dariyana petma angar - 9 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | દરિયાના પેટમાં અંગાર - 9

Featured Books
Categories
Share

દરિયાના પેટમાં અંગાર - 9


જોબ પરથી આવી ગયો . સાંજના સાત વાગ્યા હતા . ફ્રેસ થઈ ટીવી ચાલુ કરુ . સમાચારની તો વણઝાર લાગી ગઈ . આ પક્ષના આગેવાને આ પક્ષના છુટાછેડાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા . કારણ એટલે જ સામે આવ્યું વિધાનસભાની ટીકીટ ન મળી . એટલે બીજી પાર્ટીનો ઝંડો લઈ બહાર આવ્યા અથવા અપક્ષમા પોતાની ઉમેદવારી નોંધવી . જે હોય તે પણ એક સીટ પર મબલક ઉમેદવારી ફોમ આવતા એવું લાગે છે કે આ લોકોને સમાજસેવાનુ કુતરુ કરડી ગયું હોય .


પાછળના લેખમાં પણ મે વાત કરી હતી હાઈકમાન્ડની . ઉમેદવાર નક્કી કરવામાં સેન્સ લેવામા આવે છે . જે તે પક્ષના કાર્યકરો જે તે ઉમેદવારને મજબુર કરવા અને ટીકીટ અપાવવા હાઈકમાન્ડના પ્રતિનિધિ સામે રજુ થાય છે . પણ ઘણી સીટ પર મે જોયું છે કે લોકો જે ઉમેદવાર પસંદ કરે છે તેને પાર્ટી ટીકીટ નથી આપતી તેની પાછળ જે તે કારણ હોય શકે પણ વાત છે લોકોના વિશ્વાસની . હાઈકમાન્ડને પ્રજા પર વિશ્વાસ નથી એવું તારણ લગાવી શકાય . હાઈકમાન્ડને તો। ઉપર બેઠાબેઠા જ કાર્ય કરવાનું હોય છે જમીનસ્તર પર કાર્યકરો રાત દિવસ મહેનત કરે અને યોગ્ય ઉમેદવાર ન મળતા નાસીપાસ થઈ જાય છે . અથવા બીજા પક્ષમા સામુહીક રીતે જવાનું એલાન કરે છે .


ગુજરાતની તમામ સીટના ઉમેદવાર નક્કી જ છે . કંઈ પાર્ટીનો ક્યો ચહેરો છે ત લોકો સામે આવી ગયો છે . પક્ષના હાઈકમાન્ડે પોતાની ભૂમિકા નિભાવી હવે વારો છે પ્રજાનો . પ્રજા કોને વિજય બનાવશે . પક્ષના નેતાને કે જનતાના ચાહીતા ચહેરાને ? એતો આ મહિનાની અઢાર તારીખે દિવા જેવું થઈ જશે . પણ જે લોકોને પક્ષના ઝંડા નિચે ગદ્દાર કહ્યા , લુટારા કહ્યા , ડાકુ કહ્યા આ બધા નામ ઉપનામ જેતે વ્યક્તિ કે તેના સમુહ માટે પ્રયોજ્યા તે વ્યક્તિ કે તે સમુક તમારી પાર્ટીના બેનર નિચે આવી ગયા એટલે દેશભક્ત કે સમાજસેવક થઈ ગયા ? ઉપરના રાજકારણ આપણા ઘરમાં આવી ગયું છે . સાસુ વહુ આમને સામે ઉમેદવારી કરી કહ્યા છે . ૨૦૧૪ની લોકસભામાં કાકા અને ભત્રિજી સામે સામે હતા . જુઠી સમાજસેવાનો સ્વાંગ એવો તો કરડી ગયો છે કે પ્રજા કે મતદાતાની કદર કરવામાં આવતી નથી . માનવમુલ્યનુ અધપતન થવા લાગ્યું છે .


