ છતાં પણ ટકી રહ્યા છીએ .
ધીમી કે ઝડપી પ્રગતી પણ ચાલી જ રહી છે ને ..
સેકુલર પાર્ટીનું રાજ હોવા છતાં સિંગ સાહેબે જે રીતે ઇકોનોમી બદલી તેથી દેશની પ્રગતિ ,અને આર્થિક સમૃદ્ધિ અવશ્ય થઈ જ છે . તેનો સ્વીકાર કરવો જ રહ્યો...
હજુ તો થોડા વર્ષો પૂર્વે આપણને ઘઉં પણ અમેરિકાના લાલ સડેલા ખાવા પડતા હતા .જ્યારે આજે દેશ ઘઉં ની નિકાસ કરતો થઈ ગયો છે. ખેતી અને ખેત પેદાશો અનાજ વગેરે બાબતે દેશે જોરદાર પ્રગતિ કરી હતી એતો દુનિયા આખી જાણી ચુકી છે.
માનવતા વાદીઓ હોય કે પછી રાષ્ટ્રીય જનતા પાર્ટીના કે હિંદ સ્વરાજ પાર્ટીના હોય બધાના વાંધા વચકા ને એશિ કે તેશી કરીને સિંઘ સરકાર અમેરીકા તરફી થઈ ગઈ હતી…
દેશ ની પ્રગતિ એમ તો જોરદાર ચાલી રહી હતી...દુનિયા સાથે આપણે જાણે સ્પર્ધા માં ઉતર્યા હોઈએ એવો જ માહોલ જામયો હતો ….
2000 ની સાલ પછી થી તેજ રફતાર ઉદ્યોગકારો અને વેપાર ધંધામાં ચાલી રહી હતી.. યુવાનો માટે નવી આશાનો સમય હતો જ તેની સામે કોઈને પણ વાંધો ન હોય.
પ્રતીક જેવા યુવાનો કોઈપણ પાર્ટીમાં હોય નવી દુનિયાના સ્વપ્ન સેવે તેમાં નવાઈ નહિ.આમ પણ સ્વપ્ન સેવવા યુવાનો નો ઈજારો છે તેમ કહેવાય છે.
અનેક રાજ્યો અને ધર્મના આ દેશમાં રાજ સતા પણ અનેક પાર્ટીઓની વિભાજીત થઈ ગઈ હતી. આઝાદી પછી જેમ વરસો સુધી સેક્યુલર વાળાઓનું રાજ રહ્યું નહોતું ...પશ્ચિમી ને મધ્ય દેશના રાજ્યો માં તો ધર્મ પાર્ટીઓ જોરમાં હતી. અને સતા પણ એમની હતી.
તો પુરબ ને ઉત્તરમાં સમજવાદીઓ અંને સામ્યવાદી ઓ ની પ્રlતિય પાર્ટીઓ ચાલી રહી છે. દક્ષિણ માં પણ પ્રlતિય પાર્ટીઓની વગ છે . છતાં હજુ દેશ એક રહ્યો છે તે જ મોટી વાત છે..નહિતર દુનિયા ની અસર આવી શકે.
.
આગlમી દશકા દરમ્યાન દેશની સમસ્યાઓ પર ચિંતન ને મંથન કરવા તો સેમિનારનું આયોજન મોટા પાયે આ વખતે ચlલી રહ્યું હતું.
વળી રામ અને કૃષ્ણના ભક્ત દેશમાં મન્દિર ની ચળવળ પણ સાથે સાથે ચાલી રહી હતી.
મૂળ તો દેશની સર્વ સતા એક જ વિચારધારા ના હાથમાં હોય તે જોવાનું હતું.. એટલે જ આગામી સમય મહત્વનો હતો.
રાજકીય પાંખ ને મજબૂત કરવાનું કામ આ વિચારધારl વાળાઓનું રહેતું...સ્ટ્રેટેજીઓ તેઓ જ ઘડતા અને તે પ્રમાણે જ બધાએ કામ કરવાનું રહેતું.
બસ આજ મહત્વની બાબતો આ સેમીનlરમાં હતી. આમ તો પુના ના કુલકરણી જી ,દિલ્હીના આચાર્ય જી અને કાનપુરનl શlસ્ત્રીજી તેેેમજ માલિની તાઈ ચેન્નઈ થી આવેલા વગેરે સેમિનારના સંબોધનમાં અને સનચાલન માં પ્રમુુુખ હતા.
પ્રવાસ કે નિવાસ નો કે અન્ય વ્યવસ્થાના વહીવટમાં સ્થાનિક કાર્યકરો સમાજના હતા અને પાર્ટીના હતા.
બે દિવસનો સેમિનાર રસપ્રદ રહ્યો. સેવક સમાજના ઘણા દેશભરના અગ્રણીઓ બીજે દિવસે આવી ગયા. વળી ખાસ સુપ્રીમો જ્યાં આવવાના હતા.
તો સ્થાનિક રાજકીય અગ્રણીઓ, મત્રીઓ તો ખરાજ દેશના કેટલાક પાર્ટીના રાજકીય અગ્રણીઓની હાજરી પણ સૂચક હતી.
જયારે જ્યારે આવા પ્રસગો રાજ્યમાં યોજાય શ્રેય તો વિશેષ રાજ્યના મોટlસlહેબને ફાળે જ વિશેશ જાય.
મહેનત અને પરિશ્રમ ભલેને અનેકોનો હોય... વિઝન ને માર્ગદર્શન સાહેબનું જ કહેવાય. પેસો ને નાણાકીય બાબતો તો સતા આગળ મામુલી રહે છે.