CHANGE OF LOVE - 6 in Gujarati Love Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | પ્રેમનો બદલાવ - 6 :- સચ્ચાઈથી સામનો

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમનો બદલાવ - 6 :- સચ્ચાઈથી સામનો

ભાગ - 6 :- સચ્ચાઈથી સામનો

ટેક્સી ની હડતાલ હોવાના લીધે કિયારા રાત્રે એટલી સૂમસામ સડક ઉપર જઈ રહી હોય છે અને અચાનક જ કેટલાક મવાલીઓ તેનો રસ્તો કાપી દે છે. કિયારા થોડી ગભરાઈ ને ઉતાવળા પગે ચાલવા લાગે છે પણ મવાલીઓ પણ તેની સાથે બાઈક ચલાવે છે તો ક્યારેક બાઇક ને બ્રેક મારી દે છે. કિયારા નો ડર પણ હવે ધીરે ધીરે વધતો જતો હોય છે.

" ચાલો મેડમ અમે તમને છોડી દઈએ." મવાલી

" મારે અહીંયા જ જવાનું છે. આભાર!" કિયારા

" તો ત્યાં સુધી છોડી દઈએ. બેસી જાઓ મારા બાઇક માં." મવાલી

મવાલીઓ કિયારા સાથે છેડખાની કરી રહ્યા હતા ને એકબીજા ને તાળીઓ પણ આપી રહ્યાં હતા. કિયારા ઠંડી ના મોસમ માં પણ પરસેવે નાહી રહી હતી. કિયારાની બેચેની અને તેનું હૃદય જોરજોરથી ધબકાર લઈ રહ્યું હતું, આજે શું થશે એની કોઈને ખબર ન હતી. કિયારા પોતાના બંને હાથની મુઠ્ઠી વાળી દે છે અને ભાગવાની કોશિશ કરે છે. કિયારા ભાગવામાં કામયાબ પણ થાય છે અને એ જોરથી ભાગે છે. પેલા મવાલીઓ પણ બાઇક ઉપરથી ઉતરીને કિયારાની પાછળ ભાગવા લાગી જાય છે.

" ઓહ ભાઈ, દેખો યે મેડમ હમારે સાથ ટોમ એન્ડ જેરી વાલા ખેલ ખેલ રહી હૈ, ભાઈ આજ તો બડા મજા આને વાલા હૈ." મવાલી

" બચાઓ..... કોઈ મારી રક્ષા કરો પ્લીઝ..... કોઈ બચાઓ....." એજ વખતે કિયારા ના હાથમાં પહેરેલ સ્માર્ટ વોચ માંથી અર્વી ને વિડિયો કૉલ થઈ જાય છે.

" કિયારા, શું થયું? કોણ છે આ લોકો? તને આમ ખેચીને ક્યાં લઇ જઇ રહ્યા છે?" અર્વી

" પ્લીઝ અર્વી મને બચાવી લે! " કિયારા (આટલું કહેતા જ વિડિયો કોલ કટ થઇ જાય છે.)

વિડિયો કૉલ કટ થયા પછી કિયારાની હાલત કથળી બની જાય છે. દોડતા દોડતા કિયારાના પગમાં ઠેશ આવે છે અને તે નીચે પડી જાય છે. કિયારા ની ધડકન એટલી તેજ હતી કે બધાને સાફ સાફ સંભળાઈ રહી હતી. કિયારા નીચે પડેલી હતી ને પેલા મવાલીઓ તેની આસપાસ ભટકવા લાગી જાય છે. કિયારા ને મહેસૂસ થઇ ચૂક્યું હતું કે હવે તેની સાથે કંઈ ગલત થવા જઈ રહ્યું છે પણ એના પહેલા જ કિયારા સ્માર્ટ વોચનું બટન પ્રેસ કરી દે છે. જેવું જ કિયારા સ્માર્ટ વોચ નું બટન પ્રેસ કરે છે કે તરત જ અબીર અને તેના રોબર્ટ કુંજ ઉપર મેસેજ પોહચી જાય છે. ગણતરી ની જ સેકન્ડ માં રોબર્ટ કુંજ ત્યાં પોહચી જાય છે અને કિયારા ને બચાવી લે છે.)

