Wafa or Bewafa - 18 in Gujarati Love Stories by Miska Misu books and stories PDF | વફા કે બેવફા - 18

Featured Books
Categories
Share

વફા કે બેવફા - 18








" કુહુ પ્લીઝ.... !! હવે એ વાત છોડને... જે થઈ ગયું એને યાદ કરીને શું કામ છે !!? " આરુષિ

" અચ્છા...!! તો બ્રેસલેટ શું કામ પહેરી રાખ્યું છે... કાઢી દે...ના નીકળતું હોય તો લાવ, હું હેલ્પ કરું...!!" કુહુએ એનો હાથ પકડી લીધો...

" કુહુ....!!! " આરુષિ ‌હાથ છોડાવવા પ્રયત્ન કરવા લાગી...

" તું ‌બોલે તો જ હું હાથ છોડીશ... નહીંતર આજ આ બ્રેસલેટ દરિયામાં જશે.. અને સાથે તારો પ્રેમ પણ...!! " કુહુ

" ઓકે... ઓકે... પ્રોમિસ તને કહીશ... પણ હમણાં નહીં... પછી... અને ત્યાં જો કોણ બેઠું છે...!!? મોકો સારો છે.. થૅન્કસ કહીં આવ.." આરુષિ

" હજુ કાલનો દિવસ છે.. કહી દઈશ.. તું બોલ...!! " કુહુ

" હા, પણ આનાથી સારો મોકો નહીં હોય... અને હું સ્યોર તને બધું જ કહીશ બસ ..એના માટે વધારે સમય જોઈએ.. જે હમણાં નથી... સો ગો..."

" ઓકે..."

" અને હા.. વધારે કંઈ બોલે તો કહેજે.. આજ તો ઉમેશઅંકલ પાસે કમ્પ્લેન કરી જ દઈશું... " આરુષિ

" હા... મેડમ..."

કુહુ પેલાં છોકરા પાસે જાય છે... અને આરુષિ આહાનને ઘર બનાવવા મદદ કરવા બેસી ગઈ...

પેલો છોકરો હેડફોન, લેપટોપ અને મોબાઇલ વગર શાંત બેઠેલો જોઈ... કુહુ એની થોડી ખેંચતા બોલી...

" સામાન ક્યાંય પડી તો નથી ગયો ને...!!? કે કોઈ ચોરી ગયું...?? બિચારો...!!" એમ કહીને હસી..

પણ એ કશું જ બોલ્યો નહીં... એટલે કુહુને નવાઇ લાગી... એટલે આગળ જઈને ઊભી રહી... તો એનો આશ્ચર્યનો પાર ના રહ્યો... એ છોકરાની આંખો આંસુથી ભીની હતી.. અને મોઢું પડેલું હતું... એટલે એ કુહુને અવોઈડ કરવા માંડ્યો.. અને કંઈ થયું જ ના હોય એમ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને
ફેંદવા માંડ્યો...

" હું તો જસ્ટ તને થૅન્કસ કહેવા આવી હતી... સૉરી કદાચ ખોટા‌ સમયે આવી ગઈ... " એમ કહીને કુહુ ચાલવા માંડી...

" હવે...આ ઝાંઝર કોના માટે મુકી જાય છે... અહીં... હું નહીં આપવા આવું આખો દિવસ...!!" પેલો છોકરો

કુહુ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ.. પણ કરે શું...!!?

તેના હાથમાંથી ખેંચીને ચાલવા માંડી...
પાછળ ફરીને જોયું તો એના મોઢા પર સ્માઇલ હતી.. એટલે કુહુના મોઢા પર પણ સ્માઈલ આવી ગઈ...

હોટલ પર જવાનો સમય થઈ ગયો હતો.. એટલે ટ્રાવેલમાં બેસી પરત ફર્યા...

જમીને બધાં થોડીવાર હોટલના ગાર્ડનમાં બેઠાં.. બાળકો રમતા , કેટલાક જુવાનિયાઓ ગેમ રમતા હતા... અને કેટલાક વડીલો ગપ્પા લગાવતા હતા... કેટલાક પોતાના રૂમમાં આરામ કરવા જતાં રહ્યાં... આરુષિ અને ઘરના બધા પણ વાતો કરવા બેઠા...

કુહુ પેલો છોકરાને નોટિસ કરી રહી હતી... અને તે લેપટોપમાં કંઈક મથતો હતો... આરુષિની નજર એના પર પડી..

" મેડમ, શું વાત છે..?? તું ક્યારનીય એની સામે જોઈ રહી છે...!!? "

કુહુ આજુબાજુ નજર ફેરવવા માંડે છે...

" કંઈ નહીં.. હું તો બધાંને જોઈ રહી છું... " કુહુ

" બસ..હા !! રહેવા દે... હું તને ઓળખતી નથી... !!? બોલ ચલ.. શું ચાલી રહ્યું છે તારા મનમાં...એક મિનિટ ... તને લવ બવ તો નથી થઈ ગયોને... !!?"

" શટ અપ આરુ... કંઈ પણ બોલે છે... !! "

" તો પછી...!?"

