An untoward incident Annya - 7 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - ૭

Featured Books
Categories
Share

An untoward incident અનન્યા - ૭


આગળના ભાગમાં ગુંજનના પૂછવાથી પણ આરાધ્યા કંઈ ના બોલી, આખા રસ્તે ચુપ રહી. અમિત ઘરે આવ્યા પછી ગુંજનને ઇગનોર કરે છે, આ વાતથી ઝંખનાને નવાઇ લાગે છે, જમીને હોલમાં ટીવી જોતા સોહમે અમિતને પૂછ્યું,( આજનો દિવસ કેવો ગયો.?) ત્યારે તે આખા દિવસ દરમ્યાન બનેલી ઘટના કહે છે.. આરાધ્યા ગુંજનને મેસેજ કરી મળવા કહે છે. ડોર બેલ વાગતાં અમિત દરવાજો ખોલે છે. તેણે જોતા જ તેની સાથે ગુસ્સેથી વાત કરે છે, ત્યાં ઝંખના આવે છે, આરાધ્યાને અનન્યા સમજે છે, ત્યારે ખબર પડે છે કે તેની જુડવા બહેન છે, અનન્યા મિસીંગ છે, તેની શોધમાં તેઓ સુરત આવ્યા છે, પણ આંટી, શું તમે અનન્યાને ઓળખો!? આ સવાલનો કોઈ જવાબ ના આપતા અમિત અને ગુંજન આરાધ્યાને ઘરે જવા કહે છે. (મોમે કોણી સાથે વાત કરી.?) એ ફોટો જોઈ શ્યોર થવા માંગે છે. હવે આગળ...


**********

કોણ જાણે કઈ રાહ પર

લઈ જાય છે આ જિંદગી,

નવો વળાંક લઈ રહસ્યમય

ડગરે લઈ જાય છે આ જિંદગી..

અમિતની વાત સાંભળી આરાધ્યા ઘરે જતી રહી. પણ અમિતને તેના મોમની વાતથી ખુબ જ આશ્ચર્ય થયું.! તે અનન્યા હશે કે આરાધ્યા.... (તે વિચારી માથે હાથ ફેરવ્યો.) વિચારતાં વિચારતાં તેને ગુંજનને પાસે બોલાવી..

ગુંજન, " તારી પાસે બંને બહેનોનો ફોટો છે?!" તું તો સારી રીતે તે બંનેને ઓળખતી હશે.! સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા ફોટો કે તેનું આઇ ડી હોય તો આપ, જેથી આપણે શ્યોર્ થઇ જઈએ કે મોમે તેની સાથે જ વાત કરી હોય.!

ભાઈ તું ચિંતા નહિ કર, હું તમને મારા મોબાઈલમાં બંનેની આઈડી બતાવું છું, બંને બહેનો દેખાવે એક સરખી જ છે, માટે સાથે હોય તો ઓળખવું મુશ્કેલ બને., કે "આરાધ્યા કોણ છે.?" અને "અનન્યા કોણ છે.?" એક જ રીતે તેઓને ઓળખી શકાય છે.. તેઓના અવાજ પરથી, ફકત તેઓનો અવાજ જુદો છે. આરધ્યાનો અવાજ તો તને ખબર જ છે.. અનન્યાનો અવાજ.. -

થોડો જાડો છે.! મને તો રાણી મુખર્જી જેવો જ લાગે છે.! ઝંખના બોલી..

સાચું, "તો શું માસી તમે અનન્યા સાથે સાચે વાત કરી છે!?"

તમને મારી વાત પર વિશ્વાસ કેમ નથી.? એક વાર તો મે કહ્યુ, કે આજે સાંજે (તમારા આવ્યા પહેલા) હું તેની સાથે વાત કરતી હતી. પણ જેવા ગુંજન અને એકટીવા ગર્લ પર મારી નજર પડી, "તે કોણ જાણે ક્યાં ગાયબ થઇ ગઈ.!?"

હવે, ગુંજન પણ ટેન્શનમાં આવી.. અમિત પણ ઝંખનાને એકીટસે જોવા લાગ્યો, અને સોહમ પણ સોફા પરથી ઊભો થઈ તેઓ પાસે આવ્યો.

મમ્મી, "શું ખરેખર તમે તેની બહેન સાથે વાત કરી.?"
"શું આ પહેલા તમારો કોન્ટેક્ટ ક્યારે થયો હતો.!?" અમિતે કહ્યું...