******* ******* ********* ******

અબીર ના પ્રોજેક્ટનો ડેમો પૂરો થયા પછી આખા હોલમાં તાળીઓનો ગડગડાટ ગાજી ઉઠે છે. ચારે તરફ બસ અબીર ના પ્રોજેક્ટની જ વાહવાઈ થઈ રહી હોય છે પણ આટલું એવોર્ડ માટે કાફી હતું જ નહિ! અર્વી ની શંકા પણ હવે ધીરે ધીરે વધી રહી હતી....

" હું તે દિવસે જે અબીર ને મળી હતી એ આ ડેમો વાળો અબીર હતો જ નઈ! તો એ કોણ હતો?...( થોડા સમય પછી ) અર્વી તું એકદમ પાગલ છે યાર. અબીર એ ડેમો શૂટ કરવા માટે પોતાનો વેશ ચેન્જ કર્યો હશે! આજકાલ તો બધા કરે છે અને અબીર તો એક મહાન વૈજ્ઞાનિક છે એ ગમે તે કરી શકે." અર્વી

અર્વી નું મન અબીર માટે ધુણા ઊભી કરતું હતું તો બીજા જ પળે તેનું દિલ અબીર ની તરફેણમાં નિર્ણય કરી લેતું હતું. અર્વી ના મન અને દિલ વચ્ચે ચાલી રહેલ આ ઘર્ષણ ના જાણે ક્યારે થંભશે! એટલી જ વારમાં અબીર ને પોડિયમ પાસે બોલાવવામાં આવે છે. હવે સમય હતો અબીર ને પોતાના પ્રોજેક્ટમાં સારી અને ખોટી બાબત બધાની સામે રાખવાનો, નિર્ણાયકો તેને સવાલ કરશે અને અબીર એ તેના જવાબ આપવા પડશે.

" મિસ્ટર અબીર, તમને આ પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી?" નિર્ણાયક મિસ્ટર ભટ્ટ

" સર જ્યારે હું 11-12 સાયન્સ કરતો હતો ત્યારે, એક દુષ્ટ ગેંગ એ એક જ ઘરની 4 મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે મારું ખૂન ખૌલી ઉઠ્યું હતું. બસ એ જ સમયે મે નિર્ણય કરી લીધો હતો કે હું મહિલાઓની રક્ષા માટે કંઇક શોધ કરીશ! અને આખરે મે 2094 માં women sefty watch ની શોધ કરી દીધી. " અબીર

" ખૂબ સરસ! તમારી નિયત ઉમદા છે. અબીર તો તમે આટલી સરસ શોધ કરી આજથી પાંચ વર્ષ પહેલાં, તો અત્યાર સુધી તમે આ શોધને તમારા જ સુધી સીમિત રાખી કેમ? શું આ 5 વર્ષમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કે છેડખાની ઓછી થઈ છે?" મિસ ચૌધરી

મિસ ચૌધરી ના પ્રશ્ન એ અબીર ને થોડા સમય માટે રોકી દીધો હતો. અબીર ના હાથ પગ ફરી વખત ધ્રુજવા લાગ્યા હતા, આખરે અબીર ની હિમ્મત ધીરે ધીરે તૂટી રહી હતી. અબીર ની આંખો આગળ પેલું દૃશ્ય ફરીવાર જીવંત થઈ રહ્યું હતું. અબીર ની આંખો ડરથી ફફડી રહી હતી. અબીર ની હાલત ખરાબ થઇ રહી હતી. અર્વી ને જેવું જ સમજાયું કે અબીર હિંમત હારી રહ્યો છે કે તરત જ તે અબીર ને લઈને નીચે બેસી ગઈ. અબીર ના ચહેરા ઉપર હાથ મૂકી ને........

