virgatha - 31 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 31

Featured Books
Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 31


જંગલી કુતરાંઓ આ રીતે તેની ફરતે પ્રદક્ષિણા કરતા જોઈને રાધિકા ને થોડો ડર લાગ્યો. એક સાથે આટલા બધા જંગલી કૂતરાઓ નો સામનો કરવો તેના માટે મુશ્કેલ હતો. બચવાનો એક જ રસ્તો હતો. મરેલ ચિતા ને કૂતરાને હવાલે કરવાનો, પણ આટલી જહેમત થી મળેલો શિકાર કોઈ કાળે રાધિકા છોડવા માંગતી ન હતી.

રાધિકા એ સૂર્ય નારાયણ પર દૃષ્ટિ કરતી પ્રાથના કરી. હે સૂર્ય નારાયણ મારી પર કૃપા દૃષ્ટિ કરો.. ત્યાં તો સામે થી કોઈ માણસો આવી રહ્યા હોય તેવો પગરવ નો અવાજ સંભળાવવા લાગ્યો. આ પગરવ ના અવાજ થી રાધિકા કઈ સમજી શકી નહિ પણ જંગલી કૂતરાઓ ભોકાવાનું બંધ કરી ને તેઓ એક બીજા સામે જોઈ રહ્યા. પણ જાણે તેની પાસેથી શિકાર કોઈ ઝૂંટવી લેવાનું હોય તેમ કોઈ સમય વેડફ્યા વગર ફરી કૂતરાઓ હિંસક બનવા લાગ્યા. રાધિકા ફરતે વિટળાવવા લાગ્યા.

રાધિકા કઈ વિચારે તે પહેલાં તો એક સાથે તીર નો વરસાદ થયો ને તે તીર દ્વારા તેની ફરતે એક સુરક્ષા કવચ થઈ ગયું. રાધિકા ની ફરતે તીર ની એક દિવાલ બની ગઈ અને જંગલી કુતરાંઓ ભોક્તા રહ્યા. ત્યાં રાધિકા જ્યાં થી તીર નો વરસાદ થયો હતો તે બાજુ નજર કરી ત્યાં સામે થી દસ સૈનિકો ને આવતા જોયા, તે સૈનિકો નો પહેરવેશ જોઈને રાધિકા સમજી ગઈ કે આ સૈનિકો મારા દેશના છે. તે સૈનિકો ની પાછળ આવેલા ગુરુ કેશવ ને રાધિકાએ જોયા. ગુરુ કેશવ ને જોઈને રાધિકા ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. અને ચહેરા પર નો બધો ડર નીકળી ગયો.

બધા સૈનિકો ની પાછળ થી ગુરુ કેશવ આગળ આવ્યા ને એક સાથે બાર તીર છોડી ને બધા જંગલી કૂતરાઓ ને મારી નાખ્યાં. સુરક્ષા તીર ને દૂર કરીને રાધિકા ગુરુ કેશવ પાસે આવીને પ્રણામ કર્યા અને કહ્યું લો ગુરુજી આપે ચિતા ની ચર્મ લાવવાની કહી હતી તે હું લાવી છું.

માથા પર હાથ ફેરવતા ગુરુ કેશવ બોલ્યા દીકરી આ તારી પરિક્ષા હતી મારે કોઈ ચર્મ ની જરૂર ન હતી. મારે તો તારા શરીર માંથી મૃત્યુ નો ડર હમેશા માટે દૂર કરવો હતો અને તે આજ્ઞા મને તમારી માતા કર્ણાવતી એ આપ્યો હતો.

હાથ જોડી ફરી રાધિકા પ્રણામ કરતી બોલી ગુરુજી તમારા અને માતુશ્રી માં આશીર્વાદ થી હું અહી સુધી પહોંચી છું. અને એક દિવસ હું મહાન યોદ્ધા બનીને બતાવીશ. પણ અત્યારે મારી આ ભેટ ચર્મ ને તમારા આશન તરીકે સ્વીકાર કરો.

હા પાડીને ગુરુ કેશવે બધા સૈનિકો ને કહ્યું ચાલો આશ્રમ તરફ રવાના થઈએ ક્યાંય અહી વાતો કરવામાં સાંજ ન પડી જાય. આદેશ મળતા ગુરુ કેશવ સાથે સૈનિકો અને રાધિકા સાથે ચાલતા થયા.

અગાઉ થી સમાચાર મળ્યા હોય તેમ મહારાણી કર્ણાવતી આશ્રમ પાસે ઊભી રહીને ગુરુ અને દીકરી રાધિકા ની રાહ જોઉં રહી હતી. હાથમાં પૂજા નો થાળ હતો અને બાજુમાં ઉભેલી દાસીઓ પાસે ફૂલો અને ફૂલોની માળાઓ હતી. કાગડોળે રાહ જોતી મહારાણી કર્ણાવતી એ રાધિકા અને સૈનિકો સાથે ગુરુ કેશવ ને આવતા જોયા.