પહેલા જાતીવાદ પર વોટ માંગતા હતા . હવે ગાળીગલોચ કરીને માંગી છીએ . સમય બદલાયો છે માણસ નહી યાદ રાખજો . પુરી લુટારાની જ ફોજ છે . પ્રજા અબુદ્ધ નેતાને મોજ છે . કાલે જે લોકો ગામને ઉલ્લુ બનાવતા હતા તેવા લોકો પાસે આજે અબજોની સંપતિ છે . આટલી સંપતિ ક્યાંથી આવી કંઈ રીતે બનાવી આવો પ્રશ્ન કોઈ કરતા જ નથી . કારણ કે પ્રજા ડરપોક છે. અભણનેતાઓ ભણેલા યુવાનો પર તાંડવ કરે છે છતા સમાજ મૌન ધારણ કરી બેઠો છે . દેશને લુટવા માટે જેવી પ્રજાની જરૂર છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ . હુ એ સ્તર પર ઉભો છુ જ્યાથી દેશનું પતન અને નજીકના સમયમાં આવતી ગુલામી જોઈ રહ્યો છુ . ખટારા પાછળ પણ લખવામા આવે છે “હેર્ન ધીમે વગાડ મારો દેશ સુતો છે” . હદ છે હવે તો મોંઘવારી ગમે એટલી વધે મારે તો આ પક્ષ સિવાય ક્યાંય મત નથી આપવો આવા મેસેજ ફરતા થાય . ત્યારે બ્રિટનના એક ન્યુઝ પેપરનું ટાઈટલ યાદ આવ્યું “ભારતદેશ ગુલામ બનવાનો જ લાયક છે.” વાક્ય ખરું પણ છે . પક્ષવાદ ઘર કરીને બેઠો ત્યાં સુધી આ દેશનું કશુ જ થવાનુ નથી . એક નાના મુદ્દા પર બાપ દીકરો મારવાની અણી પર આવી જાય આવી રાજનીતિને ધોય પીવી છે . સામાજિક મુલ્યને નુકશાન કર્યા વગર થતી તંદુરસ્ત લડાય એટલે રાજનીતિ . મારી પરિભાષા આવી છે . બાકી તમને જે યોગ્ય લાગે તે કરો .


સીતેર વરસથી અમેઠી જેમને પાસે છે તે રાહુલ ગાંધી પોતાના મત વિસ્તારનો વિકાસ ન કરી શક્યા . અને ગુજરાતમાં વાત કરે છે વિકાસ થયો નથી . હા હુ કહુ છુ વિકાસ થયો નથી . તો પછી બીજા રાજ્યના લાખો લોકો રોજગાર માટે કેમ ગુજરાત આવે છે . બીજી બાજુ યુપીના ઉપમુખ્યમંત્રીના વિસ્તારમાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચુટણીમા છ માથી છ બેઠક હારી ગઈ. તો શુ ત્યાં ભાજપની લહેર ન હોય ? તેની પ્રજાએ કદાચ કાર્ય જોયા હશે . મને ગમ્યું કે ત્યાના વોકો કાર્ય જોતા થઈ ગયા અને ગુજરાતમાં લોકો વેરની રાજનીતિ કરવા લાગ્યા . પાટીદાર હોય , દલિત હોય કે ઓબીસી સમાજ હોય આ રાજ્ય બધાનુ છે . કોઈના નામનો દસ્તાવેજ નથી અને કોઈપણ પણ કોઈ એક જાતીના મતથી જીતતો નથી . વિરોધ કરો પણ વેર ભાવથી નહી . અને સમાજસેવા કરો રાજનીતિના નામથી નહી . રાજનીતિની જ્યારે સમાજસેવાનો નકાબ પહેરીને આવે છે ત્યારે તે સમાજ પતન તરફ જઈ રહ્યો છે તેમ કહી શકાય . સમાજ , જાતી , ધર્મ અને પક્ષની ઉપર પણ એક સ્ટેજ છે દેશ . આપણે જ્યારે પર વિરોધ કરી , લડાય કરી , આંદોલન કરીએ કે મતદાન કરીએ ત્યારે આપણી સામે આપણા દેશનું માનચિત્ર હોવું જોઈએ નહી કે કોઈપણ પક્ષનું . બસ આટલું કરો અને પોતાની દેશ પ્રત્યેની નૈતિક જવાબદારી સ્વીકારો દેશ વિશ્વગુરુ બનશે


(ક્રમશ:)