આગળના ભાગમાં આપણે જોયું કે અવની એક કોલ ડિટેલનો કાગળ ફાડીને ડસ્ટબીન માં નાખી દે છે, પણ નાની ને યાદ આવી જાય છે કે કાગળ હજુ આવ્યો નથી એ માટે તે પીનાબહેનને કહે છે,,, જેથી ટેલિફોન વાળા ભાઈ બીજી વાર કોલ ડિટેલનું લિસ્ટ આપી જશે એવું કહે છે.......
હવે આગળ.......
અવની મનમાં વિચારે છે કે એક વાર તો માંડ બચી હવે પાછું નવું લિસ્ટ બીજી વાર આપવા આવશે,,, શુ કરું સમજાતું નથી..... ચિંતામાં ને ચિંતામાં રાત કાઢી અને બીજા દિવસની સવાર પણ..... બપોર પડી ,અવની થોડી ડરવા લાગી કે નક્કી આજ તો આવી બન્યું મારુ.....
ત્યાંજ ડોર બેલ ના અવાજથી અવનીના હૃદયના ધબકારા વધી ગયા... અવની વિચારી જ રહી હતી કે નક્કી કોલ ડિટેલ આવી છે....અને એ ભાઈ જ આવ્યા હતા. ..
નાની તો હરખાઈ ગયા કોલ ડિટેલ આવી એમાં..., જાણે કેમ વર્ષો પછી કોઈક નજીકના સંબંધી મળી ગયા હોય.... આ બાજુ અવનીની હાલત જોવા જેવી હતી.... પણ અવનીએ મયંક ને મેસેજ કરી દીધો કે સેલ ફોન તમારો ઑફ કરી દેજો.... કોલ ડિટેલ આવી ગઈ છે.....
મયંક કહે છે કે સાંજે પાંચ વાગે મેસેજ કરજે... ત્યાં સુધી મોબાઈલ સ્વીચ ઑફ કરી દવ છું.... અવની ઓકે કહી દે છે.....
નાની પાછા પીનાબહેન ને યાદ અપાવે છે કે ચશ્માં લઈને વાંચવા બેસે.... પીનાબહેન બોલપેન લઈને બેઠા ટિક કરવા... જે જાણીતા નંબર હતા એ બધા પર રાઈટ કરતા ગયા અને જે અજાણ્યા નંબર હતા એ બધા પર સાઈડમાં ક્રોસ મારતા ગયા ....
પીનાબહેન અવની સામું જોઇ કહે છે કે આ નંબર એક અજાણ્યા છે છતાં વાત બહુ કરેલી છે .., તને ખબર હોય તો કે આ નંબર કોના છે.....
અવની કાગળ હાથમાં લઈને નંબર જોવાનો ખોટો ડોળ કરે છે...કોલ લિસ્ટમાં નજર ફેરવી અને કહ્યું કે હું નથી ઓળખતી આ નંબરને.......
નાની : મન એવું લાગેશ કે નક્કી ઓ ડાબલામો કોઈએ વાયર ભરવ્યાસે..
પીનાબહેન : એવું ના હોય બા...પણ આ એક જ નંબર પર વધુ વાત થઈ છે.... કોણ જાણે કોણ હશે....
( અવની તો ચુપચાપ નાની અને મમ્મીની વાતો સાંભળી રહી હતી...)
નાની : પીના એક કામ કર જો લાય મન નંબર લગાઈ આલ હું વાત કરું કોન સે..
પીનાબહેન નાનીને નંબર લગાવીને આપે છે....
નાની મોબાઇલ કાનમાં ધરી ધ્યાનથી સાંભળે છે... કે શું બોલે છે આ.પછી કહ્યું કે ઓમાં તો કેસેટ બોલશે કોણ જાણ શું વચ્ચે બોલતી હશે...
પીનાબહેન મોબાઇલ લઈને જોયું તો ખબર પડી કે મોબાઈલ સામેવાળાનો સ્વીચ ઑફ છે.... એટલે છેલ્લે પીનાબહેન અકળાઈને કહે છે કે જે બિલ આવ્યું હોય એ ભરીને આ લેન્ડલાઈન ફોનને બંધ જ કરાવી નાખીએ...એ કરતા જ કોલ ડિટેલનું કાગળીયું ફાડીને નાખી દે છે.
સાંજે પાંચ વાગે અવની મયંકને મેસેજ કરે છે....
અવની : હે માયુ...
મયંક : બોલો... બધું બરોબર છે ને ઘરે???
અવની : હા... પણ લેન્ડલાઈન ફોન બંધ કરવી નખ્યો...
મયંક : વાંધો નહિ એ તો થવાનું જ હતું... આપણા કારનામા ક્યાં ઓછા છે..