ગુરુ કેશવ પાસે આવ્યા એટલે મહારાણી કર્ણાવતી એ ગુરુ કેશવ ને પ્રણામ કરી આશીર્વાદ લીધા પછી રાધિકા પાસે જઈને તેની આરતી ઉતારી તેના ગળામાં ફૂલોની માળા પહેરાવી. અને કપાળે તિલક કર્યું, તો પાછળ ઉભેલી દાસીઓ એ તેમની પાસે રહેલા ફૂલો થી રાધિકા ને વધાવવા લાગી. આ જોઈને રાધિકા તેમના ગળામાં રહેલી માળા ઉતારી ને માતા કર્ણાવતી ને પહેરાવીને ભેટી પડી. મહારાણી કર્ણાવતી ને સાતી ગદગદ ફૂલી ગઈ હોય તેમ રાધિકા ને શાબાશી આપતી તેને કપાળે ચુંબન કર્યું.

ગુરુ કેશવ પાસે થી આજ્ઞા લઈને મહારાણી કર્ણાવતી તેના મહેલ તરફ રવાના થઈ અને ગુરુ કેશવ રાધિકા ને લઈ આશ્રમ અંદર પ્રવેશ કરીને, બીજા દિવસ થી ફરી રાધિકા ને વિદ્યા પ્રદાન કરવા લાગ્યા. મહારાણી કર્ણાવતી એ ગુરુ કેશવ ને કહ્યું હતું જ્યાં સુધી મારી દીકરી યુવાન અને પરિપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તેને આશ્રમ માં રાખવામાં આવે એટલે ગુરુ કેશવ એ બધી વિદ્યા શીખવાડી ચૂક્યા હતા તો પણ તે હજુ વધુ વિદ્યા શીખવવાની કોશિશ કરવા લાગ્યા.

*****

ગુરુ વિશ્વસ્વામી ના આશ્રમ માં તેમની છત્રછાયા માં કુંવર વિશ્વજીત નો ઉછેર થઈ રહ્યો હતો. માતા દામિની તેમના દીકરાને વ્હાલ ની સાથે મજબૂત પણ બનાવી રહી હતી.

હવે કુંવર વિશ્વજીત યુવાન જઈ રહ્યો હતો. અત્યાર સુધીમાં તો કુંવર વિશ્વજીત ને માતા દામિની એ તેમના સંસ્કાર ની સાથે તેમને યુધ્ધ નીતી પણ શીખવાડી દીધી હતી. તો ગુરુ વિશ્વસ્વામી પણ કુંવર વિશ્વજીત ને બધી વિદ્યા થી પારંગત કરાવ્યા હતા. હવે કુંવર વિશ્વજીત એક એવો યોદ્ધો તૈયાર થઈ ગઈ હતો જાણે કે વિશ્વના તેની જેઓ કોઈ યોદ્ધો હશે જ નહિ.

ગુરુ વિસ્વસ્વામી અને રાણી દામિની એક દિવસ પોતાની કુટીર માં કુંવર વિશ્વજીત ની પરીક્ષા લેવાની વાતો કરવા લાગ્યા.
ગુરુજી હવે મારો પુત્ર વિશ્વજીત તમારી વિદ્યા થી પરિપૂર્ણ થઈ ગયો લાગે છે. મારી ઈચ્છા છે કે તેની એક કઠોર પરિક્ષા લેવી જોઈએ એટલે ખબર પડે કે વિશ્વજીત સાચે બહાદુર અને પરાક્રમી બની ચૂક્યો છે. રાણી દામિની એ પોતાની વાત ગુરુ વિસ્વસ્વામી આગળ મૂકી.

થોડો વિચાર કરી ગુરુ વિસ્વસ્વામી બોલ્યા રાણી તમારી વાત સાચી છે. હું એજ વિચારી રહ્યો હતો કે કુંવર ની પરીક્ષા કઈ રીતે લેવી. આશ્રમ માં અભ્યાસ કરતા બધા શિષ્યો તો તેની સામે યુદ્ધ અભ્યાસમાં હારી ચૂક્યા છે. અને જંગલી જાનવરો નો તો શિકાર કરવો તેના માટે સામાન્ય બની ગયો છે. એટલે કઈક એવી પરિક્ષા લેવાનું વિચારી રહ્યો છે. જેનાથી તે સાબિત થાય કે વિશ્વજીત સાચે બહાદુર યોદ્ધો છે. વાત કરતા કરતા ફરી ગુરુ વિસ્વસ્વામી વિચારવા લાગ્યા.

ફરી કેમ વિચારમાં પડી ગયા ગુરુજી. હું તો કહું છું કઠોર માં કઠોર પરિક્ષા વિશ્વજીત ની લેવામાં આવે. રાણી દામિની એ ગુરુ વિસ્વસ્વામી ને કહ્યું.