" અબીર પ્લીઝ શાંત થઈ જાઓ, અહી બધુજ ઠીક છે. તમે મારી આંખોમાં જુઓ અને મારી સાથે ઊંધી એકડી બોલો પ્લીઝ.." અર્વી

" ૧૦૦,૯૯,૯૮,૯૭...........૫,૪,૩,૨,૧,૦" અર્વી અને અબીર ( એક પછી એક અંક)

અબીર ની હાલત હવે ઠીક થઈ ચૂકી હતી. મિસ ચૌધરી પણ ગભરાઈ ચૂક્યા હતા કે એમને એવો તો અબીર ને શું પ્રશ્ન પૂછી લીધો કે અબીર ની આ હાલત થઈ ચૂકી. અર્વી ફરીવાર અબીર નો હાથ પકડી ને ઉભી થઇ જાય છે.

" મિસ્ટર અબીર , આર યુ ઓલ રાઈટ?" મિસ ચૌધરી

" હા આઈ એમ ગુડ." અબીર

" અબીર જે પણ કારણ છે એ તમે આ બધાની આગળ મૂકી દો! અબીર હવે સમય આવી ચૂક્યો છે કે તમે તમારા મનની વાત આજે બહાર નીકળી દો! આ જિલ્લત ભરી જિંદગીથી આઝાદ થઈ જાઓ. હું અને આપડી આખી ટીમ તમારી સાથે છીએ. અબીર હું નથી ઈચ્છતી કે તમારો ડર તમને આજે બેસ્ટ વૈજ્ઞાનિક ઓફ ધ યર નો એવોર્ડ જીતવા ન દે. પ્લીઝ અબીર... " અર્વી

અર્વી ની સહાનુભૂતિ અબીર ને હિંમત આપી ચૂકી હતી. અબીર હવે દરેક સ્થિતિ નો સામનો કરવા માટે હવે બરાબર તૈયાર હતો.

" મિસ ચૌધરી, એ વાત સાચી છે કે મે આજથી પાંચ વર્ષ પહેલા આ પ્રોજેક્ટ બનાવ્યો હતો પણ એની સાથે સાથે મે એક બીજો પણ પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેને હું એ સમયે લોન્ચ નોહતો કરી શક્યો. ગયા પાંચ વર્ષમાં મહિલાઓ સાથે ઘણા દુષ્કર્મ થયા છે પણ એમને બચાવવા માટે હું કંઇ કરી શકું એ માટે સક્ષમ ન હતો. ઇમફેક્ટ હું પાંચ વર્ષ પછી ઘરની બહાર નીકળ્યો છું." અબીર

" ઓકે મિસ્ટર અબીર પણ ઘરમાં રહેવાનું કારણ શું હતું? અને કેમ આ પાંચ વર્ષ સુધી તમે મહિલાની સેફ્ટી ને ભૂલી ગયા? શું અબીર તમારી જવાબદારી નોહતી બનતી કે તમે આ ગેજેટ થી ગયા પાંચ વર્ષમાં થયેલા બધા જ દુષ્કર્મ ને રોકી શક્યા હોત!" મિસ્ટર ચૌધરી

" શું હું પાંચ વર્ષ પહેલા થયેલ દુષ્કર્મ ને રોકી ચૂક્યો હતો! પાંચ વર્ષ પહેલા થયેલા દુષ્કર્મ એ મારું પોતાનું કોઈક છીનવી લીધું હતું, શું હું મારી મા ને બચાવી શક્યો હતો એ સમયે? એનો જવાબ છે ના હું નોહતો બચાવી શક્યો." અબીર

અબીર એ કરેલા પ્રશ્નો ત્યાં બેઠેલા દરેકના હૃદય કંપાવી દે એવા હતા. ત્યાં બેઠેલા દરેક લોકોના ચહેરા પડી ગયા હતા.

" અબીર શું મતલબ છે તમારો? આ પ્રોજક્ટનું તમારી માતા સાથે શું નિસ્બત છે?" મિસ ચૌધરી

" નિસ્બત છે મિસ ચૌધરી, આ પ્રોજેક્ટ બની ગયો હોવા છતાં હું મારી માતા ની રક્ષા ન કરી શક્યો.

