સાંજના પાંચેક વાગ્યાની આસપાસ બધાં પહેલાં તો માંડવી બીચ પર ગયા... ત્યાં આરુષિ અને અયાન ઊંટ પર સવારી કરી... ફોટો ક્લિક કર્યાં... અને સાથે બેસીને સમય પણ પસાર કર્યો... અને પછી કૅમ્પમાં જ્યાં રોકાવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા...
રાત્રે જમીને બધાં ભેગાં મળીને બેઠાં... વચ્ચે સળગતી આગ હુંફાળું વાતાવરણ આપી રહી હતી... ગેમ રમવાનું નક્કી થયું એટલે બધાં જ રાઉન્ડમાં ગેમ રમવા માટે ગોઠવાઈ ગયા... અને એક પછી એક સોંગ વાગતા ગયા... અને બોલ એકબીજાને પાસ થતો ગયો... અને આવીને થંભ્યો...
જાન્વીના હાથમાં.... જાન્વી પાસે કૉલેજના સર મેડમની નકલ કરાવી... ખૂબ હસ્યા... આમ ગેમ આગળ વધતી ગઈ... એક પછી એક ઓછા થતા ગયા... અને છેલ્લે બચ્યાં આરુષિ અને અયાન...
" શું વાત છે... !!? જબરો પ્રેમ છે... ગેમમાં પણ સાથ છોડતા નથી... " રીયા
" બસ હો... " આરુષિ ચુપ કરાવતા બોલી...
અને સોંગ ચાલુ થયું... એકબીજાના આંખોમાં ડુબી હોઠમાં ને હોઠમાં સ્માઈલ કરતાં બંને બોલ પાસ કરતાં હતાં... અને બંધ થતાં જ અયાનના હાથમાં આવી થંભ્યો...
બધાં એકપછી એક બોલવા માંડ્યા,
" આરુષિ.... આવો મોકો નહીં મળે... છોડતી નહીં.... બોલ જે ઈચ્છા હોય એ... "
" ના મારે કંઈ નથી કરાવવું..." આરુષિ
" એવું ના ચાલે હો... અમારા બધાનો વારો આવ્યો.. એને નહીં છોડીએ..." જાન્વી
" બોલ આરુ... તારા માટે કંઈ પણ..." અયાન આરુષિ સામે જોઈને બોલ્યો...
" પણ મને કંઈ સૂઝતું નથી... " આરુષિ...
" વેઈટ...- અયાન પોતાના હાથમાંથી એની ફેવરીટ રીંગ કાઢીને
ઘુંટણ પર બેસી જાય છે...
" વીલ યુ મેરી મી.... આરુ....!!? "
આરુષિનો ચહોરો મુસ્કાન સાથે ચમકી રહ્યો...
બધાં જ આતુરતાપૂર્વક આરુષિ સામે જોઈ રહ્યા...
અને આરુષિ ડોકું હલાવી ' હા ' માં જવાબ આપ્યો... એટલે બધાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યા.. અને સોંગ ચાલુ કરી ડાન્સમાં ઓતપ્રોત થઈ ગયા... આરુષિ અને અયાન જાણે બધું જ મળી ગયું હોય એમ એકબીજામાં ઓતપ્રોત થઈ ડાન્સ કરી રહ્યા હતા...
એટલામાં જ અયાન એને બધાંથી દૂર સાઈડમાં ખેંચી ગયો...
અને એક સાલમાં બંને પોથાઈને એક બાંકડા પર બેઠાં...
" આરુ... આપણો પ્રેમ પણ આ ચાંદ જેવો ખીલી રહ્યો છે... નહીં...એની ચાંદની જેટલો પ્રકાશ આપે છે... એવો આપણો પ્રેમ પણ ચમકી રહ્યો છે... બસ આ ચાંદ ની જેમ આપણાં પ્રેમ પર પણ ઘણા ડાઘ છે... બસ એ દેખાશે જરૂર પણ તું એને આપણા પ્રેમની ચમકથી ઢાંકજે.... "
જવાબમાં આરુષિએ માત્ર તેનું માથું અયાનના ખભા પર ઢાળી દીધું...
" આ ચાંદને પુરો થવામાં હજુ બે રાત બાકી છે... તેમ આપણો પ્રેમ પર પણ માત્ર લગ્નની મહોર લગાવવાની બાકી છે... પછી એ સંપૂર્ણ રીતે પૂનમના ચાંદ જેવો લાગશે..."
આરુષિ
" હા... આરુ... પછી માત્ર તું અને હું... "
આમ બંનેના પ્રેમને જાણે એક નવો જ આકાર મળી રહ્યો હતો...