" કંઈ નહીં.. આજ એ લડાકુ છોકરાનું બીજું રૂપ જોવા મળ્યું... એટલે વિચારતી હતી... તને ખબર છે... આરુ...!!? એ ત્યાં બીચ પર બેસીને રડતો હતો... "

" અચ્છા...!! પછી તને કંઈ કીધું..!!? "

" ના... !! મેં પૂછ્યું પણ નહીં... કદાચ એને ના ગમે... આપણે એટલા ક્લોઝ પણ નથી..."

" હા... એ વાત સાચી..." આરુષિ

" મમ્મા....!! ઊંઘ આવી ગઈ...." આહાન આરુષિના ખોળામાં આવીને આડો પડી ગયો...

" હા... ચલ ઊંઘાડી દઉં..." આરુષિ એને લઈને ઊભી થઈ...

બધાં વાતો કરતાં જોઈને રમાબેનને ઈશારો કરી... આરુષિ અને કુહુ આહાનને લઈ રૂમમાં જતા રહ્યાં...
આહાન થાક્યો પાક્યો હતો.. એટલે થોડીક જ વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો...કુહુ અને આરુષિ ફ્રેસ થઈને બેઠાં...

" બહુ ટાઈમ પછી આટલું જોડે રહેવા મળ્યું... નહીં..!!? તારા મેરેજ પછી તો હવે શાંતિથી મળી છે તું... " કુહુ

" હા...!! યાદ તો આવતી હતી... પણ જવાબદારીઓ વધતી જ ગઈ... અેટલે ક્યારેય આવો ટાઈમ જ ના મળ્યો....- આરુષિ ઓશિકું હાથમાં લઈને બેઠી..." આજ તને મળીને મનને એકદમ શાંતિ મળી હોય એમ લાગે છે... હળવું ફીલ થાય છે... જાણે કોઈએ પત્થર મારા પરથી લઈને સાઈડમાં મૂકી દીધો હોય એમ લાગે છે... " આરુષિ

" આરુ... કેમ તું મનથી થાકી ગઈ હોય એવું લાગે છે... આટલી નિરાશ કેમ છે... !!? તું હસે છે તો પણ પહેલાં જેવી ખુશી ક્યાંય નથી દેખાતી... "

" હા... કદાચ એ સ્માઈલ દિલથી નથી આવતી...!!"

" આજે તો ચલ...તારા દિલનો ભાર હળવો કરી જ દે...!! " કુહુ એ આરુષિનો હાથ પકડ્યો...

" નો પ્લીઝ... કુહુ.. હું કંઈ પણ યાદ કરવા નથી માંગતી..."

" કદાચ તારા દિલનો ભાર હળવો થઈ જાય... બોલ આરુ... ચલ, કૉફી મંગાવું... તું શાંતિથી તારે જેટલો ટાઈમ લેવો હોય એટલો લેજે... આખી રાત તારા માટે બેઠી છું... " એમ કહીને કુહુ હોટલના ફોન પરથી કૉફી ઑર્ડર કરે છે...

" કુહુ....!!"

" મારે કંઈ પણ બહાનું ના જોઈએ... ઓકે !!?"

" શું કહું... !!? તું સ્ટડી માટે ઉદયપુર જતી રહી... એટલે તું સાવ અજાણ રહી... પ્રેમમાં દર્દ અને કસોટી પણ હોય એવું બધું સાંભળ્યું હતું... પછી અનુભવી પણ લીધું... બધું જ બરાબર ચાલતું હતું... બસ અમે બંને અને અમારો પ્રેમ... બીજું બધું તેલ લેવા જાય... લડતા ઝઘડતા પણ ક્યારેય અલગ થવાની વાત નહીં... બસ જાણે બધું જ મળી ગયું હોય એમ લાગતું હતું... અમારી સ્ટડીઝ પણ પૂરી થઈ ગઈ...

પછી અચાનક વાવાઝોડું આવ્યુંને બધું જ સાથે લઈને ગયું... અમારો પ્રેમ, સાથે રહેવાના વચનો, મળીને જોયેલા સપના બધું જ.... વાવાઝોડાના ગયા પછી બધું જ વિરવેખર.... સમેટવા જેવું જાણે કંઈ રહ્યું જ નહીં....

એ વાવાઝોડું હતું... અયાનના ઑફિસમાં સાથે કામ કરતી અવની... એ બંને સારા મિત્રો હતા... અન્ય મિત્રોની જેમ જ કદાચ... બધાં સાથે લંચ કરતાં... બાજુના ટેબલ પર જ હતી... એટલે સાથે કામ પણ કરતા હશે... પણ અમારા સંબંધોમાં કંઈ ઉણપ આવી નહીં... એને પણ અમારા સંબંધ વિશે જાણ હતી...

પરંતુ એક દિવસે અમારી આખી દુનિયા પલટી નાખી... આમ કહી શકાય તો એક વાક્ય એ બધું જ બદલી નાખ્યું... "

અચાનક ડોરબેલ વાગી...
" કૉફી મેડમ.... " વેઈટર

" હાં...!! " કુહુ દરવાજા પરથી કૉફી લઈ લે છે... દરવાજો બંધ કરી દે છે...

" પછી શું થયું...આરુ !!? " કુહુ આરુષિને કૉફી આપી પોતાની
કૉફી લઈને બેઠી...

આરુષિ આહાનને તેનું બ્લેન્કેટ ઓઢાડીને કૉફી લઈને ઊભી થઈ બાલ્કનીમાં ગઈ...

કુહુ પણ ઊભી થઈ પાછળ ગઈ...