તે રાત્રે કદાચ મે તેને કેફેના વોસ રૂમમાં જોઈ હતી. પણ... "આ માટે હું ચોક્કસ નથી.!"

ગુંજને અનન્યાનું ઇન્સ્ટા આઇડીના ફોટોસ જોતા સ્તબ્ધ થઈ, "તે બોલી આ કેવી રીતે શક્ય બને.!?"

પણ શું.?! (એમ કહી અમિતે તેના હાથમાંથી મોબાઈલ લઈ ફોટો જોયો...)

આ ફોટામાં અમિત અને તેનો ફ્રેન્ડ રાકેશ શર્મા પણ હતો. શું આ મારા જ કોલેજમાં ભણતી હતી.?પણ મેં તેને ક્યારે પણ તેને કોલેજમાં જોઈ નથી.!!

શું કહે છે ભાઈ, "તે અનન્યાને જોઈ નથી.! તો આ પિકમા ફોટો કેવી રીતે.?"

એ જ કંઇક સમજાતું નથી.! કોલેજમાંથી જ્યારે અમે માથેરાન પિકનિક પર ગયા હતા, આ તે ફોટોસ છે. મને નવાઈએ લાગે છે કે આ પણ ત્યાં જ હતી.! ત્યાં હતી તો મારા ધ્યાનમાંએ કેમ નથી.!

ભાઈ, આ તે કેમ બને? જેણે ઓળખતો પણ નથી, તેની સાથે ગૃપમા ફોટો પણ છે.!!

શું આ જ કારણે આરાધ્યાને જોતા લાગ્યું કે મે તેને ક્યાંક જોઈ છે.! આનો જવાબ તો હવે રાકેશ પાસેથી જ મળશે.! એમ વિચારી તેણે રાકેશને ફોન કર્યો.. (તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..) તેથી વોટ્સ અપ પર મેસેજ કર્યો..

(બધાને શાન્તવના આપતા) સોહમે કહ્યું : "અત્યારે સૂઈ જાઓ. રાતના બાર વાગ્યા છે.. આ વિશે કાલે વિચારીશું.!

ઝંખનાનું ટેન્શન વધ્યું. આ શું થઈ રહ્યું છે.! કંઈ સમજાતું નથી.! તેણે હવે અમિતની ચિંતા થવા લાગી. તેનું મન ફરી વ્યાકુળ થઈ રહ્યું હતું. 'શું મેં જેની સાથે વાત કરી તે એક મહિનાથી ગુમ હશે.?!' વાત કરતા અચાનક તે ગાયબ ક્યાં થઇ ગઈ.!? તે સુવાની ઘણી કોશિશ કરી રહી હતી, પણ ઊંઘ આવી નહિ. વિચારોમાં તેનું માથું ચકરાવે ચઢ્યું, તેથી આંખ બંધ કરી, પણ અનન્યાનો ચહેરો તેની આંખ સામે રમ્યા કરતો..

સોહમ પણ પડખું ફેરવે છે. ઝંખના ને માથે હાથ ફેરવ્યો, આંખો બંધ હોવાને કારણે તેણે એવું લાગ્યું કે તે સૂઈ ગઈ છે..

આ તરફ અમિત પણ સૂઈ શકતો નથી, તેના મગજમાં અનેકો વિચાર આવે છે કે આ અનન્યા કોણ છે.! આ રહસ્ય શું હશે? પિકનિક પ્લેસ પર મારી નજર તેની પર કેમ નહિ પડી.. અને "તેને શું કામ મમ્મી સાથે વાત કરી હશે.!" શું મમ્મી તેને ઓળખતા હશે.! મમ્મી કંઇક છુપાવી રહ્યા હશે.!કંઈ ખબર પડતી નથી, તેને પણ ઊંઘ આવતી નથી, તે પડખાં ફેરવતો સૂઈ રહ્યો હતો, ધીમે ધીમે તેને ઊંઘ આવી ગઈ, ત્યાં તો તેને એક લોહીથી લથપથ ચહેરો દેખાયો, તે ઝબકીને જાગી ગયો! તેને પરસેવો વળી ગયો, તેના આખા શરીરમાં જાણે ગરમાટો થયો, તેના હૃદય પર ભાર લાગ્યો.. તેને ઘડિયાળમાં જોયું, તો હજુ તો બે વાગ્યા હતા.

