dariyana petma angar - 11 in Gujarati Fiction Stories by SaHeB books and stories PDF | દરિયાના પેટમાં અંગાર - 11

The Author
Featured Books
Categories
Share

દરિયાના પેટમાં અંગાર - 11

લોકશાહીમાં સત્તાની પ્રાપ્તિ માટે નેતાઓના વલખા જોવા જેવા હોય છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં એવો ડર આવી ગયો કે ભાજપ કોઈપણ વિધાયકનું રાજકીય અપહરણ કરી શકે છે. એ સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યને બેંગ્લોર રિસોર્ટમાં લઈ જવાની નોબત આવી. આ પ્રક્રિયાને રાજકીય વિશ્લેક્ષકો "હોર્શ ટ્રેડિંગ" કહે છે.
અત્યારે એ જ સ્થિતિ કર્ણાટકમાં જોવા મળે છે. ત્યાં સત્તા માટે ત્યાંના પક્ષ પોતાના ધારાસભ્ય સેફ રાખવા મથામણ કરી રહ્યા છે. ત્યારે જોવાનું કે કોણ બધું બધું ખરીદી કરી શકે છે. અને છેલ્લા પાંચ દિવસથી સેફોલોજિસ્ટ ડિબેટમાં બેઠા બેઠા એ સમજાવે છે કે જો આટલા વિધાયક આ બાજુ જાય તો આ પરિણામ આવે.
કર્ણાટકમાં જ્યારે બિંકોંગ્રેસી સરકાર બની ત્યારે 1983માં એ ગૈરકોંગ્રેસી સરકારના નેતા રામકૃષ્ણ અને દેવે ગૌડાના સમર્થનમાં ભાજપ હતું. જ્યારે અત્યારની સ્થિતિ એ છે કે રાહુલ અને કુમારસ્વામીનું ગઠબંધન તોડવા ભાજપ પોતાના ક્રિમિયા અજમાવી રહી છે. એવા ન્યુઝ સોસીયલ મીડિયા અને મીડિયામાં જોવા મળી રહ્યા છે. અને ચૂંટણીમાં ભાજપને પછાડવા દેવે ગૌડા ખૂબ જ આતુર બન્યા છે.
કોંગ્રેસમાંથી આવેલા ભાજપ માટે હૃદયપરિવર્તન કરેલ નેતાઓ અને કોંગ્રેસ માટે વિશ્વાસઘાતી કે ગદ્દાર ને મોટા હોદ્દા કે ખુરશીમાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે. એક સમય એ પણ યાદ આવે જ્યારે અટલજી એક મતનો વિશ્વાસ મત ન સાબિત કરી શક્યા અને પુરી પોતાની તેર દિવસની સરકાર ત્યજી દીધી હતી. એ ઈમાનદારી શુ આજના નેતાઓ જે અટલજીના સાનિધ્યમાં રાજકીય રીતે મોટા થયા છે. એનામાં એ ગુણ છે ખરો? જ્યારે સત્તા અને સંપત્તિની વાત આવે છે ત્યારે બધા પોતાના વિચાર અને વિચારધારા એક બાજુ રાખી હલકાયથી પોતાના સ્વાર્થ ખાતર ગમે એ પક્ષમાં જઈ શકે છે.
ગુજરાતના રાજકારણમાં બનેલું હજૂરી ખજૂરીયા કાંડ જગજાહેર છે. તમે તમારી ખુરસી રેઢી મુકશો તો એની પર તમારામાં સાથીમાં જ રહેલા કોઈ બેસી જવાના છે. એલેક્ઝાન્ડર ભારતની શક્તિ જોઈ પીછેહઠ કરી ગયો હતો, પણ અત્યારે ખૂબ વિપરીત સ્થિતિ છે. અહીં ખુરશીના ખેલ અને લેતી દેતી ચાલુ છે ત્યારે સરહદ પર ચીન પોતાનો રોડ પૂરો કરી ચૂક્યું છે. જમ્મુના અલગાવવાદી અને બાંગ્લાદેશથી આવેલ ઘૂસપેઠીયા કે રોહીનગનાનો કોઈ મુદ્દો જ નથી રહ્યો. એની માટે કોઈ બહેસ જ નથી થતી. રાહુલની જીભ રાફેલ પર છે અને ભાજપની જીભ 10 ટકા અમાનતની વાહ વાહીમાં રહી છે.
દેશના મૂળ પ્રશ્નને એકબાજુ રાખી જ્યારે રાજનીતિ કરવામાં આવે છે. ત્યારે તમારા દેશ બહારના શત્રુ તમારા દેશને કઈ રીતે તબાહ કરવો એ જ ફિરાકમાં હોઈ છે. ખુરસીનો ખેલ બહુ જાલિમ છે. સિત્તેર વર્ષથી ભોગ આપતો દેશ આગળના સમયમાં કેટલો સમય ભોગ આપશે અને ખોટી ચાપલાગીરી કરશે એ જોવાનું રહ્યું છે. અત્યારે વિદેશના ઉધોગકારોએ ગુજરાતમાં ધામાં નાખ્યા છે. દર વર્ષે કરોડોના રોકાણની જાહેરાત કરી એ જતા રહે છે. એની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો રાજ્યના વડાઓ કરી નાખે છે પણ રાજ્યના યુવાનોને ક્યારેય પોતાના પગ પર ઉભો થવાની તક નહીં આપે કે એનો હાથ નહિ પડકે. દેશમાં યુવાધન સબળી રહ્યું એનું મૂળ કારણ આ છે. પણ આ ખાદીધારી ખુરસીના ખેલમાંથી નવરા થાય તો આ બાજુ ધ્યાન આપે ને!
જે લોકો પોતાનું સ્વાભિમાન કે પોતાની વિચારધારા ગીરવે મૂકી સત્તાના મદને પીવા કોમ્પરોમાઇજ કરી શકે એ લોકો ક્યારે દેશનો સોદો કરે એ નક્કી નથી. જ્યારે નેતા પક્ષ બદલે ત્યારે પ્રજા પણ નતજી પૂછતી કે અમે તમને આ માટે જ વોટ આપ્યો હતો? ક્યારેય આવા દલબદલુને પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. ક્યારેય નથી કહ્યું કે તમારી વિચારધારનું શુ થયું, અમે આપેલ વોટનું શુ થયું? બસ ટીવીમાં ડિબેટ જોઈ હાશકારો મેળવી લઈએ છીએ.
કલોઝ અપ:
ખુરસીના કીડા જ્યાં સુધી દેશમાં રહેશે ત્યાં સુધી દેશ બરબાદીની ખાઈમાં ધકેલાતો જશે.

(ક્રમશ:)