Amar prem - 28 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ - ૨૮

The Author
Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

અમર પે્મ - ૨૮

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમની સેલેરીમાંથી બચત કરીને તેમના ફલેટનુ ડાઉન પેમેનટસ ભરી તેમના ફલેટનો પઝેસન મેળવી લગ્ન પછી તેમાં રહેવા જવાનો પ્લાન બનાવે છે.અજયને તેની કેનેડા ઓફિસ તરફથી ટા્નઝિસટ વિઝા માટે કેનેડા આવવાની ઓફર મળે છે.સ્વરા -અજયને લગ્ન કર્યા વગર જવા દેવા રાજી નહતી પરંતુ અજયની ફક્ત બે વરસમાં પાછા આવવાની ખાતરી પછી મંજુરી આપે છે....હવે આગળ વાંચો



અજયની સંમતિ મળતા તેની ઓફિસ મારફત કેનેડાની ઓફિસમા જાણ કરવામાં આવે છે અને તયાંથી વિઝા પો્સેસની તૈયારી થઇ પેપસઁ આવે છે જે ઇન્ડિયાની એમબસીમા મોકલી જોબ માટે વકઁ વિઝા આવી જાય છે.અજયને પલેઇનની ટિકિટ પણ તેની ઓફિસ તરફથી મલે છે.તેની ફલાઇટ અમદાવાદ થી મુંબઈ થઇ ડાયરેકટ ટોરોનટો એર કેનેડાની નેાન સ્ટોપ હોય છે.તેને એક મહિનામાં ટોરોનટો પહોંચવાનુ હોવાથી તેની ગરમ કપડા તથા બીજી ખરીદી કરવામાં લાગી જાય છે.સ્વરા પણ અજયને તેની ખરીદી તથા અન્ય કામમાં મદદ કરે છે.જેમ જેમ જવાનો દિવસ નજીક આવતો જાય છે તેમ સ્વરા તેની જુદાઈથી ચિંતાતુર રહેવા લાગે છે.અજય તેને બે વરસમાં પાછા આવી જઇશ તેવી ખાતરી આપી ચિંતા ના કરવા મનાવે છે.અજય, સ્વરાને મુંબઈ સુધી મુકવા આવવા માટે તેની એર ઇન્ડિયાની ટિકિટ બુક કરાવે છે.



આજે સાંજની ફલાઇટમા મુંબઈ જવાનું હોવાથી તેને એરપોઁટ ઉપર તેના પેરેનટસ તથા સ્વરાના પેરેનટસ વિદાય આપવા આવ્યા હતા.તેઓ અષરુભિની આંખે તેમની બધી પો્સેસ થાય ત્યાં સુધી રાહ જોતા હોય છે.ઈમિગે્શનમા જતા પહેલા અજય તેના તથા સ્વરાના પેરેનટસ ની વિદાય લેવા આવે છે.વાતાવરણ અત્યંત કરુણામય થઇ જાય છે.સુરસિંહજી અને રુપાબાનો એકનો એક દિકરો ફોરેન જતો હોવાથી તેઓ તેની વિદાયથી ગમગિન થઇ જાય છે.સિકયોરિટિ ચેકઅપનો સમય થતા અજય અને સ્વરા બધાની વિદાય લઇ અંદર જાય છે.થોડીવારમાં તેમની ફલાઇટ ઊપડી મુંબઈ તરફ રવાના થાય છે.



મુંબઈ પહોંચી ઈનટરનેશનલ એરપોઁટ તરફ જઇ અજય તેની એર કેનેડાની ફલાઇટની પો્સેસ તરફ આગળ વધે છે.તેને લગેજ ડાયરેકટ ટા્નસફર થવાનો હતો તેથી ફક્ત કેબીન લગેજ અને હેનડબેગ જ તેની પાસે હતી .થોડીવારમા ઈમિગે્શન અને સિકયોરિટી ચેકઅપનુ એનાઊનસ થાય છે તેથી અજય, સ્વરાની વિદાય લઇ પો્સેસ તરફ આગળ વધે છે.સ્વરા,અજય જયાં સુધી દેખાતો હોય છે ત્યાં સુધી તેને હાથ હલાવી અષરુભિની આંખે જોતી રહે છે.જયારે તે દેખાતો બંધ થાય છે પછી તેની અમદાવાદની ફલાઇટ સવારની હોવાથી ડોમેસટીક ડિપારચર તરફ જાય છે.



અજયની ફલાઇટ ટાઇમસર ઊપડી ટોરોનટો તરફ રવાના થાય છે.તેની મુસાફરી સળંગ ૧૬ કલાકની નોનસટોપ હતી તેથી પલેઇનમાં ડિનર પતાવી સુઇ જાય છે.૧૬ કલાકની મુસાફરી પછી ટોરોનટોના પિયરસન એરપોઁટ તેનું પલેન લેનડ થાય છે. ઈમિગે્શન વિધી પતાવી કનવ્યર બેલટ પરથી તેનો લગેજ પિકઅપ કરી બહાર આવે છે જયાં પૂજન તેની શેરિંગ પારટનર જેની સાથે આવ્યો હતો તેની સાથે બેસી તેમના એપારટમેનટ આવે છે.ઘરે પહોંચી વોશરુમમા જઇ બાથ લઇ ફે્સ થઇ આવે છે પછી બધા લંચ લેવા બેસે છે.જેનીને ગુજરાતી રસોઇ આવડતી નહી હોવાથી પિતઝા મંગાવી રાખ્યા હતા તે કોલડડિ્નક સાથે ખાઇ તેના પેરેનટ્સને સુખરૂપ પહોંચી ગયાનો કોલ કરી થાક લાગ્યો હતો તેથી સુવા જાય છે.



પૂજન,અજયને કહે છે કે તારો સમય ચક્રમાં ફેર થયો હોવાથી તને અત્યારે ઇન્ડિયન સમય પ્રમાણે રાત્રી હોવાથી ઊંઘ આવશે તેથી ભલે આજે સુઇ જા પરંતુ કાલથી દિવસે ઊંઘવાનુ નહી જેથી કેનેડા ટાઇમ પ્રમાણે તારો ટાઇમ સેટ થઇ જશે.કાલથી તારે ઓફિસ રિપોર્ટ કરવાનો છે તેથી સવારે વહેલા તૈયાર થઈ જજે હું તને કાલે તારી ઓફિસ તરફનો બસ રુટ બતાવવા તારી સાથે આવીશ જેથી પછી તને ઓફિસ પહોંચવામાં તકલીફ ના પડે.અહીંની ટા્નસઝિટની એપ તારા મોહાઇલમાં ડાઉનલોડ કરી તે પ્રમાણે નિયત સમયે બસ પકડી શકાશે.અહીં ટા્નઝિસટ બહુજ સમયસર હોય છે તેથી એક મિનિટ પહેલા બસ સ્ટોપ પહોંચવાથી બસ સમયસર તને ઓફિસ પહોંચાડી દેશે...,,,,,,,,



વધુ માટે વાંચો પ્રકરણ -૨૯