આ પછી તેને સૂવાની ઘણી કોશિશ કરી, પણ તેને ઊંઘ આવી નહિ.. તેથી તે રૂમમાંથી બહાર બાલ્કનીમાં આવ્યો, ઝરમર વરસાદ વરસી ગયો હતો, તેને આજુ બાજુ નજર કરી, સ્ટ્રીટ લાઈટનો આછો પ્રકાશ અને રાતના બે વાગ્યા નો સન્નાટો... પોતાના હાથ ઉપર તરફ ખેંચી બગાસું ખાધું. તેની નજર કાર પર પડી, ત્યાં કોઈ પડછયો જોયો.

તેણે બાલ્કની માંથી બૂમ પાડી, "ત્યાં કોણ છે.?" વોચ મેન,.!ઓ... વોચ મેન,!!

("ત્યાં તો પડછયો એકદમ ગાડી તરફ વધી રહ્યો હતો. તેના દિલની ધડકન વધી રહી હતી.!")

તે જોરથી બોલ્યો: "કોણ છે ત્યાં..?"

અમિત,દીકરા હું જ છું, તું સૂઈ જા..

અરે,, તો કાકા તમે છો.. મને થયું, "આ અડધી રાતે કોનો પડછાયો છે.!"

હા, " તું કેમ જાગે છે.?" "તને ઊંઘ નથી આવતી કે શું.?"

હા, બસ ઊંઘ ઉડી ગઈ.. માટે થયું થોડી વાર બાલ્કનીમાં ઉભો રહું.. અને તમને જોયા..

માથામાં ટપલી મારતાં બોલ્યો, કંઈ પણ વિચાર આવે છે. તે બેડ રૂમમાં આવતા મોબાઈલ લઈ બેઠો. સૌથી પહેલા મેસેજ જોયો, હજુ પણ તેના મેસેજ પર બ્યુ ટિક થઇ નહોતી.. તેથી તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોવા લાગ્યો. આરાધ્યાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, તેને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, તેના ફોટો જોવા લાગ્યો. બંને બહેનોમાં આટલું બધું મળતાપણું જોઈ તે વિચારી રહ્યો હતો.. (આવું તો બોલીવુડ મૂવીમાં શક્ય બને,) રિયલ લાઈફમાં હું પહેલી વાર જોઉં છું. આમેય,એકટીવા ગર્લ જ્યારથી મને મળી છે.. ત્યારથી મારી જિંદગીમાં કદી વિચાર્યું પણ નહીં હોય એવું થાય છે.. તે આરાધ્યા ના ફોટા જોતો જોતો સૂઈ ગયો...

" ઝંખનાને પણ ઊંઘ આવી ગઈ. પણ તે અનન્યાના વિચારોમાં હતી, અચાનક તેણે કંઈ પાડવાનો અવાજ આવ્યો.. તે સફાળી બેઠી થઈ ગઈ.. જે દિશામાંથી અવાજ આવ્યો તે દિશા તરફ આગળ વધી. બાલ્કનીમાં મૂકેલો ફ્લાવર વાઝ તૂટી પડ્યો હતો.
તે મનમાં બબડી અડધી રાતે કંઈ રીતે વાઝ તૂટ્યો, તે ઉભી થઈ બહાર ડોકિયું કર્યું, લાઈટના થાંભલાની લાઈટ બંધ થઈ. તેથી ઘણું અંધાળું લાગતું હતું, ત્યાં અચાનક લાઈટ શરૂ થઈ, ત્યાં જોયું તો અનન્યા..

તે મોટેથી બોલી, અરે, અનન્યા.! તું અહીં.. "અડધી રાતે તું ત્યાં શું કરે છે.?" "તને બીક નથી લાગતી.?"

એક માળ જેટલું વિશાળ રૂપ ધરી બોલી.... ("મને બચાવો...") આંટી, ("મને બચાવો...")

આ જોઈ તે ત્યાં જ ઢળી પડી.. આંખો ખુલી તો તે પોતાના બેડ પર હતી.

************
"આ સપનું છે કે હકીકત.?!"

"શું રાકેશ શર્મા અનન્યાને ઓળખતો હશે.?!"

"અનન્યા ઝંખનાને જ શા માટે દેખાય છે.?!"

વાંચતા રહો, An untoward incident (અનન્યા)

🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺 રાધે રાધે 🌺🌺