( આ વાત છે 28 ડિસેમ્બર 2094 ના દિવસની જ્યારે હું મારા બે પ્રોજેક્ટ ઉપર મારું કામ પૂર્ણ કરી ચૂક્યો હતો. એક મારો રોબર્ટ કુંજ જે મારો હમશકલ છે અને બીજું આ women sefty watch. બંને પ્રોજેક્ટ મારા તૈયાર થઈ ચૂક્યા હતા, બસ ખાલી સમય હતો 29 ડિસેમ્બર 2094 ના દિવસે એમને સ્ટાર્ટ કરવાનો પણ 28 ડિસેમ્બર રાત્રે કંઇક એવું બન્યું કે જેનો બોજ આજ સુધી મારા દિલ અને દિમાગ ઉપર પડેલો છે. એ દિવસે મે મારી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ મારી મા ને ખોઈ દીધી હતી. એ દિવસે રાત્રે 11 વાગે મને મારી મા નો કૉલ આવ્યો હતો.....

" અબીર હું નીકળી ચૂકી છું, બસ ઠીક 12:30 એ ઘરે પોહચી જઈશ, તું ફિકર ન કરતો હું સ્પેશ્યલ ટેક્સી કરીને આવી રહી છું. " અબીરની મા ( માધવી )

" ઓકે મા , જલ્દી આવી જા! તારો દીકરો ઘણા સમયથી તારી ઘરે રાહ જોઈ રહ્યો છે." અબીર

" બસ બેટા હવે થોડા જ સમયની વાર છે, હું જલ્દી જ ત્યાં તારી પાસે આવી રહી છું." માધવી

" ઓકે મા, હું તારી રાહ જોઈ રહ્યો છું, લવ યુ મા" અબીર

"લવ યુ ટુ બેટા!" માધવી

" મા એક વાત કહેવાની તો રહી જ ગઈ! મે બે નવા ઇન્વેશન કર્યા છે, જે આ સમાજ અને દુનિયાને ખૂબ કામ લાગશે. મા તું જલ્દી આવી જા હું તારા પ્રેમાળ હાથે આ પ્રોજેક્ટના ઇનોગ્રેશન કરાવવા માગું છું. મા જલ્દી આવી જાઓ, મારું આ નવું ઇન્વેશન એ તારા અને આ દુનિયા માટે તારા દીકરા તરફથી એક ભેટ હશે. મા આ દુનિયા તને હંમેશા યાદ રાખશે. મા જલ્દી આવી જા, હું અને મારું ઇન્વેશન બેસબ્રીથી તારી રાહ જોઈ રહ્યા છીએ." અબીર

"ઓકે બેટા હું પોહચી રહી છું, તું તારું ધ્યાન રાખજે." માધવી

માધવી એ આટલું કહીને પોતાનો ફોન કટ કરી દીધો. માધવી આજે ખૂબ જ ખુશ હતી કેમકે ઠીક એક મહિના પછી પોતાના એકના એક લાડકવાયા દીકરાને મળવાની છે. માધવી એ વિચારોમાં ખોવાયેલી હતી કે એના લાયક દીકરાએ તેની માટે એવું તો શું ઇન્વેશન કર્યું હશે કે તે એની સાથે આખી દુનિયાના પણ કામમાં આવશે?

" મારા દીકરા ઉપર મને ગર્વ છે. બસ હવે બાકે બિહારી મારા દીકરાના મનની તમામ ઈચ્છાઓ પૂરી કરે! મારા દીકરાએ જે પણ કંઈ આ દુનિયા માટે વિચાર્યું છે એ સાર્થક થાય." માધવી

( અચાનક ગાડી રોકાઈ જાય છે.)

" મેડમ જી, ગડ્ડી ખરાબ હો ગઈ હૈ, આપ કૂચ દેર વૈટ કરો! અભી ગડ્ડી ઠીક હો જાયેગી." ડ્રાઇવર

ક્રમશ..........