થોડી વાર ધ્યાન ધરી ને ગુરુ વિસ્વસ્વામી બોલ્યા. રાણી દામિની એક પરિક્ષા છે પણ તે કઠોર ની સાથે જાન ના જોખમ રૂપ છે આપ કહો તો કહુ.

જલ્દી કહો ગુરુ જી. હું તો મારા કુંવર ને કઠોર માં કઠોર પરિક્ષા લેવા માંગુ છું.

અહી થી મિલો દૂર એક પલઘટ નામ નું એક નાનું રાજ્ય છે. સાંભળવા મળ્યું છે કે ત્યાં નો રાજા પલઘી બહુ ક્રૂર છે. પ્રજા ને બહુ દુઃખ આપી તેના પર ત્રાસ ગુજારે છે. જો કુંવર વિસ્વજીત ને તે રાજ્ય ને રાજા પલઘી ના ઝુલમ થી બચાવે તો તેની ખરી પરિક્ષા લેવાશે એવો મારો વિચાર છે. તમારુ શું કહેવું છે રાણી.

એક યોદ્ધા ની આવી જ પરિક્ષા હોવી જોઈએ. આખરે કુંવર ને એક દિવસ રાજા જ થવાનું છે. જો નાનપણ થી તે યુદ્ધ માં પારંગત થશે તો તેને ભવિષ્યમાં હરાવવો મુશ્કેલ થશે. એટલે ગુરુજી મને આ પરિક્ષા મંજૂર છે. આપ કાલે જ કુંવર વિશ્વજીત ને આજ્ઞા આપો.

સવાર થયું એટલે નિત્ય ક્રમ મુજબ ગુરુ વિસ્વસ્વામી યોગા કરાવી ને બધા શિષ્યો ને વિદ્યા શીખવાડવા લાગ્યા. ત્યાં રાણી દામિની આવી ને ગુરુ ની નજીક બેઠા એટલે ગુરુ વિસ્વસ્વામી ઊભા થઈ ને બધા શિષ્યો ને કહ્યું તમારી વિદ્યા હવે પૂર્ણતા ના આરે છે. એટલે હવે એક પછી એક બધા શિષ્યો ની પરીક્ષા લેવામાં આવશે. બધા શિષ્યો એકબીજા સામે જોઈ રહ્યા પણ કુંવર વિશ્વજીત તો ગુરુ સામે જ નજર કરી જોઈ રહ્યો. તેને વિશ્વાસ હતો કે ગુરુજી પહેલી પરિક્ષા મારી જ લેશે.

ગુરુ વિસ્વસ્વામી બોલ્યા પહેલા પરિક્ષા વિશ્વજીત ની લેવામાં આવશે. વિશ્વજીત બેટા ઊભા થા. આજ્ઞા મળતા કુંવર વિશ્વજીત ઉભો થયો ને પ્રણામ કરતા કહ્યું કહો ગુરુજી આપના માટે હું શું લઈ આવું. કહો તો મારા પ્રાણ અર્પણ કરી આપુ.

નાં ના વિશ્વજીત તારે તો દુનિયા પર રાજ કરવાનું છે. એટલે તારા પ્રાણ તો અમૂલ્ય છે.

સાંભળ વિશ્વજીત. અહીંથી મિલો દૂર પૂર્વ દિશામાં એક પલઘટ નામનો દેશ છે. તે તારે જીતી લાવવાનું છે. પણ ગુરુ વિસ્વસ્વામી એ કહ્યું નહિ કે ત્યાં નો રાજા પલઘી બહુ ક્રૂર છે અને તેનું સૈન્ય શક્તિ કેટલી છે. આગળ ગુરુ વિસ્વસ્વામી એ કહ્યું કે કુંવર તારે એકલા હાથે તે દેશ જીતવાનું છે. અને તે પણ એક મહિના ની અંદર. બસ આ મારી દક્ષિણા સમજ.

બાજુમાં પડેલા તલવાર હાથમાં લીધી અને મ્યાન માંથી તલવાર ખેચી ને હાથ પર એક નાનો વાર કરીને લોહી કાઢ્યું. તે લોહી હાથમાં લઈને ગુરુ વિસ્વસ્વામી ને વચન આપ્યું. ગુરુજી હું સોગધ લવ છું કે એક મહિનાની અંદર પલઘટ દેશ તમારા ચરણો માં હશે. આટલું કહી કુંવર વિશ્વજીતે તેમની માતા દામિની અને ગુરુ વિસ્વસ્વામી પાસે થી આશીર્વાદ મેળવી ખાલી એક તલવાર લઈને પલઘટ દેશ જીતવા વિશ્વજીત નીકળી પડ્યો.

ક્રમશ.....