અવની : હા યાર વાતોમાં કંઈ ખબર જ ના રહી ..
મયંક : નાની શુ કરે તારા.?
અવની : આ રહ્યા એ તો ગજબની હસ્તી છે..., કેટલી કૉમેડી કરવી એમને તો...
મયંક : સારું ને એ બહાને તું ખુશ તો થઈ... આગળ વેકેશનનો શુ પ્લાન છે..?
અવની : મારા નસીબમાં ક્યાં ફરવાનું લખ્યું જ છે... બાજુના શહેરમાં જ માસી રહે છે ત્યાં જાવ છું...
મયંક : કેમ ત્યાં?
અવની : ત્યાં ક્લાસિસમાં એડમિશન કરવી દીધું છે મારું..., સ્પોકન ઇંગ્લિશ અને કમ્પ્યુટર એવા અલગ અલગ સેકશનમાં એડમીશન કરાવ્યું છે...
મયંક : ઓકે હું પણ મુંબઈ ફરવા જાવ છું... પપ્પાના ફ્રેન્ડના ઘરે.... થોડા દિવસ રહી પાછો આવી જઇશ...
અવની : સારું જઈ આવો.. મારે હજુ થોડા દિવસ પછી જવાનું છે...
મયંક : શુ લાવું તારી માટે...?
અવની : બ્લુ અનારકલી એકદમ પ્લેઈન ડ્રેસ...
મયંક : સારું લઈ આવીશ....
અવની : હું પણ મારું સિમ કાર્ડ બદલું છૂ...
મયંક : કેમ..?
અવની : બસ મમ્મી લાવ્યા છે નવું તો આ ઓન કરીશ... નંબર તમને મેસેજ કરી દઈશ...
મયંક: સારું...
મયંક મુંબઈ જતો હતો ટ્રેનમાં રાત્રે કંપની આપે એવું કોઈ હતું નહીં, એટલે મયંક અવનીને પરાણે જગાડી રાખી અને વાત કરવાનું કહે છે,,, અવની અને મયંક સ્ટડી પછી મેરેજ કેવી રીતે કરશું, ઘરે વાત કેમ કરશુ એ ટોપિક પર ચર્ચા કરતા હતા...
ત્યાંજ અવની સુઈ ગઈ અને બીજા મેસેજ વાંચ્યા નહીં. અને મોબાઇલ હાથમાં જ રહી ગયો... એ રાત્રે અવની બેડરૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી અને સુઈ ગઈ....
ત્યાંજ અવનીના મામાનો દીકરો રૂમમાં આવી ગયો..., અવનીના હાથમાં મોબાઇલ હતો એ લઈને બધા મેસેજ વાંચી લીધા....અને મોબાઇલ માંથી મયંકના નંબર લઈને પોતાના રૂમમાં જતો રહ્યો...
આ બાજુ મયંક અવનીના મેસેજનો વેઇટ કર્યો પછી લાગ્યું કે સુઈ ગઈ હશે એટલે એ પણ સુઈ ગયો....
બીજે દિવસે સવારે અવનીના મામાનો દીકરો બધાને કહી દે છે કે અવની કોઈકની સાથે લગ્નની વાત કરે છે.... અવની એના બચાવમાં બહુ બહાના બનાવે છે.....પણ મામાનો દીકરો માનતો નથી... અને કહે છે કે હું આ નંબર પર બધાની વચ્ચે ફોન લગાડું અને પૂછું કે કોણ છે પછી તો સાચું માની જશો ને???
પીનાબહેન કહે છે કે ફોન લગાડ જોઇએ કોણ છે.... બહુ ફોન મયંકને લગાવ્યા પણ ફોન લાગતો જ નથી....અને બંધ બતાવે છે.... અવનીને હાશકારો થયો કે બચી ગઈ આ વખતે....
પીનાબહેન અવનીને નવું સિમ ચાલુ કરી દેવાનું કહે છે અને સાથે કહે છે કે જૂનું સિમ કાર્ડ થોડા દિવસ બંધ કરી દે પછી ઓન કરી દેજે.... અવની મમ્મીની વાત માને છે...
આ બાજુ અવની કેટલી વાર મયંકના ફોન ટ્રાય કર્યા છતાં લાગતો નથી એમ કરતાં કરતાં પાંચ દિવસ થવા આવ્યા પણ ના તો ફોન મયંકનો આવ્યો કે ના મયંકને ફોન લાગ્યા... અવની બહુ રડી એ પાંચ દિવસ કે શું થયું હશે કે ફોન બંધ આવે છે મેં તો એને મારા નવા નંબર આપ્યા હતા તેમ છતાં કેમ ફોન નથી આવ્યો.....??
( શુ થયું હશે મયંક સાથે....... એ જરૂરથી વાંચજો) * ક્રમશ.....