પછીનાં બે દિવસ બધાં કચ્છ મ્યુઝિયમ, વિજય વિલાસ પેલેસ, નારાયણ સરોવર, વન્યજીવ અભયારણ્ય.... વગેરે જેવી કચ્છની જાણીતી જગ્યાઓ પર ફર્યા...
આરુષિ અને અયાને યાદગાર પળો વિતાવી....
એમાં પણ મેરેજ પ્રપોઝલ બાદ બંને ખૂબ જ ખુશ હતા.
અને છેલ્લે સાંજે બધાં સનસેટ ટાઈમ પર કચ્છની મોસ્ટ બ્યુટીફુલ જગ્યા સફેદ રણ પર પહોંચ્યા... ડુબતો સૂરજ અને સફેદ રણ કંઈક અલગ જ નજારો હતો... ઊંટસવારી કરી.... થોડો સમય પસાર કર્યો... અને બધાં નજીકના ટેન્ટમાં ગયા... સફેદ રણ અને ટેન્ટ અલગ જ ફિલીંગ આપતું હતું... એમાં પણ આજ મુનલાઈટ માટે તો સૌ કોઈ એક્સાઈટેડ હતાં...
વાતાવરણ ખૂબ જ ઠંડુ હોવાથી બધાં જમીને લાકડા પર આગ સળગાવીને આજુબાજુ તાપવા બેસી ગયા... અને ચાંદ સોળે કળાએ ખીલી ઊઠ્યો હોય એમ આકાશમાં ચમકવા લાગ્યો...
એ અનુભવ સૌ કોઈ માટે રોમાંચક હતો... આરુષિ અને અયાન પણ જાણે સપનાની દુનિયામાં આવી ગયા હોય એમ લાગતું હતું...
" અયાન, હું તો મારા સ્વપ્નોના રાજકુમાર સાથે અલગ જ દુનિયામાં આવી ગઈ એવું લાગે છે....ઈટ્સ સો બ્યુટીફુલ... આ પળ હું ક્યારેય નહીં ભુલું..."
" હા, આ પળને આપણે વધુ યાદગાર બનાવીએ તો...!!?"
અયાન
" એ કેવી રીતે...!!?" આરુષિ
અયાન સિંદુરની ડબ્બી કાઢીને આરુષિ આગળ ધરી દીધી...
આરુષિએ જવાબમાં આંખો બંધ કરી દીધી...
અયાન સિંદુર હાથમાં લીધું ને આરુષિનો ફોન રણક્યો...
" પપ્પાનો છે..." એમ કહીને ફોન પર વાતોએ ચડી...
એટલામાં બધાં ગ્રુપમાં ફોટા પાડતાં હોવાથી અયાને બોલાવે છે... એટલે ત્યાં જાય છે...
આરુષિ ફોન પર વાત પુરી થઈ એટલે બધાં જોડે જવા ઊભી થાય છે....
ત્યાં જ અયાનનો ફોન રણક્યો....અયાન આરુષિ પાસે જ મુકીને જતો રહ્યો હતો...
અને સ્ક્રીન પર અવનીનું નામ જોઈ આખી હચમચી ગઇ... અયાનનું ધ્યાન હતું નહીં એટલે એણે જ ફોન રિસીવ કરી લીધો...
" હેલો, અયાન પ્લીઝ.... મારી સાથે એકવાર વાત કર.. હું જાણું છું... તે હંમેશા આરુષિને જ પ્રેમ કર્યો છે... પણ હું મજબૂર છું... મેં તો તને જ પ્રેમ કર્યો છે... એ પણ અનહદ....અને આપણા વચ્ચે એ રીલેશન થયા પછી તો મારા માટે તને ભૂલશો અશક્ય બની ગયું છે..... શું કરું સમજાતું નથી... હવે તો મારા માટે તું જ છે... ભલે તું મારી સાથે હોય ના હોય..... હું ક્યારેય લગ્ન નહીં કરું.....આજ મંદિરમાં મેં તારા નામનું સિંદુર પુર્યુ છે.... હવે તું નહીં તો તારા નામના સિંદુર સાથે આજીવન રહીશ...."
અવની એકીશ્વાસે બધું બોલી ગઈ... અચાનક કોઈ બોલતું નથી એ ભાન થતા જ એ અટકી ગઈ.... અને " હેલો... હેલો" બોલવા માંડી.... એટલે આરુષિએ ફોન કટ કરી દીધો... અને ઘણા મેસેજીસ પણ હતા... એમાં પણ બધું આવું જ લખેલું હતું..
આરુષિના ચહેરા પરથી તો જાણે બધાં જ રંગ ઊડી ગયા....એ સમયે રણના એ આકર્ષક ચાંદ પરના ડાઘ આરુષિને જાણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતાં....